સભામાં તે સૈનિક વધુ આગળ બોલે તે પહેલાં મહારાણી કર્ણાવતી મહારાજ ની સામે આવી. અચાનક મહારાણી કર્ણાવતી નું સભામાં મહારાજની સામે આવી ને ઉભુ રહેવું બધાને નવાઈ લાગી પણ રૂપકલા મોટી બહેન ને પાસે જોઇને તેના ચહેરા પર ખુશી છવાઈ ગઈ.
આજુ બાજુ જોઇને મહારાણી કર્ણાવતી એ પેલા સૈનિક સામે નજર કરીને કહ્યું સૈનિક તારામાં દેશ પ્રેમ નહિ પણ પુરુષ હોવાનો ઘમંડ છે. તારી વાત સાચી છે સ્ત્રી ની પહેલા હંમેશા પુરુષ જ ઉભો રહે છે. સ્ત્રી પણ એટલી દેશ હિત માટે ભાગીદાર છે જેટલો પુરુષ છે.
એટલે હે સૈનિક અહી કોઈ પુરુષ ને સ્ત્રી બતાવવાની વાત નથી, અહી તો ખરા ખરી ના જંગ ની વાત છે અહી પુરુષ શું ને સ્ત્રી શું. બધાને સાથે મળીને આવનારી મુશ્કેલી નો સામનો કરીને દેશ ને બચાવવાની વાત છે. મહારાણી કર્ણાવતી ની આટલી વાત સાંભળીને સભા તાળીઓ ના અવાજ થી ગુંજી ઉઠી ને મહારાણી નો જય જય કાર થવા લાગ્યો.
સભા ને શાંત કરી મહારાણી કર્ણાવતી મહારાજ વેદાંત પાસે આવી પ્રણામ કર્યા. હે મહારાજ તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી આખો દેશ તમારી સાથે છે. અત્યારે પાડોશી દેશ ને સંદેશો મોકલો કે તમારી સૈન્ય શક્તિ સાથે કર્ણાવત દેશ ને જરૂર પડી છે તો આપ અમારી મદદે આવો અને આપણા સૈનિકો ને કહો કે યુદ્ધ માટે ની બધી તૈયારીઓ શરૂ કરી દે. હવે યુદ્ધ કર્યા વગર છૂટકો નથી. હાર જીત મહાદેવ પર છોડી ને જોમ જુસ્સા થી બસ યુદ્ધ કરીએ.
મહારાજ વેદાંત ઊભા થયા ને સૈનિકો ને આજ્ઞા કરી કે અત્યારે જ પાડોશી દેશના રાજાઓ ને સંદેશો મોકલવામાં આવે કે કર્ણાવત દેશના રાજા વેદાંત ને તમારી સહાયતા ની જરૂર પડી છે તો આપ સૈન્ય સાથે કર્ણાવત દેશ પહોંચી જાવ. અને સેનાપતિ ને હુકમ કર્યો હથિયારો સાથે સૈન્ય સજ્જ રહે.
યુધ્ધ ની ઘડીઓ ગણાઇ રહી હતી. દુશ્મન વિક્રસેન તેમનું વિરાટ સૈન્ય લઈને કર્ણાવત દેશ પર હુમલો કરવા આવી રહ્યો હતો. રાજા વેદાંત પણ પોતાની સૈન્ય સાથે રણભૂમિ માં યુદ્ધ કરવા આવી પહોંચ્યા હતા તો પાડોશી દેશના ચાર માંથી બે રાજાઓ પોતાનું સૈન્ય સાથે મહારાજ વેદાંત ની મદદ રણભૂમિ માં આવી પહોંચ્યા હતા.
યુધ્ધ મેદાનમાં આવતા પહેલા રાજા વેદાંતે એક સભાનું આયોજન કર્યું હતું અને કહેવામાં આવ્યું કે જ્યાં સુધી સ્ત્રી શક્તિ ની જરૂર નહિ પડે ત્યાં સુધી સ્ત્રી રાજમહેલમાં જ રહેશે તેને રણભૂમિમાં આવવાની જરૂર નથી. પાડોશી દેશ આપણી મદદે આવી રહ્યા છે. એટલે આપણે દુશ્મન સામે યુધ્ધ જીતી જશું તેવી તાકાત આપણી પાસે આવી સુકી છે.
