Featured Books
શ્રેણી
શેયર કરો

વિરગાથા વિશ્વજીત ની લવ સ્ટોરી - 12

મહારાજ ભયદુતની તલવારથી કૃષ્ણવીર બેબશ થઈ તેમના શરણે થઈ જવું પડ્યું. અને ભયદુતે કૃષ્ણવીરને બંધક બનાવી લીધા. બંધક બની ગયેલા રાજા કૃષ્ણવીર ને જોઇને સેનાપતિ વીરભદ્ર શું કરવું તે સમજ પડી નહિ. અને આવેશમાં આવીને તે ભયદુત સામે યુદ્ધ કરવા લાગ્યા પણ તે પણ ભયદુત સામે યુદ્ધમાં ટકી શક્યા નહિ ને તે પણ ભયદુત હાથે બંધક બની ગયા.

ભયદુત ના સૈનિકો દ્વારા કૃષ્ણવીર અને વીરભદ્ર ને એક ખંડેર જેવા કારાવાસ માં ધકેલી દીધા. તે કારાવાસ વર્ષો સુધી બંધ હાલતમાં હતો ત્યાં પ્રકાશ નામે બસ એક નાની બારી હતી. બાકી બધું અંધકારમય હતું. તે કારાવાસ ની એક ઓરડીમાં કૃષ્ણવીર ને રાખવામાં આવ્યા તો બાજુની બીજી ઓરડીમાં વીરભદ્ર ને રાખવામાં આવ્યા. તે કારાવાસ ફરતે સૈનિકો ગોઠવવમાં આવ્યા ને થોડી થોડી ક્ષણે ત્યાં સૈનિકો પહેરો લગાવી રહ્યા હતા.

વર્ધ દેશ જીતીને ભયદુત બહુ ખુશ હતો. તેમને જે ડરનો કાંટો હતો તે આજે તેમની કેદમાં આવી ગયો હતો. એટલે મનમાં એવો વિશ્વાસ બેસી ગયો કે હવે મને કોઈ જ હરાવી નહિ શકે ને હું જે ઈચ્છીશ તે રાજ્ય કે દેશ હું મેળવી શકીશ. આટલી મોટી ખુશીમાં તેણે પોતાના માટે સભામાં નૃત્ય નું આયોજન રાખ્યું. ને નૃત્ય કરનારી પર ફૂલો અને માળાઓ નો ભયદુતે વરસાદ કરાવ્યો. સભામાં બેઠેલા પણ નૃત્યનો આનંદ લઇ રહ્યા હતા. ને મહારાજ ભયદુત સુખ સાયબી ભોગવી રહ્યા હતા.

***

ગુરુ વિશ્વસ્વામી ના આશ્રમ માં તેમની છત્રછાયા માં કુંવર વિશ્વજીત નો ઉછેર થઈ રહ્યો હતો. મારા દામિની તેમના દીકરાને વ્હાલ ની સાથે એક કઠોર પણ બનાવી રહી હતી. તો દાસી કુંવરની સેવામાં કોઈ કસાસ બાકી રાખતી ન હતી.

ધીરે ધીરે કુંવર વિશ્વજીત મોટો થઈ રહ્યો હતો. જેમ જેમ મોટો થઈ રહ્યો હતો તેમ તેમ તેમની માતા દામિની સંસ્કાર ની સાથે તેમને યુધ્ધ નીતી પણ શીખવાડી રહી હતી. તો ગુરુ વિશ્વસ્વામી પણ કુંવર વિશ્વજીત ને કોઈ શિક્ષા બાકી રાખવા માંગતા ન હતા. એટલે આમ જોઈએ તો કુંવર વિશ્વજીત એક એવો યોદ્ધો તૈયાર થઈ રહ્યો હતો જાણે કે વિશ્વના તેની જેઓ કોઈ યોદ્ધો હશે જ નહિ.

ઘણા વર્ષો વીતી ગયા. આ ગયેલા વર્ષોમાં ભયદુતે મોટા ભાગના રાજ્યો અને દેશ જીતી લીધા હતા. અને હજુ પણ કોઈ દેશ કે રાજ્ય ના સમાચાર મળે એટલે તેને જીતવા પાછળ પડી જતો હતો. કા સામે વાળા દેશ ને પોતાનો દેશ આપવા મજબૂર કરે છે ને કા તો તેને યુદ્ધ થી જીતી લેતો. પણ ભયદુત ને ખબર હતી નહિ કે તેને ટક્કર લેવા વાળી એક મહારાણી પણ આ દુનિયામાં છે.

એક દિવસ ભયદુત ની સભામાં તેમના દેશનો વિસ્તાર વધારવાની વાતો થઈ રહી હતી. તેના ચર્ચા થઈ રહી કે એવો કોઈ દેશ કે રાજ્ય બાકી નથી રહ્યું ને જ્યાં આપનું શાસન ન હોય. એક પછી સભામાં બેઠેલા બધા કહી રહ્યા હતા કે હવે કોઈ રાજ્ય કે દેશ બાકી રહ્યો નથી જ્યાં આપણું શાસન ન હોય. આવી મર્દાનગી ભરી વાતો થઈ રહી હતી ત્યાં બે સૈનિકો સભામાં પ્રવેશ માટે આજ્ઞા માંગે છે.

