હું કોણ છું ??(ભાગ 2) Bhavna Jadav દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હું કોણ છું ??(ભાગ 2)

હું કોણ છું (ભાગ 2)

તમે આગળના ભાગમાં જોયું કે..

એમી નવી જોબ ચાલુ કરી સ્કૂલ થોડી સોશિયલ ઈશ્યુ વળી પણ અમી કામથી કામ રાખતી એક વાર એની મુલાકત રડત સિયા સાથે થઈ અને એને હેલ્પ કરી સિયાની ફેવરીટ બની અને બન્નેને એકબીજા સાથે સારૂ ફાવી ગયું હતું એવામાંજ સિયા સ્કૂલે આવતી બન્ધ થઈ ગયી અને એના મમ્મી ને મળી અમી રહસ્ય જાણવા માંગતા હતા પણ સિયા ડરેલી હતી એટલે કાઈ જ ન જાણી શકી..

હવે જોઈએ આગળ...


****


અચાનક હસ્તી રમતી સિયા ને આમ દુઃખી ડરેલી જોઈને અમીને શંકા ગયી પણ હાલ કશું પૂછવું મુનાસીમ ન લાગતા એણે ત્યાંથી ચાલતી પકડી.

અમીના મગજમાં ગડમથલ ચાલતી હતી એને જોબ પર જવાનું નક્કી કર્યું ને પછી અન્ય બાળકો સાથે વાતચીત કરી પણ કોઈ બાળક એ વિશે કાઈ બોલવા માગતું નહોતું બધા અંદરથી ખબર નહીં ક્યાં કારણોસર પણ ખુબજ ડરેલા હતા એવામાં બારીમાંથી કોઈ દોડીને જતું હોય એમ અહેસાહ થતા એ જોવા ગયી.. પણ ત્યાં સુધી એ પડછાયો ગાયબ હતો પણ એને ખાતરી થઈ કે કોઇ એના પર નજર રાખી રહ્યું છે..
.
આખરે અમી ને એ જાણવા અસમર્થ રહી.. ને એને ભણવામાં ધ્યાન લગાવ્યું.. ત્યાં જ એક ટીચર એ સ્યુસાઈડ કર્યું એની લાશ પડતી હતી એ અમી એ જોઈને ડઘાઈ ગયી.. બાળકો પણ એ જોઈ રોકકળ કરવા લાગ્યા બધાને શાંત કર્યા પણ પોતે અશાંત થઈ ગયી હતી..

બાળકોને રજા આપી દીધી અને અમી સ્ટાફ રૂમમાં ગયી જ્યાં પોલીસ પહેલેથી હાજર હતી બધાની પૂછપરછ કરતી હતી અમી ને.પણ પૂછ્યું ને એને એ ટીચર ને પડતા જોઈ એટલું કહ્યું ને પછી બાળકો ને સમજાવીને ઘેર મોકલવામાં વ્યસ્ત હતી એટલું કહ્યું..

પોલીસ ઓકે કહ્યું પણ એમ્બે એ પણ કહ્યું મેમ ચેતતા રહેજો
આ પહેલો સ્યુસાઈડ કેસ નથી અહીં પહેલા પણ કેરલાય ટીચરો અને એક રિચા નામની બાળકી પણ સેમ.એ જ રીતે સ્યુસાઈડ કર્યું છે કોઈને એ રહસ્ય હજુ જાણવા મળ્યું નથી પણ તમને ચેતવ્યા..
અમે અમારી તપાસ જારી રાખશું તમને જાણવા મળે કાઈ તો કહેજો..

અમી એ માથું ધુણાવ્યું ને " હા "કહી..

પોલુસ ત્યાંથી રવાના થઇ ને સ્ટાફમાં ચર્ચા ચાલુ થઈ.
આ મેડમને કાળા કામને લીધે સારા સારા ટીચરો સ્યુસાઇડ કરે છે.. અરે એ બાળકીનો શુ વાંક હતો એને પણ...

નરકમાં પણ જગ્યા નહીં મળે..
ગુસપુસ સાંભળીને અમી પૂછવા જતી હતી પણ એ લોકો અમને કાઈ ખબર નથી કહીને જતા રહ્યા. અને રાજ સર નું મોત એક રાજ બની ગયું..
એની ફોનની રિંગ વાગી.

ટ્રીન ટ્રીન.. અને હેલો કહીને ફોમ ઉપાડતા જ ..એને ધમકી ભર્યો અવાજ સંભળાયો.. તારી ઔકાત માં રહેજે વધુ રિસર્ચ કરવાની કોઈ જરૂર નથી.. તું કામથી કામ રાખ નહીતો તારા પણ એજ હાલ જે રાજ સર અને બીજા ટીચરો ના થયા.

હેલો. તમે કોણ છો.

હું કોણ છું એ તારે જાણવાનું નથી..તારે એટલું જ જાણવાનું કે ...તું તારું કામ કર..અને ફોન કટ..

અમીને સમજાતું નથી કે શું કરે એણે ઇન્સપેક્ટર ને આ ફોન વિશે માહિતગાર કર્યા..

"ઓકે, મેડમ અમે એ દિશામાં તપાસ કરીશું.. "ઇન્સપેક્ટર એ કહ્યું.

ઓકે સર થેંક્યું.. કહીને અમી પણ ઘેર જતી હતી રસ્તામાં સ્ફુટી બંધ પડ્યું.અને ઉભી રાખી આસપાસ નજર કરતી ત્યાં સિયાના મમ્મી સિયા સાથે બજારમાં કંઈક લેવા આવેલા.. એમને અમીને જોઇ અને એની જોડે આવી વાત કરવા લાગ્યા
સિયાની મમ્મી : કેમ છો મેમ.. કેવું ચાલે છે..

અમી :બસ સારું.. તમે કહો..

સિયાની મમ્મી : અમે પણ મજામાં

અમી: સિયા બેટા કેમ છે..?

પણ સિયા એની મમ્મી ના પાલવ માં છુપાઇ ગયી અને એની મમ્મી પરિસ્થિતિનો તાગ પામી ત્યાંથી ચાલતા થયાં.

શુ થયું હશે રાજ સર જોડે

અને હસ્તી રમતી સિયાનું આમ કેમ મૂંગી બનવાનું ડરવાનું કારણ શુ હશે..?

શુ રહસ્ય છે એ સ્કૂલનું..

જોઈએ આવતા અંકમાં