હેડલાઈન Shaimee oza Lafj દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હેડલાઈન

હેડ લાઈન (એક સત્ય ઘટના)



એક ઝળહળતું વ્યકિત્વ એટલેકે પ્રાંચિતા ભટ્ટ.તે દેખાવે સામાન્ય પણ તેની કળા અને હોંશિયારીથી લોકદિલે છવાઇ ગઈ હતી.નાની ઉંમરમાં મહેનત ઝાંઝીને સપનાં આકાશ આંબવાનાં સપનાંએ તેને લોકપ્રિય બનાવી હતી.કાંઈ કરી બતાવવાનું ઝુનુન દિલે છવાયેલુ હતુ.નાનપણમાં ગુમાવેલી પિતાની છત્રછાયા એતો તેને જવાબદાર બનાવી હતી.
તેની માતાને ડરાવી ધમકાવી તેના રાઘવકાકાએ તેની કેસરમાં પાસેથી મકાનના દસ્તાવેજમાં સહી કરાવી મકાન પોતાની નામે કરી દીધું,તેઓ સાવ ઘર વગરના નિરાધાર બની ગયેલાં.આ હાલતે પોતાનાએ તેમનો સાથ છોડ્યો અને પારકાંઓએ તેમને ધુત્કારી કાઢ્યાં.
તેઓ અન્ન દાણાં માટે રાત દીન ભટકતાં રહ્યાં.
ત્યારે ઘરનું ગુજરાન ચલાવવા પ્રાંચિતા અને તેનીમાં કેસર ઘરનાં કામ કરવાં જાતા ત્યાં મકાન માલ્કીનનાં ઘરેણાં ચોરાવવાનો આરોપ તેમની ઉપર લાગતાં પર લાગી ગયો, માં દિકરી પોતાની નિર્દોષતાનો સબૂત આપતાં આપતાં થાકી ગયાં,પણ તેમની એક વાત સાંભળવામાં ન આવી.ત્યાંથી તેમને કામથી હાથ ધોવા પડયાં.તેઓ કામ વગરનાં બેકાર બની ગયાં.
બહું મુશ્કેલથી મજૂરી કામ મળ્યું માં દિકરી ઈશ્વરની કૃપા સમજીને મજૂરી કામ શરૂ કર્યું,પ્રાંચિતા ભણવામાં ડિસ્ટર્બ થઈ જતી,પણ તે પોતાના ભાઈ બહેનને બેસ્ટ લાઇફ આપવા માંગતી હતી.તેના ભાઇ બહેનતો હજી રમકડાં રમે તેવા નાનાં હતાં,તેઓ જીદ કરતાં રમકડાં અને નવા કપડાં માટે.પ્રાંચિતા અને તેની માતા ભુખ્યાં રહીને નાના ભાઈ બહેનનું પેટ ભરતાં તેઓ થીગડાંવાળા કપડાં પહેરી ભાઈ બહેનને નવાં કપડાં પહેરાવતાં,પણ ભાઈ બહેનને ઘરની પરિસ્થિતિ સમજ આવતાં તેમને પણ નવાં નવાં કપડાં અને રમકડાંની જીદ છોડી દીધી.
નાના ભાઈ બહેનો સારી જીંદગી જીવી શકે તે માટે પ્રાંચિતા પણ માતાને મજૂરી કામ કરી આર્થિક સહાય કરતી .સ્કુલમાં તેને મોડા પહોચવા બદલ દરરોજ સજા થતી.તેની સાથે અભ્યાસ કરતાં બાળકો પણ "કામવાળીની દિકરી કામવાળી "ચંપામાઈ " કહીને રોજ ખીજવતાં.આ રોજનો ઘટના ક્રમ બની ગયો હતો.આ વાત તેના દિલમાં શૂળની માફક ભોંકાતી હતી.
સ્કુલથી આવતાં જ પ્રાંચિતા રડતી હતી,મમ્મીએ તેની પાસે જઈને પુછ્યુંકે.‌.
શું થયું દિકરા કેમ રડે છે,મમ્મી બધાંય મને સ્કુલમાં મને ચંપામાઈ કામવાળીની દિકરી કામવાળી કહીને ખીજાવે છે,જે મારાથી નથી સહન થતું.