રણભૂમિ માં રાજા વેદાંત દુશ્મન વિક્રસેન સૈન્ય ની રાહ જોઈ રહ્યા હતા. ક્યારે તે કર્ણાવત દેશ ની સરહદ માં પ્રવેશ કરે એટલે ધૂળ ચટાવી અહીથી ભાગવા મજબૂર કરીશું. ધીરે ધીરે દુશ્મન વિક્રસેન નું સૈન્ય દૂર દૂર થી દેખાવા લાગ્યું. રાજા વેદાંતે જે કલ્પના કરી હતી કે દુશ્મન ની સૈન્ય ફોજ આટલી જ હશે તેટલી જ દેખાઈ રહી હતી. રાજા વેદાંત દુશ્મન ના સૈન્ય ને જોઈ ને હિમ્મત આવી. અને જીતી જ જઈશું એવો જુસ્સો આવ્યો. દુશ્મન સૈન્ય જેમ જેમ નજીક આવી રહ્યું હતું તેમ તેમ રાજા વેદાંત અને સૈન્ય નો જીતી જ જઈશું તેવી ઉમ્મીદ વધી રહી હતી. જેટલું દુશ્મન સૈન્ય હતું તેટલું જ કર્ણાવત દેશનું સૈન્ય હતું. દુશ્મન પાસે જેટલા હથિયારો હતાં તેટલા જ કર્ણાવત દેશ પાસે હથિયારો હતા.
હવે સામ સામે બંને દેશ યુદ્ધ માટે રણમેદાનમાં આવી પહોંચ્યા હતા બસ હવે યુદ્ધ ક્યારે શરૂ થાય તેની રાહ જોઈ રહ્યા હતા. મહારાજ વેદાંત ઈચ્છતા હતા કે પહેલા દુશ્મન વિક્રસેન યુદ્ધ માટે લલકારે. પછી જ યુદ્ધ કરીશું. દુશ્મન વિક્રસેન કોઈ રાહ જોવા તૈયાર હતો નહિ એટલે તરત તેમને તેના સૈન્ય ને આદેશ કર્યો કે દુશ્મન પર તુટી પડો.. જોત જોતામાં માં બંને દેશ વચ્ચે યુદ્ધ શરૂ થઈ ગયું.
યુધ્ધ સાંજ સુધી ચાલ્યું પણ કોઈ પરિણામ આવ્યું નહિ. બંને પક્ષે ઘણા સૈનિકો વીરગતિ ને પામ્યા હતા. રણમેદાન માં જ્યાં નજર કરો ત્યાં બસ લાસ જ દેખાઈ રહી હતી. તે સમયે એક યુદ્ધ નિયમ હતો કે સાંજ પડે એટલે યુદ્ધ રોકી દેવામાં આવે અને જે સૈનિકો વીરગતિ પામ્યા હોય તેમને સન્માન પૂર્વક અગ્નિદાહ આપવામાં આવે. એટલે બંને દેશ ના રાજાઓ એ જે સૈનિકો વીરગતિ પામ્યા હતા તે સૈનિકો ના રાત્રે અગ્નિસંસ્કાર કર્યા.
મોડી રાત થઈ એટલે યુદ્ધ મેદાનમાં જ રાજા વેદાંતે એક સભાનું આયોજન કર્યું અને યુધ્ધ નીતિ ની ચર્ચા કરવામાં આવી. એક દિવસ ના યુદ્ધ માં કોઈ કહી શકતું ન હતું કે કોણ જીતશે અને કોણ હારશે. પણ મહદ અંશે રાજા વેદાંત નું સૈન્ય દુશ્મન વિક્રસેન સૈન્ય સામે ભારી પડ્યું હતું. એટલે મહારાજ વેદાંત ને એક વિશ્વાસ આવી ગયો કે યુધ્ધ તો આપણે જ જીતીશું.
એક સૈનિક મહેલમાં જઈ મહારાણી કર્ણાવતી ને સંદેશો આપ્યો કે આજે બહુ ભયાનક યુદ્ધ થયું હતું અને આપણા દેશ કરતા દુશ્મન દેશના સૈનિકો વધુ માર્યા ગયા છે. એવું લાગી રહ્યું છે કે યુદ્ધ આપણે જ જીતી જઈશું. સૈનિક ના આ સમચાર સાંભળી ને મહારાણી કર્ણાવતી ના ચહેરા પર ખુશી અને એક આશા જાગી કે જરૂર થી આપણે દુશ્મન વિક્રસેન સામે જીતી જઈશું. પણ મનમાં હજુ એ ચિંતા ના વાદળો ઘેરાયેલા હતા કે આ યુદ્ધ માં મહારાજ વીરગતિ ને પામશે. પંડિત અને ભગવાન દ્વારા એક ભાસ ક્યારેય મિથ્યા નથી જતો એ વિશ્વાસ હતો તેને.
