તેજસ્વી અને પરિતાને તેનાં મમ્મી નીચે બોલાવે છે.એ બંને કોણ આવ્યું હશે એ જ વિચારતાં વિચારતાં નીચે હૉલમાં જાઈ છે.હૉલમાં કોઈક પપ્પા સાથે વાત કરી રહ્યા હતા. પણ તે બંને તેનો ચહેરો જોઈ શકતી નથી એટલે થોડી વધારે આગળ ગઈ.
તેનો ચહેરો જોઈને પરિતાએ ખુશીથી કહ્યું," અરે અંકલ.. વોટ અ પ્રેઝન્ટ સરપ્રાઈઝ! ઈશાની આવી છે કે તમે એકલા જ આવ્યા છો?"
તેનાં અંકલ રમેશભાઈએ કહયું," હા બેટા.. અમે બધાં આવ્યાં છીએ.. તેને હમણાં જોબમાં રજા છે.. તો.. એ. કયાં ગઈ ઈશાની..? હમણાં તો અહિંયા જ હતી.."
ભાવ! એટલું કહીને ઈશાની અને પરિતા બંને દોડવા લાગ્યાં. બધાં એ જોઈને હસવા લાગ્યા..
પરિતાના મમ્મીએ કહ્યું," આ બંને હજુ પણ નાની છોકરીઓ હોય એવું લાગે છે.. પેલા પણ આવી રીતે જ એકબીજા સાથે મસ્તી કરતી.. અને અત્યારે પણ... જોયું ને!!"
પરિતાના અંકલ અને તેનો પરિવાર આવવાથી બધાં ખુશ થઈ ગયાં હતાં. પણ તેજસ્વી જાણે ચુપચાપ એક ખુણામાં ઉભી હતી.. એનો ચહેરો ગુસ્સામાં લાલ થઈ ગયો હતો.. એ તેના મમ્મીએ જોઈ લીધું એટલે કહ્યું," બેટા તેજુ.. જા તો શરબત બનાવી આવ.."
તેજસ્વી કમને રસોડામાં ગઈ.. ત્યાં જઈ ને ગ્લાસ જોરથી પ્લેટફોર્મ પર અથડાવી ને ટ્રે માં મુકતી. જેનો અવાજ બહાર બધાને સંભળાતો હતો..
તેના મમ્મીએ તેજસ્વીનો ગુસ્સો ઢાંકતા કહ્યું," અરે એ તો થાકી ગઈ છે ને એટલે.. આવું કરે છે.. જો હમણાં જમી લેશેને એટલે શાંત થઈ જાશે.. "
તેનાં અંકલે કહયું," ભાભી તમારે કઈ જ કહેવાની જરૂર નથી.. હું સમજી ગયો..પણ એક વાત ચોક્કસ કહીશ કે આ ગુસ્સો થાકનો નથી અમે અહિં આવ્યા એનો છે.. મને હજી પણ એ સમજાતું નથી કે અમારાથી તેજસ્વીને શું પ્રોબ્લેમ છે?"
તેનાં મમ્મીએ કહ્યું," અ..અરે એવી કોઈ વાત નથી રમેશભાઈ.."
ત્યાં જ તેજસ્વી રોઝ શરબત લઈને આવી એટલે આગળ કઈ પણ ના બોલ્યા.. પરિતા અને ઈશાની પણ આ વાતો સાંભળી રહ્યા હતા પણ તે તો પોતાની ફેશનની વાતો કરવામાં વ્યસ્ત હતાં.. તેજસ્વીએ આવીને બધાને શરબત આપ્યું પછી તે કઈપણ બોલ્યા વગર પોતાના રૂમમાં જતી રહી..
તેનાં મમ્મી એ કહ્યું," અરે તેજસ્વી..સાંભળ..."
પણ તેજસ્વી તો રૂમ બંધ કરીને પોતાનું કામ કરવા લાગી.. તેની આંખોમાંથી આંસુ આવવા લાગ્યા.. એ મનોમન જ બોલી," બધું અંકલના લીધે જ થયું છે જયાં સુધી બધું યોગ્ય ના થઈ જાય ત્યાં સુધી હું તેમને માફ કરવાની નથી.."
