THE MAGIC'S WAY (જાદુઈ રસ્તો) - 2 Vivek Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • દીકરો

    જૂનું લાકડાની પીઢોવાળું લાંબુ ત્રણ ઓરડાવાળું મકાન છે. મકાનમા...

  • ભીતરમન - 38

    એ લોકો ફાયરિંગમાં સહેજ નિશાન ચુકી જતાં ગોળી મને હૃદયમાં લાગવ...

  • ખજાનો - 37

    ( આપણે પાછળના ભાગમાં જોયું કે સાપોની કોટડીમાં ઝહેરીલા સાપ હો...

  • ફરે તે ફરફરે - 20

    ફરે તે ફરફરે - ૨૦   આજે અમેરિકાના ઘરોની વાત માંડવી છે.....

  • નાયિકાદેવી - ભાગ 27

    ૨૭ ગંગ ડાભી ને વિદ્યાધર ગંગ ડાભીને આંખે જોયેલી માહિતી આ માણસ...

શ્રેણી
શેયર કરો

THE MAGIC'S WAY (જાદુઈ રસ્તો) - 2

(વધું સરળતા માટે આગળ નો ભાગ વાંચવો)
પાત્રો:
1) alexander(મુખ્ય પાત્ર)
2)michal(alexander નો મિત્ર)
3)adam(alexander નો મિત્ર)
4)jacob(alexander નો મિત્ર)
5)stefan(alexander નો મિત્ર)

(હાથી ના દાંત બતાવાના જુદા , અને ચાવવાના જુદા.....)



ફરીથી અપહરણ શરૂ થઈ ગયા અને તે પણ પહેલાની રીતે જ શરૂ થઈ ગયું અને એમાં એક કિસ્સો ઘણો જબરજસ્ત હતો. એક શોપિંગ મોલ માં એક છોકરી તેની મિત્ર સાથે ખરીદી કરવા ગઇ હતી. રોજ બરોજ ની જેમ મોલ માં ઘણી ભીડ હતી અને મોલ માં ઘણા કેમેરા પણ હતા અને આ કેમેરા ની વચ્ચે એક વ્યક્તિ આવે છે છોકરીને હથેળી , ખભે અને માથે તેના હાથ વડે સ્પર્શ કરી બધાંની સામેથી અદ્રશ્ય કરી નાખી પછી એની મિત્ર દ્વારા એને પાછી લાવવા કહ્યું અને એણે જોરથી કહ્યું,"it's magic's way~આ જાદુ નો રસ્તો છે" અને શોપિંગ મોલ ના ચોથા માળે થી નીચે કુદી પડ્યો. પણ તે નીચે પેહલા માળે પોહચે એ પહેલાં ગાયબ થઈ ગયો, આ સમગ્ર ઘટના કેમેરા માં કેદ થઈ હતી. આ વીડિયો બધે ફેલાય ગયો અને ત્યાં ની પોલીસ ની આખો ખુલી ની ખુલી રહી ગઈ. હવે અનોખો સવાલ એ હતો કે alexander અને એના બધા સાથીઓ તો જેલ માં હતા તો આ અપહરણ કોણ કરતું હશે? અને અપહરણ થયેલા એક પણ વ્યક્તિ જીવિત છે કે નહીં તે પણ કોઈને ખબર ના હતી. મહિના ની અંદર ઓછા માં ઓછા 11 લોકો ના અપહરણ થઈ ગયા અને સાથે સાથે પોલિસ પણ દબાણ વધવા લાગ્યું. આ વધતા જતા દબાણ અને પરિસ્થિતિ કાબુ ની બહાર જતા મીડિયા ની સમક્ષ આવીને પોલિસ એ શાંતિ જાણવવા કહ્યું અને એ વાતની અનુભૂતિ કરાવી કે બધું એમના કંટ્રોલ માં છે અને તેઓ ની પાછળ અમુક લોકો નો સાથ છે અને અમને શંકા છે કે આ પાછળ ઘણા લોકો જોડાયેલા છે જેમકે માફિયા અને બીજા અન્ય સંઘથન. એટલે હમણાં કોઈ પણ પ્રકાર ની જાણકારી આપી શકાય એમ નથી. પણ તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી.

