positive thinking books and stories free download online pdf in Gujarati

પોઝિટિવ થિંકિંગ





🔸 આ આખા બ્રહ્માંડમાં દરેક જગ્યાએ આકર્ષણનો નિયમ લાગુ પડે છે. આકર્ષણની વાત કરીએ તો કોઈ વસ્તુ, વ્યક્તિ કે પછી સ્થાન. આપણને આ ત્રણેય પ્રત્યે આકર્ષણ હોઈ શકે. આપણા મનમાં વિચાર આવે છે કે આકર્ષણ થાય કેવી રીતે શું ખાલી તે વસ્તુ, વ્યક્તિ કે સ્થાન ને જોઈને ? ના .

🔸આકર્ષણ આપણા મનમાં રહેલા વિચારો સાથે સંકળાયેલ છે.આપણે જે વસ્તુ વિશે વધુ વિચાર કરીએ છીએ તે વસ્તુ વારંવાર આપણી સામે દેખાય છે. તે વસ્તુ આપણી જ છે તેવો અનુભવ થયા કરે છે.તેવો બ્રહ્મ થવા લાગે છે. ધીરે-ધીરે આપણા શરીર ને તે વસ્તુ પ્રત્યે વધુ પ્રેમ થવા લાગે છે અને આપણે તે વસ્તુ પ્રત્યે આકર્ષિત થઇએ છીએ. જ્યારે આપણે આકર્ષણના નિયમ માં સંપૂર્ણ રીતે ઉતરી જઈએ છીએ ત્યારે આપણા મનને તે વસ્તુ વ્યક્તિ કે સ્થાનને પામવાની ઈચ્છા થઈ જાય છે.વારંવાર આવતા આવા હકારાત્મક વિચારો હોય તો જ આપણે તેના પ્રત્યે આકર્ષાઈ એ જો આ હકારના પ્રવાહ મા એક નકાર નું બિંદુ વહી જાય તો તેજ ક્ષણે આકર્ષણનો નિયમ તૂટી જાય છે.

🔸વિચારો વારંવાર ભૂતકાળમાં જઈને ફરવા લાગે છે શરીર થકાવટ મહેસુસ કરે છે આવા નકારાત્મક વિચારથી આપણા શરીર તથા મન ઉપર ઊંડી અસર થાય છે તેથી વ્યક્તિ બીમાર પડે છે અથવા તો તણાવ અનુભવે છે તેથી દરેક સમયે આપણે આપણા વિચારો હકારાત્મક રાખવા જોઈએ.

🔸હકારાત્મક વિચારોથી આકર્ષણ વધે છે અને આપણને જે વસ્તુ, સ્થાન કે વ્યક્તિ પ્રત્યે આકર્ષણ હોય તેના દ્વારા આપણું મન પ્રફુલ્લિત અને ખુશ રહે છે. આપણે જે વિચારીએ છીએ તેમાં જો આપણે માત્રને માત્ર હકારાત્મક પ્રવાહ આપીએ તો તે વસ્તુ આપણે મેળવી શકીએ. દરેક વસ્તુઓ નો જન્મ બે (૨) વાર થાય છે, એક વાર વિચાર માં અને બીજી વાર વાસ્તવિક માં. આપણને આપણા વિચારો પર વિશ્વાસ હોવો જોઈએ.


🔸ઉદાહરણ તરીકે એક પુસ્તકની જ વાત કરીએ આપણે ને એક પુસ્તક ગમે છે. આપણે તેને મેળવવા માટે પ્રયાસો કરતા રહીએ પણ તે પુસ્તકને પામવા માટે આપણે દરેક પળે એવું વિચારવું પડે કે તે પુસ્તક આપણે મેળવી લીધું છે.તે પુુુસ્તક આપણુું જ છે. આવા હકારાત્મક વિચારો દ્વારા આપણે તે પુસ્તકને મેળવી શકીએ આતો હતી એક પુસ્તકની વાત તમે પુસ્તક ની જગ્યાએ યોગ્ય ફ્રીકવન્સી મૂકી શકો. તમારું સપનું ચા નો કપ કાર કે પછી ઘર હોય.



🔸 આપણે તદ્દન જે વિચારીએ છીએ. તે આપણા સાથે થાય છે એવું બનતું નથી કે આપણે જે વિચાર્યું અને તે ત્યારે જ બની ગયું. હા,એવું થાય છે કે વારંવાર એક જ બાબત પર વિચારવાથી આપણું શરીર અને મન તે બાબતને સ્વીકારે છે અને ધીમે ધીમે એ વિચાર નિર્જીવ માંથી સજીવ થવા લાગે છે. તમામ વસ્તુઓ આપણા હાથમાં છે. આપણે પોતે શું કરવું છે તે પણ આપણા હાથમાં છે તેથી જ સતત વિચાર કરો પણ જે પામવું છે મેળવવું છે તેના પર. જેની આપણને જરૂર નથી જે બાબતથી આપણું મન દુઃખી થાય તેવી બાબતો પર વિચાર કરશો નહિ.


🔸હિન્દી માં એક સરસ વાક્ય છે કે "अगर आप कुछ सोच सकते हैं, तो यकीन मानिये आप कुछ कर भी सकते हो ।
જો કંઈક કરવા નો ધ્યેય હોય તો આ વાક્ય ને યાદ રાખી આગળ વધો.


#આ મારા દ્વારા લખાયેલ લેખ છે. જેનુંં કોઈ વ્યક્તિ, વસ્તુ કે સ્થાન સાથે કોઈ સંબંધ નથી. ✨


🔸- હિતાક્ષી❤
🔸- thank you for reading








બીજા રસપ્રદ વિકલ્પો