મહારાણી કર્ણાવતી ને અચાનક જમીન પર પડી જોઇને બધા સૈનિકો તેમની પાસે આવ્યા ને બોલ્યા ઉઠો મહારાણી ઉઠો, પણ મહારાણી કર્ણાવતી તો બેહોશ થઈ પડ્યા હતા. એક સૈનિકે જોયું તો મહારાણી કર્ણાવતી ના શ્વાસ ચાલી રહ્યા હતા. એ જોઇને સૈનિકો ને કહ્યું ચાલો સૈનિકો મહારાણી ને મહેલમાં લઇ જઇએ અને વૈદ જી પાસે સારવાર કરાવીએ. મહારાણી તો હજુ જીવી રહ્યા છે.
મહારાણી જીવે છે આ શબ્દો બધા સૈનિકો ના કાનમાં પડતા બધા સૈનિકો ના જીવમાં જીવ આવ્યો અને તરત પાલખી બોલાવી ને મહારાણી કર્ણાવતી ને મહેલ લાવવામાં આવ્યા. મહારાણી કર્ણાવતી મહેલ પહોંચે તે પહેલાં કોઈએ વૈદ જી ને પહેલે થી મહેલમાં બોલાવી રાખ્યા હતા. વૈદ જી એ મહારાણી કર્ણાવતી ની તપાસ કરી, મહારાણી ને આખરે શું થયું છે. પહેલા તેના ધબકારા જોયા તો તે ચાલુ હતા. આંખો તપાસ કરી એટલે લાગ્યું કે મહારાણી નું એક મગજ કામ નથી કરી રહ્યું. પછી પેટ પર તલવાર થી ઘાવ થયો હતો તે તપાસ કરી.
વૈદ જી ને ખબર હતી કે મહારાણી ના પેટમાં બાળક રમી રહ્યું છે. એટલે પેટ ની તપાસ જીણવટ પૂર્વક કરી તો પેટની અંદર રહેલું બાળક જીવતું હતું. એટલે વૈદ જી ને થોડી રાહત થઇ. પણ આ બધી વાત કરવી તો કોને કરવી. મહારાજ વીરગતિ પામ્યા હતા, રાણી રૂપકલા અને સેનાપતિ પણ માર્યા ગયા છે. હવે આ વાત કોને કહેવી તે વૈદ જી મુંજાઈ રહ્યા હતા. ત્યાં મહારાણી કર્ણાવતી ની પ્રિય દાસી સુનિતા વૈદ જી પાસે આવી ને બોલી. વૈદ જી જે કઈ હોય તે આપ મને કહી શકો છો. જે સારવાર કરવી હોય તે કરો પણ અમારે અમારા રાણી બા સહી સલામત જોઈએ.
વૈદ જી ખબર હતી કે યુદ્ધ ચાલી રહ્યું હશે એટલે ઘાયલ તો થવાના એટલે પહેલે થી તેમને ઘા ઋજાવાં ની જડીબુટ્ટી પહેલે થી તૈયાર કરી રાખી હતી. તેમણે તે જડીબુટ્ટી ઘા પર લગાડી ને પાટો બાંધી આપ્યો. ને દાસી સુનિતા ને કહ્યું મહારાણી ના પેટમાં રહેલું બાળક જીવતું છે. પણ મોટું મગજ મહારાણી નું કામ નથી કરી રહ્યું. જો મહારાણી જલ્દી હોશ માં નહિ આવે તો તેને અને બાળક પર ખતરો છે.
આટલું સાંભળતા દાસી સુનિતા ને થોડી ચિંતા થવા લાગી. હવે કરવું તે શું કરવું, હજુ એ પણ ખબર નથી કે દુશ્મન ના સૈનિકો રણમેદાનમાં છે કે નહિ. આખા મહેલમાં દાસી સુનીતાની વાત બધા માનતા અને પાછી મહારાણી કર્ણાવતી ની પ્રિય દાસી હતી એટલે તે દાસી જો કોઈ હુકમ કે આજ્ઞા કરે તો બધા તેને આદર થી માનતા એટલે દાસીએ થોડા સૈનિકો ને બોલાવીને કહ્યું. આપ યુદ્ધ મેદાનમાં જઈ તપાસ કરો કે દુશ્મનના સૈનિકો હજુ ત્યાં જ છે કે તેમના દેશ ભાગી છૂટયા. અને બાકીના સૈનિકો નગરમાં સમાચાર આપો કે મહારાણી ની તબિયત નાજુક છે એટલે મહારાણી માટે ભગવાન ને પ્રાથના કરે. આદેશ મળતા સૈનિકો રવાના થયા.
