દિલ કા રિશ્તા A LOVE STORY - 44 તેજલ અલગારી દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

દિલ કા રિશ્તા A LOVE STORY - 44

ભાગ - 44

( આગળ જોયું કે રશ્મિ અને રોહન અમદાવાદ આવે છે રશ્મિ ના આંટી બહાર હોવા થી રશ્મિ રોહન ને ત્યાં રોકાય છે રોહન જમવાનું લેવા જાય છે અને આખો પલળી ને આવે છે એ રૂમ સાથે જ એટેચ અગાસી માં ન્હાવા માટે જાય છે એ રશ્મિ ને પણ પરાણે વરસાદ માં ભીંજવે છે છે બન્ને ખૂબ ધમાલ કરે છે પણ રશ્મિ નો પગ લપસ્તા દીવાલ માં અથડાવા જાય છે ત્યાં રોહન એને કમર થી પકડી બચાવે છે એને બચાવવા જતા બન્ને બેલેન્સ ગુમાવે છે હવે જોઈએ આગળ )

રોહન રશ્મિ ને કમર પર થી પકડી અને દીવાલ માં અથડાતા પોતાની તરફ ખેંચી અને બચાવે છે પણ એને બચાવવા જતા પોતાનું બેલેન્સ પણ ગુમાવે છે અને બન્ને નીચે પછડાઈ છે રશ્મિ ને કમરે થી પકડી હોવાથી રોહન ની ઉપર રશ્મિ પડે છે રશ્મિ ના ભીના વાળ રોહન ના ચહેરા પર પડે છે એના વાળ ને આરપાર થતા વરસાદ ના છાટા રોહન ના ચહેરા ને ભીંજવી રહ્યા છે રોહન ને આટલો નજીક જોઈ રશ્મિ નું દિલ જોર જોર થી ધડકવા લાગે છે બન્ને ના શ્વાસ એકબીજા સાથે ભટકાઈ એટલી નજદીકી. રોહન અને રશ્મિ ની નજર એક થઈ વરસાદી માહોલ માં બે જુવાન હૈયા અને આટલી નજદીકી રોહન ને રશ્મિ માં તેજલ દેખાવા લાગી એ જાણે સપના માં ગરકાવ હોઈ એમ એને લાગ્યું કે એ તેજલ છે એનો એક હાથ રશ્મિ ની કમર ફરતે હજુ પણ યથાવત હતો બીજા હાથ એ એને રશ્મિ ના વાળ હટાવ્યા રશ્મિ માટે આ અનુભૂતિ સ્વર્ગ થી પણ અનેક ગણી હતી રોહન પોતાના વિચારો માં એટલો ખોવાઈ ગયો કે ભૂલી ગયો કે અત્યારે એ તેજલ સાથે નહિ પણ રશ્મિ સાથે છે એ આંખ બંદ કરી લે છે રશ્મિ પેલી વાર પોતાની જાત પર કાબુ ગુમાવી રહી હતી બન્ને ના અઘરો મિલન માટે તરસી રહયા હતા એ ધીરે થી પોતાના હોઠ ને રોહન ના હોઠ સુધી લઈ જાય છે એ રોહન ને કિસ કરવા જાય ત્યાં જ રોહન નો ફોન વાગે છે અને રોહન વિચારો માં થી વર્તમાન માં પટકાઈ છે એ આંખો ખોલી જુવે તો રશ્મિ એને કિસ કરવા જઈ રહી છે રોહન રશ્મિ ના હોઠ પર પોતાની હથેળી રાખી રશ્મિ ને અટકાવી એને ધીરે થી ધક્કો આપી સફાળો બેઠો થાય છે જાને કોઈ ઊંડા સપના માંથી બહાર આવ્યો હોય ઓહ ગોડ ! આ શું થઈ જાત હમણાં પોતાના થી . એને અફસોસ નો પાર ન રહ્યો એ તેજલ ને અઢળક પ્રેમ કરતો હતો તેજલ એના મન પર એટલી હાવી થઈ ગઈ કે એ અત્યારે રશ્મિ ને તેજલ સમજી અને... પણ ખરા સમયે ફોન એ બચાવી લીધો નહિતર... ખબર નહિ... શુ થઈ ગયું હોત અને હું તેજલ ના વિચારો માં હતો પણ રશ્મિ તો શું સમજી હોત ઓહ ગોડ... અને એ પણ આજ તો... ફોન ના આવ્યો હોત તો થેન્ક ગોડ...

