માનસિક ડર... DOLI MODI..URJA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ચતુર

    आकारसदृशप्रज्ञः प्रज्ञयासदृशागमः | आगमैः सदृशारम्भ आरम्भसदृश...

  • ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન - 5

    આશા પારેખઃ બોલિવૂડની જ્યુબિલી ગર્લ તો નૂતન અભિનયની મહારાણી૧૯...

  • રાણીની હવેલી - 6

    તે દિવસે મારી જિંદગીમાં પ્રથમ વાર મેં કંઈક આવું વિચિત્ર અને...

  • ચોરોનો ખજાનો - 71

                   જીવડું અને જંગ           રિચાર્ડ અને તેની સાથ...

  • ખજાનો - 88

    "આ બધી સમસ્યાઓનો ઉકેલ તો અંગ્રેજોએ આપણા જહાજ સાથે જ બાળી નાં...

શ્રેણી
શેયર કરો

માનસિક ડર...

નોંધ ➡️આ વાર્તા કોરોનાનો ડર માનસિક કેવી અસર કરે છે એના પર છે. વાર્તાના પાત્રો, ડોક્ટર્સ, જગ્યા બધુજ કાલ્પનિક છે.
➡️➡️➡️➡️➡️➡️➡️➡️➡️➡️➡️➡️➡️➡️➡️➡️

રીયા એનુ વાંચન પુરું કરી નીચે એવી."મમ્મી આજ મજા નથી કળતર લાગે છે,આંખો બળે છે. અને શરીર પન બહું ટુટે છે..."એ થોડા સુસ્ત અવાજે બોલી મને જમવું નથી.
રીયાની મમ્મી કાજલ રીયાના કપાળ પર હાથ મુકી તપસયુ, તો કપાળ થોડું ગરમ હતું,એટલે એને ચીંતા વધી કારણકે હમના બધે કોરોનાનો ઈન્ફેકશનનો ડર એટલો ફેલાયેલો હતો કે વાત નહીં પુછો. પરંતુ એણે એ ચીંતાના ભાવ રીયા સામે પ્રકટ ન થવા દીધા, નહીતો રીયા પણ વધારે ટેન્શનમાં આવી જાય.એ સમયે કાજલે એટલુંજ કહયું,"ઠીક છે બેટા એવુ કોઈવાર ઉજાગરા એને થાકના કારણે થાય એમા ચીંતા શું કરવાની ?"એક પેરાસીટોમલ લઈલેને થોડું જે ભાવે ખાઈને આરામ કર,બધુ ઠીક થઈ જશે.

રીયાને તો સમજાવી લીધી એ નાની હતી,કોરોનાની સીરીઅસનેસને એ સમજતી ન હતી,પણ પોતાનું મન અંદરથી બહું ડરી ગયું. રીયા દવા લઈ સૂઈ ગઈ. પણ કાજલને જમવાનું પણ ગળેનીચે ન ઉતર્યુ. સમીર બપોરે જમવા આવ્યો.
"રીયાએ જમી લીધું...?"સમીરે પુછયુ સાથે એને કાજલ બહુ
ટેન્શનમાં દેખાઈ એટલે એણે તરત જ એક જવાબ મળતા પેહાલા જ બીજો સવાલ કાજલને કર્યો."શું થયું...?
કેમ બહું ટેન્શનમાં દેખાઈ છે...?"

કાજલે જવાબ આપતા કહયુ,"રીયાને તાવ આવશે કળતર ભારાય ગયું છે. મને એની બહું ચીંતા થાય છે,કહી કોરોના થઈ ગયો હશેતો...?" "પાગલ છો ગમેતે બોલે છે-એવું કાઈના હોય. સામાન્ય કળતર થઈ ગયું હશે થાક અને ઉજાગરાનું..."સમીરે એના પૌરુષીક સાહસિક સ્વભાવથી કહ્યુ, પણ શાયદ મનના કોઈ ખુણે એને પણ દિકરીની ચીંતા થવા લાગી હતી. એટલે ઓફિસ જતી વેળાએ કાજલને કેહતો ગયો."ચાર પાંચ વગયા આસપાસ જોજે વધારે તબિયત ખારાબ લાગે તો મને ફોન કરજે આપણે કોઈ પ્રાઈવેટ હોસ્પીટલમા બતાવીદેશુ..."