11 લોકો ના અપહરણ એજ રીતે થયા જે રીતે alexander અને એના સાથીઓ એ કર્યા હતા. મીડિયા સવાલ ઉઠાવતી હતી કે જો એ લોકો જેલ માં હોય તો આવું કોણ કરતું હશે? કે પછી એવું નથી કે એમના ડર ની આડ માં અન્ય કોઈ નવું ગ્રુપ સક્રિય થયુ હશે અને એ અપહરણ કરીને બધો દોષ alexander પર મૂકી દેવાની કોશિશ કરતા હશે.

આ ઘટના ના થોડા જ દિવસો પછી chita સિટી ની ન્યૂઝ ચેનલ હેક થઈ ગઈ અને એના પર 15 સેકન્ડ નો વિડિઓ 30 મિનિટ સુધી વારંવાર ચાલુ રહ્યો એમ લખાય આવતું હતું,"THE MAGIC'S WAY WILL REPORT THEIR SHOW AT CHITA FOOTBALL SATDIUM AT 12PM~ જાદુઇ રસ્તો એમનો અહેવાલ chita સીટી ના સ્ટેડિયમ માં 12 વાગ્યે રજુ કરશે." આ વિડિઓ થી એ જાણવા મળ્યું કે અપહરણકર્તા chita શહેર ના સ્ટેડિયમ માં શૉ કરવાના છે પણ શું કરવાના છે અને ક્યાં દિવસે કારવાના છે એની જાણકારી ન હતી. એ વાત બધા જાણતા હતા કે કોઈ પણ ત્યાં જવાનું નથી પણ બધા આતુર હતા કે ત્યાં શું થશે?? આ વિડિઓ પ્રસાર થતા જ સિટી માં સૈનિકો નો બંદોબસ્ત કરાવી દેવા માં આવ્યો. સિટી ની high એલર્ટ માં રાખવામાં આવી . આ વીડિયો પ્રસારિત થયા ના થોડા દિવસો બાદ સિટી માં પોસ્ટરો લગાડવામાં આવ્યા , બધી સરકારી ઇમારતો પર પણ પોસ્ટરો લગાડવામાં આવ્યા હતા. તેમાં "?" સાથે લખ્યું હતું "Expose~ઉઘાડું પાડવું".

આવા મેસેજ એ સરકાર ને હચમચાવી દીધી, કોઈને કાંઈ સમજ માં ન આવતું હતું કે આ બધું કરીને શુ કરવા માંગે છે ? અને alexander અને એના સાથીઓ તો જેલ માં બંધ છે તો આવું કરતું કોણ હશે? અને એના બીજા જ દિવસે સોશ્યિલ મીડિયા માં એક વિડિઓ ફેલાયો એમાં શરૂવાત માં લખાયું હતું," જો તમેં પોલીસ અને સિટી ના લોકોના ભરોસે જો પોતાના પરિવાર ને સુરક્ષિત માનતા હોવ તો વાત ખોટી છે, સિટી ના લોકો ની વાત છોડો તમે માત્ર પોલીસ કર્મીઓ ને પૂછો કે છેલ્લા કેટલાય મહિના થી alexander અને એના સાથીઓ એમના કબ્જે છે શું એક પણ માહિતી એમની પાસેથી પ્રાપ્ત કરી? અપહરણ થયેલા એક પણ લોકોની માહિતી તેઓ એકત્ર કરી શક્યા? Alexander લોકો એ આપેલા એક પણ સ્ટૅમેન્ટ તેઓએ કોર્ટ માં હઝાર કર્યા? નહીં!! શા માટે? " આટલું વીડિયોમાં આવ્યું અને 5 સેકન્ડ માટે વિડિઓ Blank(કોરું) થયો અને પછીના દ્રશ્ય એ તો લોકો ને હચમચાવી દીધા. પછી વિડિઓ માં alexander આવ્યો અને બોલ્યો," આદત છે , આપણી આદત છે કે આપણને જે કહેવામાં આવે તે તરત માની લેવાની, હવે આ વાત માનવી થોડી કઠણ લાગશે પણ આ વાત ગળે ઉગાડવી પડશે કે ચાલતું હતું તે આજ સુધી ચલાવી લીધું પણ હવે જે થશે તે ભલે તમને મંજુર હોય માં હોય પણ તમારે માનવું પડશે કારણકે This is my magic's way~આ મારો જાદુઈ રસ્તો છે".

