Featured Books
શ્રેણી
શેયર કરો

વિરગાથા વિશ્વજીત ની લવ સ્ટોરી - 2

તો સાંભળો મહારાજ... તમે રહ્યા વાંઝિયા અને વાંઝિયા અપશુકનિયાળ કહેવાય. તેનું સામે મળવું એટલે અપશુકન થવું અને અપશુકન એટલે કામ અને દિવસ બગડવું.
હે મહારાજ જ્યારે રાજા જ જો અપશુકનિયાળ જ હોય તો પ્રજા ક્યાંથી શુકનિયાળ થાય. રાજા તેની પ્રજા થી સુખી હોય છે અને પ્રજા રાજા ના પ્રેમ, તેમનું પ્રજા પ્રત્યેનું કર્તવ્ય પાલન અને મહેલની અંદર ખુશીથી ખુશ હોય છે. જ્યારે રાજા જો ખુશ હશે તો પ્રજા ને ખુશ રાખશે.
મહારાજ આપ અંદરથી દુઃખી રહો છો એટલે તે દુઃખમાં તમને પ્રજાનું દુઃખ ક્યારેય દેખાતું નથી.

રાજા એક સામાન્ય મહિલાની વાત સાંભળી તો તંગ રહી ગયા. રાજાએ તેમના સલાહકાર સામે નજર કરી પણ સલાહકારનો ચહેરો એમ કહી રહ્યો હતો કે રાજા આ તમારો પ્રશ્ન છે. આ પ્રશ્નમાં હું કોઈ તમને સલાહ સૂચન આપી ન શકું. પછી રાજાએ ઝરૂખે બેઠેલી રાણી દામિની પર નજર કરી તે પણ કઈ જવાબ આપી ન શકી એટલે રાજા તે મહિલાઓ ને શું જવાબ આપવો અને શું કરવું તે ખબર પડતી ન હતી. એટલે રાજા કૃષ્ણવીર ઊભા થયા.

હે મંત્રીઓ, સલાહકારો, નગરજનો હું જવાબ આપવા અસમર્થ છું, અને મારે શું કરવું તે મને સમજ પડતી નથી. કૃપા કરી મને માર્ગદર્શન આપો. સભામાં બેઠેલા બધા ચૂપ હતા ત્યારે રાજાનો હીતેશું સેવક જીવો રાયકો ઉભો થયો ને રાજા ને પ્રણામ કરી કહ્યું. હે મહારાજ મારા મત પ્રમાણે આ તમારો પ્રશ્ન છે. એ વાત સાચી છે પણ તમને આ પ્રશ્ન મુંઝવી રહ્યો છે એટલે એક સેવક ને નાતે હું એક સલાહ આપુ છું આનો જવાબ તમને તમારા ગુરુ વિશ્વસ્વામી આપશે એટલે હે મહારાજ તમે તમારા ગુરુના શરણે ચાલ્યા જાવ એ તમને અવસ્ય માર્ગદર્શન કરશે.

રાજાને સેવક જીવોની વાત યોગ્ય લાગી એટલે સૈનિકો ને બોલાવીને ગુરુને મહેલમાં પધારવા કહ્યું. અને સંદેશો મોકલ્યો કે હે પરમ કૃપાળુ મારા પૂજનીય ગુરુ હું અત્યારે એક એવી મુંજવણ માં છું કે આનો ઉકેલ આપ સિવાઈ કોઈ નહિ આપી શકે. અત્યારે હું સભામાં તે પ્રશ્ન લઈ ને બેઠો છું એટલે હું આપને લેવા આવી શકું તેમ નથી એટલે મને માફ કરી આપ અહી પધારો અને અમારું માર્ગદર્શન કરો. સૈનિકોને આદેશ મળતા તે ગુરુ વિશ્વસ્વામી ની કુટીર પહોંચ્યા ને રાજાએ કહેલી બધી વાત કરી. ગુરુ વિશ્વસ્વામી રાજાના હિતેસુ હતા એટલે જ્યારે રાજા બોલાવે જે રાજા પોતે લેવા આવે ત્યારે તે મહેલમાં પહોંચી જતા.

સભામાં બધા ગુરુ વિશ્વસ્વામી ની રાહ જોઈ રહ્યા હતા.થોડો સમય થયો એટલે સૈનિકો ગુરુને આદર પૂર્વક સભામાં લઈ આવ્યા. ગુરુના આવવાથી સભામાં બેઠેલા બધા ઊભા થઈ તેમને પ્રણામ કર્યા. રાજા ગાદીએ થી નીચે આવી તેમને દંડવત પ્રણામ કર્યા અને તેમને તેમના આસન પર બિરાજવાનું કહ્યું. ગુરુએ રાજા ને અને ઉપસ્થિત બધાને આશીર્વાદ આપી તેમનું સ્થાન ગ્રહણ કર્યું.