કાજલ તો ખાધાપીધા વગર બાવરીની જેમ આમ તેમ આટા માર્યા કરે. થોડી થોડી વાર રીયાને માથે હાથ રાખી તપાસ્યા કરે,એકજ ડર મનમાં ઘર કરી ગયો છે. કોરોના આવશે તો....?"હે..!!ભગવાન મારી છોકરીને સાજી કરીદયો જલદી એને કાંઈ ન થાય."એ તો મનમાં ભગવાનને પ્રાર્થના કરતી જાયને આમતેમ ઘુમરી લેતી જાય.

એક તો ઉંમર નાની એને જાતે કઈ સંભાળ રાખતા નહીં આવડેને વળી અટલી નાની છોકરીને હોસ્પીટલમાં એકલી પંદર દિવસ કેમ મુકીશ હું...? એમા આજે જ છાપાંમાં વાચયુ આઈસોલેશન વોર્ડમા એક છોકરી સાથે ખરાબ હરકત સાથે અડપલાં કરવાંમાં આવીયા.આ બધું વીચારમાંને વિચારમાં પાંચ વગીગયાં. જોયુ તો રીયા જાગીને બેઠી હતી. કાજલે એને ગરમ પાણી પાયું. મસાલાવાળી ગરમ ચા બનાવી પીવરાવી પણ હજું રાહત ન હતી, અને તાવ વધ્યો પણ ન હતો , પણ કાજલના મનને શાંતિ ન હતી,એના મનમા કોરોનાનો ડર ઘર કરી ગયો હતો.

સમીરના ફોનમાં રીંગ વાગી "સમીર હજું રીયાને બરાબર નથી લાગતું શું કરશું..?કાજલે ડર અને ચીંતા ભર્યા આવાજે કહ્યું,સમીરે શાંતી રાખવા સમજાવી અને કહ્યુ ઉતાવળ નહી કર,આપણે એક દિવસ જોઈએ. કાલ બતાવીદેશુ. કાજલ ડરતાં ડરતાં માની ગઈ,આમને આમ રાત થઈ ગઈ,રીયા પણ દવા લઈને સુતીતી હજું,સમીર ઓફિસથી આવ્યો ફ્રેશ થઈ જમયો, રીયાને જોઈ એ સૂતી હતી, થોડી વાર ટીવી જોયુંને પછી સૂવા ગયાં એના રુમમાં,પણ કાજલને નીંદ નહી આવી. એનો જીવ રીયા પાસે હતો. એ ઉભી થઈ રીયાના રુમમાં આવી...એના પલંગમાં એની બાજુંમા બેઠી રીયાના માથે હાથ ફેરવા આંખ બંધ કરી બેઠી."હે..!ભગવાન રીયાને કઈ ન થાય એ જલદી સાજી થઈ જાય.."મનમાં પ્રાર્થના કરવાં લાગી.

રીયાની રુમમાં બીજો પલંગ હતો,કાજલે જોયું ત્યા એના
પપ્પા એટલે કાજલના પપ્પા રમેશભાઈ સુતા હતા.એ ઠંડીથી થરથરતા હતા,કાજલે ઉભા થઈ રમેશભાઇને ધાબળો ઓઢાડયોને કપાળ હાથ લગાવી જોયો તો આ..શુ...? એમને પણ તાવથી ધગે અને સ્વાસ લેવામા તકલીફ પડે, એણે સમીરને જગાડયા,સમીર..!સમીર...!
જલદી આવો....પપ્પાને કઈક થાય છે. સમીરે આવીને જોયુ હવે એને પણ પાકકુ થવા લાગયુકે આ કરોનાનો જ ભરડો છે જે હવે આપણા ઘરને ઝપેટમાં લીધો છે.

સમીરને થયુ હવે સવાર થવાની વાટ ન જોવાય,એણે ગવર્મેન્ટ હોસ્પિટલમાં ફોન કર્યો. તાત્કાલીક 4/5ડોક્ટર્સ ત્યાથી એમબયુલંસ લઈ રવાના થયા.

