મર્ડર અને કિડનેપિંગ. - 9 Shanti Khant દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મર્ડર અને કિડનેપિંગ. - 9

વોચમેન: આ કમલાબાઇ છે જે વિવેક ના ઘરનું બધું કામ સંભાળે છે...હમણાં જ તે ફ્લેટમાં ગઈ છે કામ કરવા એને હું બોલાવી લાવુ.

સૌરભ: હા તમારો ઉપકાર રહેશે જેટલી વધુ જાણકારી મળે એટલું સારું.

"વિવેક ના ઘરે કામ કરતી નોકરાણી ને વોચમેન બોલાવી લાવ્યો."

વોચમેન: આ મેડમ અને સર ને તેઓ પૂછે એ પ્રમાણે જાણકારી આપ.

સોરભ: વિવેક કેવો માણસ છે? શું કહેવું તમારું?
કમલાબાઇ: વિવેક સર તો ખુબ જ સરસ માણસ છે.
કુસુમ: તેના ફ્રેન્ડ હશે જે મળવા આવતા હોય કેવું કેવા લાગ્યા કઈ જાણકારી ખરી.

કમલાબાઈ: હા મેડમ એક મીનાક્ષી કરીને એની ફ્રેન્ડ આવતી હતી પણ મને તે સારી લાગી નહીં. ક્યારે પણ હોય ત્યારે વિવેક જોડે ઝઘડો કરતી રહેતી હતી એક દિવસ તો મારી સામે જ તે ઝગડો કરતી હતી.. હા પણ વિવેક સર નો સ્વભાવ ખુબ જ સરસ હતો..

સૌરભ: મીનાક્ષી સિવાય કોઈ બીજી જાણકારી ખરી અને મીનાક્ષી ક્યાં રહે છે તેનો ફોન નંબર શું છે એવું કંઈ ખબર?
કમલાબાઈ: મીનાક્ષી નો ફોન નંબર મારી જોડે તો ક્યાંથી હોય હા પણ તે એની જોડે કોલેજમાં ભણતી હતી એટલું ખબર છે..

હા એક મેડમ તેમને મળવા આવ્યા હતા જે ફ્લેટના ઓનર છે.. તેમનેજ માલિકને ફ્લેટ ભાડે આપ્યો હતો અને મેડમ બાજુના જ ફ્લેટમાં રહે છે.... તેઓ બે દિવસ પહેલા જ આવ્યા છે અહીં... આ મેડમ દિલ્હી રહે છે ... એટલે ફરી તેમનું કામ પૂરું કરીને જતા રહેશે..

કુસુમ : ખુબ જ સરસ જાણકારી આપી પણ આ મીનાક્ષી મેડમ વીશે થોડું ખબર પડી હોત તો સારું રહેતું..
કમલાબાઇ: હા મેડમ મને યાદ આવ્યું કે તે સુગમ ફ્લેટમાં રહે છે એટલું ખબર છે..

(સૌરભ અને કુસુમ મીનાક્ષી ને મળવા તેના ઘરે જાય છે..)
કુસુમ: મારી બહેની સગાઈ વિવેક જોડે થવાની છે. એટલે તમારી જોડે એના વિશે થોડું જાણવું હતું તમે એક જ કોલેજમાં છો એટલે થોડી ઘણી ખબર આપો તો સારું.
વિવેક એવો છોકરો છે.?
મીનાક્ષી: વિવેક તો એક નંબરનો કમીનો મતલબી માણસ છે તેની જોડે તમારી બહેનને મેરેજ ના કરો તે જ યોગ્ય છે.
સૌરભ: તમે એવું કેવી રીતે કહી શકો.?

મીનાક્ષી:તેને મારી જોડે જ પ્રેમનું નાટક કર્યું હતું પછી મને છોડી દીધી અને હવે તેનું ચક્કર તેના જ ઘરમાં કામ કરવા આવતી કામવાળી જોડે ચાલુ છે.. એટલે કહું છું કે આવા હલકા વ્યક્તિ જોડે તમારી બહેન ના મેરેજ કરીને તેની જિંદગી બરબાદ કરતા નહીં..
સોરભ : સારુ એક વાત જણાવો તમારા ઘરમાં તમારા સિવાય બીજું કોઈ રહે છે.?
મીનાક્ષી: હુ અનાથ છું અને એકલી જ રહું છું મારા ઘરમાં મારા સિવાય બીજું કોઈ જ રહેતું નથી..
પણ આ મારો અંગત વિષય છે તમે આવો સવાલ કેમ પૂછ્યો?
કુસુમ :ના આતો ખાલી એમ જ જાણકારી લેવા માટે.

મીનાક્ષી :તમને કોઈ હક નથી આવા સવાલો પૂછવાનો કેમકે હું કોની જોડે રહું છું એ તમારે કોઈ જ લાગતું વળગતું નથી તમે મારા ઘરેથી જઈ શકો છો નહીં તો હું પોલીસને બોલાવીશ...
સૌરભ: ઓકે અમે જઈએ છીએ.
કુસુમ: મને તો લાગે છે આ છોકરી ખોટું બોલી રહી છે.
સૌરભ: હા જુઓને પોલીસને પોલીસની ધમકી આપે છે.... તે નો મુડ પ્રશ્ન પૂછતા જ અચાનક બદલાઈ ગયો એટલે મને તો લાગે છે કે આની પાછળ જરૂર કંઈક રહસ્ય છે.
કુસુમ:હા સર.

સૌરભ: આ મીનાક્ષી પર નજર રાખવી પડશે તેનો મૂળ વારેઘડીએ ચેન્જ થાય છે... એટલે કઈક જાણકારી છે..‌. જે છુપાવી રહી છે... એક કામ કરો તમે તેની ઉપર નજર રાખો..
કુસુમ : યસ સર..

ક્રમશ..