આસામ મેઘાલય પ્રવાસ - ભાગ 1 SUNIL ANJARIA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • આંખની વાતો

      પુષ્ટિ  બગીચામાં ફરતી હતી અને પોતાના ભૂતકાળની વાતો યાદ કરત...

  • ભાગવત રહસ્ય - 149

    ભાગવત રહસ્ય-૧૪૯   કર્મની નિંદા ભાગવતમાં નથી. પણ સકામ કર્મની...

  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

શ્રેણી
શેયર કરો

આસામ મેઘાલય પ્રવાસ - ભાગ 1

આસામ મેઘાલય પ્રવાસ - 1

નવેમ્બર 2019 માં કારેલનોર્થ ઇસ્ટની ટુરનું વર્ણન હું પાંચ ભાગમાં કરીશ.

આપણું પશ્ચિમ ભારતને એ એકદમ પૂર્વ ભારત- બધું ઘણું જુદું લાગે. આકાશ પણ વધારે ભુરું. નદીઓ અને વિશાળ ધોધનાં પાણીના રંગ પણ અલગ અને વનસ્પતિ, ફૂલો બધું ઘણું નવું.

ગુજરાતમાં જાણીતા ટ્રાવેલવાળાઓ ખૂબ ઊંચી મિમત રાખે છે અને ઉત્તર, ખાસ કરી દિલ્હીના ટ્રાવેલ વાળાઓ કિંમત તો તેમનાથી ઓછી રાખે છે પણ ત્યાં ના અમને આપવામાં આવતા ટેક્ષી ડ્રાઇવરોનકહેવા મુજબ એ ટુર ઓર્ગેનાઇઝરોએ ક્યારેય નોર્થ ઇસ્ટ ની મુલાકાત લીધી નથી હોતી અને મેપ્તાથ સાઇટ જોઈને જ પેકેજ ઘડી આપે છે. નોર્થ ઇસ્ટ મારસ્તા ખૂબ ઊંચી ટેકરીઓ કાપીને બનાવેલા અને મોટે ભાગે ટુ ટ્રેક છે તેથી 70 કીમી આપણે દોઢ કલાક ગણીએ તેના ત્યાં 3 કલાક ગણી લેવાના. નિકળી પડવાનું સવારે 6 આસપાસ કેમ કે સૂર્ય 4.30થી 5 વચ્ચે ઉગે અને 4.30 બ ટોઘોર અંધારું થઈ જાય. પણ પોતાની રીતે ટુર બુક કરી જવાની આવી મઝા.


તો વર્ણવું અમારો નોર્થ ઇસ્ટ ટુર નો પ્રથમ દિવસ.

એ દિવસે અમે આ મુજબ જોયું.

ફ્લાઈટમાંથી ઉગતી ઉષા, નીચે પાણી ભરેલાં ખેતરો, વાદળો પરથી, ગુવાહાટી એરપોર્ટ , કામાખ્યા શક્તિપીઠ મંદિર અને નજીકના વ્યુ પોઇન્ટ પરથી ગુવાહાટી, જે છેલ્લું સપાટ ભૂમિ પરનું અને અત્યંત ગીચ ટ્રાફિક વાળું શહેર છે.

સવારે 6 વાગ્યે અમદાવાદથી ઉપડી 8.45 કલકત્તા, ત્યાંથી 9.20 ના ઉપડી 10.35 ગુવાહાટી ઉતરી નજીક એર વીંગ રેસ્ટોરન્ટ પહોંચ્યાં. રેસ્ટોરન્ટનો અંદરનો દેખાવ પ્લેન જેવો હતો. સવારથી ચા પણ પીધી નહોતી પણ ત્યાં દાખલ થયાં ત્યારે 11 વાગ્યા હોઈ જમી લીધું. ટકે શેર ભાજી ટકે શેર ખાજા જેવું. પરોઠા દહીં કે ઈડલી સંબાર જે ઉપમા જે લો તે 119 રૂ. માં.

કામખ્યા મંદિર કહેવાય છે ગુવાહાટીમાં પણ આખું શહેર 18 કીમી સખત ટ્રાફિકમાં વીંધી બીજે છેડે ટેકરી પર આવેલું છે. આખું લાલ રંગનું. તાંત્રિક વિધિઓ માટે પ્રખ્યાત છે. અહીં આપણા અંબાજી જેવું નથી. ઘણું કોમર્શિયલ છે. અમારો ડ્રાઈવર ધીમો અને ગીચ ટ્રાફિક. 12 વાગે રેસ્ટોરાં છોડી 12.45 વાગે મંદિર 18 કીમી દૂર પહોંચ્યા. ત્યાં 1 વાગે દર્શન બંધ થાય એટલે પોણા વાગ્યાથી 500 રૂ.ની સ્પેશિયલ ટિકિટ માટે આગ્રહ, પંડા અને ચોકીદારનું 500 ટિકિટ અથવા બારોબાર પૈસા આપવા સુચવવું વગેરે હતું. તે દિવસે દર્શન ખાસ સારી રીતે ન થયાં તેથી છેલ્લે દિવસે ફરી આવવું પડેલું.

