અધૂરા સપના - 2 Tanu Kadri દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અધૂરા સપના - 2

નીખીલે એમને કહ્યું કે મમ્મી હું અહિયાં આવ્યો ત્યારે ૧૮ વર્ષ ની ઉમર હતી. હું અહિયાં આવ્યો ત્યારે અમે ૫-૬ છોકરાઓ સાથે સાથે મકાન લઇને રહેતા હતા. બહારની દુનિયાનો મને કોઈ અનુભવ ન હતો પરતું મારી સાથે એક ઇટાલિયન છોકરો હતો જે બાળપણ થી જ હોસ્ટેલમાં રહેતો હોવાથી એ મને સતત સપોર્ટ કરતો રહેતો. એનું નામ વિલિયમ છે. ત્રણ વર્ષ અમે લોકો સાથે રહ્યા એના પછી એ બીજી યુનિવર્સીટીમાં ભણવા ગયો. એ જ્યારે અહીંથી ગયો એના પછી હું સતત એને યાદ કર્યા કરતો. એ મારી સાથે નથી એવું વિચારીને જ મને ટેન્શન થઇ જતું. જેમ તેમ કરી ને મેં એક મહિનો વિતાવ્યો પણ એ પછી હું સતત બીમાર રહેવા લાગ્યો અને વિલિયમ ના ખાલીપણા નાં લીધે મને અભ્યાસમાં પણ નુકશાન થતો હતો. એક બીજા ફ્રેન્ડ એ મને સિગારેટ અને દારુ પીવાની સૂચના આપી. પરતું મને એ યોગ્ય ન લાગ્યું . છેવટે મેં વિલિયમ જે યુનિવર્સીટી માં હતો ત્યાં એડમીશન લઈ લીધો. હું એને મળ્યો ત્યારે મને ખબર પડી જે એની પરિસ્થિતિ પણ મારા જેવી જ હતી. જો હું એની પાસે ન જતો તો એ પાછો મારી યુનિવર્સીટીમાં આવવાનો જ હતો. આ સાભળીને મને ખુબ જ આણંદ થયો અને મારી માનશિક પરિસ્થિતિમાં પણ સુધારો થયો. આ વાત ને ત્રણ વર્ષ થયા, ત્યારથી હું અને વિલિયમ રિલેશનશિપ માં જ છીએ. આ બધું ઇન્ડીયામાં સારું નથી લાગતું પરતું અહિયાં આ વાત કોમન છે. એટલે હું ઇન્ડીયા આવી ને વિલિયમ ને છોડવા નથી માગતો અને કોઈ છોકરી સાથે લગ્ન કરીને એની લાઈફ ખરાબ કરવમાં પણ નથી માનતો.

નિખિલ સતત બોલ્યા કરતો અને આ બાજુ કિશ્નાબેન અચેત મને સાભળ્યા કર્યું. બધી વાત કહીને નિખિલે ફોન મૂકી દીધું. આ બાજુ કિશ્નાબેન ફોન મૂકી સોફા ઉપર બેસી ગયા. નોકર સાથે પાણી મંગાવી એક જ શ્વાસમાં પીધું. તેઓને હજુ પણ વિશ્વાસ થતો ન હતો કે નીખીલે જે કહ્યું એ સાચું જ હશે કે પછી નીખીલ મજાક કરતો હશે. થોડીવાર પછી તેઓને વિચાર આવ્યું કે સ્વીટી ને વાત કરું એ નિખિલ ની પાસે જશે તો બધું સારું થઇ જશે. કઈ કેટલીએ આશાઓ સાથે સ્વીટી ને ફોન કર્યો. અને બધી વાત કહી. સ્વીટી એ કોઈપણ જાત નાં પ્રત્યાઘાત વગર આખી વાત સાંભળી અને કહ્યું " મોમ આમાં ખોટું શું છે ? " બે વ્યક્તિ એક બીજા સાથે ખુશ હોય તો એમને એ હક્ક છે અને હવે ૨૦૨૦ માં આવી વાતો ઇન્ડીયામાં પણ માન્ય રખાય છે તો આ ન્યુઝીલેન્ડ છે જો ભાઈ વિલિયમ સાથે ખુશ છે તો એને એની સાથે રહેવા દે. નીખીલ ની વાત સાભળીને કીશ્નાબેન જે આંચકો લાગ્યો હતો એનાથી પણ વધારે આંચકો સ્વીટી નાં મોઢે સાંભળીને લાગ્યો.

આ વાત ને મહિનો થવા આવ્યો, કિશ્નાબેન ની તબિયત બગડવા લાગી. ફેમીલી ડોકટરે કહ્યું કે આપને કોઈ મનોચિકિત્સક ને બતાવીએ કિશ્નાબેન ને ખુબ મોટું આઘાત લાગ્યું હોય એવું જણાય છે. પ્રવીણભાઈએ કિશ્નાબેનને પૂછ્યું કે એવી કઈ વાત છે જેનાથી તને આઘાત લાગ્યો છે.કિશ્નાબેન પ્રવીણભાઈ ની સામે જોઈ રહ્યા અને વિચાર્યું કે જે વાતથી મને આઘાત લાગ્યો છે એ વાત જો નિખિલ નાં પાપાને ખબર પડશે તો એ મરી જશે. એટલે મહિના પછી થોડુક હસીને ક્રિશ્નાબેને કહ્યું કે તમારા નિખિલે ન્યુઝીલેન્ડમાં લગ્ન કરી લીધા. થોડીક નિરાશા સાથે પ્રવીણભાઈએ કહ્યું કે આ વાતથી આટલો ટેન્શન લેવાની ક્યા જરૂર હતી. કિશ્નાબેન વધારે કઈ કહી ન શક્યા. એમને એવું લાગ્યું કે પ્રવીણભાઈ માં આટલી વાતથી વધારે સાભળવાની હિમ્મત જ નહિ હોય.

રાત્રે ૧૦ વાગે પ્રવીણભાઈ બારણું ખોલી ઉભા હતા. ઠંડી નાં દિવસો હોવા છતાં પ્રવીણભાઈને એની અસર થતી ન હતી. એટલે જ કીશ્નાબેને એમને કહ્યું કે હવે બારણું બંધ કરી દો. કદાચ બંને ને ખબર હતી કે સમાજમાં મોટા દેખાવા માટે જે બાળકોને પોતાના સમણાં પુરા કરવા વિદેશ મોકલ્યા એ હવે કદાચ ક્યારેય પાછા નહિ આવે.