ભારત નો ડંકો આજે વિશ્વ માં વાગી રહ્યો છે અને બધા જ ક્ષેત્રો માં ભારતવર્ષ હરણફાળ ભરી રહ્યું છે એ પછી ચંદ્રયાન ની વાત હોય કે શૈન્યશક્તિ કે પછી બ્રિટેન તથા ફ્રાન્સ જેવી મહાસત્તાઓ ને પછાડી ને વિશ્વ ની પાંચમી સૌથી મોટી અર્થ વ્યવસ્થા બનવાની છેલ્લા કેટલાક વર્ષ દરમિયાન દેશ એ અદ્વિતીય કામિયાબી હાંસિલ કરી છે પરંતુ એની સાથે સાથે દેશ સામે એવા પણ પડકાર ઉભા થઈ રહ્યા છે જેની ઉપર ફક્ત બિચાર વિમર્શ જ નાઈ પણ હવે એકશન લેવાનો સમય આવી ગયો છે
આજે દેશ માં કેટલીક મૂળભૂત સમશ્યાઓ નું મુખ્ય કારણ માત્ર વસ્તી વધારો છે જેમ કે બેરોજગારી હોય કે
પછી ગરીબી અથવા કુપોષણ આ બધા જ પ્રકાર ના દુષણો ના મૂળ માં માત્ર ને માત્ર વસ્તી વિસ્ફોટ છે
આજે રસ્તાઓ થી લઇ પણ આ ગલ્લાઓ ની સાથે સાથે સંસદ સુધી આ ચર્ચા એ જોર પકડ્યું છે પરંતુ વોટબેન્ક ની રાજનીતિ ના કારણે આજસુધી કોઈ કડક કાયદો અમલ માં આવ્યો નથી
એક સર્વે અનુસાર ભારત ની જનસંખ્યા હાલના સમય માં ૧૩૭ કરોડ ના આંકડા ને લગભગ વટાવી ચુકી છે જયારે ભારત માં લગભગ ૫ કરોડ જેટલા અવેધ બાંગ્લાદેશી તરહ રોહીંગ્યા ઘૂષણખોરો પગ જમાવી બેઠા છે એટલે કે ભારત ની જનસંખ્યા ૧૩૭ નહિ પરંતુ ૧૪૨ કરોડ જેટલી છે અને આવનારા વર્ષો માં ભારત પડોશી ચીન થી આગળ નીકળી જાય તો કોઈ નવાઈ નાઈ જો સંશાધનો ની વાત કરીએ તો ભારત પાસે ખેતીલાયક જમીન વિશ્વની માત્ર ૨% જેટલી જ છે અને પીવાલાયક પાણી ૪% અનાથી તદ્દન ઉલટું વિશ્વ ની ૨૦% જેટલી જનસંખ્યા માત્ર ભારત માં છે
ભારત આજે વિશ્વનો સૌથી વધારે યુવાધન ધરાવતો દેશ છે ત્યારે કહું વિશ્વ ભારત તરફ એક આશાવાદી નજર થી જોઈ રહ્યું છે જો આ યુવાશક્તિ નો ઉપીયોગ ભારતીય અર્થવ્યવસ્થા ને ગતિશીલ બનાવવા માટે કરવામાં આવે તો ભારત નજીક ના ભવિષ્યમાં પ્રગતિ ના પંથે હશે પરંતુ તેની સાથે સાથે ભારત ના તમામ નાગરીક માટે પ્રાથમિક જરૂરિયાતો અનિવાર્ય છે
જેમ કે સારું શિક્ષણ રોજગારી ની તકો તથા હેલ્થ સેક્ટર
જે પ્રમાણ માં આજે વસ્તી વધારો થાય રહ્યો છે તેને જોતા એમ લાગે છે કે આવનારો સમય ભારત માટે ઘણી બધી અમાશયાંઓને નોતરશે અને દેશે એના માટે તૈયાર રેહવું પડશે
