પ્યાર - સપરિવાર Hitesh Parmar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્યાર - સપરિવાર

"કાલે તો હું મારા ઘરે..." ઘનશ્યામે કહ્યું તો રાધા ની આંખો નમ થઈ ગઈ. વીજળી ના કરંટ ની જેમ એક કંપારી એના આખાય શરીરે અનુભવી! એનું દિલ બેચેન થઈ ગયું!

"કેમ કરીબ આવ્યો તું મારાથી... દૂર જ જવું હતું તો કેમ આટલી બધી યાદો... આટલા બધા સપના તુંયે દેખાડ્યા! જ્યારે તું એણે પૂરા જ નથી કરી શકતો તો!" હવે રાધાની આંખમાં આંસું હતા.

છેલ્લા અમુક મહિનાથી ઘનશ્યામ એના ભાભી સાથે એમના ભાભી ના જ ઘરે હતો. કેમ કે એમનો ડિલિવરી નો સમય હતો અને પહેલા નો મોટો છોકરો કોણ સંભાળે?! ઉપરથી સાસરી વાળા ઓ ને પણ લાગે ને કે છોકરી ને એકલી જ પિયર નથી મોકલી લીધી તો ઘનશ્યામ પણ સાથે આવ્યો હતો.

રાધા એના સંપર્કમાં પહેલા હતી પણ ખરી પણ ત્યારે તો બસ એમના ઝઘડા જ થયા કરતા હતા! અત્યારે જો રાધા એ વિચારે તો એણે તો હસવું પણ આવે અને એનાથી વધુ તો એણે આશ્ચર્ય પણ થાય કે એ ઘનશ્યામ સાથે ઝઘડો જ કેવી રીતે કરી શકે?!

જ્યારે પહેલી વાર એની મુલાકાત એની બહેન અને ઘનશ્યામ ની ભાભી ના મેરેજ માં જ થઈ હતી. બંને એકબીજાને ટકરાયા હતા તો રાધા એણે બોલી હતી, "દેખી ને નથી ચલાતું?!"

"દેખવા જ તો જ તો જતો હતો!" ઘનશ્યામે મનોમન જ કહેલું.

એ પછી તેઓ અહીં મળ્યા હતા.

જ્યારે ભાભી સાથે એ ભાભીના ઘરે આવ્યો તો એણે સાહજિકતાથી જ પૂછેલું, "મારે ક્યાં રહેવાનું છે?!"
"સ્ટોર રૂમમાં!!!" રાધા બોલી તો બધા જ હસવા લાગ્યા હતા.

એ પછી તો બહુ જ ઓછા સમયમાં ઘનશ્યામ બધા નો જ ફેવરાઈટ થઈ ગયો! રાધાની મમ્મી ને એ યાદ અપાવીને એ ગોળી ગળાવતો. મમ્મી પ્રેમથી એના માથે હાથ ફેરવી દેતી.

રાધાના પપ્પા ને એ જોબ પર મૂકવા પણ જતો અને લઈ પણ આવતો હતો.

"આ જ્યારથી ઘરમાં આવ્યો છે... મારું તો કોઈ ઈમ્પોર્ટન્સ જ નથી રહ્યું..." એણે વિચાર કરેલો.

એકવાર બધા ડાઇનિંગ ટેબલ પર જમી રહ્યા હતા, ત્યારે જ રાધા બોલી - "મિસ્ટર ઘનશ્યામ, હંમેશા બધાને ખુશ રાખુ છું... મારી ખુશીનું પણ કઈ વિચાર!"
"હા... હા... એનીથીંગ ફોર યુ... બોલ શું કોઈ ગિફ્ટ જોઈએ છે?!" બિલકુલ હેલ્પ કરવા તત્પર હોય એમ જ ઘનશ્યામ બોલી ગયો.

"ના... મારે કોઈ ગિફ્ટ ની જરૂર નથી... બસ એક કામ કર તો હું ખુશ થઈશ!" એણે તળેલા મરચા ભરેલી ડિશ એની તરફ કરી, "આ મરચા બધા જ કોઈ અન્ય ફૂડ વિના જ ખાઇ જા તો!"

"હા... કેમ નહિ!" એક સ્માઈલ આપી એણે એ મરચા ખાવાના શુરૂ કરી દીધા! બાજુમાં જ રહેલી એની મમ્મી એ લગભગ સાત કે આઠમા મરચે એ પ્લેટ ત્યાંથી લઈ જ લીધી!

"શરમ નથી આવતી... આવી તે કઈ ખુશી હોય! અને તું પણ સાવ પાગલ છું કે શું?!" એમના મમ્મી બોલ્યાં.

જેના જવાબમાં ઘનશ્યામ જે બોલ્યો એ સાંભળી ને ટેબલ પરના બધાનું એના માટે પ્યાર, માન અને લાડ વધારે જ વધી ગયું.

વધુ આવતા અંકે...

એપિસોડ 2માં જોશો: "અરે એ કેટલો સારો છે! બધાનું કેટલું ધ્યાન રાખે છે!" એ મનોમન વિચારી રહી.

એ રાત્રે જાણે કે રાધા પર કોઈ જાદુ જ થઈ ગયું. રાત્રે એ એના બેડ પર એના પિલો(તકિયા)ને વળગીને બસ ઘનશ્યામ ના જ વિચારો કરવા લાગી. વારંવાર એણે તો બસ એનું એ સ્માઈલ વાળું ફેસ જ સામે આવતું હતું.