ત્યાં જ દરવાજા ખટખટાવવા નો અવાજ આવ્યો એટલે તેણે આંસુ લૂછી દરવાજો ખોલ્યો. સામે પરિતા અને ઈશાની ઉભી હતી.
પરિતાએ તેજસ્વીના ચહેરા સામે જોઈને કહ્યું," તું રડતી હતી ?"
તેજસ્વી એ કહયું," અરે ના ના.. આંખોમાં કચરો ગયો હતો એટલે એવું લાગ્યું હશે. "
પરિતાને થયું કે તેજસ્વી કંઈક તો છુપાવે છે પણ ઈશાની ની સામે આ બધા સવાલો કરવાં યોગ્ય ના લાગ્યા.
પરિતાએ કહ્યું," દી.. ડ્રેસ રેડી છે ને?"
તેજસ્વી એ કહયું," હા ડિયર.. કાલે જ ફેશન શો છે ને?"
પરિતાએ કહ્યું, " હા.. ઈશાની પણ સાથે આવશે.. તું તો આવીશ જ.."
તેજસ્વી એ કહયું," હા એ તો આવીશ જ.. મિસ.બાસુ ને મળી હતી?"
પરિતાએ કહ્યું," હા દી.. સાથે માહીર શર્મા ને પણ.."
તેજસ્વી એ પૂછ્યું," માહીર શર્મા? કોણ?"
પરિતાને આશ્ચર્ય થયું કે દી કાલે તો તેની સાથે વાતો કરતી હતી તો તેનું નામ ના ખબર હોય એવું બને જ નહીં. જરૂર કંઈક બીજી જ વાત છે.. હું હવે મારી રીતે જ શોધીશ..
ઈશાનીએ ચપટી વગાડતાં કહ્યું," ઓય કયાં ખોવાય ગઈ.. કયાંક સ્વપ્ન નગરી માં તો પહોંચી નથી ગઈ ને ?"
પરિતાએ કહ્યું," અરે ના બકા.. હું તો કાલ વિશે જ વિચારતી હતી કે બધું યોગ્ય થઈ જશે ને એમ.."
તેજસ્વી એ કહયું," ટેન્શન ના લે.. આ વખતે પણ બેસ્ટ કોસ્ચ્યુમ નો એવોર્ડ તને જ મળશે.. પણ તે કહ્યું નહિં કે આ માહીર શર્મા કોણ છે?"
પરિતાએ કહ્યું," અરે એ પણ મીસ.બાસુ ની સાથે ઈવેન્ટ મેનેજર છે.. માહીર એટલે હું મુવી જોવા ગયાં હતાં ત્યાં જેની સાથે અથડાઈ હતી તે જ છે.."
તેજસ્વી એ કહયું," ઓહ.. તો તો તેને જોઈને તે ગુસ્સો કર્યો હશે ને?"
પરિતાએ કહ્યું," હા.. પણ આજે તો તેનું બિહેવીયર ખુબ જ સરસ હતું.. લાગતું જ નહોતું કે આ એ જ છોકરો છે."
તેજસ્વી એ કહયું," સારું છે તે કોઈકના વખાણ તો કર્યા.. બાકી અત્યાર સુધી તો મેં કયારેય કોઈનાં વખાણ સાંભળ્યા જ નથી.."
પરિતાએ કહ્યું," બસ હો દી.. ચાલ નીચે બધા જમવામાં તારી રાહ જુએ છે.. વાતો વાતોમાં એ તો કહેવાનું ભુલી જ ગઈ.."
પછી બધાં જમવા સાથે બેસે છે. તેજસ્વી હજુ પણ ગુસ્સામાં હતી. બસ તે શાંતિથી જમતી હતી. તે જોઈને તેના મમ્મીને નિરાંત થઈ. બધાં જમીને નવરાં થઈને તેનાં ઘર સામે આવેલ ગાર્ડનમાં બેઠાં. તેજસ્વી એક બાંકડા પર અલગ બેસી કોઈક ને મેસેજ કરતી હતી. જયારે ઘરનાં બધાં વડીલો વાતચીતમાં વ્યસ્ત થઈ ગયા. પરિતા અને ઈશાની પોતાની કોલેજ અને જોબની વાતો કરતાં હતાં.
