અગનપરી - 3 Hima Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અગનપરી - 3

તેજસ્વી બસ પરિતાને હવામાં સ્થિર થતી જોઈ રહી.. હળવેકથી તેણે પરિતાનો ફોટો પાડી લીધો. અત્યારે પરિતાના ચહેરા પર કઈક અલગ જ ચમક જોવા મળી હતી.જેથી તેજસ્વી ખુબ જ ખુશ હતી..

થોડીવાર પછી પરિતાએ ધ્યાન પુરું કર્યું. પણ જેવી આંખો ખોલી કે તરત જ તે હવામાંથી જમીન પર આવી ગઈ. તેજસ્વી પણ ધ્યાનમાં હોવાનું નાટક કરવા લાગી. પરિતા ઊભી થઈ એટલે તેજસ્વી પણ ઊભી થઈ.

પરિતાએ કહ્યું," દી આજે તો ધ્યાનમાં કઈક અલગ જ પ્રકારનો અનુભવ થયો. મને એવું લાગ્યું કે જાણે હું હવામાં બેઠી છું.. "

તેજસ્વીએ વાત ટાળવા કહ્યું," શું કઈપણ બોલે છે! એવું કઈ ના હોય.. આ તો તું આવા શાંત વાતાવરણમાં યોગ કરે છે ને એટલે એવું લાગ્યું હશે.. ચાલ જલ્દી ઘરે.. પછી તારે કોલેજ પણ જવાનું છે.."

પરિતાએ કહ્યું," અરે હા! આજે તો મારે થોડું વહેલા જવું પડશે.. સારિકા સાથે થીમ વિશે વાત કરવાની છે.."

પછી બંને બહેનો ઘરે પહોંચી ગયા.. ઘરે નાસ્તો કરીને પરિતા તૈયાર થઈને કોલેજ ગઈ.

********

આ બાજુ તેજસ્વી કબાટમાંથી એક લોકેટ કાઢયું. તેને જોઈને તેણે કોઈકને કોલ કર્યો..

તેજસ્વી," સાંભળ.. થોડાં સમયમાં પહેલાં જેવું જ બધું યોગ્ય થઈ જશે.. આજે તો તે હવામાં બેસી હતી.."

સામે છેડે થી કહ્યું," વાહ! તો તો જલ્દી મારી ઈચ્છા પણ પુરી થઈ જશે.. પણ ત્યાં સુધી પરિતાને ખબર ના પડવી જોઈએ કે હું કોણ છું એમ.."

તેજસ્વી એ કહયું," અરે ચિંતા ના કર.. અને તારે પણ તારું કામ યોગ્ય સમયે કરવાનું છે..યાદ રાખજે.."

સામેથી કહ્યું," અરે હા.. તમે હવે કામ કરો.. હું પછી વાત કરું.. " એટલું કહીને કોલ કટ કરી નાખ્યો.

તેજસ્વીએ પાછું તે લોકેટ કબાટમાં મૂકી દીધું. પછી તે પણ પોતાનું કામ કરવા લાગી..

*********

પરિતા પોતાની સ્કુટી પર કોલેજ પહોંચી. ત્યાં બધાં ફેશન શો ની તૈયારી કરી રહ્યા હતા.. તે પહેલાં તો ઈવેન્ટ મેનેજર ને મળી..

પરિતાએ કહ્યું," મીસ.બાસુ તમે મને કેમ ના કહયું કે હું શો સ્ટોપર છું?"

મીસ.બાસુ," અરે સોરી ડિયર પણ કાલે જ નક્કી થયું કે તું જ શો સ્ટોપર બનીશ.. આમ તો અમે સેલિબ્રિટીને શો સ્ટોપર રાખવાનાં હતાં.. પણ આ તમારી કોલેજની ઈવેન્ટ છે તો તને સિલેક્ટ કરી લીધી.."