------------// મહિના પહેલા//-

(જ્યારે પોલીસે અધિકારીઓ તેના cell પાસે પોહચ્યા હતા ત્યારે)

Alexander પોલીસકર્મીઓ સામે જોઇને હસ્યો અને બોલી ઉઠ્યો કે હાથી ના દાંત બતાવાના જુદા અને ચાવવાના જુદા, ક્યારેક ક્યારેક એક જોરદાર પ્રહાર કરવા માટે પેહલા 2-3 પ્રહાર ખાવા પણ પડે છે તમે અમને પકડવા પાછળ લાગ્યા હતા અને અમે તમને અમારી પાછળ લગાડવામાં માં લાગ્યા હતા અને આ બધા માં અમે તમારી આગળ રહ્યા તમને શુ લાગે છે બધું અહીંયા જ પતી જશે? અમે ક્યારેય 5 લોકો ભેગા મળીને આટલુ મોટુ કામ ન કરી શકિએ, તો આખરે એટલું કહીશ કે ક્યારેક ક્યારેક જે દેખાતું હોય તે જરૂરી નથી હોતું કે એજ હકીકત હોય, તમને લાગતું હશે હું હમણાં જેલ માં છું પણ મને નથી લાગતું. આટલું કહી એ પાછો એમની આખો સામે થી ગાયબ થઈ ગયા.


---------------// હમણાં નો સમય//-

વિડિઓ દ્વારા ફેલાયેલ ડર ના કારણે ઘણા લોકો સિટી છોડી ને ચાલ્યા ગયા. પોલીસ કર્મીઓ ઉપર અનેક સવાલો ઉઠ્યા, અનેક આરોપો લાગ્યા, ઘણા ને પોતાના પદ માંથી કાઢી નાખવામાં આવ્યા. પછી એક દિવસ માં સરકાર દ્વારા પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવી જેમાં ખુલાસો કરવામાં આવ્યો કે કઈ રીતે જેલ માં ગયા ના થોડા જ દિવસો માં alexamnder અને એના સાથીઓ જાદુ વડે જેલ માંથી ભાગી ગયા હતા અને એ વિડિઓ પણ મીડિયા સામે બતાવામાં આવ્યા અમે એમના બધાના સ્ટૅટમેન્ટ ને ચેક કરતા બધું ખોટું છે એ જાણવા મળ્યું એટલે એને ક્યાંય પણ રજુ કરવામાં ન આવ્યા. અમારા આ મોટી બેદરકારી ના લીધે લોકો ભય ના અનુભવે એટલે તેને લોકોને જાણવામાં ન આવ્યું હતું.

પોલીસ પર હદ થી વધારે દબાણ હતું અને આનો ફાયદો ઉઠાવતા પોલીસ સ્ટેશન માંથી એક સિનિયર પોલીસ ને ઉઠાવી લેવામાં આવ્યા. કેમેરા માં જોતા માલુમ પડ્યું કે એક માણસ તેની કેબીન માં દાખલ થાય છે અને એના ટેબલ પાસે આવીને ગાયબ કરી દે છે .અને એ વ્યક્તિ કેમેરા બાજુ જોઈ હસીને ગાયબ થવા લાગે છે . પોલીસ પેહલા જ ઘણી પરેશાની માં હતી અને આ તેમના માટે એક નવી પરિસ્થિતિ ઉભી થઇ. આટલું પત્યું નહીં ત્યાં chita સિટી ની બાજુ માં આવેલ જિલ્લા Baikal માં રહેતા એક અન્ય પોલીસકર્મી નું અપહરણ થઈ ગયું. એ પોલીસ ઓફિસર ના ઘર માં થી તેઓ અપહરણ પામ્યા હતા. એમના ઘર ની દીવાલ ઉપર લખાયેલું હતું કે ," જ્યાં સુધી મુખ્ય વસ્તુ બંધ ના કરીશું ત્યાં સુધી અમારું કાર્ય ચાલુ રહેશે અને અમે ખાતરી આપ્યે છીએ કે બધાને ન્યાય મળશે.

