નેવર સેટીસ્ફાઇડ ( NEVER SATISFIED )
- સોહમ બ્રહ્મભટ્ટ
એક સુંદર હરિયાળું ગામ જ્યાં પર્વતો જાણે ગગન સાથે વાર્તાલાપ કરતા હોય તેટલા ઊંચા લાગતાં હતા. પક્ષીઓનો કિલોલ મન મોહી લે તેવો હતો. ગામમાં આમ તો બધા સુખી હતા, મતલબ કે રોજ નું ગુજરાન ચાલી જાય..તો કોઈ થોડા શ્રીમંત હતા. તે ગામમાં ભોળાભાઈ નામના એક કુંભાર રહેતા હતા, તે બહુ જ સુંદર મૂર્તિઓ બનાવતા હતા. તેની મૂર્તિ જેવી આખા ગામ માં કોઈ બનાવી શકતું નહોતું ....તેની પાછળની મહેનત અને લગન એની આવડતને વધારે રંગ આપતી હતી. અને આ કામમાં થી ખુબ જ સારું એવું કમાઈ લેતા હતા.
ભોળાભાઈના ઘરે એક છોકરાનો જન્મ થાય છે, જેનું નામ જગદીશ, તે સમજણો થયો ત્યારથી જ મૂર્તિઓ બનાવવામાં પિતાની મદદ કરવા લાગ્યો. અને તેણે પણ નાનપણ થી જ મૂર્તિ બનાવાની શરૂઆત કરી દીધી. એની ઉમંર અને આવડત પ્રમાણે સારી એવી મૂર્તિઓ બનાવી લેતો હતો. ભોળાભાઈ પણ તેની આ આવડત આટલી નાની ઉમંરે જોઈ ખુશ થતા હતા. પણ પિતા હંમેશા તેની મૂર્તિમાં કોઈને કોઈ ખામી કાઢતા.હંમેશા તે એક વાત કહેતા બહુ જ સરસ મૂર્તિ બનાવી પણ હવે જયારે મૂર્તિ બનાવ ત્યારે આ જે ખામી તેને દુર કરવાની કોશિશ કરજે.
જગદીશને પણ કાંઈ વાંધો નહતો એ હંમેશા પિતાની સલાહનો અમલ કરી મૂર્તિઓને વધારે વધારે સારી બનાવતો રહ્યો. આ લગાતાર પિતાની સલાહનો અમલ કરતા.. જગદીશ એકવાર પિતા કરતા પણ સારી મૂર્તિઓ બનાવવા લાગ્યો. અને એક એવો સમય આવી ગયો જેમાં લોકો ભોળાભાઈ કરતા જગદીશની મૂર્તિના વધારે પૈસા આપતા. તે ખુબ જ સારું કમાવવા લાગ્યો. પણ ભોળાભાઈની મૂર્તિની પહેલા જે કિમંત મળતી તેટલી જ મળતી રહી. પરંતુ હજી પણ પિતા તેનાં પુત્રની મૂર્તિમાં ખામીઓ કાઢતા જ. પણ હવે પિતાની સલાહ પુત્રને સારી ના લાગતી ,બસ ખાલી હા માં મોઢું હલાવી અને પોતાની મરજી પ્રમાણે કરતો..છતાં પણ એને લાગતું તો એની મૂર્તિઓમાં થોડો સુધાર કરી લેતો.
એક સમય એવો આવ્યો કે પુત્રના ધીરજે જવાબ આખરે આપી દીધો..પિતા જયારે પુત્રની બનાવેલી મૂર્તિમાં ખામી કાઢતા હતા ત્યારે જ પુત્ર બોલે છે...’’ તમે તો એમ બોલો છો જાણે તમે બહુ જ મોટા મૂર્તિકાર છો, જો તમને મૂર્તિઓની એટલી જ સમજ હોય તો તમારી મૂર્તિ એટલી ઓછી કિમંતમાં ના વેચાતી હોય. મને નથી લાગતું હવે મારે તમારી સલાહ લેવાની જરૂર છે. મારી મૂર્તિઓ પરફેક્ટ છે.’’ , પિતાએ જયારે પુત્રની આ વાત સાંભળી તેણે સલાહ દેવાનું અને ખામી કાઢવાનું એ જ સમયથી બંધ કરી દીધું.
