પ્યાર - સપરિવાર - 3 Hitesh Parmar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્યાર - સપરિવાર - 3


કહાની અબ તક: ભાભી ના ઘરે ભાભી ની ડિલિવરી માટે આવેલ ઘનશ્યામ ને પહેલાં રાધા નફરત કરતી હતી, એ લવ કરવા લાગે છે. જ્યારે ઘનશ્યામ કહે છે કે કાલે તો હું ચાલ્યો જઈશ તો એણે બધું યાદ આવવા લાગે છે. એ અફસોસ કરે છે કે હું આ ઘનશ્યામ ને નફરત કેવી રીતે કરી શકું?! બધા ના લાડલા ઘનશ્યામ ને એણે મરચાં ખાવા આપ્યા હતા, તો એણે તો હર્ષ સાથે સાત મરચાં ખાઈ લીધા હતા! એ રાત્રે રાધા પર કામણ થાય છે. બાજુના જ રૂમમાં સૂતેલ ઘનશ્યામ માટે એના દિલમાં બહુ જ પ્યાર ઉભરાઈ આવે છે. પણ સવારે જ બાજુમાં રહેતી વૈશાલી નું એણે દેખવાથી એ હચમચી જાય છે! એ મેસેજ કરી ને એણે કોફી પીવા બોલાવી લાવે છે. ગુસ્સા થી એની સામે જોઈ એ એણે કહે છે કે પોતે આઠના એંશી મરચાં ખાવા તૈયાર છે પણ ખુદ આ ઝહેર નહિ ખાઈ શકે, તો માંડ ઘનશ્યામ એણે કહે છે કે એ અને વૈશાલી તો જસ્ટ ફ્રેન્ડ છે!

હવે આગળ: "સારું... પણ જો હવે એની આજુ બાજુ પણ જો જોવા મળ્યો છે તો તારી આવી જ બની!" રાધા એ આંખો પહોળી કરતા કહ્યું.

"ઓકે... અને તું મરચાં ને તો ભૂલી જ જા... અહીં હોટ કોફી પણ મળે છે! જો તું કહેતી હોય તો..." ઘનશ્યામ એટલી ગંભીરતાથી બોલ્યો તો એનો કટાક્ષ પહેલા તો રાધા સમજી જ ના શકી!

"ના... ઓય પાગલ! આઈ એમ સો સોરી!" એણે કહ્યું અને બંને કોફી ફિનિશ કરી ઘરે ગયા.

ફરી યાદોની અને ઇન્તેઝાર ની રાત આવી ગઈ! રાધા દિવસની વધી જ ઘટનાઓ ને એક પછી એક યાદ કરતી અને હસતી!

"અરે પણ... એણે મને કેમ એવું કહ્યું કે એની અને વૈશાલીની વચ્ચે કઈ જ નથી એમ! એ કેમ મને સાબિત કરે છે?! હું એણે શું થાઉ છું?!" એ વિચારી રહી.

"હું પણ પાગલ જ છું... મારે ત્યારે જ એણે પૂછવાનું હતું કે તો તું વૈશાલી ને નહી તો કોને લવ કરું છું એમ! હું બહુ જ મોટી ડફર છું!" એ ખુદને જ કોષવા લાગી.

"ઓહ! ક્યારે આ રાત પૂરી થાય તો અમે ફરી મળી શકીએ!" એ બોલી. એના ઇન્તજાર માં રાત વધારે લાંબી લાગવા લાગી!

સોનેરી સવાર પડી ગઈ... આ વખતે એક હાથમાં બ્રશ અને બીજા હાથમાં કોફી લઈ ખુદ ઘનશ્યામ જ એના રૂમમાં એન્ટર થયો.

"હાઉ સ્વીટ ઓફ યુ! કેમ મમ્મી ના આવી?!" રાધા બેડ પરથી ઉઠતા બોલી.

"એમની તબિયત સારી નથી તો હું જ આવ્યો!" ઘનશ્યામ બોલ્યો.

"તો કારણ બસ આ જ છે!?!" હળવું ચિડાતા રાધા બોલી.

"ના... એટલે પપ્પા આવવાના તો હતા... પણ હું કોફી લઈને આવ્યો!" એના લહેજામાં શરમ જોઈ શકાતી હતી.

"ઓહ બેસને... મારે તને કઈક કહેવું છે..." રાધા એ એણે હાથથી પકડી બેડ પર બેસાડ્યો.

"તું કાલે કેમ સાબિત કરતો કે તારે અને વૈશાલી ની વચ્ચે કઈ જ નથી એમ! તો કોની વચ્ચે છે?!" રાધા એ સહેજ સિરિયસ થતાં કહ્યું.

"છે એક છોકરી! બહુ જ પાગલ, જેને હું આજથી ઠીક ત્રણ વર્ષ અગાઉ એક મેરેજમાં ટકરાયો હતો!" એ બોલ્યો તો રાધાની ખુશી નું તો કોઈ ઠેકાણું જ ના રહ્યું.

એ પછીનું એક અઠવાડિયુ આ બંને માટે બહુ જ યાદગાર, બહુ જ ખુશીઓ આપનાર રહેલું. બંને સાથે રાત રાતભર બાઈક પર ફરવા જતા, ફિલ્મ જોતા. ગાર્ડનમાં બેસતા. આ બધામાં બંને ને તો સ્વર્ગ જેવું લાગતું! બસ તું હોય હું હોવું, આનાથી વિશેષ શું હોય?! બંને વિચારી લેતા.

"ઘનશ્યામ... આ રાધા તારા વિના ક્યારેય નહિ જીવે!" ગાર્ડનમાં એકવાર રાધા એ ઘનશ્યામને કહેલું.

"આ ઘનશ્યામ પણ તારો સાથે ક્યારેય નહિ છોડે!" ઘનશ્યામે પણ કહેલું.

"ના જઈશ ને તું પ્લીઝ... હું મરી જઈશ તારી વિના યાર!" આંસુઓથી છલકાતી આંખોથી ઘનશ્યામને જોતા એ બોલી.

આવતા અંકે ફિનિશ...

એપિસોડ 4 અનેં અંતિમ ભાગ(ક્લાઈમેક્સ)માં જોશો: બંને નીચે ગયા... કાર પણ આવી ગઈ હતી. આખુંય પરિવાર આજે બહુ જ ઉદાસ લાગતું હતું! ઘનશ્યામ તો બધા ને બહુ જ ગમી ગયો હતો.

"મમ્મી દવા લેવાનું ભૂલતા ના... પપ્પા તમે બાઈકને ઓછી રેસ આપીને ચલાવજો... રાધુ... તું પ્લીઝ મરચા ખાજે... એવું ના હોય કે તું હવે મરચા જ ના ખાય!" ઘનશ્યામ ના અવાજમાં ફિકર, યાદ અને ઘણું બધું હતું.