પરિતાએ કહ્યું," હમ..પણ મને સિલેક્ટ કરવાનું કોઈ ખાસ કારણ ?"

મીસ.બાસુ," હા.. મને કોઈએ કહ્યું કે તું બ્યુટી વીથ બ્રેન છો.. આગલી ઈવેન્ટ ના પણ તારાં ફોટોઝ જોયાં તો મને તે વ્યક્તિનું સિલેકશન યોગ્ય જ લાગ્યું.."

પરિતાએ પાછો સવાલ કર્યો," પણ તે વ્યક્તિ કોણ છે?"

મીસ.બાસુ," સોરી ડિયર એ તો હું તને ના કહી શકું.. પણ જયારે આ ઈવેન્ટ હશે ત્યારે તે આવવાના છે તો તું મળી લેજે. અરે હું એ તો પૂછવાનું ભૂલી જ ગઈ કે થીમ શું છે?"

પરિતાએ કહ્યું," ફેરી ટેઈલ.. અને હું ફાયર ફેરી નો ડ્રેસ પહેરીશ.."

મીસ.બાસુ," વાઉ.. મસ્ત છે.. આ તેજસ્વીએ નક્કી કર્યું છે ને?"

પરિતા," હા.. પણ તમને કેમ ખબર પડી?"

મીસ.બાસુ," એ તો ખબર જ હોયને.. એ બેસ્ટ ડિઝાઈનર છે.. એટલા માટે જ મે થીમ નક્કી કરવાનું તારી પર રાખ્યું હતું..ચાલ હવે હું જાઉં.. થીમ પ્રમાણે બધું અરેન્જ કરવાનું છે.. બાય.. મીસ.ફાયર ફેરી.."

પરિતાએ હસતા હસતા કહ્યું," હા.હા.. બાય.." પછી પરિતા સારિકાને મળવા કલાસરૂમ માં ગઈ.. સારિકા કોઈ છોકરાં સાથે વાત કરી રહી હતી. પણ તેનો ચહેરો પરિતા જોઈ ન શકી.ત્યાં તેની પાસે આવીને ઉભી રહી.

સારિકા અને પેલો છોકરો બંને ઉભાં થયાં. સારિકાએ કહ્યું,"પરિતા આ છે કેન.. હી ઈઝ ફ્રોમ તુર્કી.. અહિયા સ્પેશિયલ સ્ટડી માટે જ આવ્યો છે.. આજથી જ કોલેજ જોઈન કરી છે.. "

પરિતાએ કહ્યું," નાઈસ ટુ મીટ યુ કેન.. માયસેલ્ફ પરિતા.."

કેન એ કહ્યું," ઓહ!હાય.. કેમ છો પરિતા?"

પરિતાએ આશ્ચર્યથી કેનની સામે જોયું," શું તમે ગુજરાતી બોલી શકો છો ?"

કેન એ કહ્યું," હા.. મને આવડે છે.. એકચ્યુઅલી મારાં મોમ ડેડ બેઝિકલી ઈન્ડિયાનાં જ છે.. પણ મારાં જન્મ ના બે વર્ષ પછી ત્યાં શિફ્ટ થઈ ગયાં.. પણ ખબર નહીં કેમ આટલાં વરસો પછી મને સ્ટડી માટે અહીંયા મોકલી દીધો.. પણ સારું થયું હું અહિં આવ્યો.. મને મજા આવશે.."

પરિતાએ કહ્યું," હા.. તુ અહીંયા આવ્યો પણ મારાં દિ એક મહિનામાં જ તુર્કી જવાનાં છે તેની નવી ડિઝાઈન જોવાં માટે.."

