Vihaval Part-2 books and stories free download online pdf in Gujarati

વિહવળ ભાગ-2

જન્મદિવસ ની ઉજવણી સારી રીતે કર્યા બાદ હવે નિયતી ઘરે પરત આવી ગઈ હતી તેમ છતાં જાણે તે ખોવાયેલી જાણતી હતી.ઘરે પોહચીને નિયતી કઇ પણ બોલ્યાં વિના સોફા પર જઈને બેસી ગઈ.., તેની સાથે વિશ્વા પણ આવી હતી. વિશ્વા ને જોઇને સરલાબેન ખુશી સાથે બોલ્યાં ઘણા દિવસે માસીને મળવા આવી. વિશ્વા બોલી ઈચ્છા તો રોજ મળવાની હોય છે માસી પણ આ બાજુ હવે ખાસ આવવાનું થતું નથી. મારા ભાઈ ના ટ્યુશન ક્લાસ ઘરે થી થોડા દૂર જતા રહ્યા છે એટલે સ્કૂટી ભાઈ લઈને ચાલ્યો જાય છે,તો હવે આ બાજુ આવાનું ખાસ થતું નથી. હું ને નિયતી તો રોજ હવે સીધાં કોલેજ માં જ મળી લઈએ છીએ. તમે આવો અમારાં ત્યાં મમ્મી પણ તમને યાદ કરતાં હતાં. ઘણાં સમયથી મળવાનું થયું જ નથી. સરલાબેન બંનેને પાણી નો ગ્લાસ આપતા બોલ્યાં હા ચોકકસ આવીશું. મારી પણ ઈચ્છા છે તારા મમ્મી ને મળવાની.
વાતો ચાલતી જ હતી એટલા માં વિશ્વા ને લેવા તેનો ભાઈ આવી પહોંચ્યો અને વિશ્વા સરલાબેન અને નિયતી ને આવજો કહીને ભાઈ સાથે નીકળી અને વિશ્વાને વળાવ્યા પછી નિયતી કંઈ પણ બોલ્યાં વિનાં પોતાના રૂમમાં ચાલી ગઈ.
નિયતી ને આજે જાણે બધું નવું નવું લાગી રહ્યું હતું. કઈક નવું જેનો અનુભવ આજ પહેલા તેને ક્યારેય નહતો કર્યો. તેના અંતર માં ખૂશીની સાથે સાથે ડર પણ લાગી રહ્યો હતો.હાથ મોઢુ ધોઈને કપડા બદલી નિયતી પથારીમાં આવી ગઈ અને દિવસ દરમ્યાનની ધટનાઓ વિચારતાં વિચારતાં યાદ કરતા કરતા ગાઢ નિદ્રામાં સરી પડી.
સવારે વહેલાં જયારે તેની આંખ ખૂલી,ત્યારે સુર્યનો કોમળ પ્રકાશ અડધી ખુલ્લી બારીમાંથી રૂમમા રેલાઇ રહ્યો હતો. નિયતી જાગી તો ગઈ હતી તેમ છતાં પડખું ફેરવી સુર્યના તેજ ને નિહાળી રહી હતી બારીમાંથી આવતા પ્રકાશપુંજ જાણે તેને ઉઠાડવા મથી રહ્યા હોય તેમ તેના બેડ સુધી પહોંચવા લાગ્યાં હતાં.જેમ જેમ સમય વીતતો હતો તેમ તેમ સુર્ય આકાશમાં ઉપર ચઢતો જતો હતો. એટલામાં જ સરલાબેનનો આવાજ નિયતીના કાને પડે છે જાણે કોઈ ખૂબ જ સારા સમાચાર હોય તેમ,તેમના અવાજ માં ઉત્સુકતા અને ખુશી ચોખ્ખાં ખણકી રહ્યા હતાં.
ઘરમાં શું ચાલી રહ્યું છે જાણવા આતૂર બનેલી નિયતી ફટાફટ ન્હાઈ ધોઈ ને નીચે પોહચી ગઈ.નિયતી ને જોઇને બધા હરખાઈ ગયા આ જોઇને નિયતી ની આતુરતા ઘણી વધી ગઈ.તેને મન માં વિચાર્યું કોલેજના પરિણામ ની તો હજુ ઘણી વાર છે તો બધા તેને જોઇને એટલા હરખાઈ કેમ ગયા.એટલા માં નિયતી ના દાદી એ તેને બોલાવીને પોતાની પાસે બેસાડી અને ખૂબ જ ધીરજ સાથે હળવે થી નિયતી ને કહ્યું તેના માટે આજે ખૂબ જ સારા ઘર માંથી માંગુ આવ્યું છે.