કરુણ વાર્તા Kavin Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કરુણ વાર્તા

આ કહાની છે. પાયલ અને ચેતનની પ્રેમ ગાથાના કરુણ અંતની.


પ્રસ્તાવના-આપણા સમાજની અંદર નાત જાત ના ભેદભાવ છુત-અછુત અને મહત્વનું આજના સમયમાં આર્થિક સ્થિતિ પરિવારની આ મહા સમસ્યા બની ચુકી છે. આ કથા બે એવાં પ્રેમીની છે. જે ધર્મ અને આર્થિક પરિસ્થિતિ બંનેના ભોગે કરુણતા ભરી રહી અને અંત આવ્યો. પાત્રો છે પાયલ જે જાતે ક્ષત્રિય રાજપુત છે. અને ચેતન જે મોચી છે.

પાયલ એક લગ્નમાં ગઈ હોય છે. જ્યાં તેની ચેતન સાથે આંખ મળી જાય છે.પાયલ દેખાવે ઘઉ વર્ણ અને ચેતન દેખાવે એકદમ દેખાવડો અને ચેહરા પરનું તેજ જાણે પુનમના ચંદ્રમા જેવું.

પાયલ પહેલી વખત જ્યારે ચેતનની આંખમાં આંખ મેળવી જુવે છે. અને ચેતન પણ પાયલની આંખમાં આંખ પરોવીને જોતો રહી જાય છે.બંને એકબીજાને એવી રીતે જુવે છે જાણે કોઈ ખેડુતને વરસાદની રાહ હોય અને વાદળાં ઘેરાતાં જુવે ને એક આશાની કિરણ જાગે એવી એક બીજાના મનમાં આશાની કિરણ જાગી જાણે હમણાં જ બંનેની વર્ષોથી દિલના ખુણે પડેલી ઇચ્છા પુરી થવાની હોય.

પહેલી વખત ચેતન પાયલને બોલાવે છે. એક ગજબ ખુશીથી ચેહરા પર સ્મિત રાખીને.
ચેતન- તમારું નામ શું છે?
પાયલ- પાયલબા અને તમારું ?
ચેતન- ચેતન

( બંનેને ઘણી વાતો કરવી હોય છે.પણ બંનેને ખચકાટ અનુભવાય છે. પહેલી વારમાં શું કહેવું !)

પાયલ- તમે લગ્નમાં છેલ્લે સુધી રોકવાના છો ?
ચેતન- હા કેમ ! તમે નથી રોકાવના !
પાયલ - હા હું છું વિદાય સુધી
( બંનેના મનમાં હર્ષની ઊર્મિ ફેલાય જાય છે.હાસ! હવે આપણી પાસે વિદાય સુધીનો સમય છે)

ચેતન - ચાલો મળીએ ત્યારે પછી મને થોડું કામ છે.
પાયલ- હા ભલે ...

( વિદાય નો સમય થાય છે વિદાય થઈ જાય છે,પણ એ બંને વિચારે છે. હવે કેમ કરી એને બોલાવી ફોન નંબર લઈશું વિચાર કરતા કરતા પાયલ એક ખુણા માં ઉભી રહી વિચારતી હોય છે . ત્યાંજ ચેતન આવી જાય છે. )

ચેતન- જો તમને ખોટું ન લાગેતો એક વાત કહું !
પાયલ - હા જરૂર બોલોને
ચેતન - શું આપણે આગળ વાત કરવા માટે ફોન નંબરની આપ લે કરી શકીએ ?
પાયલ - હા જરૂર આ લ્યો મારો નંબર ( 9192........)
ચેતન - ઓકે થેક્યું .

( બંને ઘેર પોહચતાની સાથે એક બીજાને મેસેજ કરે છે )

