Perfect Couple Snehal Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Perfect Couple

💑Perfect couple 💏

એક નાનું શહેર હતું એ નાના એવા શહેરમાં ખૂબ જ નાનું એવું એક ઘર હતું. એ ઘરમાં એક દંપતિ રેહતું હતું . પતિ - પત્નિ બંને એકબીજાને ખુબ પ્રેમ કરતા હતા અને એકબીજાની સારસંભાળ રાખતા હતા . તેઓની આર્થિક સ્થિતી ખુબ જ નબળી હતી . પતિ આ શહેરમાં નાની એવી નોકરી કરતો હતો. અને બંને નું ગુજરાન ચલાવતો હતો. બંને એક બીજા ને ખુબ સારી રીતે સમજતા હતા. પત્નિ તેના પતિ ના દરેક સુખ અને દુઃખ માં હંમેશા સાથ આપતી બંનેનું જીવન ખૂબ જ સાદગી ભર્યું હતું. પતિ અને પત્ની બનેની પરિસ્થિતિ નબળી હોવાથી તે બને જોઈએ એટલો જ ખર્ચ કરતા હતા. બને એકબીજા માટે કઇ પણ કરતા અને પ્રેમ થી સાથે રહેતા એક દિવસ તેની પત્નિ એ પતિને કહ્યુ , “ ભગવાને મને કેટલા સુંદર લાંબા વાળ આપ્યા છે પણ આ વાળમાં નાખવા માટે મારી પાસે એક પણ સારી હેરપીન ઘરમાં નથી . મને એક સારી હેરપીન તો લાવી આપો ” પતિએ પત્નિની વાત સાંભળી અને પછી કહ્યુ , “ અરે ગાંડી , તને તારી હેરપીનની પડી છે . મારી આ ઘડીયાલનો બેલ્ટ કેટલા દિવસથી તુટી ગયો છે . નવો બેલ્ટ લેવાના પૈસા નથી મારી પાસે તો તારી હેરપીન કેવી રીતે લઈ આવું ? ” આમ કહીને પતિ તેની ઓફિસે જવા માટે નીકળી જાય છે. અને સાંજે તે પોતાનું કામ પુરુ કરીને ઘર તરફ આવી રહ્યો હતો . એટલા માં તેને યાદ આવ્યું તેની પત્નિ એ સવાર માં જતી વખતે હેરપીન લાવવાની વાત કરતી હતી. તે રસ્તામાં બાઈક પાર્ક કરીને એક ઘડિયાળ વાળાની દુકાન તરફ જાય છે. ત્યાં જઇને તેને પોતાની બેલ્ટ વગરની ઘડીયાલ વેંચી નાંખી. અને તેમાંથી મળેલી રકમમાંથી તેની પત્નિ માટે હેરપીન લેવા એક કટલેરી ની દુકાન પર જાય છે. ત્યાંથી તેની પત્નિ માટે ખૂબ સુંદર હેરપીન લઈ ને ઘરે જવા નીકળી જાય છે. તેની પત્નિ તેના પતિ ની રાહ જોઈ ને બેઠી હોય છે. ત્યાં તેના પતિ એ ઘરે આવીને બારણું ખખડાવ્યુ . પત્નિએ બારણું ખોલ્યું અને તે પોતાની પત્નિને થોડીવાર તો સુનમુન બનીને જોઇ જ રહ્યો હતો. પત્નિએ પુછયુ , “ આમ શું ભુતની જેમ ડોળા ફાડીને જોઇ રહ્યા છો ? શું થયું? ” તેનો પતિ એટલુ જ બોલી શક્યો, “ તારા લાંબા વાળ ક્યાં ગયા ? ” તેની પત્નિએ જવાબ આપતા કહ્યુ , “ મેં વાળ કપાવી અને વેંચી નાખ્યા અને બદલામાં મળેલી રકમમાંથી તમારી ઘડીયાલ માટે આ અફલાતુન બેલ્ટ લાવી છું . ” પત્નિએ બેલ્ટ પતિના હાથમાં મુક્યો અને પત્નિ એ બધી વાત કરી. પછી તેના પતિએ પત્નિને બધી વાત કરીને એના માટે લાવેલી હેરપીન એના હાથમાં મુકી . બંને એકબીજાને પ્રેમથી ભેટી પડ્યા . બંને એક બીજા ની ખુશી માટે પોતાની મનગમતી વસ્તુ વેચી નાખી.આમ બંને એકબીજા સાથે ખૂબ જ ખુશ હતા. અને બંનેએ એકબીજાને આપેલી ગિફ્ટ ને સાચવીને રાખી દીધી. બંને ખૂબ ખુશ હતા.સંબંધોને જાળવવા અને વિકસાવવા માટે સામેવાળી વ્યક્તિ મારા માટે શું કરે છે એ નહી હું સામેવાળી વ્યક્તિ માટે શું કરી શકુ એ વિચારજો . પ્રેમ એટલે પ્રાપ્તિ નહી પ્રેમ એટલે સમર્પણ.

જો સંબંધમાં પૂરેપૂરો વિશ્વાસ , ઈમાનદારી અને સમજદારી હોય તો તેને નિભાવવા માટે વચન , સોગંધ , નિયમ કે કોઈ શરતની જરૂરિયાત હોતી નથી .

જ્યાં ( તમે ) નુ ( તું ) થાયને , ત્યાં ( like ) નો ( Love ) થાય... !