પોલીસ એ ફરી વાર શોધખોળ શરૂ કરી તો તેમની સામે આવ્યું, કે alexander, adam, jacob, stefan, michal, અને એના 9 જેટલા સાથીઓ ફેક્ટરી માં કામ કરતા હતા. મતલબ પેહલા એ લોકો 5 જેલ ગયા જેના કારણે બીજા 9 સાથીદારો એ બહાર રહીને આગળ ના અપહરણ કર્યા હશે એવું પોલીસે એ વિચાર્યું. બધા ના પરિવાર હતા પણ એક પણ નું પરિવાર આ સિટી માં ન રહેતા હતા. તે બધા જુદા જુદા દૂર ના ગામો માંથી અહીં સિટી માં કામ કરવા માટે આવ્યા હતાં. આ 14 સાથીઓ ભાડા ના ઘર માં રહેતા અને એની આજુ બાજુ તપાસ કરતા જાણ થઈ કે એ 14 સાથે અન્ય કોઈ અહીંયા આવતું દેખાયું જ નથી.

પોલીસ ને આપેલા સ્ટેટમેન્ટ માં adam એ કહ્યું હતું કે એની બહેન નો બળાત્કાર થયો હતો પણ એ વાત પણ ખોટી પડી, કારણકે આ સિટી માં એમના પરિવાર નો એક પણ સદસ્ય રહેતો ના હતો. આવી બધી શોધખોળ ચાલતી જ હતી એમાં એક દિવસ સિટી માંથી 8 છોકરા ની લાશ મળી આવી. આ દરેક છોકરાઓ હત્યા કેસ કે બળાત્કાર ના કેસ માં ભાગેલા આરોપી હતા જેને પોલીસ અધિકારીઓ પકડી ના શક્યા હતા.પોલીસ ને થયું કે નક્કી આ કામ alexander અને તેના સાથીઓ નું હશે. તેઓ આગળ ને આગળ તાપસ કરતા ગયા તેમને એ વાત ની શંકા ગઈ કે એ લોકો કઈ ન્યાય ની વાતો કરતા હતા મતલબ એ લોકો બળાત્કાર ના બધા આરોપીઓને મારી નાખશે એ આરોપીઓ ને પણ, જે જેલ માં છે પણ એમનો કેસ નો હજુ કોઈ ચુકાદો આવ્યો નથી. આવી શંકા થતા જ પોલીસે અધિકારીઓ એ વિચાર્યું કે એવા લોકો ને વધારે સલામતી આપવી પડશે અને આખરે એ નિર્ણય લીધો કે એ બધાને અન્ય જગ્યા એ મોકલી દઈએ જ્યાં કોઈ ન આવી શકે. બધા બળાત્કારીઓ ને અન્ય સ્થળ એ મોકલી દેવા માં આવ્યા. ત્યાં બળાત્કારીઓ ને 24 કલાક સલામતી માં રાખવામાં આવ્યા. આવી સલામતી માં એમને કોઈ સ્પર્શ પણ ના કરી શકે તેમ હતું. એક દિવસ ત્યાં મચ્છરો ને મારવા માટે ધુમાડા કરવામાં આવ્યા. થોડી વાર થઈ અને બધા બેહોશ થવા લાગ્યા. થોડીક જ મિનિટો માં તો બધા બેહોશ થઈ ગયા. અમુક કલાકો બાદ જ્યારે પોલીસ કર્મીઓ ને હોશ આવ્યો ત્યાં તો બધા બળાત્કારીઓ ને મારી નાખવામાં આવ્યા હતા. અને એની સાથે પોલીસ કર્મીઓ ની એક વધુ નિષફળતા જોડાઈ ગઈ.

આવી અનેક ઘટના ના કારણે સિટી વાસીઓ નો પોલીસ અને સરકાર પરથી ભરોસો ઉઠવા લાગ્યો હતો અને એમણે વિચાર્યું કે આ સિટી છોડી ચાલ્યા જઈએ. સમય રહેતા આવા બીજા 9 પોલીસ નું અપહરણ થયું અને પોલીસ ની મુશ્કેલીઓ વધતી ગઈ.