સામે વાળા માણસો જાણીતાં જ છે અને તેમનો એક નો એક દીકરો વિદેશ માં સ્થાયી થયેલો છે.ઘર પરિવાર, અને માણસો ખૂબ જ સારા છે.જો દિકરા દીકરી ને ગમી જાય તો વાત પાક્કી કરી દઈએ. આ સાંભળતાં જ નિયતી સ્તબ્ધ રહી ગઈ.કંઈ પણ બોલ્યા વિના તે દાદી પાસે થી ઉભી થઇને ડાઇનિંગ ટેબલ પર જઈને ગોઠવાઈ ગઈ.ત્યાં તેના પપ્પા પણ આવ્યાં અને પોતાની વ્હાલસોયી દીકરીના માથે હાથ મૂકીને જય શ્રીકૃષ્ણ કહેતા ની સાથે જ પૂછ્યું કેવી રહી કાલે મિત્રો સાથે જન્મદિનની ઉજવણી ..!! નિયતી એ નિર્મળ સ્મિત સાથે કહ્યુ સારી રહી અને ત્યારબાદ બધા નાસ્તો કરવા લાગ્યાં ત્યાં નિયતી ના મમ્મી નાસ્તો ડિશ માં કાઢતા કાઢતા બોલ્યાં. શૂભ સમાચાર આવ્યા છે. આપણી નિયતી માટે માંગું આવ્યું છે. દિકરો વિદેશમાં સ્થાયી થયેલો છે અને માણસો પણ સારા છે.તમને ઠીક લાગે તો આપણે વાત ચલાવીએ ..!! નિયતીના પપ્પા એ ક્ષણભર વિચારીને કહ્યું બધું સારું હોય તો આપણે જોઈ લઈએ. પછી નિયતી ને ગમે તેમ.નિયતી બધાની વાત શાંતીથી સાંભળી રહી હતી અને કંઈ પણ બોલ્યા વિના નાસ્તો ખતમ કરી પોતાના રૂમ માં જવા ચાલી , એટલામાં જ તેની મમ્મી બોલ્યાં મારે તારી સાથે થોડી વાત કરવી છે. જરા રસોડા માં આવ તો મારી સાથે..!!
નિયતી તેના મમ્મી સાથે રસોડા માં ઉભી હતી તેના મમ્મી રસોડું સાફ કરતા હતા અને નિયતી ચા નાસ્તા ના વાસણ સાફ કરી રહી હતી. મન માં તેને અસમંજસ ની સ્થિતિ હતી કે મમ્મી સુ કેહવાના હસે....!!!!... એટલામાં સરલાબેન બોલ્યાં જો બેટા દરેક દીકરીના જીવનમાં આ પળ આવે જ છે વહેલાં નઈ તો મોડા બધા ને પોતાના માતાપિતા ના ઘરે થી પોતાના ઘરે જવું જ પડે છે દાદી પણ આવ્યા હતા હું પણ આવી.આ સંસારની રીત છે પહેલા થી ચાલી આવી છે.તારે પણ જીવન માં આ તબક્કામાંથી પસાર થવું પડે. તને ગમે તો જ આપણે વાત આગળ વધારીશું . અત્યારે ખાલી જોઈ લઈએ.તારું મન શું કે છે આ વિષય માં તુ મને ખુલીને કહી શકે છે.નિયતી બોલી પણ મમ્મી એટલું જલ્દી હજુ મારે કૉલેજ પણ પુરી નથી થઈ.તેના મમ્મી એ કીધું હા આ અમે કીધું છે કે હજુ તારી કૉલેજ બાકી છે લગ્ન કૉલેજ પતસે પછી જ લઈશું. એ લોકો ને વાંધો નથી અને એમ પણ આપણે ક્યાં નક્કી કર્યું છે.ખાલી જોવાની જ વાત છે..!! વળતા જવાબ માં નિયતી બોલી સારું મને વાંધો નથી તમને ગમે એમ...
આજે નિયતી નો જવાબ એના મન અને દિલ ના વિરુદ્ધ હોય એમ લાગી રહ્યું હતું. મન નાલ પાડી રહ્યું હતું તેમ છતા તેનું મુખ માતાપિતા ની હા માં હા મિલાવી રહ્યું હતું.

"કોણ જાણે આ વાત નિયતી નું મન અને ઘરના ની ખુશી આગળ નિયતી નું જીવન ક્યાં લઈ જઈ રહી હતી."

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED