પ્રેમ અને મોહ - 1 Kiran Rathod દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • શ્રાપિત પ્રેમ - 18

    વિભા એ એક બાળકને જન્મ આપ્યો છે અને તેનો જન્મ ઓપરેશનથી થયો છે...

  • ખજાનો - 84

    જોનીની હિંમત અને બહાદુરીની દાદ આપતા સૌ કોઈ તેને થંબ બતાવી વે...

  • લવ યુ યાર - ભાગ 69

    સાંવરીએ મનોમન નક્કી કરી લીધું કે, હું મારા મીતને એકલો નહીં પ...

  • નિતુ - પ્રકરણ 51

    નિતુ : ૫૧ (ધ ગેમ ઇજ ઓન) નિતુ અને કરુણા બીજા દિવસથી જાણે કશું...

  • હું અને મારા અહસાસ - 108

    બ્રહ્માંડના હૃદયમાંથી નફરતને નાબૂદ કરતા રહો. ચાલો પ્રેમની જ્...

શ્રેણી
શેયર કરો

પ્રેમ અને મોહ - 1

વૈભવી પોતાની એચ. એસ. સી. ની પરીક્ષા પૂર્ણ કરી વેકેશન માં તેના મામા ના ઘરે રહેવા જાય છે. વૈભવી ભણવા માં પણ વૈભવી હતી એટલે પરિક્ષા પત્યા પછી એના ચહેરા પર નું તેજ પણ એટલું વૈભવી હતું જેટલું સૂરજ નું છે.

તે તેેેના મામા ના ઘરે પહોંચી તો મામા અને મામી તથા તેના કઝીન એ કહ્યું કે એક્ઝામ તો તારે સારી જ ગઈ હશે.
બોલ આ વખતે કેટલા ટકા આવશે.? તો તો વૈભવી એ કહ્યું કે ' હજી રિઝલ્ટ તો આવા દો , રિઝલ્ટ બધું કહેશે મારે પહેલા થી કંઇ પ્રીડિકસન નથી કરવું, અને હા હું અહીં મોજ મસ્તી કરવા આવી છું તો પ્લીઝ નો મોર ડિસ્કસન અબાઉટ એક્ઝામ , અને હા બધું બાર જ પૂછી લેશો કે ઘરમાં બોલાવી પાણી બાણી દેશો.? ' આમ કહી તે ઘરમાં જઈ સોફા પર બેસે છે.

પાણી પી પછી તે મામા ની છોકરી વિલાસ વિશે પૂછે કે " વિલાસ નથી દેખાતી તે ક્યાં છે.? એ અહી છે કે હું આવી એટલે એના મામા ના ઘરે જતી રહી..? "
મામી કહે " ક્યાં હોય તારી બેન બા ,. આખો દી ફોન માં ને ફોન માં , ફલાણી ફ્રેન્ડ ને ફોન કરે ફલાણા ફ્રેન્ડ ને ફોન કરે, આખો દી વોટ્સઅપ અને પેલું નવું ઇન્સાગામ મંત્રે"
વૈભવી હસતાં હસતાં બોલી કે " મામી ઈન્સાગામ નઇ એ ઈન્સ્ટાગ્રામ કેવાય"
મામી એ પૂછ્યું કે " શું તું પણ એ મંત્રે છે..?"
વૈભવી " ના ના મામી એતો આપણો નાનકો છે ને વિશુ એ પણ વિલાસ નો ભાઈ જ છે, સારું મામી હું વિલાસ પાસે જાઉં છું, કંઇ કામ હોય તો બૂમ માર જો હું એવી જઈશ, વૈભવી કામ માં પણ એટલી જ સારી છે જેટલી ભણવામાં છે એ જ્યારે પણ મામા ના ઘરે આવે એટલે મામી પાસે થી કૈક નવી વાનગી શીખી ને જતી.