થોડાક દીવસો બાદ આ કેસમાં કામ કરી રહેલા પોલીસ કર્મચારી પાસે એક ચિઠ્ઠી આવી તે alexander એ મોકલી હતી જેમાં લખ્યું હતું કે," જો યુદ્ધ ભૂમિમાં યુદ્ધ જીતવું હોય તો દુશ્મન કોણ છે અને કેટલી સંખ્યામાં છે એની માહિતી હોવી જરૂરી હોય છે, એજ પ્રમાણે દુશ્મન આગળ નો કયો પાસો ચલાવશે એ પણ આપણને માહિતી હોવી જોઈએ...બાકી તો સમજદાર છો ,હું જ્યાં થી શરૂવાત કરું છું ત્યાં થી વાતો ખતમ કરું છું." આ ચિઠ્ઠી વડે alexander પોલીસ ને ઉલજવા માંગતો હતો કે એના આગળ ના અપહરણ ની માહિતી આપતો હતો એ કાઈ ખબર પડતી ના હતી. પણ પોલીસ પાસે હોવી કોઈ માહિતી આ કેસ ને લાગતી હતી નહીં. આખરે આ કેસ crime branch~(ગુનાહ વિભાગ) ને સોંપી દેવામાં આવ્યો. એ માટે અલગ ટીમ ની જોગવાઈ પણ કરી આપવામાં આવી. ત્યારે crime branch ના ઓફિસર ને એ ચિઠ્ઠી ની જાણકારી થતા એ સમજી ગયો કે alexander એ ઘ્વારા એ ક્યાં છે એની જાણકારી આપવા માંગતો હશે, અને એના છેલ્લા વાક્ય મુજબ કે હું જ્યાં થી શરૂવાત કરું ત્યાં જ ખતમ કરું એ મુજબ એ એની ફેક્ટરી માં હશે. આવું તેમને સમજતા તે તરત જ એ ટીમ સાથે ફેક્ટરી જવા નીકળી ગયા. એ ઓફિસર ટીમ સાથે ત્યાં પોહચ્યા અને ત્યાં શોધખોળ શરૂ કરી . તેઓ ધીમે ધીમે ગોડાઉન તરફ પોહચ્યા. ત્યાં ગોડાઉન વચ્ચે એક ટેબલ પર વ્યક્તિ બેઠેલો દેખાઈ આવ્યો. એટલે તરત જ બધા સજાગ થઈ ગયા અને એની બાજુ પોતાની બંદૂક નો નિશાનો રાખી આગળ તરફ વધવા લાગ્યા. નજીક પોહચતા એનો ચહેરો દેખાયો અને એ alexander નીકળ્યો. ઓફિસર એ તેને પોતાની જાતને ખુદ ને સોંપી દેવા કહ્યું અને આ સાંભળતા જ એ હસવા લાગ્યો અને બોલી ઉઠ્યો,જે દેખાઈ છે એ હોવું જરૂરી નથી અને આ સાંભળતા જ ઓફિસર બેહોશ થઈ ગયો અને પડી ગયો.