કેન એ કહ્યું," ગુડ.. "

આવી રીતે તેઓ વાતો કરતાં હતાં ત્યાં જ મેમ લેક્ચર લેવા આવ્યાં.. બધાં ચુપચાપ લેકચર ભરવા લાગ્યા. થોડીવારે થોડીવારે કેન છુપાઈને પરિતાને જોઈ લેતો.. પણ પરિતાનુ ધ્યાન સંપૂર્ણપણે લેકચર ભરવામાં જ હતું.. કલાસ ની બાકી છોકરીઓ પણ કેન ને જોવાંમા જ વ્યસ્ત હતી. એક પછી એક લેકચર પુરાં થયાં. બધા ક્લાસરૂમમાંથી બહાર નીકળી ગયા.. જયારે કેન અને પરિતા બહાર નીકળતાં હતાં ત્યારે બંને એકબીજા સાથે અથડાઈ ગયાં.. કેનનો સ્પર્શ પરિતાને અજાણ્યો ના લાગ્યો.. સામે કેનને પણ કંઈક ઝાટકો આવ્યો હોય એવી ફિલીંગ થઈ...

કેન તરતજ ત્યાંથી કાલે મળીશું એમ કહીને નીકળી ગયો. પરિતા બસ તેને જોયા જ કરી.. સારિકાએ ચપટી વગાડી પણ હજી પરિતાનુ ધ્યાન કેન પર જ કેન્દ્રીત થઈ ગયું હતું. તેણે હલબલાવી ત્યાંરે તેનું ધ્યાન હટયુ.

સારિકાએ કહ્યું," ઓય.. કયાં ખોવાય ગઈ?"

પરિતા," કેન માં.."

સારિકા," શું કહયું?"

પરિતા," અરે કયાંય નહીં યાર.. ચાલને ભુખ લાગી છે.. આપણે પેહલા કેન્ટીનમાં જઇને કંઈક નાસ્તો કરી લઈએ.."

પછી બંને કેન્ટિનમાં જઈને સેન્ડવીચ અને ચીપ્સ નો ઓર્ડર આપી દીધો.. પરિતા ત્યાં જ ઉભી હતી. બંનેએ નાસ્તો કર્યો.. ઉભાં થઈને જતાં હતાં ત્યારે જ પરિતા સાથે એક છોકરો અથડાયો..

પરિતાએ જોયું તો આ એ જ છોકરો હતો જે મુવી જોવા ગયાં હતાં ત્યારે અથડાયો હતો.

પરિતાએ ખુબ જ ગુસ્સે થઈને કહ્યું," એ બબૂચક.. શું છે તારે હે.. તને ચાલતા આવડતું નથી.. આમ.. દર વખડે મને જ ભટકાઈ છે.. ઈડિયટ.."

પેલા છોકરાએ પણ કહ્યું," એ મને કઈ તારી સાથે ભટકાવવાનો શોખ નથી.. આ તો હું ઉતાવળમાં હતો એટલે..."

પરિતા," પણ થોડું જોઈને તો ચલાયને.. અને તું મારી કોલેજોમાં કયાંથી..?"

પેલો છોકરો," એ આ તારી એકલાની જ કોલેજ નથી.. અહિયા બીજા સ્ટુડન્ટ્સ પણ છે.. અને આ ફેશન શો મારા થકી જ થાય છે.. "

પરિતા," મતલબ?"

ત્યાં જ સારિકાએ કહ્યું," અરે આ તો મિસ.બાસુ ની સાથે જ આવ્યા હતા.. તમે જ માહીર શર્મા છો ??"

માહીર," હા.. હું અને મીસ બાસુ આ ઈવેન્ટનુ મેનેજમેન્ટ કરીએ છીએ.."

પરિતા," સોરી માહીર સર.. મારા આવા વર્તન માટે.."

માહીર," ઈટ્સ ઓકે... પણ માહીર જ કહેજે.. સર કહેવાની જરૂર નથી.. હું પણ તમારી જનરેશનનો જ છું.. ઓકે બાય.." તે ત્યાંથી નીકળી ગયો..