થોડાક મહિના સુધી તે બહુ જ ખુશ રહ્યો પણ તેણે એક વાતને નોટીસ કરી લોકો હવે તેની મૂર્તિની પહેલા જેટલા વખાણ કરતા ન હતા. . અને તેની મૂર્તિની કિમંત પણ ધીમે ધીમે ઘટવા લાગી. શરૂઆતમાં તો જગદીશ ને કઈ સમજ ના પાડી કે કેમ આવું થયું ? ....પછી એ એનાં પિતા ભોળાભાઈ પાસે ગયો...તેણે એની આ સમસ્યા વિશે બધું કીધું કે લોકો હવે તેની મૂર્તિના વખાણ પણ નથી કરતા અને પહેલા જેટલી કિમંત પણ નથી આપતા.....પિતાએ પુત્રને બહુ જ શાંતિથી સાંભળ્યો કારણ કે પીતાને ખબર જ હતી આ થવાનું જ હતું....બેટા , આ વાતને નોટીસ કરી અને કીધું શું તમને ખબર હતી આવું થવાનું છે. ? .....’હા પિતા એ કહ્યું....પિતા પુત્રને સમજાવતા બોલે છે....’’આજથી કેટલાક વર્ષો પહેલા મારી પણ આવી જ હાલત થઇ હતી...આ જ સમસ્યા... ‘’ તો તમે મને સમજાવ્યો કેમ નહિ ‘’ ! ? પુત્ર સવાલ પૂછે છે.....કારણ કે તું સમજવા નહોતો માંગતો પિતા એ જવાબ આપ્યો...
‘’ હા, મને ખબર છે તારી જેવી સારી મૂર્તિ હું બનાવી શકતો નથી, એ પણ થઇ શકે કે મૂર્તિ ઓ બાબતમાં મારી સલાહ ક્યારેક ખોટી પણ હોઈ શકે. અને એવું પણ નથી કે મારી સલાહથી જ તારી મૂર્તિઓ સારી બની છે. પણ જયારે, હું તારી મૂર્તિઓમાં ખામી કાઢતો હતો. ત્યારે તું તારી બનાવેલી મૂર્તિઓથી satisfied નહોતો થતો, તું વધારે સારી મૂર્તિ બનાવવાની કોશિશ કરતો હતો.અને તું પોતાને વધારે માં વધારે સારો બનાવવાની કોશિશમાં લાગ્યો રહેતો. અને એ જ તારી કોશિશ તારી સફળતાનું કારણ હતું.’’
પરંતુ જ્યારથી તું તારા કામથી satisfied થઇ ગયો. અને તે એ પણ માની લીધું કે હવે આમાં વધારે સારું થવાની કોઈ ગુંજાઇશ નથી. તારી સફળતા પણ ત્યાંજ અટકી ગઈ. બેટા, ‘’ લોકો હંમેશા તારી પાસેથી વધારેમાં વધારે સારું અને અલગ મેળવવાની ઈચ્છા રાખતા હતા. ‘’ અને આ જ કારણ છે કે હવે તારી મૂર્તિઓના વખાણ નથી થતા. અને વધારે હવે કિમંત મળતી નથી......આ બધું સાંભળી જગદીશ થોડીવાર ચુપ બેસી રહ્યો....પછી ‘’ તે સવાલ પૂછે છે તો હવે મારે શું કરવું જોઈએ ?’’ પિતા એ માત્ર એક વાક્યમાં જવાબ આપ્યો. ‘’ ઝીંદગીમાં unsatisfied થવાનું શીખી લે. હા માની લે કે આપણા માં હંમેશા વધારેમાં વધારે બેટર બનવાની ગુંજાઇશ બાકી છે. આ એક જ વાત તને હંમેશા આગળ વધારે માં વધારે inspire કરતી રહેશે. અને તું સફળતાનાં શિખરો સર કરી શકીશ. તું ક્રિકેટર ને જો દરેક મેચ પહેલા પ્રેક્ટીસ કરે છે શા માટે ? કારણકે એ unsatisfied છે એટલે પોતાને વધારેમાં વધારે બેહતર બનાવે છે.
એક વાત યાદ રાખજો મિત્રો શીખવાની ભૂખ રાખો એ જ તમને એક દિવસ એવા શિખર પર પહોચાડશે. કે કહેવત છે ને ‘’ દુનિયા રાખ તરહ નીચે ઔર ખુદ ધુવે કી તરહ ઉપર. ‘’ .....અને એક વસ્તુ ખાસ યાદ રાખજો દુનિયામાં એટલા બધા અઘરા ના બનતા કે કોઈ સમજી ના શકે, કેમ કે અઘરા દાખલા ઓને હોશિયાર વિદ્યાર્થીઓ પણ વિકલ્પમાં છોડી દેતા હોય છે....