બાલનગઢ ની હવેલી - 1 Vijeta Maru દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બાલનગઢ ની હવેલી - 1


રાહુલ આજે ખુબજ ખુશ હતો. કારણ કે બીજા દિવસે તેનો જન્મદિવસ હતો. રાહુલ અને તેના બધાં મિત્રો સાથે મળી ને પિકનિક માં જવાનાં હતા. બધા મિત્રોએ વિચાર્યું કે આજે રાહુલ ના પપ્પાની ગાડી લઈને જવું છે. રાહુલના પપ્પાએ પરવાનગી આપી.

રાહુલ અને તેના બધાજ મિત્રો કાર લઇ ને નીકળી પડ્યા. કાર માં રાહુલ સહિત તેના મિત્રો માં અજય, વિકી, શીતલ, રાજવી, અને પ્રિયા હતાં.

શહેરથી થોડે દુર નીકળ્યા અને રાહુલે એક ધાબા પાસે કાર રોકી.

રાહુલ - ફ્રેંડસ, કાંઈક નાસ્તો કરીને નીકળીએ, રાત પડી ગઈ છે. અને આમ પણ ત્યાં પહોંચીને સુવાનું જ છે.

વિકી - yo guys... i think rahul is right...

અજય - અરે ફ્રેંડસ, આપડે બધા એ નાઈટ આઉટ કરવાનું વિચાર્યું હતું. આમ પ્લાન ના બદલો યાર.. 😑😑

રાજવી - દોસ્તો, રાહુલ સાચું કહે છે. આપણે જલ્દી નાસ્તો કરીને નીકળી જવું જોઈએ.

બધા મિત્રો નાસ્તો કરી ને નીકળી પડ્યા. બધા એ નક્કી કર્યું હતું કે બાલનગઢ થી થોડે દુર 25 કિલોમીટરનાં અંતરે આવેલા એક નાના જંગલ માં જઈશું.

આ જંગલમાં કુદરતની જાણે મહેરબાની હોય એમ ખૂબ જ સુંદર જંગલ હતું, જંગલ ની બરાબર વચ્ચે એક ઝરણું ખળ ખળ વહી રહ્યું હતું. ખુબજ સુંદર એવા આ જંગલની લહેજ માણવા રાહુલ અને તેના મિત્રો નીકળ્યા હતા, પણ આમાંથી કોઈ ને પણ ખબર ના હતી કે આવી સુંદર જગ્યાએ પહોંચતા પહેલા તેઓને કાળ નો સામનો કરવો પડશે.

રાતનાં 11.30 વાગ્યા હતા. એકદમ સૂમસામ રસ્તા પર રાહુલની કાર સિવાય કોઈજ ન હોતું દેખાતું. રસ્તાની બંને બાજુ મોટા ઘનઘોર વૃક્ષો હતા જે અંધારી રાત્રીમાં વધારે બિહામણા લાગતા હતા.

પ્રિયા - રાહુલ, મને લાગે છે આપણે અહીં રોકાઈ જવું જોઈએ, આગળ જવું હિતાવહ નથી લાગતું.

રાહુલ - અરે ડિયર, બસ 20 જ કિલોમીટર છે.

શીતલ - રાહુલ , પ્રિયા સાચું કહે છે.

બધાં મિત્રો - હા રાહુલ, આગળ આપડે કાલે સવારે જઈશું.

રાહુલ - ok, ઠીક છે. અહીં થી 2 કિલોમીટર અંદરની બાજુ એક ગામ છે, બાલનગઢ. ત્યાં રોકાઈ જઈશું.

અજય - યાર ત્યાં રેહવું જોખમી લાગે છે...

રાજવી - તો હવે શું કરીશું યાર...

રાહુલ - એક કામ કરીએ, બાલનગઢ માં મારા એક ફ્રેન્ડ ના પૂર્વજોની મોટી હવેલી છે. ત્યાં બધી જ વ્યવસ્થા થઈ જશે. કોઈ ચિંતા કરવાની જરૂર નથી. chill yaar.....

બધા - ઠીક છે. તું કરે એ સહી મારા birthday boy.... (આમ કહી બધા હસવા લાગ્યા)

બધા કાર માં ગીતો સાંભળતા સાંભળતા બાલનગઢ તરફ નીકળ્યા..

