મિત્રતાની પરખ. Shakti Keshari દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મિત્રતાની પરખ.

આજે ઋચા ખૂબ જ નર્વસ લાગતી હતી એણે નક્કી કર્યું જે થાય એ પણ સ્મિત ને આજે એ વાત કહેવી છે જેનાથી સ્મિતનો ચહેરા પર તો ખબર નહીં પણ પોતાના ચહેરા પર ચોક્કસ સ્મિત આવી જતું હતું.
કોલેજકાળના બે વર્ષ વીતી ગયા છતાં પણ તેના મનમાં હંમેશાથી એ જ ચહેરો છવાયેલો રહેતો જે એણે કોલેજના પ્રથમ દિવસે જોયો હતો એ મનમોહક ચહેરો એના દિલોદિમાગ પર છવાયેલો રહેતો.
"તું આવી ગઈ....?" ક્રિના નો અવાજ સાંભળીને ઋચા એકદમ ચોંકી ગઈ અને જોયું તો ક્રિના તેની સામે મંદ મંદ હસી રહી હતી. ક્રિના ને લાગ્યું કે ઋચા નક્કી કંઇક ગડમથલ માં છે.
"હા ક્યારનીય તારી રાહ જોઉં છું" ખોટું બોલતી વખતે ઋચાના હાવભાવ સહેજ પણ બદલાયા નહીં, રાહ તો એ ખરેખર સ્મિતની જોતી હતી.
'રીચી તે એન્યુઅલ ફંકશન ની તૈયારી ચાલુ કરી' :ક્રિના એ પૂછ્યું.
આ વખતે તો એવો ડાન્સ કરવો છે કે લોકો જોતા રહી જાય, એ બોલી તો ખરા પણ એના મનમાં તો માત્ર સ્મિત નું નામ જ ચાલતું હતું એને તો બસ એક એનો સ્મિત જોતો રહી જાય એ જ જોઈતું હતું.
બન્ને આ વાતો કરતા હતા ત્યાં એ ચહેરો દેખાયો જેની તે આતુરતાથી રાહ જોતી હતી પણ ઋચા કંઈ કહે એના પહેલા ક્રિના નો અવાજ મોટેથી સંભળાયો.... "સ્મિત"..... ઋચાના મનમાં જાણે એક ઝાળ ઉઠી, ક્યારેય નહીં ને આજે જ કેમ એ ઈર્ષા થી તરબોળ થઇ ગઇ.
"સારું થયું તું વહેલા આવી ગયો મારે તારું જ કામ હતું ચાલ ગાર્ડનમાં બેસીને શાંતિથી વાત કરીએ" ક્રિના બોલી.
'ઋચા તું પણ ચાલ': સ્મિતે વાત માં ટાપશી પુરાવી. પણ ઋચા કંઈ બોલે એ પહેલાં ક્રિના સ્મિત નો હાથ પકડી ને ખેંચી ને ગાર્ડન તરફ લઇ ગઈ. બંનેને જતા જોઈ ઋચા ગુસ્સા થી ધુંવાપુવા થઇ ગઈ. આજે એને ક્રિના કોઈ દુશ્મન થી પણ વધારે અળખામણી લાગવા લાગી હતી. એ એની સામે કતરાતી નજરે જોઈ રહી મનમાં તો થયું કે હાલ જ એનો હાથ છોડાવીને કઈ દઉં કે "આ સ્મિત મારો છે માત્ર મારો" એના પર માત્ર મારો હક છે પરંતુ નિશબ્દ સ્થિતિમાં એક પૂતળાની જેમ ત્યાંજ ઉભી રહી ગઈ. જાણે કે એ સર્વસ્વ ગુમાવી ચુકી હોય.
થોડીવાર પછી મોબાઇલની રીંગે એનું ધ્યાન દોર્યું કે એ ગાર્ડન તરફના રસ્તામાં વચ્ચે પૂતળાની જેમ ઊભી છે. એ એટલી ગુસ્સામાં હતી કે ફોનને ક્રિના સમજીને એને નીચે પટકી ને એનો દમ કાઢી લે પણ.......... આ શું....??? મોબાઇલની સ્ક્રીન માં પણ એ જ નામ હતું "ક્રિના"
એણે શું કામ ફોન કર્યો હશે? હવે શું છે? મારી બાળપણની ફ્રેન્ડ હોવાનો માત્ર ડોળ કરે છે. ઋચા ને થયું કે ફોન ઉપાડવો જ નથી પણ વારંવાર રીંગ વાગતા એને થયું કે કદાચ સ્મિત પણ હોય, અને બસ એક આ જ નામ ના કારણે એણે ફોન રિસિવ કર્યો.
