મર્ડર અને કિડનેપિંગ. - 15 Shanti Khant દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મર્ડર અને કિડનેપિંગ. - 15

સૌરભ એક કામ કર પહેલા બબન ના હાડકા ખોખરા કર પછી હું પૂછપરછ કરું છું.

હા સર.

ઇસ્પેક્ટર પ્રમોદ: તને વિવેકનું કિડનાપિંગ કરવાનું કોણે કહ્યું હતુ??
બબન: મને અનિતા મેડમ મેં કહ્યું હતું...તેવો મને 50,000 આ કામ પૂરું કરવાના આપવાના હતા.. પણ તેમને તો મને પૈસા પણ નથી આપ્યા..

ઇસ્પેક્ટર પ્રમોદ : અને સોનમનું કિડનાપિંગ કેમ કર્યું?

બબન: વિવેકનું કિડનાપિંગ કરવા જતા સોનમે અમને જોઈ લીધા હતા ....તેથી તે અમારા માટે મુસીબત ઊભી ના કરે એટલા માટે તેનું પણ કિડનેપિંગ કરવું પડ્યું..

ઇસ્પેક્ટર પ્રમોદ : માની લો કે તે અનિતા મેડમ ના કહેવાથી આ બધુ કર્યું પણ અહીં કોના દ્વારા તેઓ કામ કરાવતા હતા? તેઓ તો દિલ્હી રહે છે અહીં કોઈક તો ઇન્ફર્મેશન આપતું હશે?

બબન: હા સર એક આદમી હતો જે મને પચાસ હજાર આ કામના પહોચાડવાનો હતો... બે-ત્રણ દિવસ તો અનિતા મેડમે કોલ પર ઇન્ફોર્મેશન આપી હતી.... બધું બરાબર ચાલ્યું હતું પણ પછી તેમને કોલ ઉઠાવવાનું બંધ કરી દીધું હતું..

ઇસ્પેક્ટર પ્રમોદ : તુ ઓળખે છે જે આદમી તને પૈસા પહોંચાડવાનો હતો?
તેનું નામ શું છે?

બબન: ના સર તેનું નામ તો ખબર નથી પણ તેને ચહેરો મેં જોયો હતો ..તે હંમેશા મોઢા પર રૂમાલ બાંધીને અમને ઇન્ફર્મેશન આપવા માટે મળવા આવતો હતો.... પણ તેને કે અનિતા મેડમે મને કોઈ જ પૈસા આપ્યા નથી તેથી ગુસ્સામાં મે સોનમ નું મર્ડર કરી નાખ્યું અને વિવેકને રૂમમાં પૂરીને હું જતો રહ્યો.

કુસુમ: બબને અહીં લોકલ ઇન્ફર્મેશન આપતી અજાણી વ્યક્તિ કોણ છે ?તેનો સ્કેચ બનાવડાવી લો તે વ્યક્તિને શોધવી પડશે.
ઓકે સર હું સ્કેચ બનાવડાવી લઉં છું.

ઇસ્પેક્ટર પ્રમોદ :સૌરભ આ લોકોને બધાને જેલને હવાલે કરો અને તેમના બયાન નોંધી લો.
સોરભ: હા સર નોધી લઉં છે અને હવે અનિતા મેડમ ને દિલ્હી પોલીસના પરમિશન થી અહીં એરેસ્ટ કરીને બોલાવી લીધા હવે પહોંચવાની તૈયારીમાં જ હશે.

ઓકે ખુબ સરસ આજે જ આ કેસના બધા સાગરીતો પકડાઈ જવાના છે..

ઇસ્પેક્ટર પ્રમોદ : ચાલો અનિતા મેડમ બોલવા તૈયાર થઈ જાવ સૌપ્રથમ બબન વિશે જણાવો?

બબન : મારા પપ્પાનો ડ્રાઈવર હતો અને હું સારી રીતે તેને ઓળખતી હતી....તે પૈસા માટે કંઈપણ કરી શકે છે... તેથી મેં તેની હેલ્પ લેવાનું પસંદ કર્યું ....જ્યારે શ્યામ મારા ફ્લેટનો સિક્યુરિટી ગાર્ડ હતો તેને તો હું સારી રીતે ઓળખું છું..... એટલે મેં તેનો ઉપયોગ કર્યો હતો ..
ઇસ્પેક્ટર પ્રમોદ તે બબને ને પૈસા કેમ ના આપ્યા?

અનિતા: મે બધાને જ પૈસા મોકલી આપ્યા હતા.

ઇસ્પેક્ટર પ્રમોદ :બબન નું કહેવું છે કે તેને કોઈ જ પૈસા મળ્યા નથી?

ક્રિમિનલ ગમે એટલો મોટો હોય પણ તે હંમેશા કોઈને કોઈ ભૂલ તો કરી જ બેસે છે.... એટલે તું અમને બેવકૂફ ન બનાવ... જણાવ કે તારી સાથે કોણ સામેલ છે?
કેમ છુપાવી રહી છું?
તેને બચાવવા નું કારણ શું છે?
તું તો દિલ્હી રહે છે ત્યાં રહીને આ કામ કરવું શક્ય નથી.... અહીં તો કોઈ છે ...જે તારો સપોર્ટ કરે છે.. જેને તું છુપાવી રહી છે.

અનિતા: ના સર આ આ મામલામાં મારી જોડે કોઈ જ સામેલ નથી ....હું એકલી જ છુ... મારે પૈસાની જરૂર હતી અને હું ગુપ્તાજી ને ખૂબ સારી રીતે ઓળખતી હતી.... તેમની જોડે ખૂબ પૈસા છે.... તેમના છોકરાને બચાવવા માટે તેઓ કંઇ પણ કરશે.. એ હું જાણતી હતી.... એટલે મેં વિવેકના કિડનાપિંગ નો પ્લાન બનાવ્યો હતો..‌

ઇસ્પેક્ટર પ્રમોદ: સૌરભ એક કામ કર જે સ્કેચ બનાવ્યો છે.... એ આ અનિતા મેડમ ને બતાવો એટલે ખબર પડે.
દરેક ગુનેગારને હંમેશા એવું જ લાગતું હોય છે... કે અમે ખૂબ જ હોંશિયાર છીએ પણ અમે પણ તેમના બાપ છીએ..‌ કેમ? સકેચ જોઈને ચહેરો ફિક્કો પડી ગયો.

continue.....