વૈભવી વિલાસ ના રૂમ માં જઈ વિલાસ નો ફોન પડાવી લે છે ને કહે છે કે " મારી બેન બા આખો દી શું ફોનમાં લાગી રહે છે બાર ની દુનિયા પણ જો જરી , અહી પણ લોકો તારા જ છે, અને કોઈ દી તે બારી બાર જોયું છે ? જોતો કેટલો સરસ નજારો છે. "

વિલાસ કહે કે " ઓહ.! મેડમ તમે આવી ગયા અને મને હેરાન કરવા પણ લાગ્યા , આવ જરી નજીક આવ ગળે લાગ એક વર્ષે મળી તું મને, આટલું તે કોણ પરિક્ષા માટે સિરિયસ હોય, જો હું એચ. એસ.સી. પાસ રમતાં રમતાં કરી દીધું અને કોલેજ ના પણ 2 વર્ષ રમતાં રમતાં વીતી ગયા."
વૈભવી બોલી કે " હા , ખબર છે કે તું પાં....ત્રી .... સ. ટકા એ પાસ થઈ છે. પછી કોલેજ નું તો કહેવું જ શું.? અને હા, એટલી તે શું ફોન માં વ્યસ્ત છે મને બાર લેવા પણ ના આવી , એવું તે શું છે ફોન માં કે વાસ્તવ ની જિંદગી થી આટલી વિખૂટી પડી છે.? "

વિલાસ કહે " બસ બસ બઉ પ્રશ્ન ના કરે હું જવાબ નહિ આપી શકું પછી , તું અહી એક મહિનો રહેવા ની છે તો તને પછી કહીશ, હાલ તો બોલ કેવી રહી એક્ઝામ .? તારો એસ. એસ.સી. ના 90 ટકા નો રેકોર્ડ એચ. એસ.સી. માં તોડી દઈશ લાગે. "

વૈભવી - " અરે ના ના હું ક્યાં એટલી હોશિયાર છું અને કામ પત્યા પછી ના ખાલી સમય માં જ હું વાંચતી હતી , પણ જે હોય તે રિઝલ્ટ આવશે એટલે તું જોઈ લેજે , ઓકે.."

વિલાસ - " ઓકે , મેડમ , તમને તમારા ઘરે થી મારા રૂમ સુધી આવવામાં તકલીફ તો નથી પડી ને..?

વૈભવી " ના રે ના , હવે તમારી આટલી મોટી ઓળખાણ છે તો અમને કોઈ તકલીફ શાની પડે.., ચલ જવા દે આ બધી વાતો તું બોલ તારે કેવું ચાલે છે,.? કોલેજ પછી શું કરવાનું છે.?

વિલાસ " હજી તો હું માસ્ટર ડિગ્રી મેળવી પછી શું કરીશ એની મને કંઇ ખબર નથી, આપણે તો બસ કોલેજ જવાનું અને પેલો લેક્ચર ભરી પછી સીધા ફરવા નીકળી જવાનું, bf સાથે મજાક મસ્તી હરવા ફરવાનું બીજું શું,
મારો bf મને બઉ સાચવે છે , એ ખર્ચો કરે ને હું મોજ કરું."

વૈભવી " તારી આ વાત મામા ને ખબર છે .? છોકરો કેવો છે ..? શું એની સાથે લગ્ન કરીશ..? આ બધું છોડ તું તારા ભવિષ્ય નું તો વિચારે છે ને..?"

વિલાસ " અરે થોભ થોભ , મારી મેડમ તું તો સાવ ભોળી છે , આ બધી વાતો ઘરે ના કેવાય . કહીએ તો કોલેજ જવાનું બંધ થઈ જાય , જિંદગી નો સોનેરી સમય છે આ, ટોટલ મસ્તી કરવાની આ સમય માં. અને મેં મારા bf સાથે લગ્ન કરવા વિશે કંઈ વિચાર્યું નથી , ઇવન એને પણ આવું કંઈ વિચાર્યું નથી. અમે બંને બસ અમારી આઝાદી ને માણી રહ્યા છીએ. "

વૈભવી એ એક દિવસ માર્કેટ જતાં જતાં મામી ને પૂછ્યું કે " વિલાસ ના લગ્ન ક્યારે કરવાના છે મામી..?

