કોલેજની અવ-નવી વાતો - 2 pankti solgama દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કોલેજની અવ-નવી વાતો - 2

નામ : કોલેજની અવ-નવી વાતો 2
લેખક : પંકિત સોલગામા

મિત્રો ,આજે યુવાનોને પસંદ આવે તેવી સ્ટોરી લઇને આવી રહી છું.જેનું નામ છે , કોલેજની અવ-નવી વાતો.કોલેજ કાળ દરમિયાન થયેલા નવા નવા અનુભવો,નવા નવા અખતરાઓ વગેરે વાતો કરવાની છું.તમે આગળનો ભાગ રીડ કર્યો હશે .આ સ્ટોરીમાં સારો એવો પ્રતિસાદ આપશો.


હવે પહેલાના ભાગને આગળ લઇ જાવ છું.

હવે આગળ.......

પહેલા ભાગમાં જોયું કે અમુક લંપટો વિધાર્થીએ પોતાની હરકતો કરે છે અને છેલ્લે પ્રોફેસર આવે છે , અને સમજાવે છે અને આવું ના કરવાની સલાહ આપે છે.જો હવે પકડાશે તો વાલીને બોલવાની ધમકી આપે છે.લંપટ વિધાર્થી માફી માંગે છે.


હવે આજે કોલેજનો બીજો દિવસ હતો , હવે આજે તો ભણાવવાનું સ્ટાર્ટ થવાનું હતું.કોલેજના કલાસ ચાલુ થયો.પહેલો લેકચર આવ્યો. પ્રોફેસર ફરીથી પરિચય આપ્યો.અને અમુક બાબતોની જાણ કરી.અને પોતે કોઇ પણ બાબતમાં ચલાવી નહી લે તેવી ચેતવણી પણ આપી દીધી.અમુકો તો તેના ધ્યાન પર ચડી જ ગયા હતા.એટલે થોડી સખ્તાઇપુર્વક કહયું. હવે પોતે કયો વિષય લે છે , કેવી પેપર સ્ટાઇલ હોય તે બધું કહી દીધું.

લેકચર પુરુ થયો હતો.બીજા પ્રોફેસર આવ્યા.તે પ્રોફેસર પોતાનો પરિચય આપ્યો.પછી બધા સ્ટુડન્ટ પાસે પોતાનો પરિચય માંગ્યો.પ્રોફેસર મગજના શાંત હતા.બધા સ્ટુડન્ટો બહુ અવાજ કરતા હતા.છતાં પણ તેઓ કાંઇ કહી નહોતા રહયા.સ્ટુડન્ટ પોત પોતાના મશગુલ થઇ ગયા.પ્રોફેસર ને પણ કોકનો કોલ આવી ગયો તો તે પણ વાતો કરવા લાગ્યા.



હવે મારી બાજુમાં બેસતી ગર્લ સાથે થોડી મિત્રતા વધી રહી હતી.બધી વાતો કરવા લાગી.હું પણ મારી વાતો તેને કરવા લાગી.હવે પ્રોફેસર બધાને શાંત કરાવ્યા અને ફરી પોતાની વાત પર લઇ ગયા.થોડી વારમાં તેને લેકચર પુરો થઇ ગયો.


હવે બ્રેક પડયો.એટલે સ્ટુડન્ટો કોલેજની કેન્ટીન તરફ જતા.મારી બાજુ જે ગર્લ હતી.હું પણ તેની સાથે કેન્ટીન તરફ ગઇ.હવે અમારી બંને વચ્ચે જે વાતોનો ગેપ હતો.તે પુરો થઇ ગયો હતો.હવે ખુલ્લા મને વાતો કરતી હતી.


અમે બંને એક બીજા ના મોબાઇલ નંબર પણ ટ્રાન્સફર કર્યા.બંને ગાઢ સખીઓ બની ગઇ.હવે કોલેજ છુટીને પણ ત્યાં ધણી વાર સુધી વાતો કરતા હતા.ઘેર પહોંચી ત્યારે મોડું થઇ જતું હતું.
ઘેર જઇને જમી.પછી થોડો આરામ કરીને.ફરી મોબાઇલ પર વાતો કરવા લાગી જતા.મમ્મી પણ બહુ ખીજાઇ જતા.તેમની વાતો ને ઈગ્નોર કરતાં.પછી થોડા કામ લાગી જતા.


કોલેજ પહોંચી એટલે પહેલા તો એકબીજા ભેટી પડતી.પછી વાતો કરતી.આ જોઇને ધણી ગર્લ ચિડાતી હતી.અમને પણ ચિડાવવાની વધુ મજા આવતી.એટલે વધુ કરતી હતી.


કોલેજમાં કલાસ ચાલુ થઇ ગયો.અમારે પહોંચવામાં મોડું થઇ ગયું.બંને સાથે હતી.એટલે પ્રોફેસર પુછયું.એટલે બહાનું કાઢી દીધું.હવે કલાસના બધાને ખબર હતી કે અમે બંને ગાઢ સખી છીએ.પ્રોફેસરો પણ જાણી ગયા.ચાલુ કલાસે પણ વાતોના ગપાટા મારતા હતા.પ્રોફેસર અમને જોયા કરે.કાંઇ બોલે નહી.પછી અમે પણ થોડી વાર શાંત થઇ જાય.

બીજા પ્રોફેસર આવ્યા.તે થોડા સ્કીટલી હતા.અમે વાતો કરતા પકડાઇ ગઇ.એટલે પહેલા ઉભી કરી.કહયું કે કેમ વાતો કરો છો ? શું વાતો કરો છો ? પછી થોડી વાર ઉભી રાખી પછી પ્રોફેસર બંને બેસાડી દીધી ની.અને લેકચર આપવા લાગ્યા કે અહી ભણવા માટે આવો છો , ભણો ગણો આગળ વધો.થોડી વારમાં તેમનો લેકચર પુરો થઇ ગયો.

કલાસની ગર્લ મોટે મોટે હસવા લાગી અને કહેવા લાગી કે એ જ લાગની છે.તે બધી અમારી મિત્રતા થી જલતી હતી.અમે કાંઇ બોલી નહી.અમે લેટ ગો કરતી.પછી અમે અમારી કોલેજ કેન્ટીનમાં જઇને બેઠી.નાસ્તો માંગવાવ્યો.થોડી વાર બેઠી.કલાસમાં ગયા.લેકચરો ભર્યા.જયારે છુટયા ત્યારે આજે સીધા ઘેર જવા નીકળ્યા.

હવે આગળની વાત નેસ્ટ પાર્ટમાં

મિત્રો કોલેજની અવનવી વાંતોને વાંચવા માટે છેલ્લે સુધી વાંચતા રહો.ચોકકસ પણે અભિપ્રાય આપજો.આભાર