અહી કાજલ રીયા અને પપ્પા બન્ને વચ્ચે બેઠી કોનું ધ્યાન રાખું એ કરતાં કેમ થાશે..?શુ થાશે...?વીચાર સાથે આઉંખ ભરાઈ આવી એને ફરી જોયું રીયા શાંતીથી સુતીતી પણ પપ્પાનો સ્વાસ વધારેને વધારે ચડતો હતો. એમનો ચેહરો પીળો પડતો જતો હતો. ધીરે ધીરે શરીર એક હાડપીંજરમાં બદલાતુ જતું હતું. કાજલને કઈ સમજાતું નહોતું આ શું થઈ રહયુ હતુ. લગભગ એક કલાકે એમબયુલંસ આવી. ડોક્ટર્સ અંદર આવીયા એ લોકોએ પીઈ સુટ અને મોઢે માસ્ક પેહરેલા હતા. એ લોકો ડોક્ટર્સ કરતાં સ્પેશમા કામ કરતા હોય એવા દેખાતા હતા,એમણે કાજલ અને સમીરને બાહાર મોકલ્યા રુમની રીયાસુતી હતી હજું ડોક્ટર્સે રમેશભાઇને લગભગ પંદર વીસ મિનીટ તપાસ્યા.

થોડી વાર પછી એક ડોક્ટર બહાર અવીયા એને સમીરને
કેહયુ સોરી, "યોર ફાધર ઈઝ નો મોર " રમેશભાઈ દેહ છોડી દીધો હતો. એ હવે આ ફાની દુનિયા છોડી ગયા છે.
કાજલ પર તો જાણે આભ ફાટયું. મોટે મોટેથી રડવા લાગી.
અચાનક એને રીયા પણ અંદર છે એ યાદ આવ્યુ. રીયા...!
રીયા.. !કરી રડવા લાગી. પરતું હજું ડોક્ટર્સ અંદરજ હતા. રુમ બંધ હતો. અરધી કલાક પછી રુમનો દવાજો ખુલ્યો. રમેશભાઇને એક પ્લાસ્ટીકમાં વીંટાળી ચાર ડોક્ટર્સ મળી બીજા મોટા પ્લાસ્ટીકમા જોળી કરી લઈ જાવા લાગ્યા.

કાજલ ખુબજ રડતી હતી. ડોક્ટર્સએ કહ્યુ એમનો જીવ કોરોનાના લીધે ગયો છે એટલે એને અમે આમજ લઈ જઈ એમનો અંતીમ સંસ્કાર ઈલેક્ટ્રીક મશીનમાં કરીદેશુ.
અને તમારે લોકોએ પંદર દિવસ કવોરોનટાઈન રહેવાનું છે.

આ સંભળતા કાજલ તો જાણે બેભાન થવાં લાગી. પપ્પા..!પપ્પા...!!મને પપ્પાનુ મોઢું બતાવો એક વાર પ્લીઝ એક વાર, આમ નહીં લઈ જાવ મારા પપ્પાને .... ખૂબ રડી વીનતી કરી પણ એના પપ્પાનુ મોઢું જોવા ન મળ્યુ,અને એમબયુલંસ ઉપડી ગઈ.એ ડૂસકાં ભરતી ભરતી અચાનક એને પાછી રીયા યાદ આવી. રીયા...!.રીયા....!બુમો મારવાં લાગી. ત્યા સમીર
બાજુમાં આવી કજલને ખભે હાથ મૂકીને બોલ્યો "કાજલ ..!
શું થયુ..?કેમ રડે છે...?રીયા ઓકે છે જો તાવ પણ નથી એને.."

કાજલ એકદમ ભાનમાં આવી ગઈ, એને આખા શરીરે પરસેવાથી રેબઝેબ થઈ ગઈ હતી. સમીર સામું જોઈ એટલું બોલી "કઈ નહિ, ખરાબ સપનું આવ્યું હતું "
સવાર થઈ ગઈ હતી અને રીયા પન એકદમ ઓકે હતી.
કાજલ એના પપ્પા ફોટાને દીવો કરી પગે લાગી પપ્પા આજ મારી દિકરી પર આવેલી મુસીબતમાં તમે લઈ લીધી.

આજ રમેશભાઈની દસમી પુણ્યતિથિ એ કાજલ,રીયા,અને સમીરે મળી અને શ્રધ્ધાંજલી અર્પણ કરી.

🙏જય શ્રી કૃષ્ણ 🙏