રાજાએ તેમની વાત ગુરુ વિશ્વસ્વામી પાસે મૂકી. થોડી વાર તો ગુરુ કઈ બોલ્યા નહિ ને થોડી વાર ધ્યાન માં રહ્યા પછી તેમણે રાજા કૃષ્ણવીર કહ્યું.
હે રાજન આ સ્થિતિ તારા અને રાણી દામિની ને કારણે ઉદભવી છે. ગયા જન્મમાં થયેલી ભૂલો આ જન્મમાં તમે ભોગવી રહ્યા છો. ભલે તમે સુખી રહ્યા પણ સંતાન સુખ તમારા ભાગ્યમાં નથી તેનું કારણ તમારા પૂર્વ જન્મના કારણે છે.

રાજા કૃષ્ણવીર ગુરુને ફરી પ્રણામ કરી કહ્યું. હે મહાત્મા અમારા જન્મમાં અમારાથી ક્યું પાપ થયું હતું. કે આજે અમારે નિઃસંતાન રહેવું પડે છે. ગયા જન્મમાં ભૂલો આ કામમાં કેવી રીતે ભોગવી શકાય છે તે મારી સમજ બહાર છે એટલે તે મને સમજાવો અને જો આ જન્મમાં તે ભૂલોનો પ્રાયચિત કરી રીતે કરવું તેનું માર્ગદર્શન કરો.

ગુરુ વિશ્વસ્વામી ઊભા થયા ને તેમણે કહેવાનું શરૂ કર્યું.
તો સાંભળ રાજન આશરે બસો વર્ષ પહેલાં તારો જન્મ આ જ ભુમી પર થયો હતો. એક દિવસ તમે તે દેશના રાજા થયા હતા. તમારું નામ રાજા રુદ્રવિર હતું. ત્યારે તમારા લગ્ન પાડોશી દેશની રાજકુંવરી વૈદહી સાથે થયા હતા. બહુ સુખી જીવન હતું તમારી બંનેનું.
એક દિવસ રાજા રૂદ્રવિરની સભામાં એક મહિલા અને એક પુરુષ ન્યાય માંગવા આવે છે. પુરુષ નું નામ અકવ હતું જે અરણ્ય દેશ નો હતો અને મહિલા બાજુના નેસડા ની કન્યા હતી જેનું નામ પૂર્વિતા હતું.

હે રાજન પહેલા તેની પ્રેમ કહાની કહુ પછી તે સભામાં ન્યાય માંગવા શા માટે આવ્યા તે પણ કહુ. અકવ એક સરપેરો હતો જે સાપ પકડવામાં માહિર હતો. તેની કલા અરણ્ય દેશમાં નહિ પણ દૂર દૂર દેશ સુધી તેની કલા ના વખાણ થઈ રહ્યા હતા. તે એક મંત્ર થી સાપ ને વસ કરી લેતો ને તેને પકડી જંગલમાં છોડી મુકતો.

એક દિવસ બાજુના નેસડા માંથી એક સંદેશો આવે છે અને એક સાપ તેમને હેરાન કરે છે એટલે તેને પકડી દૂર સુધી મૂકી આવો એવો એક માણસ અકવ પાસે સંદેશો લઈને આવ્યો . અકવ તેજ ઘડીએ તે નેસડા માં પહોંચે છે. જે લેવા આવ્યો હતો તે માણસે પેલી ઝુપડી બતાવી દૂર ભાગી ગયો. અકવ તે ઝૂંપડીમાં દાખલ થાય છે જ્યાં તેની અંદર સાપ હોય છે. સાપ પહેલા તેની નજર એક સુંદર પુર્વિતા નામની કન્યા પર પડે છે. અકવ બસ તેને જોઈ રહ્યો.

ત્યાં સાપનું અક્વ તરફ આવવું એટલે અકવ નું તે કન્યા તરફ નું ધ્યાન ભંગ થાય છે. તે સાપ અકવ પાસે ન આવતા પુર્વિતા તરફ આવે છે. ઝડપ ભેર સાપ ને આવતા પૂર્વિતાં એકદમ ડરી જાય છે ને અકવ ની પાછળ સંતાઈ જાય છે. અકવ એક મંત્રથી તે સાપને વસ કરી તેને પકડી લઇ ને ચાલતો થાય છે પણ ચાલતા ચાલતા અકવની નજર પૂર્વિતાં તરફથી હટતી ન હતી. પૂર્વિતાં પણ જાણે અકવ ની કલા અને રૂપથી મોહિત થઈ ગઈ હોય તેમ તે પણ અકવ સામે જોઈ રહી.