મહારાણી કર્ણાવતી એ રૂપકલા ના ઓરડા માં જઈ સૈનિક દ્વારા જે સમાચાર આપ્યા તે તેમને કહ્યા. સમાચાર સાંભળી ને રૂપકલા ને પણ લાગ્યું કે આપણે જરૂર થી જીતી જઈશું. પણ મહારાણી કર્ણાવતી કઈજ વિચારી રહી હતી તે જોઇને રાણી રૂપકલાએ કહ્યું મોટી બહેન મને ખબર છે અત્યારે યુદ્ધ ચાલી રહ્યું છે એટલે આપનું મન અસ્થિર હશે પણ તમારો ચહેરો મને કઈક બીજી ચિંતા બનાવી રહ્યો છે. આપ મને કહો કે આપ શું વિચારી રહ્યા છો. જેનાથી આપના ચહેરા નું તેજ ફિક્કું પડી ગયું છે.
મહારાણી કર્ણાવતી ને રૂપકલા ને મનની બધી વાત કહેવી યોગ્ય લાગી એટલે તેણે પોતાના મનની વાત રૂપકલા ને કહી.
યુધ્ધ ના પરિણામ ની મને ખબર નથી પણ એટલું જાણું છું કે આ યુધ્ધમાં આપણા મહારાજ વીરગતિ ને પામવાના છે. હું એટલે ચિંતા કરી રહી છું કે મહારાજ ના ગયા પછી આપણું સૈન્ય માનસિક રીતે ભાંગી જશે અને આપણે યુદ્ધ જીતી નહિ શકીશું. હારી જવાથી આ દેશ દુશ્મન વિક્રસેન ના કબજામાં આવી જશે. રૂપકલા તું સારી રીતે જાણે છે કે વિક્રસેન એક રાક્ષસ સમાન છે. મને કઈજ ખબર પડતી નથી કે આપણે આગળ શું કરીશું. મારા પેટમાં એક બાળક રમી રહ્યું છે. તેની ચિંતા પણ મને છે. તે આવનાર દેશનું ભવિષ્ય છે.
મહારાણી કર્ણાવતી નો હાથ લઈ રૂપકલા એ તેમનો હાથ તેમની પર રાખી વચન આપ્યું મોટી બહેન મહારાજ વીરગતિ ને પામશે તે હું પણ જાણું છું પણ આપ ચિંતા ન કરો હું યુદ્ધ કરીશ અને દુશ્મન વિક્રસેન ને જરૂર થી હરાવિશ. આપ બેફિકર રહો હું કાલે જ યુદ્ધ મેદાનમાં જઈશ અને જરૂર પડે એટલે યુદ્ધ મેદાન માં કૂદી પડીશ. અને આ દેશને જીતી ને બતાવીશ આ મારું વચન છે. રાણી રૂપકલા નો આવો જુસ્સો જોઇને મહારાણી કર્ણાવતી ને પણ પેટમાં બાળક હોવા છતાં યુદ્ધ કરવાનું હિમ્મત આવી ગઈ.
બીજો દિવસ નો સૂરજ ઊગ્યો એટલે બંને દેશ સામ સામે યુદ્ધ કરવા આવી પહોંચ્યા. ધીરે ધીરે યુદ્ધ શરૂ થયું. મારો કાપો ના અવાજ થી રણમેદાન ગુંજી રહ્યું હતું. સેનાપતિ ને મહારાણી કર્ણાવતી નો આદેશ હતો કે મહારાજ ની રણમેદાનમાં સુરક્ષા કરવામાં આવે એટલે થોડાક સૈનિકો મહારાજ વેદાંત ની રક્ષા કરી રહ્યા હતા. જેમ જેમ સૂરજ માથે આવી રહ્યો હતો તેમ તેમ યુદ્ધ ભયાનક રૂપ લઈ રહ્યું હતું. લાગી રહ્યું હતું કે આજે જ આ યુદ્ધ નું પરિણામ આવી જશે. આજે પણ કર્ણાવત દેશ નું સૈન્ય દુશ્મન વિક્રસેન પર હાવી થઈ રહ્યું હતું. ત્યાં અચાનક રણમેદાનમાં એક મોટી સૈન્ય ફોજ આવી પહોંચી. તે ક્યાંથી આવી તે ખબર ન પાડી પણ તે હતી દુશ્મન વિક્રસેન નું સૈન્ય. તે આખી સૈન્ય મહારાજ વેદાંત ને ઘેરી લીધી. અને મહારાજ વેદાંત દુશ્મન સામે એક બાજુ લડી રહ્યા હતા. તો જોતા એવું લાગે કે તે બચવા માટે જજુમી રહ્યા છે.
ત્યાં અચાનક પાછળ થી દુશ્મન વિક્રસેન આવ્યો ને મહારાજ વેદાંત ને તલવાર થી ધડ થી માથું અલગ કરી નાખ્યું. મહારાજ વેદાંત જમીન પર પડી વીરગતિ ને પામ્યા. મહારાજ વેદાંત વીરગતિ પામ્યા છે એ સમાચાર સાંભળી ને કર્ણાવત નું સૈન્ય એ પોતાના હથિયાર જમીન પર મૂકી દીધા.
ક્રમશ...