લવ યુ જિંદગી( કલમ ૦૧) kalpesh diyora દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લવ યુ જિંદગી( કલમ ૦૧)

#સ્ટોરી

પણ પપ્પા તમે સમજવાની કોશિશ કરો હું પાયલને પ્રેમ કરું છું તો અવની સાથે કેવી રીતે લગ્ન કરું.અવનીને હું જાણતો પણ નથી તે કેવી છે ?શું કરે છે?મને કોઈ પણ વાતની ખબર નથી તો તેની સાથે લગ્ન હું કેમ કરું.હું કોઈ પણ સંજોગોમાં અવની સાથે લગ્ન કરવાનો નથી.હું પાયલને પ્રેમ કરું છું જો હું પાયલને લગ્ન કરવાની ના પાડીશ તો તે તેના જીવનમાં શું કરી બેસશે તે કહેવું મુશ્કેલ છે.પ્લીઝ પપ્પા તમે સમજવાની કોશિશ કરો.

અનુપમ તને મેં કહી દિધું કે તારે અવની સાથે લગ્ન કરવાના છે એટલે બસ પૂરું થઇ ગયું હવે એક પણ શબ્દ આગળ બોલીશ નહિ,અને પહેલી પાયલનું ઘર જોયું હજુ બે દિવસ પહેલા તેના પપ્પા મારી પાસે આવ્યા હતા.જાણે હું તેનો નોકર હોઈ તે રીતે વાત કરતા હતા.તમારે આમ કરવું પડશે.તમે આમ કરશો તો જ અમે હા પાડશું.મારે પાયલ આ ઘરમાં નથી જોતી.આ ઘરમાં આવશે તો ફક્ત અવની જ.

મને ખબર છે પપ્પા કે તમે શા માટે અવની સાથે મને જબરજસ્તીથી લગ્ન કરવાનું કહો છો,પણ પપ્પા તમારી કોલેજ સમયની ગર્લફ્રેંડની છોકરી સાથે મારા જબરજસ્તીથી લગ્ન શા માટે કરાવો છો?

તને આ વાત કોણે કરી કે તે મારી ગર્લફ્રેંડની છોકરી છે?તે તારા મોમને વાત તો નથી કરી ને?

નહિ પપ્પા મેં કોઈને વાત નથી કરી અને હું આ વાત કોઈને કશ પણ નહીં પણ પ્લીઝ તમે મારા અવની સાથે લગ્ન કરવાનું રેહવા દો.હું પાયલને ખૂબ પ્રેમ કરું છું.હું નહિ રહી શકું તેના વગર.

સાંભળ અનુપમ હું અને મારી ગર્લફ્રેંડ સુનિતા જયારે કોલેજમાં હતા ત્યારે અમેં બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું હતું પણ અમે લગ્ન ન કરી શક્યા એ લગ્ન ન કરવાના ઘણા કારણ હતા પણ તે એ સમયની વાત છે.ત્યારે અમે એકબીજાથી છુટા પડયા ત્ત્યારે અમે નક્કી કર્યું હતું કે જો મારા ઘરે પુત્ર જન્મે તો હું સુનિતાની છોકરી સાથે લગ્ન કરાવીશ,અને સુનિતાના ઘરે છોકરો જન્મે તો તેના પુત્રને મારી છોકરો સાથે લગ્ન કરાવશું.

તો શુ પપ્પા તમે બંને આજ પણ એકબીજા સાથે વાત કરો છો અને મળો પણ છો.

નહીં અનુપમ..!!!અમે એ પછી કયારેય મળિયા નથી અને તેની સાથે મારે વાત પણ ક્યારેય થઇ નથી,પણ મને અંદરથી એમ થાય છે કે મારા પેહલા પ્રેમની છેલ્લી વાત હું મરતા પેહલા પુરી કરું,અને સુનિતાને આપેલ વચન પણ હું પૂરું કરવા માગું છું.

વાહ,પપ્પા આજ સુધી તમે મને કહ્યું નહિ અને જ્યારે હું પાયલને અનહદ પ્રેમ કરું છું ત્યારે તમે મને કહો છો કે અવની સાથે લગ્ન કર.હું અવની સાથે લગ્ન કરું એ બાદ પણ પરિસ્થિતિ તો તમારી જેવી મારી પણ થવાની છે,હું પાયલ માટે હંમેશા તડપતો રહશ.

વાત તારી સાચી છે અનુપમ..!!હું પણ હવે વિચારી રહ્યો છું કે મારા જેવી પરિસ્થિતિ તારી ન થાય.તને તારો પ્રેમ મળી જાય.તું હંમેશા પાયલ સાથે ખુશ રહે.
તું થોડીવાર રોજની જેમ મને સુનિતાની યાદ કરવા દે
થોડો તડપવા દે,થોડીવાર મને અહીં બેસવા દે.

તું જીવી લે તારી જિંદગી અનુપમ.પાયલ સાથે લગ્ન કરવા માટે હું તને નહિ રોકુ.શાયદ મને ડર છે કે સુનિતા અને મારી સાથે જે થયું તે તારી સાથે ન થાય.

લેખક -કલ્પેશ દિયોરા.


આ ઉપરાંત તમે મારી અન્ય નવલકથા પ્રેમકુંજ, કોલેજ ડે એક લવ સ્ટોરી,ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ,અલિશા સંકટ અને પ્રેમકુંજ માતૃભારતી પર તમે રીડિંગ કરી શકો છો...


મારા મોબાઈલ નંબર પર તમે તમારો કિંમતી અભિપ્રાય મેકલી શકો છો.


મો-8140732001(whtup)