"ઋચા તું હાલ જ ગાર્ડન માં આવ આ ક્રિનાએ એવું કંઈક કહ્યું કે મારુ હૃદય એક ધબકારો ચુકી ગયું, હવે તું જ અહીં આવીને મને સમજાય કે વાત છે શું...??? આ બધું તે ફટાફટ એક શ્વાસે બોલી ગયો.
ઋચા ને એહસાસ થઇ ગયો કે એ સ્મિત ને ગુમાવી ચુકી છે એની બાળપણ ની ફ્રેન્ડ એના મન ના મીત ને છીનવી ચુકી છે. જે સ્મિત ને પામવા માટે તેણે દિવસ-રાત ભગવાનને પ્રાર્થના કરી, જેને પામવાના તેણે સપના જોયા, સપના ની મહેફિલ સજાવી હતી અને જે સ્મિતને એ મનથી પોતાની માની ચુકી હતી હવે તે ક્રિના નો થઇ ગયો છે.
છતાં પણ ઋચા મન મક્કમ રાખી, દિલ પાર ભાર મૂકી જાણે કે કશું જ ના થયું હોય એમ હાવભાવ પાર કાબુ રાખી આગળ વધી.
"સારું થયું તું લેક્ચરમાં ના ગઈ અને જો ને આ ક્રિનાડી શુ કહે છે મને" :સ્મિત બોલ્યો. રૂચા તો જાણે હાલ ક્રિના નું ખૂન કરી દે તેવાં મૂડમાં હતી. ક્રિના સામુ જોયા વગર સ્મિત ને પૂછ્યું "કેમ શું કહ્યું એવું એણે...???
એના પછી સ્મિતે જે વાત કહી એ સાંભળીને ઋચા ને ખ્યાલ ના આવ્યો કે ખુશ થવું હસવું કે પોતાની ફ્રેન્ડ ને ગળે લગાડીને ઊંચકીને ઝૂમી ઉઠવું.
"રૂચા શું ખરેખર તું મને પ્રેમ કરે છે....???" આટલું સાંભળીને ઋચા ના મન ના મોરલા જાણે વરસાદ ની પહેલી હેલી માં મન મૂકી ને નાચે એમ નાચ્યાં. પછી પોતાની જાત પર કાબુ રાખી ને સ્વસ્થ હોવાનો દેખાડો કરીને એ બોલી- 'એવું કંઈ નથી આ તો જસ્ટ મજાક કરે છે'
પણ ક્રિના થી ના રહેવાયું, ડોબી હવે તો બોલ બે વર્ષ થયાં ક્યાં સુધી આમ ને આમ છુપાવી રાખીશ: ક્રિનાએ ટોણો માર્યો અને ત્રણેય જણ હસી પડ્યા.
"હા સાચે જ હું તને કોલેજના પ્રથમ દિવસથી પ્રેમ કરતી હતી પણ ક્યારેય તને સામેથી કહેવાની મારા માં હિંમત નહોતી અને આમ પણ કહેવાય છે ને કે છોકરી સામેથી ક્યારેય પ્રપોઝ નથી કરતી, બસ એટલે જ મારાથી આ વાત ક્યારેય ના કહેવાયી પણ સાચું કહું તો તને મેં એવી રીતે ઝંખ્યો છે જાણે કે સહારા ના રણ ના કણેકણ ને જેવી પાણી ના એક ટીંપાની ઝંખના હોય એવી રીતે મેં તારી રાહ જોઈ છે."
ઋચા અને સ્મિત એકમેકની આંખોમાં જોઈ રહ્યા.
"હવે તમે બંને જો આમ જ જોવાના હોવ તો હું શું કામ કબાબમાં હડ્ડી બનું" ક્રિના એ બંનેને ટોક્યા.
ઋચા ને થયું કે તે પોતાની ફ્રેન્ડ વિશે શું નું શું વિચારતી હતી પણ તેણે તો તેની જિંદગીની સૌથી મોટી મુશ્કેલીને દૂર કરી દીધી.
ઋચા ભીના સ્વરે બોલી: 'ક્રિના', હું આ વાત સ્મિતને નહોતી કહી શકતી એ તું સમજી ગયી અને આજે પણ ના કહી શકત. જો તું ના હોત તો આ લવ સ્ટોરી ની શરૂઆત જ ના થાત હું કયી રીતે આ વાત નું ઋણ ચૂકવીશ: . "બસ કર પગલી અબ રુલાયેગી ક્યા"- ક્રિના નટખટ અંદાઝ માં બોલી અને ત્રણે જણા ખડખડાટ હસી પડ્યા.