થોડીવાર માં ઑફિસર ની આંખ ખુલી અને એ આશ્ચર્યા માં પડી ગયો એને એક ખુરશી સાથે બાંધી દેવાયો હતો. ત્યાં થોડી વાર પછી alexander આવ્યો અને કહ્યું,
" તને ખબર છે મુખ્ય વાત બંધ કરવું એટલે શું, જેમ ઘરની એક મુખ્ય લાઈટ બંધ કરવાથી બધી લાઈટ સાથે નો સંપર્ક તૂટી જાય એમજ મુખ્ય વાત બંધ કરવાથી બધું જ બંધ થઈ જાય, તને ના સમજાશે , ચાલ તને એક વાર્તા કહું તું મને કહેજે કે આ વાર્તા તારા જીવનમાં ક્યારેય સાંભળી છે કે, એક ગરીબ મજૂર હતો, તે એના ગામમાં નાના મોટા કામ કરીને ગુજરાન કરતો હતો. એની પત્ની અને 2 વર્ષ ની બાળકી સાથે ગરીબી માં પણ સુખેથી જીવતો હતો. એના પણ સપના હતા એણે વિચાર્યું કે મારી ગરીબી ના કારણે ક્યારેય એની બાળકી ના સપના એ તૂટવા ના દે... તેથી ગામ થી દુર એક સિટી માં ફેક્ટરી માં કામ કરવા ચાલ્યો જાય છે. 2 વર્ષ ની પુત્રી ને પત્ની સાથે મૂકી એ ફેકટરી માં કામ કરવા લાગ્યો. મોબાઈલ પર પત્ની સાથે વાતો કરીને પુત્રીની હાલચાલ પૂછી લેતો. પછી પુત્રી બોલતી થઈ તો પાપા સાથે મોબાઈલ પર વાતો કરતી થઈ. પાપા નો ચહેરો તો યાદ ન હતો પણ અહીંયા બેઠા છે એમ સમજી વાતો કરી લેતી. છોકરી મોટી થવા લાગી તો પાપા ને પોતાના સપના કેહવા લાગી. પપ્પા ને કેહવા લાગી કે હું તમારી સિટી માં જ કામ કરીશ અને એક દિવસ ત્યાં જ આપણે ત્યાં આપરું ઘર લેશું અને ત્યાં જ સાથે રહીશું.છોકરી મોટી થઈને નોકરી કરવા તૈયાર થઈ અને પપ્પા ને કહ્યું કે હું તમારી સિટી માં આવી રહી છું. પપ્પા ખુશ હતા કે વર્ષો બાદ પુત્રી ને મળી શકશે. છોકરી સિટી માં જવા માટે બસમાં બેઠી, મોડી રાત્રે તે chita સિટી ના કિનારે ઉતરી. ત્યાં થી પપ્પા ફેક્ટરી સુધી જવા માટે તે ચાલતી નીકળી પડી. ત્યાં અચાનક એક ગાડી માં ચાર યુવાનો આવ્યા અને તેને ઉચકી ને લઇ ગયા અને તેનો બળાત્કાર કર્યો અને એને જીવતી સળગાવી દીધી. આ વાત ની જાણ એના પપ્પા અને માતા ને થઈ માતા એ વાત સહન ન કરી શકી અને એ પણ આઘાત લાગતા મૃત્યુ પામી. આ કેસ ઓફિસર ને સોપાયો તે બળાત્કારીઓ ને શોધી ના શક્યો. કે પછી એમ કહી શકાય કે એ શોધી શક્યો હતો પણ સજા ના આપી શક્યો. કારણકે એ એની ફરજ બજાવતા બજાવતા એ વેચાય ગયો. કઈક યાદ આવે છે, પ્રયત્ન કર શુ લાગે તને, આ મજૂર કોણ હશે? હું?(alexander), એ ઓફિસર કોણ હશે?( એની બાજુ આંગળી ચિઢતા) તું?
તને ખબર ના હશે તારા આ પૈસા કમાવાની લાલચ એ મારી આખી ઝીંદગી છીનવી લીધી. એક આશા એ જીવતો હતો કે મારી છોકરી મેં ન્યાય મળશે પણ એ પણ તારા કારણે ના થયું. ખુશ હતો કે વર્ષો બાદ છોકરી નો ચેહરો જોઇશ પણ આંખ સામે માત્ર એની રાખ જ આવી. સપના પુરા કરવા આ સિટી માં આવી હતી પણ એને શુ ખબર હતી કે આ સિટી માં પગ મુક્તા જ આ સિટી એની ઝીંદગી લઈ લેશે. એટલું નહીં એને જોવા વાળા ઘણા લોકો હતા પણ કોઈ મદદે આવ્યું નહીં. "