મહેલ ની પાસે જ નગર હતું એટલે સૈનિકો એ નગરમાં જાહેરાત કરી કે મહારાણી કર્ણાવતી માટે સવ નગરજનો ભગવાન ને પ્રાથના કરે. ત્યાં થી સૈનિકો યુદ્ધમેદાન તરફ રવાના થયા. ત્યાં જઈ નજર કરે છે તો દુશ્મન ના સૈનિકો મહેલ આવવાની તૈયારી કરી રહ્યા હતા. આ જોઇને સૈનિકો ગભરાઈ ગયા ને દાસી સુનિતા ને જાણ કરી કે દુશ્મન ના સૈનિકો યુધ્ધ કરવા મહેલ તરફ આવી રહ્યા છે.
જેમ મહારાણી કર્ણાવતી હોશિયાર હતી તેમ દાસી સુનિતા પણ હોશિયાર હતી. કોઈ વિચાર કર્યા વગર સૈનિકો ને આદેશ આપ્યો કે મહેલ નો મુખ્ય દરવાજો બધ કરવામાં આવે અને સૈનિકો દરવાજા ફરતે પહેરો લગાવે. હવે મહેલમાં સૈનિકો ની સંખ્યા બહુ ઓછી રહી હતી અને જો બધા સૈનિકો ને યુદ્ધ માટે મોકલવામાં આવે તો કદાચ આ મહેલમાં સૈનિકો ના બરાબર થઈ જાય એટલે દાસી સુનિતા એ એક રણનીતિ તૈયાર કરી.
બધી દાસીઓ અને સ્ત્રીઓ ને દાસી સુનિતા એ એકઠી કરી. અને આદેશ આપ્યો કે પુષ્કળ પ્રમાણમાં જમવા માટે ભોજન તૈયાર કરવામાં આવે. જમવામાં સારા સારા પકવાન તૈયાર કરવામાં આવે. હવે દાસી સુનિતા ના આદેશ થી બધી દાસીઓ અને સ્ત્રીઓ વિચાર કરવા લાગી કે આટલું ભોજન નું દાસી શું કરવા માંગે છે. પણ આજ્ઞા મળી એટલે બધી દાસીઓ અને સ્ત્રી ઓ પકવાન બનાવવા રસોડા મા ગઈ. મહેલમાં પહેલે થી મહેલ માટેના રસોયા હતા પણ યુધ્ધ સમયે તેમની જરૂર પડી એટલે તેઓ સૈનિક થયા અને યુદ્ધ કરવા ગયા હતા અને તેઓ વીરગતિ પામ્યા. હવે રસોયા તો કોઈ હતું નહિ એટલે દાસી સુનિતા એ ભોજન માટે બધી દાસી ઓ ને હુકમ કર્યો. દાસી સુનિતા સિવાઈ કોઈને ખબર હતી નહિ કે દાસી આટલું ભોજન નું શું કરવા માંગે છે.
દાસી ત્યાં થી વૈદ જી પાસે પહોંચી અને તેમને બધી વાત કરી અને મદદ માંગી. વૈદ જી એ કહ્યું દાસી સુનિતા નગર અને રાજમહેલ ના બચાવ માટે હું મારો જીવ પણ આપવા તૈયાર છું. તારે જે મદદ જોઈએ તે હું આપીશ. વૈદ જી ના આટલા શબ્દો સાંભળતાં જ જાણે તેમની માથેથી બોજ ઉતરી ગયો હોય તેવું લાગ્યું.
દાસી સુનિતા ત્યાં થી રસોઈ ઘર પાસે આવે છે તો ત્યાં રસોઈ બનાવવાનું કામ પુર જોશમાં ચાલી રહ્યું હતું. રસોઈ બનાવતી બધી દાસીઓ ને કહ્યું આપ સરસ સ્વાદિષ્ટ ભોજન તૈયાર કરો અને તેમને ઢાંકીને તમે તમારા કામમાં લાગી જજો આટલું કહી દાસી સુનિતા મહારાણી કર્ણાવતી ના ઓરડા માં આવી ને જોયું તો મહારાણી કર્ણાવતી હજુ તે જ સ્થિતિ માં સુઈ રહ્યા હતા. ત્યાં બે સૈનિકો દાસી સુનિતા હતી તે ઓરડામાં દાખલ થાય છે ને દાસી સુનિતા ને સમાચાર આપ છે કે દુશ્મન ના સૈનિકો મુખ્ય દરવાજા પાસે આવી પહોંચ્યા છે અને દરવાજો ખોલવાની કોશિશ કરે છે પણ તેમનો હંમેશા નિષ્ફળ પ્રયાસ રહે છે.