આ બધી જ સમશ્યાઓ નું એક માત્ર સમાધાન છે જનસંખ્યા નિયંત્રણ કાયદો ગત સ્વતંત્ર દિવસ ના ભાસંણ દરમિયાન પ્રધાનમંત્રી નારીન્દ્ર મોદી પણ આ સમશ્યાનો ઉલ્લેખ કરી ચુક્યા છે અને અને લઇ ચિંતા પણ વ્યક્ત કરી છે
યુનિટેડ નેશન ના એક સર્વે અનુસાર ભારત ની વસ્તી આવનારા ચાર થી પાંચ વર્ષો માં ચીન ની વસ્તી ના આંકડા ને વટાવી દેશે અર્થાત ૨૦૨૫ સુધી આ ભારત ઈ જનસંખ્યા લગભગ ૧૫૦ કરોડ હશે ભારત ના કેટલાક રાજ્યો જેવા કે બિહાર ઉત્તરપ્રદેશ રાજસ્થાન કે જેમાં વસ્તી વધારા નો દર વિસ્ફોટક સ્તિથી માં છે તથા દેશ ના કેટલાક રાજ્યો ખાશ કરીને પશ્ચિમ બંગાળ મહારાષ્ટ્ર ઓરિસ્સામાં વાતિવધારાનો દર લગભગ ૧% કરતા પણ ઓછો છે આ એક ભાગ માં સરેરાશ દર ઓછો છે અને એક ભાગ માં વધારે હોવાના કારણે ક્ષેત્રીય અસંતુલન વધી રહ્યું છે અને આ કારણોસર રોજગારી તથા આજિવિકાની શોધ માં સ્થાળાંતર અનિવાર્ય બન્યું છે એક સર્વે ના મતે વર્ષ ૨૦૫૦ સુધી માં ભારતના શહેરો ની વસ્તી લગભગ બમણી હશે જેના કારણે નજીક ના ભવિષ્ય માં શહેરની સુવિધા માં સુધારો તથા લોકો ને બુનિયાદી સુવિધાઓ પુરી પડાવી પડકાર રૂપ હશે તેનું સાથે સાથે પર્યાવરણ નું જતન પણ એક મોટી સમસ્યા હશે
ભારત એ આવનારા વર્ષો માં મોટી સમસ્યાઓ નો સામનો કરવા અડીખમ રહેવું પડશે સત્તાધારી પક્ષો એ માણસ ની પ્રાથામિક જરૂરિયાતો જેમ કે ખાદ્યસામગ્રી વીજપુરવઠો સ્વસ્થસંબંધી સમસ્યાઓ ને પડકારવા તૈયાર રેહવું પડશે.
ભારત માં વધતી જતી જનસંખ્યાનુ પરિણામ ભયાવહ હશે અને આ અમસ્યાઓ ને કેટલીક હદ સુધી રોકવા માટેનો એક મુખ્ય ઉપાય છે જનસંખ્યા નિયંત્રણ કાયદા નું વહેલામાં વહેલી તકે અમલમાં આવવું
ભારત માં સતત થઇ રહેલો વસ્તી વધારો ફક્ત સરકારો માટે જ ચિંતાનો વિષય નથી પરંતુ ભારત આ એ દરેક નાહારીક માટે ચિંતા જનક છે કે જે પોતાના કે પોતાના બાળકો ના ઉજ્જવળ ભવિષ્ય માટે દિવસ રાત એક કરીને કામ કરી રહ્યો છે હાલ માં ભારત માં કે સ્થિર સરકાર છે અને છેલ્લા કેટલાક વર્ષ દરમિયાન સરકાર દ્વારા એવા નિર્ણય લેવા માં આવ્યા છે જે દેશ તરહ દેશ ના સામાન્ય નાગરિક માટે ફાયદાકારક નિવડ્યા છે અને હવે છેલ્લા કેટલાક સમય થી જનસંખ્યા નિયંત્રણ કાયદો દેશ ના નાગરિક ની માંગ રહી છે તો હવે આ બહુચર્ચિત માંગ ને સરકાર કાયદામાં પરિણામવા સફળ થાય છે કે નય એ જોવું જ રહ્યું
*. પાર્થ બ્રહ્મભટ્ટ*
*. ભાટિયેલ(Australia)*