મહારાજ ભયદુત સૈનિકો ને સભામાં આવવા આજ્ઞા આપે છે. તે બંને સૈનિકો સભામાં હાજર થાય છે. તેણે સૈનિકો દેશ વિદેશ ફરતા અને રાજા ભયદુતની શોર્યગાથા સંભાળવા અને રાજા સાથે ભળી જવાનું કહેતા અને જે દેશ રાજા ભયદુત નો સંદેશા ની અવગણના કરતા તેને યુધ્ધ ની ધમકી આપતા. અમુક દેશ યુદ્ધ ના ડર થી માની જતા તો કોઈ યુદ્ધ કરવા તૈયાર થઈ જતાં.


સભામાં હાજર થતાં બંને સૈનિકો મહારાજ ભયદુત નમન કરી પોતાની વાત કહેવા આજ્ઞા માંગે છે. મહારાજ ભયદુત સમજી ગયા કે બહાર દેશ કે વિદેશના કોઈ સમચાર લઈને આવ્યા હશે સૈનિકો એટલે બંને સૈનિકો ને કોઈ સમય લીધા વગર સંદેશો જણાવવાનું કહ્યું.

આજ્ઞા મળતા તેમાં નો એક સૈનિક મહારાજ ની થોડો નજીક આવ્યો. મહારાજ તમારી વીરતા ના વખાણ દેશ વિદેશમાં થઈ રહ્યા છે. ઘણા દેશ તમારા નામ થી ડરીને પોતાનો દેશ આપી દીધો તો કોઈ યુદ્ધના ડરથી પોતાનો દેશ આપને શરણે કરી દીધી પણ.....આટલું કહી તે સૈનિક અટકી ગયો.

મહારાજ ભયદુત તેમના સિંહાસન પર ઊભા થઈ ગયા ને પેલા સૈનિક સામે જોઈ તત્પરતા પૂર્વક કહ્યું. આગળ શું થયું તે વિસ્તારપૂર્વક સૈનિક તું કહી શકે છે. તારું આવું વચ્ચે અટકી જવું મને વધુ બેચેન બનાવી રહ્યો છે. કોઈ પણ ડર વગર તું આગળ વાત કર આ મારો હુકમ છે.

જે સૈનિક વાત કરતો કરતો અટકી ગયો હતો તે સૈનિક પાસે ઉભેલા સૈનિક પાસે આવ્યો ને નજર થી ઈશારો કર્યો કે આગળ ની વાત તું કર.

બીજો સૈનિક આગળ આવ્યો ને કહ્યું મહારાજ આપની કીર્તિ દશે દિશાઓમાં ફેલાયેલી છે. અને વધુ કીર્તિ મેળવવા અમે નાના દેશ કે રાજ્ય ફરી રહ્યા હતા ને પ્રસાર કરી રહ્યા હતા.

એક દિવસ અમે બહુ દૂર નીકળી ગયા. રણ પ્રદેશ માંથી પસાર થઈ થાક્યા હતા ત્યાં જ સૂઈ ગયા ને જેવી અમારી ઊંઘ ઊડી કે જોયું તો એક મહેલમાં આવી પહોંચ્યા હતા. એમને ખબર જ ન રહી કે અમને અહી લાવવામાં આવ્યા કે ઊંઘમાં અહી આવી પહોંચ્યા. અમારા માટે તે દેશ નવો હતો. ત્યારે જાણવા મળ્યું કે તે દેશ રાણી કર્ણાવતી નો હતો ને કર્ણાવત દેશ ની પટરાણી હતી. તમારો સંદેશો લઇ અમે તેમના સભામાં અનુમતિ મેળવી દાખલ થયા. અતિથિ માની અમારું સુંદર સ્વાગત કરવામાં આવ્યું. પછી અમને જે કારણ થી આવ્યા છો તે કહેવામાં આવ્યું.

તેમનો મહેલ અને સભા જોઈ અને તો દંગ રહી ગયો. જેટલો દેશ સુંદર હતો તેથી તો વધુ તે દેશની પટરાણી હતી. જાણે કે કોઈ અપ્સરા હોય. તેની આંખોના તેંજ સામે મારી આંખો જુકી જઈ રહી હતી. તે પટરાણી એટલી સુંદર હતી કે તેનું તેજ આખી સભામાં પથરાઈ રહ્યું હતું.