રશ્મિ તો સ્વર્ગ માં વિહરતી હતી અને અચાનક જમીન પર પટકાઈ એને તો હોઠે આવેલો અમૃત નો પ્યાલો ઢોળાઈ ગયો રોહન ના ભીના વાળ માંથી પાણી ટપકી રહ્યું છે અને ચહેરા પર અપાર અફસોસ.. રોહન એ રશ્મિ સામે જોઈ કહ્યું i m really sorry , રશ્મિ એ રોહન નો હાથ પકડ્યો રોહન એનો હાથ છોડાવતા ઉભો થઇ રૂમ તરફ ભાગ્યો. એના ફોન ની રિંગ હજુ વાગી રહી હતી રશ્મિ રોહન... રોહન... કરતી રહી પણ રોહન તો જાણે કાઈ સાંભળ્યું જ ના હોઈ એમ ફોન તરફ ભાગ્યો એ જાણતો હતો કે એ ફોન કોનો હતો.... રશ્મિ ના મન નો આવેગ આંસુ રૂપે એની આંખ માંથી વહેવા લાગ્યો જેટલી બુંદો વરસાદ ની હતી એના થી વધુ એની આંખો માંથી વહી રહી હતી એ શૂન્યમનસ્કે વરસાદ માં બેઠી હતી એ વરસાદ સાથે રશ્મિ જાણે વહી રહી હતી

રોહન રૂમ માં પહોંચ્યો એના ફોન ની રિંગ હજુ વાગી રહી હતી એને જોયું એનો અંદાજો સાચો જ હતો નામ ડિસ્પ્લે થયું

"હરામી"

એ ફોન તેજલ નો જ હતો રોહન એ ફોન ઉઠાવ્યો અને રોહન કાઈ બોલે પેલા જ સવાલો નો વરસાદ ચાલુ થયો

તેજલ - ક્યાં હતો ??? ક્યાર ની ફોન કરું છું ??? પહોંચી ગયો ??? પહોંચી ગયો તો ફોન કેમ ના કર્યો ??? તને પૂછું છું સંભળાઈ છે ??? જવાબ તો આપ

રોહન - અરે પણ હરામી 2 મિનિટ શ્વાસ તો લે. મને બોલવા દે તો હું બોલું ને

તેજલ - હા ok બોલ

રોહન - thank you so much sweetheart

તેજલ - કેમ ??

રોહન - ( મન માં ) હરામી હમણાં શુ અનર્થ થઈ જાત મારા થી તે બચાવી લીધો

તેજલ - અરે બોલ શુ થયું કેમ thnxxx

રોહન - thanxx એટલે કે આટલી બધી તારી યાદ આવી રહી હતી ને તું આવી ગઈ

તેજલ - ઓહ અચ્છા , તો તો કૉલ કર્યો હોત તમે જ મહાશય જો આટલી યાદ આવતી હોત તો.

રોહન - અરે એટલી યાદ આવતી હતી કે ફોન કરવાનું પણ યાદ ન રહ્યું બોલ

તેજલ - આય હાય.... જો તો... કયુટ કયુટ બને છે મારે અમદાવાદ ધક્કો થશે એવું લાગે છે

રોહન - અરે યાર આવી જા ને તને જોવા તો આ આંખો તરસી રહી છે હરામી

તેજલ - 😘😘😘😘😘

રોહન - 😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘

તેજલ - બસ , બસ મળીયે એ માટે કઈક બાકી રાખ

રોહન - હરામી , ચાલુ કોને કર્યું.. સારું છોડ શુ કરે છે તું ??? જમ્યુ તે???

તેજલ - અરે રાહ જોવ છું તારા ફોન ની I am worry about you હરામી

રોહન - આય હાયય..... મેરા બચ્ચા 😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘
સોરી દિકા અમે પહોંચ્યા ત્યાં રશ્મિ ના આંટી બહાર હોવાથી એ મારા ઘરે આવી. મારા બધા ફ્રેન્ડ હમણાં બહાર છે તો ઘર માં કઈ બને એમ હતું નહીં એટલે હું જમવાનું બહાર થી લેવા ગયો ને વરસાદ ચાલુ થયો એટલે ભીંજાયેલો હતો અને હજી ભીંજાયેલો જ છું એટલે ફોન ના કર્યો ક્યાંક તું પણ ભીંજાય જા ને શરદી થઈ જાય તો 🤣🤣🤣🤣🤣

તેજલ - વાતો કરતા તો કોઈ તમારી પાસે થી શીખે સારું પેલા કપડાં બદલાવ સાચે જ બીમાર પડીશ જમી ને વાત કરીએ

રોહન - ઓકે મિસ યુ હરામી

તેજલ - મિસ યુ ટુ ઇડીયટ ટેક કેર

રોહન - you too sweetheart...