મંદિર ટીપીકલ પૂર્વીય શૈલીનું હતું. દ્વાર પર સુવર્ણ મઢેલ સિંહાકૃતિ, કેળ ના સ્તંભોથી સુશોભિત દ્વાર હતાં. અંદર જવા એક બાજુથી પગથિયા ચડી લાંબી લાઈન નીચે ઉતરે તેમાં અંદર જવાનું. અમેં જાળીની બહારથી દર્શન એક પંડાને સાધીને કર્યાં. 6 માણસોના 3હજાર થાય તેના અંદર જઈ જાળીની બહારથી 500 રૂ.માં વત્તા દક્ષિણા.

મંદિરમાં પૂજા બાદ પ્રસાદમાં ટબુડીમાં જળ આપે તે માતાજીનો યોનિસ્ત્રાવ છે તેમ પૂજારીઓ કહે છે. એ સંકટ સમયે બે ચાર ટીપાં વાપરવાનું હોય છે.

અહીં તાંત્રિક વિધિઓ થાય છે પણ ખાનગીમાં. મંદિરમાં ઝાડ ફૂંક જેવી વિધિઓ પરસાળમાં લોકલ તાંત્રિકો દ્વારા થતી જોઈ. તેઓ પૂજારી કે પંડા ન હતા.

નજીકથી વ્યુપોઇન્ટ પરથી ગુવાહાટી શહેર અને લીલાછમ્મ પર્વતો જોયા. કામાખ્યા મંદિર ટેકરી ઉપર છે અને અંતિમ 3 કીમી પહાડ પર ઘુમાવદર રસ્તા પરથી જવાનું છે. પાર્કિંગ પછી પણ સો જેવાં પગથિયાં છે.

ત્યાંથી તુરત શિલોંગ ભણી નીકળ્યા. અંતર 78 કીમી છે પણ 3 કલાક લાગ્યા. ડ્રાઇવર 30 થી વધુ સ્પીડ જ ન લે. ક્યારેક ઘોડાને ચાબુક મારીએ એમ મૌખિક ચાબુકથી એને 40 પર પહોંચડીએ.

વચ્ચે જોવાનાં સ્થળે પણ 'અહીં પાર્કિંગ નથી' જેવાં બહાનાં કાઢી ઉભી ન રાખી.

જો કે નોર્થ ઇસ્ટ માં ક્યાંય વચ્ચે રસ્તાની સાઈડે પાર્ક ન થાય. ભારે દંડ, 5થી10 હજાર જેવો થાય. ટ્રાફિક શિસ્ત પણ કાબિલે તારીફ છે.

રસ્તે એક કલાક ડ્રાઇવ પછી આવ્યું ઉમ્મમ લેઈક. તે જોવા લાયક મોટું તળાવ છે અને તેમાં બોટીંગ પણ કરી શકાય છે. સામે ટાપુ છે અને પીકનીક પ્લેસ છે. ડ્રાઇવરને કહેવા છતાં તેણે તો ઉભી ન રાખી તેથી વળતાં જોવું પડ્યું.

ચા પીવા વચ્ચે નોન્ગપો નામનું ટાઉન આવ્યું ત્યાં ઉભી રાખી. વળતાં આવ્યું એટલે વાચકો માટે- નોંગપો માં રોડ ઉપર એક સરદાર ઢાબા છે તેમાં ચા કોફી ઉપરાંત ઢોસા, પરોઠા, પંજાબી હલવો વગેરે નાસ્તા સારા મળે છે અને ટોયલેટ ઇત્યાદિ ની પણ સગવડ છે. નોંગપો બરાબર ગુવાહાટી- શિલોન્ગ રોડની મધ્યમાં છે.

સાડાચારે ચા પાણી કરી નોંગપો છોડ્યું ત્યાં તો પોણાપાંચે સૂર્યાસ્ત થઈ ગયો. 6 વાગ્યે શિલોંગ પહોંચ્યા ત્યાં ઘોર અંધારું, ઠંડી 18 ડીગ્રી જેવી અને ધુમ્મસ. બ્લુ બેરી રિસોર્ટમાં રાતવાસો.

બાકીનું આવતા અંકે.

***