નિર્મલા નો બગીચો - ૧ CA Aanal Goswami Varma દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નિર્મલા નો બગીચો - ૧

Disclaimer : આ કાલ્પનિક વાર્તા છે.

નિર્મલા,આજે પંચ્યાશી વર્ષ ના થયા. ઘર માં એમના જન્મ દિવસ ની ઉજવણી રાખેલ છે. શોર્ટ ગ્રે સ્ટેપ કટ વાળ, જેના પર એમને ક્યારેય કલર શું મેહંદી સુધ્ધાં કરી નથી અને ગોરી તકતકતી ચામડી જ્યાં હવે આંખો આસપાસ કરચલી દેખાય છે. હંમેશા પોણિયા બાય નું ઘુંટણ સુધી ની લંબાઈ વાળું પંજાબી ટોપ અને પાયજામો પહેરતા નિર્મલા ૮૫ વર્ષે પણ માંડ ૭૦ ના લાગતા.

પોતે ડાબા હાથ માં Solitaire વીંટી અને પ્રસંગો પાત મોટા ડાયલ વાળી ઘડિયાળ પહેરતા. જમણા હાથ માં હીરા ની પછેલી સ્ટાઇલ ની બંગડી સાથે ગુરુ તથા પન્ના ની વીંટી. સરસ રીતે રહેવાનો શોખ એમ ને પહેલેથી હતો. ચાંદી ની ચમચી મોઢા માં લઈને જન્મ્યા હતા એટલે ક્યારેય જીવન માં પૈસા ની તંગી અનુભવી ન હતી. રોજ ના ૨ કિલોમીટર ચાલવા ની આદત અને ગાર્ડનિંગ ના શોખ એ નિર્મલા ને નિરોગી અને સપ્રમાણ શરીર બક્ષ્યું છે. જીવન મોંજ થી જીવવાના એમના સ્વભાવ ને કારણે એ પોતાના બે દીકરા તેમની પત્ની ઓ અને પૌત્ર પૌત્રી સૌના પ્રિય છે.

એ જમાના માં જાણીતી કોલેજ માંથી કોલેજ માંથી M.Com ફર્સ્ટ ક્લાસ થયેલા હતા અને સરકારી નોકરી કરતા એટલે એમ નું જ્ઞાન ગણું બહોળું હતું. બેન્કિંગ થી લઇ ને ઇકોનોમિકસ થી માંડી ને પોલિટિક્સ એમ દરેક વિષય પર એમની ફાવટ હતી. એમના પતિ બીપિન ભાઈ વોલ પેઇન્ટ ના ડિસ્ટ્રીબ્યુટર હતા. એમના પછી હવે બંને છોકરા જ આ ધંધો ચલાવતા . શહેર ના અગ્રગણ્ય ડિસ્ટ્રીબ્યુટર માં એમની ગણના થતી. એમની મોટી વહુ એડવોકેટ છે અને નાની Interior ડિઝાઈનર. એને ઘર માં બધું પોતાની રીતે ડેકોરેટ કરવાની છૂટ હતી . હા બગીચા માં કંઈક કરતા પહેલા નિર્મલા ને પૂછવું જરૂરી હતું . પોતાની પૌત્રી પ્રિયા ના કહેવાથી નિર્મલા પોતાની એક youtube ચેનલ પણ ચલાવતા જેમાં પોતાની ગાર્ડનિંગ ને લગતા વિષય પર ચર્ચા કરતા. પ્રિયા ના કહેવાથી જ પોતે ચાલવા જતા ત્યારે જિન્સ અને T -Shirt પહેરી ને જતા. સરકારી નોકરી નું પેન્શન આવતું અને એટલે એમ ને મન થાય ત્યાં પૈસા વાપરતા . વળી પેહેલે થી પિયર અને સાસરે માં લક્ષ્મી ની કૃપા રહી જ હતી એટલે એ બાબતે એ નિશ્ચિંત હતા .

નિર્મલા સ્માર્ટ ફોન વાપરતા અને પોતે FB અને Instagram સુદ્ધા જાતે ઓપરેટ કરતા. હા ક્યારેક અટકે તો એમ ની સંકટ સમયની સાંકળ એમની સૌથી નાની પૌત્રી પ્રિયા . એમના બે પૌત્રો અને બે પૌત્રી ઓ પોતાના બોય ફ્રેન્ડ ગર્લ ફ્રેન્ડ થી માંડી ને કરર્ન્ટ ફેશન એમની જોડે ડિસકસ કરતા .એમ ના પતિ બિપિન દાદા ના ગુજરી ગયા પછી ૬ એક મહિના ગુમસુમ રહ્યા હતા પણ પાછા પોતાના સ્વભાવ મુજબ મોજ થી રહેવા માંડ્યા હતા. હા એ પછી એ રાત્રે પોતાના રૂમ માં લાઈટ ઓન રાખી ને જ સૂતા.