હવે પૂર્વિતાં ની ઝુપડી માં આવનાર સાપ નું આવવું અને અકવ નું પકડવા જવું બંને વચ્ચે નજિક્તા આવવા લાગી હતી. અકવ અને પૂર્વિતાં બંને પ્રેમમાં પડ્યા. પણ સાપ નું તો જંગલ માંથી અવર નવાર પૂર્વિતાં ની ઝૂંપડીમાં આવવાનું ચાલુ હતું. જેટલી વાર સાપ ને જંગલમાં છોડી આવે એટલે વાર ફરી થોડા દિવસ થાય એટલે ફરી સાપ ત્યાં આવી જતો જાણે કે સાપનું રહેઠાણ હોય. એકબાજુ બંને ને સાપ ના કારણે મળવાનો મોકો મળી રહ્યો હતો તો બીજી બાજુ ડર લાગી રહ્યો હતો. પણ એક દિવસ અકવ સાપ ને દૂર દૂર સુધી મૂકી આવે છે. તે સાપનું ત્યાંથી આવું મુશ્કેલ હતું. થોડા દિવસ સાપ ન દેખાતા પૂર્વિતા નો પરિવાર ખુશ થયો અને તેને લાગ્યું હવે સાપ ક્યારેય નહિ આવે.

પ્રેમમાં પડેલા પૂર્વિતાં અને અકવ એક દિવસ બંને પરિવારોની સહમતી થી લગ્ન કરે છે. ને સુખી દાંપત્યની શરૂઆત કરે છે. લગ્ન થયા પછી પૂર્વિતાં તો તેનું ઘર છોડી અકવની પત્ની બનીને અકવની ઘરે આવી ગઈ હતી. પૂર્વિતાં એ ઘર બદલ્યું પણ પેલા સાપે તેનું રહેઠાણ બદલ્યું નહિ તેનું ફરી તે ઘરે આવવાનું ચાલુ હતું. પૂર્વિતાંના માતા પિતા સમાચાર મોકલે એટલે તેજ ઘડીએ અકવ સાપ પકડવા નીકળી જતો. અને દૂર દૂર સુધી મૂકી આવતો.

એક દિવસ તો તે સાપથી અકવ ત્રાસી ગયો થયું કે સાપને મારી નાખું પણ તેણે ક્યારેય કોઈ જીવ હત્યા કરી ન હતી એટલે તેનો જીવ હત્યા કરવા ના પાડી રહ્યો હતો. તે વખતે સાપને પકડી દૂર દૂર જંગલમાં લઈ ગયો એટલો દૂર લઈ ગયો કે તેને ખ્યાલ જ રહ્યો નહિ કે હું કેટલે દૂર નીકળી ગયો છું. અને સાંજ પડી ગઈ.

આ બાજુ સાંજ પડી પણ અકવનું ઘરે પાછું ન ફરવું પૂર્વિતાં ની ચિંતામાં વધારો કરી રહ્યું હતુ. તે સાંજનું ભોજન તો બનાવ્યું હતું પણ તે બહાર અકવની રાહ જોઈને બેઠી રહી. મોડી રાત થઈ પણ અકવ હજુ ઘરે પાછો ફર્યો ન હતો પણ થાકેલી પૂર્વિતાં ને બહાર જ ક્યારે ઊંઘ આવી ગઈ તે ખબર રહી નહિ.

અકવ રાત પડી ગઈ હતી એટલે તેણે સાપ ને ત્યાં છોડી મૂક્યો. સાપ મુક્ત થતાં તે દૂર જવાના બદલે અકવની સામે બેસી ગયો. જાણે કે આજે કોઈ વેર લેવાનું હોય તેમ ફૂણ ચડાવી ઉંચો થઇ રહ્યો હતો. પણ મંત્ર થી વસ સાપ કઈ કરી શકતો ન હતો. થાકેલો અકવ ને ભૂખ્યા ઊંઘ તો આવી રહી હતી પણ સામે તે સાપ નું હોવું થોડું મન વિચલિત કરી રહ્યું હતુ. ત્યાં અચાનક એક કોબ્રા સાપ આવી ચડ્યો. એટલો લાંબો અને કાળો હતો કે અકવ એ ક્યારેય આ સાપ જોયો ન હતો. તે કોબ્રા અકવની નજીક આવવા લાગ્યો એટલે અકવ મંત્ર બોલવાનું શરૂ કર્યું પણ તેના મત્રો તે કોબ્રા પર કોઈ અસર કરી રહ્યા ન હતા. એક બાજુ પેલા સાપનું જોવું અને બીજી બાજુ કોબ્રાનું ઝડપભેર અકવ તરફ આવવું વધુ ડર પેદા કરી રહ્યું હતુ.

હવે તો અકવ ને ત્યાંથી ભાગી જવું ઉચિત લાગ્યું. તે ઉભો થયો અને ભાગવા લાગ્યો. પણ પાછળ તે કોબ્રા અને પેલા સાપ પણ આવી રહ્યા હતા. થોડી વાર તો અકવ ખુબ ઝડપભેર દોડ્યો પણ ભૂખથી થાકી જતાં તે ત્યાં નીચે પડી ગયો ને કોબ્રા આપે ત્યાં આવીને અકવને ડંખ માર્યો.

ક્રમશ....