પરિતા ધીમેથી જ બોલી," કાલે તેનું વર્તન સાવ રુડ હતું પણ આજે કંઈક ફેરફાર થયો હોય એવું લાગે છે.. પણ દી સાથે આ શું વાત કરતો હશે..?"

સારિકાએ તેને હળવો ધક્કો મારીને કહ્યું," એય! આ શું એકલી એકલી બોલે છે? શું થઈ ગયું છે તને?"

પરિતા," હ..હ.. અરે કઈ નહિ.. ચાલ હું ઘરે જાઉં છું.. માથું દુખે છે. બાય.. " એ સારિકા ના જવાબની રાહ જોયા વગર જ ત્યાંથી સ્કુટી લઈ નીકળી ગઈ..

પરિતા થોડીવારમાં તો ઘરે પહોંચી ગઈ. ઘરે થોડી વહેલી આવી એટલે તેનાં મમ્મીએ પૂછ્યું," આજે કેમ અત્યારમા? તબિયત તો સારી છે ને?"

પરિતાએ કહ્યું," હા મમ્મી સારું છે..પણ આજે વહેલી ફ્રી થઈ ગઈ.. કઈ કામ નહોતું તો વહેલી આવી ગઈ.. હું થોડીવાર આરામ કરું છું.." એટલું કહીને તે ઉપર પોતાના રૂમમાં જતી રહી..

*********
તે સાંજનાં....

"ઓય! ઊભી થા હવે.. આમ જો સાંજ પડી ગઈ.." પરિતાને એવું લાગ્યું જાણે કેન તેને ઉઠાડે છે..

પરિતાએ કહ્યું," પ્લીઝ કેન સુવા દે.. "

તેજસ્વીએ આશ્ચર્ય સાથે પૂછ્યું," હે કોણ કેન ? હું તેજસ્વી છું.."

પરિતા સફાળી જાગી ગઈ.. આંખો ચોળીને આજુબાજુ જોવા લાગી.. સાચે ત્યાં તેજસ્વી સિવાય બીજું કોઈ જ નહોતું.. પરિતા આમ બાઘા ની જેમ પોતાની સામે જોઈ રહી હતી એટલે તેજસ્વીએ પુછ્યુ," શું જુએ છે? અને આ કેન કોણ છે રે?"

પરિતાએ કહ્યું," અરે એ તો કોલેજમાં નવો આવ્યો છે.. "

તેજસ્વીએ મસ્તી કરતાં કહ્યું," ઓહ તો આવતાની સાથે જ એના સપના જોવાંના ચાલુ કરી દીધાં એમ ને?"

પરિતાએ શરમાતા કહ્યું," શું દી તું પણ.. એવું કઈ નથી.. મને પણ એ જ ના સમજાયું કે હું તને કેન કહીને શા માટે બોલાવતી હતી?"

તેજસ્વીને પાછી ટીખળ સૂઝી એટલે કહ્યું," અરે સિમ્પલ છે.. તું કેનના જ વિચારમાં ખોવાયેલી હશે.."

ત્યાં જ તેનાં મમ્મી નો અવાજ આવ્યો.. " તેજુ, પરિ બંને નીચે આવો.. તમને કોઈક મળવા આવ્યું છે.."

બંને સાથે બોલ્યા..," હે ભગવાન.. હવે કોણ હશે?"

ક્રમશઃ

💫💫💫💫💫

કેન અને માહિર નવા કયાં રહસ્ય લઈને આવશે? તેજસ્વી ફોનમાં કોની સાથે વાત કરી રહી હતી? પેલા લોકેટમા શું રહસ્ય છુપાયેલ હશે? પરિતાનુ યોગ કરતી વખતે હવામાં ઉડવાનું કારણ શું હશે? તેજસ્વીના તુર્કી જવાનું કારણ શું હશે? આ બંનેને કોણ મળવા આવ્યું હશે?

આ બધાં સવાલોના જવાબ આવતા ભાગ માં..