પોતે પાર્ટી માટે , બ્લેક ડિઝાઈનર ડ્રેસ પહેરવાના છે. એની ઉપર એમ નું હીરા નું મોટું પેન્ડન્ટ જે બાળકો એ મળીને ભેટ આપેલું છે.

આજે બર્થ ડે પાર્ટી માટે આખું ઘર સરસ રીતે શણગારવા માં આવ્યું છે . ઝાંપા પર નિર્મલા ને ગમતા ગુલાબી ફુગ્ગા નો આર્ક બનાવામાં આવ્યો છે. નિર્મલા ને ચકરડી નો બહુજ શોખ એટલે ગાર્ડન પર અલગ અલગ ઝાડ પર પચાસ એક કાગળ ની ચકરડી લગાવવા માં આવી છે. ઘર ના ડેકોરેશન ની જવાબદારી બંને વહુ ઓ એ લીધી અને દીકરા ઓ ને મહેમાન ને બોલવા ની. એમની ભાવતી સ્ટ્રોબેરી કેક નો ઓર્ડર અપાયો છે. કેક પર પિન્ક અને લાઈટ પિન્ક રંગ ના રૉસેટ વાળી ડિઝાઇન દાદી ની પસંદ ને અનુરૂપ પ્રિયા એ ફાઇનલ કરી છે.અને એ કેક ઉપર આજ કલ ના લેટેસ્ટ ટ્રેન્ડ પ્રમાણે ઘાટા બોગનવેલ ના ફૂલો મુકાયા છે.

આવા નિર્મલા ના પ્રાણ વસ્યા છે એમના ઘર ના બગીચા માં . આ બગીચો એવો શણગારાયો છે કે વર્ષગાંઠ બગીચા ની જ હોય.

ઘર ની આગળના ના ભાગ નો બગીચો લાઈટ થી શણગારાયો છે બગીચા માં રહેલા ઝાડ પર કાચ ની બરણી માં લાઈટ નું ગુંચળું રાખી ને કરવા માં આવેલું ડેકોરેશન બહુજ સરસ લાગે છે . નીચે લોન માં સૂર્યપ્રકાશ થી ચાલતી પાથ વે લાઈટ્સ થી આખો રસ્તો ઝગમગી રહ્યો છે. પંદરેક દિવસ પહેલાથી નિર્મલા માળી પાસે કટીંગ અને ટ્રિમિંગ કરાવી રહ્યા હતા .

આ બંગલા માં નિર્મલા લગભગ ૧૦ વર્ષ ના હતા ત્યારથી રહેતા. પોતે જયારે અહીંયા રહેવા આવ્યા ત્યારે ઘર ની આગળ ની ખુલ્લી જગ્યા માં બગીચો કરવા માટે એમ ના પપ્પા એ એમ ને પ્રેરણા આપી .બંને બાપ દીકરી કલાકો ના કલાકો સુધી નર્સરી માંથી લાવેલા નાના નાના છોડવા વાવતા અને એની ઉપર નવું પાન આવે ,નવી કૂંપળ ફૂટે એની આતુરતા થી રાહ જોતા. કળી આવવા થી માંડી ને ફૂલ અને ફળ આવે ત્યાં સુધી દરેક ક્ષણ ને માણતા. આ બાગ એટલા નિર્મલા નું કાયમી ઠેકાણું . અહીંયા એમનો પ્રાણ વસતો. હવે તો એમ ને વાવેલા આંબો , શેતુર , સીતાફળ , ચીકુ , દાડમ , અને અંજીર મોટા ઝાડ બની ગયા હતા . એમ ને આંબળા નું ઝાડ પણ વાવેલું છે . ફૂલો માં એમની માનીતી વેલ એટલે બોગનવેલ . એમ ની પાસે પીળી,સફેદ, લાલ અને ,ગુલાબી એમ બધા રંગ ની બોગનવેલ હતી. પણ એમની જાન વસતી હતી એમની માનીતી બોગનવેલ માં. સફેદ અને ગુલાબી બંને રંગ ના ફૂલ એની પર સાથે થતા હતા .એ સીતાફળ ના ઝાડ પાસે રહેલી બોગનવેલ. એનો આકાર એ હંમેશા સાચવતા. પોતાના બગીચા માટે એ એમેઝોન માંથી લેટેસ્ટ ડેકોરેશન ની વસ્તુ ઓ ખરીદતા . માળી પણ રોજ બોલવતા. પાછળ ના ભાગ માં કિચન ગાર્ડન કરેલો જ્યાં મૂળા , મેથી , કોથમીર , મરચાં અને પાલક થતા . ભીંડા, કરેલા , કાકડી વગેરે પણ વારા ફરતી વાવવામાં આવતા.

