The dead mountain (part 2) books and stories free download online pdf in Gujarati

The dead mountain (part 2)

જાન્યુઆરી 24 , 1959 - જીવન નાં આઠ દિવસો બાકી

તાઈગા નામ નાં અફાટ જંગલ માં આખી રાત ની ટ્રેન ચાલી સવારે તે સેેરોવે શહેરે પોહચી.આશરે 350 km નું અંતર કપાયું હસે. અહિયાં તેં 10 લોકોને સ્ટેશને ઉતરવા નું હતું ત્યાંથી બીજી ટ્રેન પકડી ઊરાલ તરફ વધું ઉત્તર 177 km દુર એ ઈવદયેલ શહેર સુધી નો પ્રવાસ કરવાનો હતો.

જ્યારે આ સાહસિકો ટ્રેન ની રાહ જોતાં હતા સોરોવે માં ત્યારે તેમને તેમની જ UPI ની એક વિધાર્થી ની ટુકડી નો ભેટો થયેલો અને તેં આ લોકો એ થોડી માહીતી પણ લીધી હતી .આમ તેં બંને મંડળી જામી હતી.

ટ્રેન આવવા ને ટાઈમ હતો સોરોવે માં હજુ ઘણા કલાકો વીતવા નાં હતાં ઉપર થી ઠંડી ગજબ હતી. આ શહેર નું વાતાવરણ એટલું ઠંડું ક્યારેય રહ્યુ નાં હતુ એટલે ટુકડી નાં એક સભ્ય યુરી યુદીન પોતાની ડાયરી માં લખેલું છે.

" હુ આ સૉરોવે શહેર માં આવેલો છુ આજ નુ વાતાવરણ જાણે અમને અહિયાં જ રોકી દેવા માગતું હોય એવું લાગ્યુ કેમ કે આ શહેર માં આટલી ઠંડી ક્યારેય પણ રહી નથી "

ટ્રેન આવે છે અને બધાં સાહસિકો તેમાં બેસી જાઇ છે અને ટ્રેન ઉપડે છે આ દિવસ કશી નવા જૂની વગર રહ્યો.....

જાન્યુઆરી 25,1959 - જીવન નાં સાત દિવસો બાકી


ઈવદયેલ શહેર માં ટ્રેન રોકાઈ છે બધાં સાહસીકો પોતાનો સામાન ઉતારે છે .ત્યાં એક સ્કૂલ માં જવાનું હોય છે આ પણ UPI શિક્ષણ નીતિ નો પાર્ટ છે કે વિધાર્થીઓ જ્યારે hiking પર જાઇ ત્યારે વચ્ચે શહેર માં આવતી કોઈ સ્કૂલ માં બાળકો ને પર્યટન વિશે અને તેનાં ફાયદા જણાવી તેં અનુભવ ડાયરી માં લખવા નો રહેતો.

તેં લોકો એક સ્કૂલ માં પોહચે છે જયાં પ્રાઈમરી શાળા ના વિદ્યાર્થી ને માહિતિ આપવા પોહચે છે.


રૂસ્તેમનેmusic નો ખૂબ શોખ હતો આખી ટુકડી માં તે પોતાનો એટલો સામાન હોવાં છતા તેં પોતાનુ ગિટાર લાવનુ નતો ભુલ્યો.તેં music વિશે બોલ્યો.

નિકોલાઈ એ બાળકો ને પર્યટન નાં ફાયદા ગણાવ્યા અને બાળકો તેનાં પ્રત્યે વધારે આકર્ષિત થયા.

ઝિના એ થોડા પ્રશ્ન પૂછ્યા જેનાં બાળકો એ ખૂબ રસ થી ઉત્તર આપ્યાં.

લુદમિલા આ બધુ ડાયરી માં લખતી હતી ત્યારે જ એક બાળક તેની પાસે આવી ને કહે છે તેં પણ ડાયરી માં લખે છે

' બાળક કેટલા માસુમ હોય છે આ બાળક ને એ ભય છે કે અમે પાછા નથી આવાનાં એટલે તે મારો હાથ પકડી મને અહિયાં થી જવા દેવા નથી માંગતો '

UPI નાં નિયમ મુજબ પાછા ફરતી વખતે આ જ શાળા માં આવી તેના અનુભવ કહેવાના હોય છે .

આમ, ઈવદયેલ માં શાળા માં ગયા પછી ઓછા ભાડા વાળી હોટેલ માં સાહસીકો રાત્રિ પડાવ કરે છે...

જાન્યુઆરી 26,1959 - જીવન નાં છ દિવસો બાકી

સવારે 9 વાગે જાગવનો સમય નક્કી થયેલો પણ ઉઠવા માં મોડું થયેલુ અને બહાર નુ તાપમાન શુન્ય થી નીચે -17° થયેલુ.


બધાં હોટેલ નાં ડાઈનીગ હોલ માં બૉપોર નાં ભોજન સાથે ચા પણ મળી પરંતું ગરમ ન હતી. સાહસિકો ફરીયાદ કરે ત્યારે ટુકડી નુ નેતૃત્વ કર્તા ઇગોર એ સલાહ આપી કે "કપ લઇ ને બહાર ખુલા માં જાઓ એટ્લે ચા આપોઆપ ગરમ થશે.'"

બાધા હસી ને પોત પોતાનુ ભોજન પુરુ કરે છે....

સવારે ઉઠવમા મોડું થયેલુ એટલે પ્રવાસના આગામી દોર માટે જે બસ પકડવા ની હતી તે બસ જતી રહી હતી.

બસ ચૂકી ગયેલાં સાહસિકો હોટેલ માંથી નીકળી એક 'ઓપન એર' ટ્રક માં લિફ્ટ મળી બપોરે 1:30 વાગ્યે.

ફરી કોરસ ગીતો સાથે પ્રવાસ આગળ વધ્યો .સૂસ્વાતો અતિશય ઠંડો પવન વેઠી ને 77 km નુ અંતર હતુ. બે કલાક બાદ તેઓ વિઝેઈ નામના લગભગ 5000 વસ્તી ધરાવતાં ગામે પહોચી ગયા.

આ સ્થળ માં ઠંડી વધુ હતી .વાસણ માં પાણી લાકડા નાં ચૂલા પર મૂકીએ તો 6 કલાકે ઉકળતું હતું, ઠંડી હવા ગરમી શોષી લેતી .

આ ગામ માં લુદમિલા નાં અમુક સંબંધી રેહતા ત્યાં લોકો એ આશરો લીધો હતો.

ત્યારે ત્યાં નાં એક વૃદ્ધ વ્યક્તિ એ ના પાડી હતી કે તેં લોકો અહી થી જ પાછા વળી જાઇ તો વધારે સારુ. પણ આ પહેલા હજારો UPI નાં વિદ્યાર્થી એ આ સાહસ પાર પડેલું એટલે કોઇ ડર ની વાત જ નાં હતી એવું સાહસિકો નુ માનવું હતુ.


વધુ આવતા પાર્ટ માં....

બીજા રસપ્રદ વિકલ્પો