આત્માના ક્રોધનો પ્રતિશોધ Hitesh Parmar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આત્માના ક્રોધનો પ્રતિશોધ


એકલતાથી પીડાતા પોલીસ નિશાંતને હાઇવે પર ડ્રાઈવર વગરની ગાડી મળે છે અને...

એ ડ્રાઈવરને શોધવા ચાહે છે પણ એણે દૂર દૂર સુધી કઈ જ જોવા નથી મળતું! એણે સાવ અચાનક જ કોઈ હોવાનો આભાસ થાય છે, એ પાછળ ફરીને જોવે છે તો એની રાડ નીકળી જાય છે! ત્યાં એક મોં દાઝી ગયું હોય એવી છોકરી હોય છે! એના ચહેરાને જોઈને કોઈ પણ ડરી જાય એવી એ ભયાનક લાગી રહી હોય છે! પણ ધીમે ધીમે જાણે કે એ ઠીક થઈ જાય છે. નિશાંતને સચ્ચાઈ શું અને ભ્રમ શું એ કંઈ જ સમજાતું નથી. છેવટે એ ખુદને જ સમજાવે છે કે આ બધી એની કલ્પનાઓ જ હશે!

"માય નેમ ઈઝ પ્રિયાંશી!" એણે એના સુરીલા આવકમાં કહ્યું અને એનો જમણો હાથ મિલાવવા લંબાવ્યો.

"ઓહ!" નિશાંતથી બોલી જ જવાયું. સામે ખરેખર એક ખૂબસૂરત છોકરી હતી, એ હજી પણ થોડો ડરી ગયો હતો. પણ એને એના ચહેરા પર હાવભાવ આવવા ના દીધા.

"તું તો યાર, બિલકુલ મારી..." એણે આગળ કહી જ દેવાનું હતું, પણ એની હિંમત ના થઈ! એણે એ પણ વિચાર આવ્યો કે આવું કહેવાથી એ કંઇક ઊંધું જ ના વિચારવા લાગે! હા... એનો ચહેરો નિશાંત ના કોઈ પોતાનાથી મળતો આવતો હતો!

"શું?!" એણે સવાલ કર્યો તો નિશાંતએ "કંઈ નહિ!" કહીને વાત પર પૂર્ણવિરામ જ મૂકી દીધું!

"આ કાર બિલકુલ લાવારિસ છે, શું તુએ આજુ બાજુ કોઈને ક્યાંય જોયા છે?!" નિશાંતએ એક પોલીસ ઓફિસર તરીકે પૂછ્યું.

"અરે એમ દેખાતી તો હવા પણ નથી, ભૂત પણ તો હોય છે જે દેખાતા નહિ!" પ્રિયાંશીએ હસતાં કહ્યું તો એની વાત પર નિશાંતથી પણ હસી જવાયું.

"હા... બટ સિરિયસલી!" નિશાંતએ ગંભીરતાથી કહ્યું.

"ના હું તો અહીં પાસે જ રહું છું... બસ અહીંથી પસાર થતી હતી કે તમે જોવા મળી ગયા, એકલા અને મુંઝવણમાં તો વિચાર્યું કે પૂછી લઉં કે થયું શું એમ!" પ્રીયાંશીએ કથા કહેતી હોય એમ જ કહી દીધું.

"હા... બરાબર!" નિશાંતએ કહ્યું. એણે પણ એ તરફ તો જોયું જ નહી જે તરફ પ્રિયાંશીએ આંગળીનો ઈશારો કર્યો હતો, એણે તો આ પ્રિયાંશીમાં એની ખુદની જીએફ નજર આવી રહી હતી! કોઈ કેટલું એક જેવું હોય શકે એ એણે ત્યારે જ ખબર પડી હતી. એ તો બસ એણે જ જોઈ રહ્યો હતો. જાણે કે એને એની જીએફ જ પાછી ના મળી ગઈ હોય! ખરેખર તો એણે પણ લાલચ હતી, એની જીએફ ને એ બહાને જ યાદ કરવાની!

"સારું... કરું છું હું તપાસ..." નિશાંતએ કહ્યું અને એણે કોસ્ટેબલ મુન્નાને કૉલ કરીને બોલાવી લીધો.

મુન્નો એ એનો સારો દોસ્ત પણ હતો. એમ કહીએ તો સાથે નોકરી કરી કરીને એમની દોસ્તી વધારેને વધારે જ ગહેરી થઈ ગઈ હતી! સામાન્ય રીતે એવું જ તો બનતું હોય છે! અમુક પોતાના ઓ ને ભગવાન દોસ્ત અને રિસ્તેદાર તરીકે જ આપણી સાથે રાખતા હોય છે!

"જી સર, હું આવું છું!" મુન્નાએ કૉલ પર નિશાંતને કહ્યું હતું. હાઇવે બહુ જ નિર્જન જગ્યા પર હતો. અમુક વાહનો સિવાય ત્યાં બિલકુલ શાંતિ જ જોવા મળતી હતી. જગ્યા નિર્જન હોવા પાછળનું કારણ નવા આવેલ નિશાંત ને બિલકુલ નહોતી ખબર!

"કેમ તમે મને જો જો કરો છો?!" નિશાંતને પ્રીયાંશીએ પૂછ્યું.

"એટલે એવું છે ને મારી જીએફ બિલકુલ તારા જેવી જ લાગતી હતી!" નિશાંતએ ફોનને પેન્ટના ખિસ્સામાં સરકાવતા અને થોડું અચકાતા કહ્યું. આસન થોડી હોય છે, કોઈ પણ અજનબી ને દિલની વાત કહી દેવી?!

"ઓહ, હતી, કેમ શું થયું એણે?!" પ્રિયાંશીએ સ્વાભાવિકતાથી જ પૂછ્યું.

"એક કાર એક્સીડન્ટમાં એ..." દૂરથી આવતો મુન્નો બાઈક પરથી જ બોલી રહ્યો હતો અને એના હાથને ઉંચો કરી રહ્યો હતો - "સર, હું આવી ગયો છું!" નિશાંતએ ફરીને પ્રિયાંશી તરફ જોયું તો ત્યાં કોઈ જ નહોતું! ડર ની એક લકીર એના કપાળે જોઈ શકાતી હતી! તે બહુ જ ડરી ગયો હતો!

આવતા અંકે ફિનિશ...

ભાગ 2 અને અંતિમ ભાગ(કલાઈમેસ્કસ)માં જોશો: પ્રિયાંશીએ જે દિશામાં આંગળીથી ઈશારો કર્યો હતો ત્યાં જ મુન્નાએ પણ આંગળીથી બતાવ્યું તો નિશાંત તો હેવતાઈ જ ગયો! એણે એની આંખો ઉપર વિશ્વાસ નહોતો આવી રહ્યો! ત્યાં સ્મશાન હતું! ડર ની એક લકીર એના કપાળે આવી ગઈ અને શરીરે એક અજાણી ધ્રુજારી અનુભવી!