નિર્મલા જે આવું ખુશમિજાજ વ્યક્તિત્વ ધરાવતા હતા, ના પૈસા ની કમી હતી,ના પરિવાર નું દુઃખ. નસીબ જોગે એમને દરેક ઉંમરે એવા માણસો મળ્યા જેમણે એમ ને સપોર્ટ કર્યો . આટલું બધું હોવા છતાં નિર્મલા અંદર થી ખાલી હતા . ખુશ રહેતા પણ ક્યારેક ખાલીપાની એવી ટીશ ઉઠતી કે જેનું દર્દ એમના થી સહન ન થતું જયારે કોઈ વ્યક્તિ એને ગમતી વસ્તુ માં ગાંડપણ ની સીમા સુધી ઓતપ્રોત થઇ જાય પણ એની સૌથી નજીક ની વ્યક્તિ પાસેથી એવો પ્રતિભાવ ન મળે તો ત્યાં અભાવ સર્જાય. એવા ખાલીપા નું નિર્માણ થાય જે ભરી ન શકાય કદાચ દિવસે ને દિવસે વધતો જાય.

વાત કંઈક આવી હોય છે.નિર્મલા ના પતિ, બીપીન આ સોસાયટી માં જ બંગલા નંબર ૮ માં રહેતા હતા. નિર્મલા ૧૨ નંબર માં . બંને એક જ જ્ઞાતિ હોવાથી અને પરિવાર એક બીજા ને જાણતા હોવાથી એમના લગ્ન લેવાયા. બંને સાથે રમી ને મોટા થયા હતા.બિપિન અને નિર્મલા ના લગ્ન અરરેન્જ હતા . નિર્મલા પોતાના માં બાપ નું એક માત્ર સંતાન હતા એટલે એમના લગ્ન થયા પછી નિર્મલા , બિપિન અને બિપિન માં માં- બાપ અને બિપિન ની બહેન એમ બધા સાથે રહેતા . વર્ષો થી સાથે રહેવા ના કારણે બંને ઘર ના લોકો એક બીજા ને બહુ સારી રીતે ઓળખતા હતા. નિર્મલા પોતાના માં બાપ નું એક માત્ર સંતાન હોવાથી, લગ્ન પછી એમના જ ઘર માં રહેવામાં કોઈ ને વાંધો ન હતો . બીપીન ની બહેન મધુ પણ નિર્મલા ની ખાસ સહેલી હતી અને બધા સાથે ખૂબ ખુશ રહેતા. મધુ ની વિદાઈ ૮ નંબર માંથી જ થઇ હતી . કોઈ હોલ ને બદલે ત્યાંજ જ ખુબ ઘામ ઘૂમ થી લગ્ન લેવાયા હતા અને રિસેપ્શન થયું હતું નિર્મલા બિપિન ના ઘર માં , નિર્મલા ના સુંદર ગાર્ડન માં. પછી ૮ નંબર નો બંગલો વેચી દેવાંમાં આવ્યો હતો અને બિપિન અને મધુ બેય વચ્ચે પૈસા વહેંચી દેવામાં આવ્યા હતા.