રાણી કર્ણાવતી ની અનુમતિ થી મે તમારો સંદેશો સંભળાવ્યો. પહેલા તો આપણી કીર્તિ અને શોર્યગાથા ના વખાણ કર્યા પછી તેમને અરણ્ય દેશના શરણે થઈ જવાનું કહ્યું. આટલું સાંભળતા જ સભામાં બેઠેલા સભાસદો ઊભા થઈ પોતાની મ્યાન માંથી તલવાર ખેચી અને એક સાથે બોલ્યા. અરણ્ય દેશ અમને શું કાયર સમજે છે. આ કર્ણાવત દેશ છે. લડીને વીરગતિ પામાનારાઓ નો દેશ છે. નહિ કે કાયર થઈ ગુલામી કરવા વાળો.

અમે ચૂપ રહ્યા ને રાણી કર્ણાવતી ના જવાબ ની રાહ જોવા લાગ્યા. તેમની આખો અમારી વાત સાંભળી જ્વાળા થી લાલઘૂમ થઈ ગઈ હતી. પણ તે હજુ ચૂપ હતા. ત્યાં સભામાં બેઠેલો તેમનો સેનાપતિ ઉભો થયો ને રાણી કર્ણાવતી ને પ્રણામ કરી અરણ્ય દેશના આવેલા સૈનિકો ને જવાબ આપવા કહ્યું.

રાણી કર્ણાવતી સભામાં બેઠેલા બધાની સામે નજર કરી અને જાણે બધાનો શું મંતવ્ય છે તે જાણી ને એમને કહ્યું .
હે વીર સૈનિકો આજે આપ એક દુત બનીને આવ્યા છો. અને દુત એક મહેમાન સમાન હોય છે એટલે તમને આદર સત્કાર આપવો અમારી ફરજ છે.

એક દુત નો સંદેશો તેમના દેશનો સંદેશો હોય છે. અને સંદેશા નો જવાબ આપવો તે સામેના દેશની જવાબદારી હોય છે. તેમ હે સૈનિક હું તારા સંદેશો નો જવાબ આપુ છું જે તારા મહારાજ ને સંભળાવ જે.

કર્ણાવત દેશ કાયર દેશ નથી એટલે અરણ્ય દેશના શરણે થઈ જશે. જરૂર પડે તો અરણ્ય સામે લડવા પણ સક્ષમ છે.
આગળ વધુ રાણી કર્ણાવતી એ કહી કે અને યુદ્ધ નહિ શાંતિ ઇચ્છીએ છીએ. એટલે શાંતિ માટે યુદ્ધ જરૂરી નથી. વાર્તાલાપ થી પણ કોઈ સમસ્યા હલ થઇ શકે છે.અને આપના મહારાજ ને યુદ્ધ કરવું જ હોય તો કર્ણાવત દેશ યુદ્ધ માટે તૈયાર છે. આટલી વાત કરી સૈનિક મહારાજ ભયદુત સામે નત મસ્તક થી ઉભો રહ્યો.

સૈનિક ની આટલી વાત સાંભળી મહારાજ ભયદુત એટલું તો સમજી ગયા કે તે દેશ વીરતા નો દેશ હશે. અને તે પણ એક સ્ત્રી તે દેશમાં રાજ કરનારી કોઈ સામાન્ય નારી તો નહિ જ હોય શકે. અને ઉપરથી રાણી કર્ણાવતી ના રૂપમાં વખાણ સાંભળી ને ભયદુત ના મનમાં તેમની પટરાણી બને તેવા વિચારો આવવા લાગ્યા.

ભયદુત સભામાં બેઠેલા પાસે કર્ણાવત દેશ પર યુદ્ધ કરવું જોઈએ કે નહિ તે ચર્ચા કરી નહિ ને તરત સભામાં જાહેરાત કરી કે દુત ને અત્યારે કર્ણાવત મોકલવામાં આવે ને યુદ્ધ માટે કર્ણાવત તૈયાર રહે તેઓ સંદેશો આપવામાં આવ્યો. તેજ ઘડીએ દુત કર્ણાવત જવા નીકળી પડે છે.

દુત કર્ણાવત દેશમાં પ્રવેશી સભામાં દાખલ થઈ રાજા ભયદુત નો સંદેશો સંભળાવ્યો. મહારાણી કર્ણાવતી ને પહેલી ખબર હતી કે ભયદુત એક ભયાનક રાજા છે અને સતા માટે તે કઈ પણ હદ સુધી જઈ શકે છે. એટલે રાણી કર્ણાવતી એ આવેલા દુત ને સંદેશનો જવાબ આપ્યો કે કર્ણાવત દેશ યુધ્ધ માટે તૈયાર છે.

દુત અરણ્ય દેશ આવી મહારાજ ભયદુત ને કર્ણાવત દેશનો સંદેશો સંભળાવ્યો. સંદેશો સાંભળતા જ મહારાજ ભયદુત યુદ્ધ કરવાનું ફરમાન આપે છે. ને અત્યારે જે અત્યારે કર્ણાવત દેશ પર આક્રમણ ની તૈયારી કરવા સૈનિકો અને મંત્રી ગણો ને આજ્ઞા કરે છે.

ક્રમશ...