થોડે દુર પહોંચ્યા, ત્યાં અચાનક સામેથી એક ટ્રક ઓવર સ્પીડ માં આવી રહ્યો હતો. રાહુલ ટ્રક ની ગતિ જોઈ ને એકદમ ડઘાઇ ગયો. અને સ્ટેયરીંગ પર થી કાબુ ગુમાવવાનો જ હતો ત્યાં બાજુ બેઠેલા અજય એ સ્ટેયરીંગ હાથમાં લીધું અને પુરે પૂરું ફેરવી નાંખ્યું. ગાડીએ એકદમ સ્લીપ મારી અને ફરી ગઈ. બધા ખૂબ જ ડરી ગયા હતા. ફટાફટ બધા ગાડીમાંથી નીચે ઉતર્યા. ઉતરીને જોયું કે એક કુતરુ કારની હડફેટે આવીને મૃત્યુ પામ્યું હતું અને તેનું લોહી વહીને ટાયર ની નીચે આવ્યું હતું જેના કારણે ગાડી સ્લીપ થઈ હતી.

અજય - રાહુલ આ તે શું કર્યું?

રાહુલ - યાર પેલા ટ્રકની headlight આંખોમાં આવી અને મારી આંખો અંજાઈ ગઈ એમાં આ બનાવ બન્યો. મને ખુદને નહોતી ખબર કે આ શું થઈ જશે એટલે હું ડરી ગયો. i'm sorry guys. i really don't know what i have done.

પ્રિયા - ઇટ્સ ઓકે રાહુલ ચાલો હવે હવેલી તરફ જઈએ. ખૂબ જ મોડું થઈ ગયું છે.

વિકી - ok guys come on. લેટ્સ ગો.

બધા ફરીથી ગાડીમાં બેઠા અને ધીમે ધીમે ગાડી ચલાવવા લાગ્યા ત્યાં થોડે દૂર એક વૃદ્ધ સ્ત્રી રસ્તા પર વચ્ચે ઉભી હતી. રાહુલે ગાડી રોકી.

અજય ને આ સ્ત્રી થોડી અજીબ લાગી.

અજય - રાહુલ, ફક્ત તું અને હું બે જ ગાડીમાંથી ઊતરીએ. બાકી બધા અંદર બેસો.

બધા - ok .

રાહુલ અને અજય ગાડીમાંથી ઉતર્યા.

રાહુલ - અરે બા. કેમ આ રસ્તા પર આમ વચ્ચે ઊભા છો.

સ્ત્રી - બાળકો, મહેરબાની કરીને આગળ જશો નહીં. તમે લોકો હજુ નાના છો અને તમારો જીવ જોખમમાં મૂકશો નહીં.

અજય - પણ બા!!! આગળ એવું તે શું છે કે તમે અમને આગળ જવાની ના પાડો છો.

સ્ત્રી - દીકરા હું એ તો નહીં કહી શકું કે આગળ શું છે હું ફક્ત એટલું જાણું છું કે તમે આગળ જશો તો બસ મૃત્યુનો ભેટો થશે.

અજયને આ વાત મજાક લાગી. તે જોરજોરથી હસવા લાગ્યો.

સ્ત્રી - દીકરા હું સાચું કહું છું અડધી રાત્રે સાડા બાર વાગ્યે કોઇ આધેડ વયની સ્ત્રી આવી મજાક ના કરે મહેરબાની કરીને આગળ ના જશો.

અજય અને રાહુલે તે સ્ત્રીને કંઈ જવાબ ન આપતા ગાડીમાં બેઠા અને ત્યાંથી રવાના થયા. ગાડી ચાલુ કરી અને બસ દસ મીટરના અંતરે ચલાવી. ત્યાં રાજવીને ધ્યાન પાછળ પડ્યું. અને રાજવી એકદમ ડરી ગઈ. તે કંઈ પણ બોલી શકતી ન હતી. તે પરસેવે રેબઝેબ થઇ ગઈ.

વિકી - રાજવી, શું થયું? કેમ પરસેવે રેબઝેબ છે.

