અમી કાવ્યો અમી દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અમી કાવ્યો


1) ખુલ્યું ઘર..

કિચુડ કિચુડ ના અવાઝથી, ખુલ્યા આજે કમાડ ઘરનાં,
ઉંબરા આજે હરખાઈ ઉઠ્યા, કોઈક તો આવશે ઘરમાં.

ઘરનો હિંચકો ઝૂલી રહ્યો આજે, ઠેસ વિના એમજ,
ભીંતો પણ ડોલી ઉઠી, પડઘા પડ્યા આજે અવાઝના,

ઘરનાં માળિયામાં હતો માળો, સુનો છે આજે,
પાંખ લગાવી ઉડી ગયા સૌ, પોતાના પેટ કાજે.

ઘરમાં ભર્યો છે યાદો નો ખજાનો, લૂંટે છે સૌ આજે,
સમય મળ્યો છે સાધજે વ્હાલા,કિંમતી પળને કાજે.

આંગણાનો ગુલમહોર મ્હોરી ઉઠયો છે આજે,
સુનું આંગણ ચ્હેકી ઉઠ્યું, ક્લબલ અવાઝ સાથે.

નેવલેથી ટપકતા લાગણીઓના, થયા છે "અમી"ઝરણાં,
સુમધુર તાલ મિલાવતા, પોતીકા સ્વજનો ની સાથે.

""અમી""


2) તરસ...


ટીપાં ટીપાં ની તરસ હોય,એને પાણીની કિંમત હોય,
જે કરે પાણીનો વ્યય, એને ક્યાંથી તરસ હોય??

એક એક વસ્તુની હોય તરસ, જેને વસ્તુની કદર હોય,
અઢળક છે જેની પાસે , એને ક્યાંથી કદર હોય??.

ભૂખથી ટળવળતા હોય, અનાજની કિંમત ખબર હોય,
પેટ ભરેલા લોકોને, ભુખ્યા રહેવાની શું ખબર હોય ??.

એકલો ભટકતો માનવી, સબંધો ની શું ખબર હોય,
સંબંધોને તોડતો હોય જે,લાગણીની શું સમજ હોય ??

ઇશ્વરને ન માનનારો, જે હોય છે નાસ્તિક,
તરસ હોય પામવાની ઇશ્વરને,તડપની શું ખબર હોય??.

તરસ ની પાછળ દોડનારો, દોડે તરસ છીપાવવા,
જ્યારે જાણે મૃગજળ છે આ, તો દોડની શું કદર હોય.

""અમી""

3) જિંદગી...


જિંદગી એક અલ્પવિરામ
નથી બનતી પૂર્ણવિરામ.

તને પૂર્ણ કરવા મથું છું,
હમેંશા અપૂર્ણ ભાસે છે.

ઈચ્છાઓ નાં પોટલાં,
હરહંમેશ ફુલેફાલે છે,

જવાબદારીથી કચડાવું છું,
તોય ક્યાં કોઈ બહાર કાઢે છે.

સમય નથી ખુદ માટે,
સાચવવો પડે બીજા માટે.

મન નથી સચવાતું સર્વનું,
એટલે જ બેચેની લાગે છે.

પ્રેમથી સ્વને રાખ્યો છે સર્વની સાથે,
તો પણ નફરતની દીવાલ કેમ ચણાય છે.

આંનદનો અતિરેક ક્યારેક વધી જાય છે,
ગમનાં વાદળાં આજુબાજુ માંજ મંડરાય છે.

દુઃખમાં હવે દર્દ સહેવાની આદત પડી છે,
સુખની લાલસાની હમેંશા રાહ જોવાઇ છે.

જિંદગીના રાહ પર કંઇક કંટક ચુભી ગયા,
દિલ પર લાગેલા ઘા હસીને જીવી ગયા.

જીવનમાં એકલતા માંગી, ખુદને ઓળખવા,
ટોળા આજુબાજુ રહ્યા, આખરી અંત સુધી.


""અમી""

4) રાહ...


ભૂલભુલામણી નાં રાહને તું તારી રાહ બનાવી તોજો,
રાહ પર પ્રેમનાં ફૂલ બિછાવ્યા છે, તું ચાલી તોજો.

રાહ પર પથરાયા હતાં કંઈક કટકો ચૂભન માટે,
એ તારી ચૂભન પરખનારને, વ્હાલ કરી તોજો.

રાહ છે ઘણો દુર્ગમ ખડકાળ ને પથરીલો જીવવા માટે,
તું સાથી બનાવી, હાથમાં હાથ પરોવીને ચાલી તોજો.

રાહ પર રાહી મળ્યા, સંગાથે ચાલી ગયા મંજિલ સુધી,
રાહ બંનેનો એક થયો, જીવનની આખરી ઘડી સુધી.

રાહમાં આવ્યા અનેક મોડ, ડગલે પગલે સાથે, ભૂલભુલામણી નો સથવારો, રાહ બન્યો જન્મનો.

""અમી""

5) ચીસો...


ચાલ પર્વત પર ચઢીને ચીસો પાડીએ,
સન્નાટો ના તૂટે તો તિરાડો પાડીએ.

ખુશીની ચીસોથી વાતવરણ ગજવીએ,
દર્દ નો સન્નાટો તોડી આનંદ કરીએ.

ભીતરની ચીસોથી મુક્તિ અનુભવીએ,
મુક્ત બની ગગનમાં વિહરીએ.

સ્વજન મળે અચાનક,ચીસોથી સ્વાગત કરીએ,
ભલેને જગ્યા કોઈ પણ હોય, બે પલ ગળે મળીએ.

આંનદનાં અતિરેકમાં હરખની ચીસો પાડીએ,
નાચી કૂદીને મસ્તી કરીએ મનની શાંતિને નિરખીએ.

ચીસો એ ચીસો નથી, શબ્દોનાં અંદાઝ છે,
હરખ ઉમટે અંતરે તોજ ચીસો પડઘાય છે.

""અમી""

6) ક્ષણભંગુર....


ઝાકળ ના બિંદુઓ,ચમકી ઉઠ્યા સૂર્યકિરણમાં,
પાસે જઈને સ્પર્શ્યા તો,ક્ષણભંગુર થયા પલમાં,

પાણીના પરપોટા,પાણીમાં મોઝથી તરતાં,
વહેંણ આવ્યું ઉછાળા મારતું,ક્ષણભંગુર થયા પલમાં,

મૃગજળ જોઈને થયો આભાસ કે, છે ત્યાં પાણી,
નજીદીક જઈને જોવું તો,ક્ષણભંગુર થયું પલમાં,

રાત્રીના અંધકારમાં, લબુકઝબુક બલ્બ જેવા,
પ્રકાશ વેરતા આગિયા,ક્ષણભંગુર થાય પલમાં,

હોય ના સામે ને છતાં,લાગે છે આસપાસ,
મનનો છે એ આભાસ, ક્ષણભંગુર થાય પલમાં,

દરિયાની લહેરો, મળવા ને દોડતી કિનારો,
આવન જાવન નું મિલન,ક્ષણભંગુર થાય પલમાં,

શ્વાસ અને ઉચ્છવાસ ના,તાલબદ્ધ લયમાં,
ક્યારે પ્રાણ જાય શરીરથી, ક્ષણભંગુર પલમાં.

""અમી""