સૈનિકો ની આટલી વાત સાંભળી ને દાસી સુનિતા ના હૈયે ટાઢક થઈ અને સમાચાર આપવા આવેલા સૈનિકો ને કહેવામાં આવ્યું કે દરવાજો કોઈ સંજોગો માં ખુલવો ન જોઈએ. આવેલા સૈનિકો એ હા કહી ફરી તે મુખ્ય દરવાજા પાસે જઈ બધા સૈનિકો ને કહ્યું દાસી સુનિતા ની આજ્ઞા છે કોઈ પણ સંજોગોમાં દુશ્મન ના સૈનિકો દરવાજો ખોલવા ન જોઈએ. એટલે સૈનિકો એ દરવાજા ને આધાર આપી વધુ મજબૂત બનાવ્યો.
દુશ્મન ના સીનિકો એ દરવાજો ખોલવામાં આખો દિવસ મહેનત કરી પણ દરવાજો ખુલ્યો નહિ આખરે થાકી ને સાંજ પડી એટલે ત્યાં ના ત્યાં સૂઈ ગયા. આ બાજુ બધી રસોઈ તૈયાર થઈ સુકી હતી. એટલે મોડી રાત્રે દાસી સુનિતા ભોજન કક્ષ માં જઈ ભોજન નો સ્વાદ લેવા લાગી. અને પછી મહારાણી કર્ણાવતી ના ઓરડામાં જઈ કોઈ જ ચિંતા કર્યા વગર સૂઈ ગઈ.
સવાર થયું એટલે દુશ્મન ના સૈનિકો જાગ્યા પણ બે દિવસ થી ભૂખ્યા હતા એટલે તે બધા ઊભા પણ થઈ શકતા ન હતા. બધા ભોજન માટે તડપી રહ્યા હતા. અત્યાર સુધી તેઓ ભોજન લાવ્યા હતા તે પૂરું થઈ ગયું હતું અને આજુબાજુ માંથી ક્યાંય ભોજન ની વ્યવસ્થા થઈ શકે તેમ ન હતી. હવે તેમના થી એક ડગલું પણ ચાલી શકાતુ ન હતું. બધા વિચાર કર્યો હવે અહી થી પાછા પણ ફરી શકાય તેમ નથી અને યુદ્ધ પણ કરી શકાય તેમ નથી. તેમાંથી થોડા સૈનિકો એ કહ્યું આપણે કર્ણાવત દેશના શરણે થઈ જઈએ કદાચ તે દયા કરી આપણ ને ભોજન આપે. પણ ઘણા ખરા સૈનિકો શરણે થવા તૈયાર થયા નહિ.
દાસી સુનિતા મહેલના મુખ્ય દરવાજા પાસે આવી ને જોયું તો દુશ્મન ના સૈનિકો જમીન પર આમ તેમ પડ્યા હતા અને ભૂખ થી મરી રહ્યા હતા. એટલે સૈનિકો ને દાસી સુનિતા એ આદેશ કર્યો કે ગઈ કાલે બનાવેલું બધું ભોજન અહી લાવવામાં આવે. સૈનિકો એ કોઈ વિચાર કર્યા વગર બધું ભોજન મહેલમાં મુખ્ય દરવાજા પાસે લાવ્યા. દાસી સુનિતા એ આજ્ઞા કરી કે મુખ્ય દરવાજા ખોલવામાં આવે અને દુશ્મનના સૈનિકો ને બધું ભોજન ખવડાવવામાં આવે. એક બે સૈનિકો એ વિરોધ કર્યો કે દુશ્મન ના સૈનિકો ને જો જીવાડશું તો તે ફરી આપણી પર હુમલો કરશે . પણ દાસી સુનિતા ની આજ્ઞા માની મુખ્ય દરવાજા ખોલી ને બધું ભોજન દુશ્મન ના સૈનિકો ને પીરસવામાં આવ્યું. અને ફરી મુખ્ય દરવાજો બંધ કરી દીધો.
ભૂખ થી તડપી રહેલા સૈનિકો તો ભોજન પણ તુટી પડયા ને બે હાથ થી ખાવા લાગ્યા. અને બધા સૈનિકોએ પેટ ભરી ને ભોજન કર્યું. બધા સૈનિકો ને શક્તિ આવતા ફરી દરવાજો
ખોલવાનો પ્રયાસ કરવા લાગ્યા પણ ત્યાતો એક પછી એક સૈનિકો જમીન પર પડી ને મુત્યુ પામવા લાગ્યા.
ક્રમશ....