રાજવી કંઈ જ બોલી શકતી ન હતી. તેના મોઢામાંથી એક પણ શબ્દ નીકળી શકે એમ હતો નહીં. તે કંઈક કહેવા માગતી હતી.
પણ તે કંઈક કહે એ પહેલાં જ તે બેભાન થઈ અને પ્રિયાના ખોળામાં ઢળી પડી.

પ્રિયા - ( ડરીને ) રાહુલ પ્લીઝ સ્ટોપ ધ કાર. રાજવી ને કંઈક થઈ રહ્યું છે.

રાહુલે ગાડી ઊભી રાખી.

શીતલ - ફ્રેન્ડ્સ રાજવીનું શરીર એકદમ ઠંડુ પડી ગયું છે. રાહુલ, પ્લીઝ હીટર ચાલુ કર.

બધા ખૂબ જ ડરી ગયા હતા. રાહુલે હીટર ઓન કર્યું. બધાએ રાજવીને ઉષ્મા લાવવા ની ટ્રાય કરી. કોઇએ પાણી પાયું. કોઈ તેના પગના તળિયા ઘસવા લાગ્યું. થોડીવાર બાદ રાજવી ભાન માં આવી.

શીતલ - રાજવી તને એવું તે શું થયું કે તું એકદમ બેભાન જ થઈ ગઈ.

રાજવી - guys પ્લીઝ ફટાફટ આપણે હવેલીએ જઈએ કે હું તમને આખી વાત કહું છું.

અજય - i think રાજવી is right.

બધા જ બીકના માર્યા હવેલી તરફ ગયા. હવેલી પર પહોંચ્યા કે તરત જ રાહુલે કહ્યું "બધા ઉતરો હું કાર પાર્ક કરીને આવું છું." બધા ગાડીમાંથી નીચે ઉતર્યા. પ્રિયા અને શીતલ રાજવી નો હાથ પકડી ને નીચે ઉતારી રહ્યા હતા. રાજવી ધીમે-ધીમે ગાડીમાંથી નીચે ઉતરી અને પ્રિયાને શીતલ નો હાથ પકડીને ધીમે ધીમે ચાલવા લાગી. અજય અને વિકી બંને આગળ છે ને હવેલીના દરવાજા પાસે ઉભા રહ્યા. અચાનક પાછળથી એક માણસ ફાનસ લઈને આવ્યો.

માણસ - એ છોકરાઓ... કોણ છો તમે લોકો. અને અહીંયા શું કરી રહ્યા છો.

ત્યાં જ પાછળથી રાહુલ આવ્યો..

રાહુલ - અરે અરે લક્ષ્મણ કાકા કેમ છો?

લક્ષ્મણ કાકા - અરે રાહુલ!! તુ અહીંયા?

રાહુલ - હા કાકા આવતીકાલે મારી વર્ષગાંઠ છે તો હું મારા મિત્રોને લઈ અને અહીંયા નજીકના જંગલમાં પિકનિક માણવા માટે આવ્યો છું. અને કાકા એ બધું છોડો રાકેશ ક્યાં છે. કેટલા દિવસ થી એને ફોન કરું છું એનો ફોન જ નથી લાગતો.

લક્ષ્મણ કાકા કંઈ જ બોલી શકે તેમ ન હતા. રાહુલ એ સવાલ પૂછ્યો કે તરત જ તે નીચું જોઈ ગયા અને આંખમાંથી આંસુ નીકળવા લાગ્યા.

લક્ષ્મણ કાકાએ રાહુલના મિત્રોને અંદર જવા કહ્યું અને ત્રણ રૂમ આપ્યા. રાહુલ કંઈ જ સમજી ન શક્યો. બધા જ રૂમમાં ચાલ્યા ગયા અને સામાન રાખી અને સુઈ ગયા. પણ રાહુલને ઊંઘ આવતી ન હતી. તે બહાર નીકળ્યો. હવેલી ની બહાર બગીચામાં લક્ષ્મણ કાકા હિંડોળા પર એકલા બેઠા હતા. તેમના ચહેરા પર ઉદાસી હતી અને કંઈક વિચારતા હોય એવું લાગતું હતું.

રાહુલ તેની પાસે ગયો અને પૂછ્યું.

રાહુલ - કાકા તમે મારા સવાલનો જવાબ પણ આપ્યો નથી. મને કંઈ જ સમજાતું નથી.