બિપિન બધી રીતે સારા હતા , નિર્મલા ને નાનું અમથું છોલાય તો પણ પોતે ગેગેફેંફે થઈ જતા . નિર્મલા સાથે ઝાડ છોડ ખરીદવા પણ જતા . પણ જયારે નિર્મલા પૂછે કે બિપિન ક્યાં રંગ નું ગુલાબ લઈએ કે ? આ છોડ ક્યાં લગાડું ? કે પછી જો ને આ બોગનવેલ પર નવી કળી બેઠી ત્યારે બિપિન એટલો ઉત્સાહ ના બતાવી શકતા. એવું નોહ્તું કે એમ ને નિર્મલા નું ગાર્ડનિંગ કરવું ગમતું ન હતું પણ એમ ને એમાં રસ ના પડતો એમ ને કંઈક અંશે એ નિર્મલા નું ગાંડપણ લાગતું. પહેલા તો નિર્મલા એને બહુ ગણકારતા નહિ અને પોતાના લગ્ન સાથે નોકરી પછી બાળકો ની જવાબદારી આ બધા માં સમય ક્યાં સરી ગયો એ ખબર જ ના પડી . નિર્મલા હંમેશા થી પોતાની નિવૃત્તિ ને લઈને ખૂબ ઉત્સાહી હતા. એમ ને સપના જોયા હતા કે હમણાં જે વહેંચાયેલો સમય આપે છે એને બદલે પૂરો સમય આપી શકશે . પણ જેમ જેમ બાળકો મોટા થયા અને નિર્મલા અને બિપિન ને પોતાના માટે સમય મળવા લાગ્યો ત્યારે આ ખાલીપો વધારે ને વધારે ઊંડો થતો ગયો.

બિપિન સાથે લગ્ન ની વાત ચાલી રહી હતી ત્યારે નિર્મલા એ પોતાના પિતા સાથે આ સમસ્યા ની ચર્ચા કરી હતી. પોતાનો દાખલો આપતા બોલ્યા કે જો તારી મમ્મી ને પણ ગાર્ડનીંગ ગમતું ન હતું પણ હવે એ મને સાથ આપે છે. હકીકત નિર્મલા ને જ ખબર હતી. એને કેટલીય વાર મમ્મી ને પપ્પા ની ગેરહાજરી માં એવું કહેતા સાંભળ્યા છે કે આ શોખ હવે એમને છૂટે તો સારું. મમ્મી ફક્ત પપ્પા નું મન રાખવા ગાર્ડનિંગ માં ઇન્ટરેસ્ટ દેખાડતા. પણ નિર્મલા આ પપ્પા ને જણાવી એમ ને દુઃખી કરવા માંગતી ન હતી. પપ્પા એ નિર્મલા ને કહ્યું કે બિપિન તો તારો મિત્ર છે તમે જોડે ઉછર્યા છો એટલે એ તને જરૂર સમજશે . નિર્મલા ને પહેલે થી જ બિપિન ની ગાર્ડનીંગ રુચિ વિશે ખબર હતી. એને ખબર હતી કે બિપિન ને ગાર્ડનિંગ નથી ગમતું. એ કદાચ પોતાનું મન રાખવા સાથે રહેશે પણ એથી વિશેષ એની પાસેથી કઈ પણ અપેક્ષા રખાય એમ નથી. બાકી બીજી બધી રીતે બિપિન ખૂબ સારો પતિ, પિતા અને જીવન સાથી પણ રહ્યો અને નિર્મલા એ વાત નું અભિમાન પણ કરતા. પણ ઢળતી ઉંમરે ની સાથે એમ નો ગાર્ડનિંગ નો શોખ ક્યારે એમનું જીવન બની ગયો એ એમ ને પણ ના સમજાયું. જ્યાં સુધી નિર્મલા ના પિતાજી હયાત હતા ત્યાં સુધી નિર્મલા એમના પિતાજી સાથે બધું શેર કરતા. જયારે નિર્મલા એ ગુલાબી અને સફેદ બંને રંગ ના બંને ફૂલો એક જ વેલ માં થયેલા જોયા હતા ત્યારે તો એમણે પપ્પા સાથે મળીને ગાર્ડન માં ટી કેક ની પાર્ટી કરી હતી .પણ પપ્પા ના ગયા પછી એમ નું મન સતત કોઈ એવી વ્યક્તિ ને ઝંખતું જેમ ના માં ગાર્ડનિંગ માટે એવો જ જુસ્સો હોય. ગુલાબ પર કળી નું ખૂલવું એના માટે પણ ઉત્સવ હોય અને સીતાફળી પર ફૂલ માંથી ફળ નું થવું દિવાળી જેવું લાગે. કોઈ છોડ નું મુરઝાઈ જવું કોઈ મરી ગયું હોય એવો શોક કરાવી જાય .

હમણાં હમણાં થી ન જાણે કેમ એ લાલ ચડ્ડી વાળો છોકરો બહુ યાદ આવી જતો હતો. મન વિચારતું કે જો એ બિપિન ની જગ્યા એ હોત તો ..............

વધુ આવતા અંકે .