યોગ્ય નિર્ણય... - 1 Aksha દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • આળસુ સજ્જન

    આળસુ સજ્જન आलस्यं हि मनुष्याणां शरीरस्थो महान् रिपु:। नास्त्...

  • અશોક સુંદરી

    અશોક સુંદરી  ભગવાન શ્રી મહાદેવ વિશે આપણે સૌ જાણીએ છીએ. તથા ત...

  • વનવાસ

    વનવાસ- રાકેશ ઠક્કર          નિર્દેશક અનિલ શર્માની નાના પાટેક...

  • લખપત - એક ભૂલાએલો ઇતિહાસ

    લખપત - એક ભુલાયેલો ઇતિહાસતો મેં આગલા લેખ જણાવ્યું એમ કોટેશ્વ...

  • ફરે તે ફરફરે - 53

    ફરે તે ફરફરે - ૫૩   "બા,આ તો લખ ચોર્યાસીના ફેરા છે...તમ...

શ્રેણી
શેયર કરો

યોગ્ય નિર્ણય... - 1


આજ ની આ વાત એક સત્ય ઘટના પર આધારિત છે... આપણી આજુુુબાજુ કેેટલી એવી ઘટનાઓ ઘટતી હશે, જેેેની આપણે ખબર જ નહીં હોય ચાલો એક એવી ઘટનાથી તમને રૂબરૂ કરવુ...
હીરાપુર નામે એક મોટું ગામ. એ ગામમાં દરેક જ્ઞાતિના લોકો રહે.. હીરાપુર દરેક જાતની સુવિધાઓથી સજજ હતું... હોસ્પિટલ, બાગ ,બગીચા,શાળાઓ , પુસ્તકાલય, મંદિરો, મસ્જિદ, જૈન દેરાસર વગેરે આવેલું...
હીરાપુરના લોકો મોટા ભાગે ખેતી કામ કરતા અને અમુક વર્ગ નોકરી કરે, તો અમુક જૈન ગામમાં રહે અને બાકીના મેગા સિટી માં રહેતા. ગામની બહાર મોટી નદી વહેતી હતી. વાતાવરણ તો એટલુ શાંત કે ગમે એ માણસ હોય પણ ત્યાં રહેવું ગમે...ચારેય બાજુ પક્ષીઓનો કલરવ.., ઢોર ઢાખરા, સવાર, સાંજ મંદિરની આરતી અને ઝાલર નો આવાજ , મન મોહી લે એવું વાતાવરણ.. લીલુછમ ઘાસ, જોઈને સૌ કોઈનું મન આકર્ષિત થાય એવુ રૂડું.
એ ગામમાં મનહરભાઈ અને એમનો પરિવાર રહે. મનહરભાઈ ખેતી કામ કરતા અને તેમના ધર્મપત્નિ રેખા બહેન ગૃહિણી હતા.. સંતાનોમાં એક દીકરી અને બે દીકરા.. દીકરીના લગ્ન થઈ ગયેલા હોવાથી એ સાસરે જ રહે, બે દીકરા મનોજ અને જયેશ નોકરી કરતા.., એમા મોટો દીકરો મનોજ ગામમાં જ આવેલી કરિયાણાની દુકાન પર નોકરી કરે જ્યારે જયેશ કંઈક આડુ અવડું નાનું મોટું કામ કરે અને બે પૈસા કમાવી લાવે..બંને ભાઈ બહુ ભણેલા નહીં સાતમાં ધોરણ સુધી ગામમાં જ ભણ્યા અને પછી ઘરની આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભણતર છોડી દીધું..,અને કામે લાગી ગયા..

સમય ધીરે ધીરે આગળ વધતો ગયો એમ મોંઘવારી એ પણ માજા એવી મૂકી જેથી ઘરના દરેક સભ્ય ખેતી સાથે કામ પણ કરતા. રેખાબેન ગામના જ ગૃહ ઉદ્યોગમાં ફરસાણ, અથાણા બનાવતા એથી બહુ નહિ પણ થોડી મદદ મળી રહે..
હીરાપુરમાં દરેક ધર્મના લોકો રહે એથી દરેક તહેવાર ધામ ધૂમથી એક સાથે મળી ને ઉજવણી કરે.. જોત જોતમાં સમય વહેતો ગયો મનહરભાઈ ના બે દીકરાઓ સગપણ લાયક થઈ ગયા..મધ્યમ વર્ગ હોવાથી જલદી કોઈ દીકરી આપે નહીં.. બહુ સાગા વહાલાને ભલામણ કરી ને થાક્યાં, ત્યાં મોટા દીકરા માટે એક ગરીબ દિકરીનું માંગુ આવ્યું અને રાજી ખુશીથી બંનેના સાદગી પૂર્વક સગપણ નક્કી કરવામાં આવ્યા.

મનોજના સગપણ પછી હવે વારો હતો જયેશ નો જે સ્વભાવે એકદમ હસમુખ...ગામ ના દરેક લોકો એ બાળક હોય, યુવાન, કે વૃદ્ધ દરેક સાથે હળી મળી જાય. જોત જોતામાં જયેશનું સગપણ પણ નક્કી કર્યું.
નવું નવું સગપણ હોય એટલે સ્વાભાવિક છે કે ઘરમાં પણ ખુશી હોય..

ગામમાં નવરાત્રીનો તહેવાર આવ્યો એટલે ગામના યુવાનોએ પહેલાથી નાટકની તૈયારી કરી રાખેલી.. ૯ થી ૧૧ રાસ ગરબા ચાલે એ પછી નાટક માટે બધા ભેગા થાય. અને પછી નાટક રજૂ કરે.. એમાં જયેશ એ સ્ત્રીનું પાત્ર ભજવ્યું હતું..તેમાં એને સારી એવી પ્રશંસા મળી.. જાણે એક સ્ત્રી જ જોઈ લો. એવો જ લાગે.નવરાત્રી બસ આવી રીતે પુરી થઈ.
ત્યાંજ જયેશ અને મનોજના લગ્ન નક્કી કરવામાં આવ્યા બસ 2 મહિના પછીનું લગ્ન મુર્હત નક્કી કરવામાં આવ્યું... ત્યાં જ એકા એક જયેશ લગ્ન માટે ના પાડી દીધી અને ઘર છોડી ને જતો રહયો.. ગામજનો અને સાગા સબંધી ની મદદથી ચાર દિવસમાં જયેશ ને શોધ્યો., એટલે ગામમાં બધા વાતો કરવા લાગ્યા કે નક્કી જયેશનું બીજી જગ્યા એ લફરું હશે એટલે જ લગ્નની ના પાડે છે., તો કોઇક કહે કે લગ્ન જ કરવા ન હતા તો આટલા સમય સુધી શુ લેવા સગપણ રાખ્યું.., કોઈક ની દીકરી સાથે આવું કરાય., લોકો અલગ અલગની વાતો કરે , દુનિયાના મોઢે ઘરણાં થોડી બંધાય. જેટલા મોઢા તેટલી વાતો..
એક દિવસ રેખાબહેન જયેશ ને સમજાવે છે કે તું લગ્ન કરી લે અમારી ઈજ્જતનો સવાલ છે, અમે આ સમાજ માં શુ મોઢું બતાવશું, પણ જયેશ કોઈનું માનતો નથી એ પોતાના નિર્ણય પર અડગ જ હતો. બસ લગ્ન નથી કરવા તો નથી જ કરવા,,...
શુ કારણ હશે એ આગળના પ્રકરણમાં......
( ક્રમશ......)