મર્ડર અને કિડનેપિંગ. - 13 Shanti Khant દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મર્ડર અને કિડનેપિંગ. - 13

પ્લીઝ સર વિવેક ને બચાવી લો હું તમારી માફી માગું છું મને ખબર નહોતી કે પૈસા લઈને આ લોકો વિવેકને નહીં છોડે..
ઓકે મિસ્ટર ગુપ્તાજી સૌ પ્રથમ તો તમે ઓફિશ્યલી કેસ ફાઇલ કરી દો એટલે અમે ફટાફટ કામગીરી કરી શકીએ..
ઓકે તમે જાઓ ઘરે અમે બધું સંભાળી લઈશું..

સોરભ શું કહેવું છે તારું આમ તો ગાડી નો નંબર આપણે નોટ કરી લીધો છે, પણ મને ડાઉટ છે કે આ કિડનેપર આપની પર વોચ રાખી રહ્યા હશે એવું મને લાગે છે... તું એક કામ કર મિ. ગુપ્તાજી તેમના ઘરેથી નીકળીને ચાર રસ્તા સુધી ગયા હતા ત્યાં સુધીના બધા જ સીસીટીવી કેમેરા કલેક્ટ કરો અને કિડનેપર આજુ બાજુ જ્યાં પણ હશે તો ક્યાંક દેખાશે ...મને લાગે છે ત્યાં સુધી આ kidnapper રોએ ગુપ્તાજી નો પીછો કર્યો હોવો જોઈએ..
સોરભ : ઓકે સર હું સી .સી. ટી.વી કેમેરા મંગાવી લઉં છું..
સી .સી ટી.વી કેમેરાના ફૂટેજ ચાલુ કરી દીધા છે.. જોઈ લો સર ..
આમા તો એક લેડી ગાડીમાંથી ઉતરી રહી છે અને બેગ લઈને ફ્લેટમાં જઇ રહી છે... ફરી વળતી વખત એ જ બેગ લઈને ફરી ગાડીમાં જતા પહેલા આ ગુપ્તા જી જોડે વાત કરે છે.
ઇસ્પેક્ટર પ્રમોદ :ગુપ્તાજી ને કોલ કરી ને બોલાવો જાણવુ પડશે આ કોણ છે ?
સોરભ: હા સર કોલ કરીને બોલાવી લઉં છું..

ગુપ્તાજી : હલો સર તમે મને અહીં બોલાવ્યો આ સીસીટીવી કેમેરામાં જે લેડીસ છે તે કોણ છે?
તે જાણવું હતું?
ગુપ્તાજી: હા સર આ તો અનિતા છે.. તેને જ વિવેકને ફ્લેટ અપાવ્યો હતો ..તેને જ બધી વ્યવસ્થા અહીં કરી આપી હતી તે આ ફલેટની ઓનર છે અને તેની બાજુમાં આવેલા ફ્લેટની પણ તે ઓનર છે.

ઇસ્પેક્ટર : ઓકે તો તેની વિશે બીજું શું જાણો છો?

ગુપ્તાજી : તે દિલ્હીમાં રહે છે અને મને સારી રીતે ઓળખે છે ,તેથી જ તેને વિવેક ની મદદ કરી હતી .
તેના હસબન્ડ જોડે અન બનાવ થતા તેને ડિવૉર્સ લીધા છે.
બાળકોમાં કોઈ છે નહીં ,તે એકલી જ રહે છે.
ઇસ્પેક્ટર પ્રમોદ :તમારી જોડે એ વાત કરી રહી હતી તેને તમારી જોડે શું વાત કરી ?

સોરભ : તમે જ્યારે પૈસા આપીને આવ્યા ત્યાર પછી તે તમારી જોડે સીસીટીવી કેમેરામાં દેખાઈ રહી છે..

ગુપ્તાજી: હા સર તેને મને પૂછ્યું હતું કે તમે ક્યાંથી આવી રહ્યા છો?
તો મેં કહ્યું હતું બસ મીટીંગ પૂરી કરીનેઆવી રહ્યો છું.

તેને મારા ખબર અંતર પૂછ્યા હતા અને કેમ છો? કેવી તબિયત છે ?ક્યાંથી આવી રહ્યા છો? એવી નોર્મલ વાત જ કરી હતી.
તે મને કહી રહી હતી કે હવે તે દિલ્હી જવા નીકળવાની છે ..બસ હું બાય કહીને મારા ઘરે જતો રહ્યો હતો.
ઇસ્પેક્ટર પ્રમોદ: ઓકે સારું તમે જઈ શકો છો.
જરૂર પડશે તો તમને કોલ કરીશું.

ઓકે સર.

સૌરભ: સર વિવેકના ઘરે કામ કરતી બાય પણ પૂછતાછમાં એવું કહ્યું હતું કે અનિતા બે દિવસ પહેલાં જ દિલ્હીથી અમદાવાદ આવી છે... અને વિવેક પણ બે દિવસ પહેલાં જ ગૂમ થયો હતો. મને તો લાગે છે 100% આ અનિતા નું કનેક્શન હોવું જોઈએ..

ઇસ્પેક્ટર પ્રમોદ : હા મને પણ એવું લાગે છે ..એક કામ કરો આ અનિતાને વિશે દિલ્હી પોલીસ જોડે વાત કર્યા પછી તેમની પરમિશન લઈ લો અને અનિતા ને અહી બોલાવી લો તેની પૂછપરછ તો કરવી જ પડશે... અને તેના નંબર પરથી તેણે કોની કોની જોડે વાત કરી છે...તેણી ડીટેલ નીકાળી લો.

સોરભ: હા સર અને એક ગાડીના નંબર ની ડીટેલ આવી ગઈ છે ..આપણે જે ગાડીનો નંબર નોટ કર્યો હતો તે નંબર ફેક છે ....ખોટી નંબર પ્લેટ લગાવેલી હતી... પૈસાની લેવડદેવડ પૂરતો જ આ નંબર નો ઉપયોગ કરવામાં આવ્યો છે..
હા કોઈપણ ગુનેગાર હોય કે ખોટી નંબર પ્લેટ જ વાપરતા હોય છે.
કઈ નહીં અનિતાને ઉઠાવો દિલ્હી પોલીસને પરમિશન મેળવીલો અને નેહા વિશે કોઇ જાણકારી મળી??

સોરભ: જાણકારી લીધી હતી પણ તેમનો કોઈ કનેક્શન નેહા જોડે મળતા નથી અને અમુક લોકો ક્યાં જઈને રહે છે તે પણ પૂરી જાણકારી મળી નથી..

બજાર જે ફોન એક્ટિવ હતા એ લીસ્ટ ઘણું જ મોટું છે એટલે થોડો ટાઈમ જશે.

ok જલ્દી કરો જેમ બને એમ.

આગળનો ભાગ આવતા અંકે..