***********

રશ્મિ અંદર આવે છે રોહન એની સાથે નજર મિલાવ્યા વિના જ ફટાફટ બાથરૂમ માં જઇ ચેન્જ કરે છે રશ્મિ પણ ચૂપચાપ ચેન્જ કરી જમવાનું પીરસે છે બન્ને જમે છે પણ રોહન રશ્મિ સામે નજર નથી મિલાવી રહયો જમી લીધા પછી બધું ક્લીન કરી રોહન ટીવી ચાલુ કરી ન્યૂઝ ચાલુ કરે છે રશ્મિ પણ એની બાજુ માં આવી બેસે છે એ જોવે છે કે રોહન હજી એને ઇગ્નોર કરી રહ્યો છે

રશ્મિ - રોહન શુ વાત છે તું કેમ મારા થી ભાગવા લાગ્યો છે અચાનક

રોહન ટીવી નું વોલ્યુમ ધીમું કરી રશ્મિ સામે જુવે છે

રોહન - i m really very very sorry રશ્મિ પણ ત્યારે હું તેજલ ના વિચારો માં હતો અને અચાનક તું લપસી અને જે બન્યું અને.... મારો એવો કોઈ જ ઈરાદો નહતો પણ ખબર નહિ કેમ... હું ફરી થી માફી માંગુ છું રશ્મિ .તું સારી રીતે જાણે છે કે હું તેજલ ને દિલ થી ચાહું છું હું એને વફાદાર છું અને કાયમ રહીશ. તેજલ જ્યાર થી મળી ત્યાર થી જ આ તન અને મન એને હવાલે થઈ ગયું છે એના સિવાય કોઈ ને પણ હું એ જગ્યા એ નથી જોતો. પણ ત્યારે જે બન્યું એ હું તેજલ વિશે વિચારી રહ્યો હતો કે સાથે હોત તો શું કરેત અને અચાનક જે બન્યું એમાં....

રશ્મિ - (રશ્મિ થી રોહન ના મોઢે તેજલ તેજલ સાંભળી એને ગુસ્સો આવી રહ્યો હતો એટલે એટલું જ બોલી) its ok રોહન

રોહન - (ખુશ થઈ) ઓહ થેન્ક્સ ડિયર મને સમજવા માટે

ફરી રોહન પેલા ની જેમ જ ચહેકવા લાગ્યો એ વાત થી અજાણ કે રશ્મિ ના મન માં તો કઈક બીજું જ ચાલતું હતું

હવે રશ્મિ પેલા ની રશ્મિ રહી ન હતી દિવસે દિવસે રોહન ની તેજલ પ્રત્યે ની ઘેલછા પલે પળે પોતાના રોહન ને પોતાના થી દુર જતો મહેસુસ કરવું અને ટુક સમય માં રોહન અને તેજલ એક થી જશે એ વિચારી એ તડપી ઉઠતી પેલા ની ભોળી શાંત અને સમજદાર રશ્મિ ના મન માં આજ પેલી વાર એના વ્યક્તિત્વ થી વિરુદ્ધ વિચાર સ્ફુર્યો હતો

આજ જે બન્યું એ પછી રશ્મિ ને પણ રોહન ની તૃષ્ણા જાગી એ હવે સ્વાર્થી થવા લાગી હતી રશ્મિ વિચારી રહી કે હવે હું કોઈ કાળે તને મારા થી દુર જવા દેવા નથી માંગતી એ માટે ભલે મારે કઈ પણ કરવું પડે રોહન તું મારો છે અને મારો જ રહીશ હવે રશ્મિ રોહન ના પ્રેમ માં અને એના પામવા એટલી પાગલ બને છે કે એ પોતાના શરીર ને હથિયાર બનાવવા નું વિચારી ચુકી હતી એ વિચારી રહી હતી કે રોહન તું ગમે એટલો તેજલ ને પ્રેમ કરતો હોય પણ ક્યાં સુધી તારી જાત પર લગામ રાખીશ આખરે છે તો તું પણ એક પુરુષ જ ને......

TO BE CONTINUE.....

( રશ્મિ આ શું કરવાનું વિચારી રહી હતી ???? શુ રોહન તેજલ ને વફાદાર રહી શકશે???? શુ રશ્મિ ના મન માં ચાલી રહેલુ કાવતરું તેજલ અને રોહન ને અલગ કરવા માં સફળ થશે ????? રશ્મિ પોતાના મનસૂબા માં કામયાબ થશે?????
શુ થશે આગળ એ જાણવા વાંચતા રહો દિલ કા રિશ્તા...

અને આપના અભિપ્રાય મને ખુબ સારું લખવા પ્રેરી રહ્યા છે તો અચૂક પ્રતિભાવ આપો

અને મારી સાથે ઇન્સ્ટાગ્રામ માં જોડાવા મને ફોલો કરો

@tejal_rabari.singer_official

અને એક ખૂબ જ ખુશી ની વાત કે દિલ કા રિશ્તા નોવેલ ના 100k એટલે કે 1 લાખ વ્યુઅર થઈ ચૂક્યા છે આપ બધા નો ખુબ ખુબ આભાર કે આપ એ આટલો પ્રેમ આપ્યો આપ સૌ ના સાથ વિના હું કઈ જ નથી તો મારા બધા વાચકો નો દિલ થી આભાર😊😊😊😊😊