લક્ષ્મણ કાકા - દીકરા, રાકેશ..... (રડવા લાગે છે)

રાહુલ - કાકા શુ થયું. please બોલો કાકા.

લક્ષ્મણ કાકા - બેટા, રાકેશ નું... ગયા મહિને મૃત્યુ થયું.

રાહુલને એકદમ આઘાત લાગ્યો. અને રડવા લાગ્યો.

રાહુલ કંઈજ બોલે તે પહેલાં તરતજ અંદર થી અજય આવ્યો.

અજય - રાહુલ, રાજવી હવે સ્વસ્થ થઈ ગઈ છે. ચાલ અંદર.

રાહુલ, અજય અને લક્ષ્મણકાકા ત્રણે જણ સાથે અંદર જય છે.

રાહુલ - રાજવી, એવું તે શું જોયું કે તું બેભાન થઈ ગઈ હતી.

રાજવી - રાહુલ, પેલા ડોશીમાં આપણને રસ્તા માં મળ્યા હતા. આપડે લોકો જ્યારે કાર સ્ટાર્ટ કરી ને નીકળતા જ હતા અને થોડે દુર ગયા ત્યાં મેં પાછળ જોયું તો...... તો....... (રાજવી ધ્રુજવા માંડી)

રાહુલ - રાજવી તું ડરીશ નહીં, અમે લોકો તારી સાથે જ છીએ. આગળ બોલ શુ થયું હતું.

રાજવી - તો મેં જોયું કે પેલા ડોશીમા જમીન થી 4 ફૂટ ઉપર હવામાં ચાલી રહ્યા હતા. અને એમના વાળ અચાનક જ વધી રહ્યા હતા. અને એમણે પહેરેલી સાડીનો છેડો ઘનઘોર વૃક્ષની ડાળ પર વીંટળાઈ રહ્યો હતો. આ બધું જોઈ મને ખુબજ ડર લાગ્યો. હું કઈ બોલી ના શકી. (રાજવી પરસેવે રેબઝેબ થઈ રહી હતી.)

લક્ષ્મણકાકા - હે ભગવાન... આખરે તમને લોકો ને પણ તેણી નો ભેટો થઈ જ ગયો.

બધા જ આશ્ચર્યચકિત થઈ ગયા.

શીતલ - કાકા, આપ એમને ઓળખો છો?

લક્ષ્મણકાકા - હા બેટા... તે કોઈ માણસ નથી... પ્રેત છે.

બધાની આંખોમાં ડર અને આશ્ચર્ય દેખાઈ રહ્યા હતાં.

લક્ષ્મણકાકા - વર્ષોથી તે સ્ત્રી આ હવેલીમાં નોકરી કરતી હતી. તેમની ઉંમર આશરે 65 વર્ષ હશે. તે આ હવેલીની સાર સંભાળ રાખતા. તેનું નામ વજીમાં હતું. રાકેશ અને એના ઘરના લોકો શહેર માં રહેવા ગયા ત્યારે આ માજી ને હવેલી નું ધ્યાન રાખવા માટે નોકરી પર રાખેલા.

રાહુલ - કાકા મને કાઈ જ સમજાતું નથી તમે બધું જ વિસ્તાર થી કહો.

લક્ષ્મણ કાકા - ભલે બેટા....
આજ થી દોઢેક મહિના પહેલા જ્યારે રાકેશ તેના પપ્પા સાથે આ હવેલી છોડીને જઇ રહ્યો હતો ત્યારે રાકેશ એ કહ્યું કે મારે આ હવેલી છોડી ને નથી જવું. ત્યારે તેના પપ્પા એ કહ્યું કે આપણે જવું પડશે બેટા, તને જ્યારે અહીં આવવાનું મન થાય ત્યારે આવજે અહીંયા વજીમાં અને લક્ષ્મણ કાકા છે જ.

રાકેશ તેના પપ્પાની વાત માની ગયો. ત્યાર બાદ એ લોકો જતા રહ્યા. પણ રાકેશ નો જીવ આ હવેલી માં જ હતો. શહેર માં ગયા પછી 10 જ દિવસ માં એક એવો બનાવ બન્યો કે જેની કોઈ કલ્પના પણ ના કરી શકે.

____________________________________________

To be continue........