ઈશાનીએ કહ્યું," તારે કોલેજ કેવી ચાલે? કોઈ બોયફ્રેન્ડ મળ્યો કે નહીં?
પરિતાએ કહ્યું," તને તો ખબર જ છે કે મને આવા ચક્કરોમાં પડવું નથી. અત્યારે ખાલી સ્ટડી પર જ ધ્યાન આપવું છે."
ઈશાનીએ કહ્યું," ઓહ..હા.. મને ખબર છે.. આ તો બસ એમ જ પુછ્યુ યાર.. પણ મને એક વાત સમજાતી નથી કે તું હંમેશા કોલેજમાં ગુસ્સામાં જ કેમ ફરતી હોય છે ?"
પરિતાએ કહ્યું," ખબર નહીં યાર પણ મને ગુસ્સો તરત જ આવી જાય છે.. હું કયારેક ના ઈરછતી હોય છતાં પણ મારા ગુસ્સાના કારણે ઘણા સાથે ઝઘડો થઈ જાય છે.. હજુ હમણાની જ વાત છે... અમે મુવી જોયાં ગયાં હતાં ત્યાં એક છોકરાની સાથે ઝઘડો થઈ ગયો.. પછી મને ખબર પડી કે તે તો મારી કોલેજોના ઈવેન્ટ મેનેજર છે યાર. આ તો સારું છે એમને મને કઈ કહ્યું નહીં બાકી આ ફેશન શો મારે ભુલી જાઓ પડત.."
ઈશાનીએ કહ્યું," આ બધા લક્ષણો તો ઈવીલ ફાયર ફેરીમાં હોય છે.. મે કયાંક સાંભળ્યુ છે કે તે પણ જલ્દી ગુસ્સે થઈ જાય છે કયાંક તું બુરી અગનપરી તો નથી ને?"
પરિતા થોડીક ટેન્શનમાં આવી ગઈ. તે કઈ બોલી જ નહિ.. એટલે ઈશાની હસવા લાગી.. તેને હસતી જોઈ પરિતાને આશ્ચર્ય થયું.
તેણે પૂછ્યું," ઓય તું શા માટે હસે છે?"
ઈશાનીએ હસવાનું બંધ કરતાં કહ્યું," અરે હું તો મજાક કરું છું યાર.. એવું કઈ જ ના હોય.. તું ટેન્શન ના લે..."
પરિતાએ કહ્યું," શું યાર.. તે તો મને ડરાવી દીધી.. મને પણ એમ થતું હતું કે હું કયાંક બુરી અગનપરી ના હોવ... "
ત્યાં જ તેજસ્વી તે બંનેની પાસે આવી.
તેજસ્વીએ કહયું,''હાય ગર્લ્સ શું વાતો થાય છે?"
પરિતાએ કહ્યું,"અરે એ તો..."
ઈશાનીએ વરચેથી વાત કાપતાં કહ્યું," કાલના ફેશન શો ની વાત કરતાં હતાં દી.."
પરિતાએ ઈશાનીની સામે જોયું. ઈશાનીએ કઈપણ કહેવાની ના પાડી.
તેજસ્વી એ કહયું," અચ્છા.. બધું યોગ્ય થઈ જશે.. ચાલો હવે ઘરે જઈએ અને સૂઈ જઈએ. કાલે સવારે રેમ્પ વૉક માટે પ્રેકટિસ પણ કરવાની છે.. "
પરિતાએ કહ્યું," હા ચલો જઈએ"
તેનાં મમ્મીને કહીને તે ઘરે પહોંચી ગયા. ત્યાં જઈને તેજસ્વી તો સૂઈ ગઈ પણ ઈશાની અને પરિતા બંને સૂતા સૂતા વાતો કરવા લાગ્યા.
ક્રમશઃ
તેજસ્વી તેનાં અંકલથી શા માટે નારાજ હતી? કેનનુ ઈન્ડિયા સ્ટડી માટે આવવાનું કારણ શું હશે? માહીર શર્મા કોણ હશે? અગનપરી નું શું રહસ્ય છે?તેજસ્વી શા માટે માહીરને ઓળખતી નથી એવો ડોળ કરે છે?
વાંચો આવતા ભાગ માં...