આગળ બોલ્યો,
"ત્યારે મૈં મનમાં વિચારી લીધું હતું કે એના બધા ગુનેગારો ને સજા આપીશ, તને વિચાર આવતો હશે કે એક બળાત્કાર માટે આટલા બધા અપહરણ કેમ? આ તો મારી સાથે થયું આવા તો સિટી માં રોજ કેટલા સાથે થતું હશે અને કેટલાય લોકો સામે થયું હશે પણ કોઈ મદદ કરવા રાજી ના હોય. કારણકે જાતના પર વીત્યું ના હતું ને.અમુક ઈજ્જત ના ડરે કેસ ના કરે, ગવાહી ના આપે, મદદે ના આવે કારણકે લોકો એજ વસ્તુ કરે જે બીજાના નઝર માં આવે આ બધી બાબતો માં કાઈ કરતા જ નથી. મારા માટે આ બધા ગુનેગાર જ હતા. ગુનેગાર કરતા એ ગુનો સહન કરી ને બેસી રહેવું એ સૌથી મોટો ગુનો કહેવાય. આ વાત મારા સાથીદારો ને કહી અને એ લોકો મારી સાથે સહેમત થયાં. તેઓએ માહિતી મેળવવા ની શરૂ કરી. એ બધા કેસો ને ફાઇલ શોધી, તેમના સાક્ષી, બળાત્કારી , ની એક યાદી બનાવી. પણ અમે વધારે માહિતી એકઠી કરી ન શક્યા એટલે વિચાર્યું કે એ માહિતી લેવા માટે પોલીસ સ્ટેશન માં જવું પડશે એટલે અમે 5 એ પોતાની જાત ને પોલીસ ને સોંપી દીધી. પછી ત્યાં થી બધી માહિતી મેળવી. યાદી તૈયાર થઈ અને એમને અપહરણ કારવાનું શરૂ કર્યું. આ બધી વખતે અમને લાગતું હતું કે અમે પકડાઈ જઈશું એટલે સમયાંતરે અમે પોલીસ ને ઉલજાવી રાખ્યા.ધીમે ધીમે બધાના અપહરણ કર્યાં. પોલીસ ને ઉલજાવવા માટે ક્યારેક પોસ્ટરો તો ક્યારેક ચીઠ્ઠી રાખી, એ ડર માં પોલીસકર્મીઓ એ બધા બળાત્કારીઓ ને બીજી જગ્યા એ લઈ ગયા અને અમારા માટે એ સરળ થઈ ગયું. આ ઉપરાંત એ પણ બધા પોલીસ ને પણ અપહરણ કર્યા જે એમનું કામ કરવા ને બદલે એમનો સાથ આપે."

આગળ વધતા બોલ્યો," એ વાત તો છોડી દે મારી ચિઠ્ઠી મળતા તે જરાયે એવું ના વિચાર્યું કે મને ઉલજવાની કોઈ યુક્તિ હશે? વિચાર્યું હશે ને?છતાં અહીંયા આવી ગયો? આવી ગયો કે લેવાઈ આવ્યો?(ગુસસમાં), તું આવ્યો નથી હું તને લઈને આવ્યો છું.ચીઠ્ઠી માં ઊંઘ ની દવા છાતી હતી. તને ઊંઘ આવશે અને તું ઘર જાવા માટે ગાડી લઈને નિકળશે એ વાત ની મને ખબર હતી. અને આવી ઘેરી ઊંઘ માં તું ક્યારેય જોશે નહીં કે તારો ડ્રાઇવર કોઈ બીજો છે એ પણ હું જાણતો હતો . તને ખબર છે કે જાદુગર ની ખાસિયત શુ હોય છે? તે સામે ના વ્યક્તિ ને તરત જ પોતાની કાબુ માં લઇ લે છે . એ જ રીતે તું ઊંઘ માંથી અમેં તારા મગજ માં મૂકી દીધું કે તું પોતાની ટીમ સાથે મને પકડવા ફેકટરી જઈ રહ્યો છે પણ, તું અમારા વ્યક્તિ સાથે આમારી જ પાસે આવ્યો હતો, આ બધા માં મુખ્ય વાત શુ હતી? તું જાતે. તું બંધ થશે તો તારા જેવા એનેક બંધ થશે. અને આ વાત બધા લોકો સુધી પોહચશે. ખબર કઈ રીતે? અહીં સુધી ની બધી વાતો હું લોકો ને કહીશ તે પણ એક સાથે આખી સિટી ની વચ્ચે પોલીસ ની હાજરી માં આખી ઘટના કહીશ...ના ના તું એ નહીં વિચારતો કે અમે પકડાય નઈ જઈએ?જે દેખાઈ છે તે હોતું નથી અને શું બતાવું છે એ મને ખબર છે....
હમણાં તો તું જીવિત રહીશ કે નહીં એની ચિંતા કરે રહી વાત અમારા પકડવાની તો.......

"It's my magic's way~આ મારો જાદુઈ રસ્તો છે"


To be continue...

For contact:
vivupatel3155@gmail.com