વાત ચાલું થઈ જાય છે. દિવસો સેકન્ડની જેમ નીકળતા જાય છે. બસ વાતો ખૂટતી જ નથી,બંનેના પ્રેમની લાગણી દિવસે ને દિવસે જેમ એક સમુદ્રમાં સદંતર પાણી વેહતું હોય એમ લાગણી વહેતી જાય છે. પ્રેમનો કોઈ છેડો નથી દેખાતો .બસ આમ કરતાં બે વર્ષ સુધી વાતો ચાલે છે. પછી બંનેની ધીરજનો અંત આવે છે અને લગ્ન કરી લેવાનું નકકી કરે છે. એક બીજાના ઘરે વાતો કરે છે. પ્રેમ સંબન્ધની એમના. ચેતનના ઘરે એના પરિવાર જનો તરતજ માની જાય છે. અને પાયલના પરિવાર જનો ચોખ્ખી ના પાડે છે. દરબાર માં ક્યાંય પ્રેમ લગ્ન જોયા છે ખરા ! અને એ પણ એ લુખ્ખા સાથે એ તને શું આપી શકવાનો હતો એક તારા પગના ઝાંઝર પણ નહીં ખરીદી શકે એવા વેણ બોલી અને ના પાડે છે સાથે એને ઘરે ખુબ મારે પણ છે. પાયલ પાસેથી એનો મોબાઈલ ફોન લઈ લેવામાં આવે છે. પેલી બાજુ ચેતનની ચિંતાનો પાર નથી રહેતો. એ ખુબ મુંઝાય છે ડરી જાય છે. હવે શું થશે ! આમ કરતાં કરતાં થોડા દિવસો પસાર થાય છે. અને પાયલ મોકો જોઈ એસ ટી ડી બુથથી ફોન કરે છે બધાની નજર ચુકવી ઘરેથી બહાર નીકળી ને અને ચેતનને ફોન કરે છે. ચેતન હવે મરાથી સહન નથી થતું તું મને આજે જ રાત્રે આવી અને લઈજા ચેતન તરત જ હા હું આવું છું રાત્રે બસ ફોન કપાય જાય છે. રાત્રીના 2 વાગ્યાનો સમય ચેતન પાયલના ઘરથી થોડે દુર ઉભો રહીને રાહ જુવે છે. થોડીવારમાં પાયલ આવે છે.અને બંને ટ્રેનમાં બેસી જઇ ને નીકળી જાય છે. બધાથી દુર ક્યાંક પોતાની ઘર ગુહસ્થી વસાવવા પોહચે છે પુસ્કર નામના એક નાના એવા ગામમા. ચેતન એક રૂમ ભાડે ગોતી પાયલ ને લઈ જાય છે. બંને ખુબજ ખુશ હોય છે. અને સાથો સાથ મનમાં ડર પણ કે હવે શું થશે ! એક બાજુ ચેતનના ઘરે પાયલના પિતા ધમકીઓ આપે છે. જો મારી દીકરી પાછી ન આવી તો તમારું ઘર સળગાવી દઈશ તમારા દીકરાની લાશ ઘરે આવશે. ચેતનના પરિવાર જનો ઘબરાય છે એકદમ ત્યાંજ પાયલના પિતા પોલિસ ફરિયાદ કરે છે. અને આંગળીના વેઢે ગણી શકાય એટલા દિવસો માં પોલીસને સરનામું મળી જાય છે. પાયલના પિતાને ફોન કરે છે કે સરનામું અમને મળી ગયું છે. પાયલના પિતા પોતાની ઓળખાણ લગાવી બધી માહિતી કઢાવી લે છે. અને પોલીસ પોહચે એ પહેલાં જ ત્યાં પોહચી જાય છે. રૂમનો દરવાજો ખખડાવે છે. ચેતન દરવાજો ખોલે છે ત્યાંજ પાયલના પિતા પોતાની પિસ્તોલથી ગોળીમારી ચેતન ની છાતી વીંધી નાખે છે. જ્યાં એ ઢળી પડે છે ત્યાંજ પાયલના મોઢે ચીસ પડે છે. અને એજ સમયે પાછળથી પોલીસ પણ પોહચી જાય છે. પાયલનો પ્રેમ દુનિયા છોડીને જતો રહે છે.અને પિતાને હત્યાના ગુના માં આજીવન કારાવાસની સજા ફટકારવામાં આવે છે.ચેતના મા બાપ પર પહાડ તુટી પડે છે દુઃખનો કહેવાય છે ને પિતાના ખભે પુત્રની અર્થી નિકળે એનાથી મોટી કરુણ કોઈ વાત ન હોય શકે . પાયલની જીન્દગી ઉજ્જડ થઈ જાય છે સમાજમાં એને લોકો બદનામ કરી મુકે છે પતિની જેલની સજા માટે એની મા એને દોષિત માનીને ઘરે આવવાની ચોખ્ખી ના પાડે છે. આમ આ કહાની નો કરૂણ અંત આવે છે.