મામી " અરે ગાંડી હજી તો એ તારા થી માંડ બે વર્ષ મોટી છે હજી તો એ કોલેજ પૂરી કરે પછી વિચારશું..
તને કેમ આવો વિચાર આવ્યો અચાનક...?
વૈભવી " અરે બસ એમ જ મામી , કે એ દેખાવે કેટલી મોટી લાગે છે એટલે."

એક રાતે વિલાસ અને વૈભવી ધાબા પર બેઠા હતા, તો વાત વાત માં વૈભવી એ વિલાસ ને પૂછ્યું કે " તું આખો દિવસ ફોન માં એટલી તે શું બીઝી રહે છે, હાલ જો હું અહીં તારી સાથે વાત કરું છું ને તું ફોન મંત્રે છે,"

વિલાસ " સોરી મેડમ , હવે તું મને બઉ પૂછે તો કહું કે જો હું મારા bf ને ઈન્સ્ટાગ્રામ પર મળી હતી, વેકેશનમાં એચ . એસ.સી. પછી જ્યારે મારા પપ્પા એ ફોન લઈ આપ્યો તો મેં ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવ્યું અને પેલો ફોલોવર અને મેસેજ આનો જ આવ્યો હતો અને પછી અમે દોસ્ત બન્યા , તે પછી અમે ત્યારે જ નક્કી કર્યું કે અમે એક જ કોલેજ માં એડમીશન લઈશું. કોલેજ ચાલુ કરી મળ્યા પછી એને મને પ્રપોઝ માર્યું અને મેં હા કહી દીધી , અમારા રિલેશન ને દોઢ વર્ષ થયાં.

વિલાસ ની આ વાતે વૈભવી ના માનસ પર ઘેરો પ્રભાવ પાડ્યો , પણ વૈભવી હોશિયાર એટલે વિચાર્યું કે મારા સપનાઓ ના રસ્તે આવી બાબતો ને સ્થાન નથી.
આમ દિવસ પછી દિવસ વીત્યા અને એક મહિનો પૂરો થયો , અને પછી વૈભવી એના ઘરે ગઈ,

રિઝલ્ટ આવ્યું જેમાં વૈભવી ને 95 ટકા આવ્યા. અને વૈભવી એ તેની પસંદ ની કોલેજ માં એડમીશન લઇ , કોલેજ ની શરૂઆત થઈ, કોલેજ ના પ્રથમ દિવસે જ એને જોયું કે ઘણા ખરા એવા વિદ્યાર્થી હતા જેઓ સ્માર્ટ ફોન ધરાવતા હતા. પણ એને ફોન નો મોહ નહોતો.

ત્રણ ચાર મહિના વીત્યા અને ભણવાના અર્થ થી એને લાગ્યું કે ફોન હોવો જરૂરી છે, તો એણે એક ફોન લીધો અને એનું કામ શરૂ કર્યું, એક દિવસ વૈભવી ને વિચાર આવ્યો કે મારે મારો ખર્ચ નીકાળવા પાર્ટ ટાઈમ જોબ કરવી જોઈએ,

વૈભવી ને પોતાના વિચારો લખવાનો શોખ હતો અને તે એક ડાયરી માં લખતી , એક દિવસ એને જોયું કે લોકો ઈન્સ્ટાગ્રામ માં લોકો પોતાના વિચારો લખી પોસ્ટ કરી ઈન્સ્ટાગ્રામ નો સારો ઉપયોગ કરે છે તો , વૈભવી એ પોતાના વિચારો લોકો સમક્ષ રજૂ કરવા માટે ઈન્સ્ટાગ્રામ માં એકાઉન્ટ બનાવ્યું .

ધીરે ધીરે એની પોસ્ટ લોકો ને ગમવા લાગી અને એના ફોલોવર વધવા લાગ્યા. તેને બઉ બધા ના મેસેજ આવતા,
એને એક વ્યક્તિ ની પોસ્ટ બહુ જ ગમી તો એને પોતાની ઇન્સ્ટા સ્ટોરી માં મેન્શન કરી મૂકી અને અહીં થી એક નવી શરૂઆત થયી.


અહીં સુધી વાંચવા બદલ આભાર🙏

સ્ટોરી હજી શરૂ જ થઈ છે એટલે ... જોડાયેલા રહો..