બસ આટલી નાની વાત પર મારો સિંહ દિકરો રડે જો બેટા તારે લોકોનું મોંજ બંધ કરાવવું હોયતો તું એવું કરીને બતાવકે બેટા એજ તને ચીડવનાર લોકોજ તને પોતાની આદર્શ માને.તું કાંઈક એવું કરી બતાવ આમ રડે કોઈ દાડા નહીં વળે. બેટા તુ તો મારી ડાહી દિકરી છો મોર નાં ઇંડા કાંઈ ચીતરવા ન પડે.બેટા હું શું કહું છું તુ સમજે છેને
જોતજોતાં પ્રાંચિતા દસમામાં આવી ગઈ. જીવનમાં એક વળાંક એવો આવ્યોકે જેને પ્રાંચિતાનું જીવન જડમુળથી બદલી નાંખ્યુ,એ હતું ધોરણ દસનું પરિણામ કે જેને સૌને વિચારતાં કરી નાંખ્યા.એક ન્યુઝ પેપરમાં લખાયેલી તેના ફોટા સાથેની હેડલાઇન પ્રાંચિતા ભટ્ટે 99.99℅ રાજ્યમાં પ્રથમ આવી તેના સ્કુલ અને પરિવારનું નામ રોશન કરેલ છે,તેમને ભવિષ્ય માટે હાર્દિક શુભેચ્છાઓ."દિકરીએ સાપનો ભારો નથી પણ તુલસીનો ક્યારો છે,"એક બેટી ત્રણ કૂળ તારે છે.પ્રાંચિતાના ફોટા સાથે લખાયેલી ત્રણ ઉક્તિએ લોકોને આ હેડલાઈન વાંચવા માટે પ્રેર્યા.
સ્કુલનાં શિક્ષકોને આશ્ચર્યનો પાર ન રહ્યો.કોઇ ગરીબ દિકરી મજુરીની સાથે આટલો સારો અભ્યાસ અને ચિત્રકામ અને રમત ગમતમાં અવલ્લ નંબરે આવી શકે,આવું કેવી રીતે શક્ય બને? બારમા ધોરણમાં પણ તેને સારા એવા ટકા આવ્યા.અહો ! આશ્ચર્યમ્.આ વાત આખા રાજ્યમાં ફેલાઇ.તેને મુખ્યમંત્રીના હસ્તે સન્માનિત કરાઈ.આ વાતની જાહેરાત થતાં જ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠી.તેની વિધવા માતા ખુશીના આંસુંએ રડી પડી
પ્રાંચિતાના એક શિક્ષકે તેનો ભણવાનો ખર્ચ ઉપાડયો. તેની વિધવા માતાને એટલું ભારણ ઓછું થયું, તે કહેવા લાગી કે "તમે લોકો અમારા માટે ભગવાન છો,તમારો હું જેટલો આભાર માનું તેટલો ઓછો છે,તમે લોકોએ જેઆ ઉપકાર અમ જેવાં ગરીબ પર કર્યો છે,તેના બદલામાં આપવા મારી પાસે કાંઈ નથી.તમારા ઋણને હું કેવીરીતે ચુકવે",એક શિક્ષકે આશ્વાસન આપતાં કહ્યું કે બહેન તમે ચિંતા ન કરો,તમારી દિકરીએ અમારી સ્કુલનું ગૌરવ છે,આજથી આ મારી પણ દિકરી છે,આને ભણાવજો તમારું નામ રોશન કરશે એના અભ્યાસના ખર્ચની જવાબદારી મારી."આ સાંભળીને પ્રાંચિતાની માતાએ શિક્ષકનાં પગ પડી નેતે શિક્ષકનો આભાર માનવા લાગી. ત્યારેએ શિક્ષકે તેમને આ કરતાં અટકાવતાં કહ્યું કે "એ બહેન ઉઠો આશું કરો છો, હું નથી ભગવાન તમારા જેવો હું માણસ જ છું,આમ કરશોતો હું પાપમાં પડીશ,બહેન પ્રાંચિતા આજથી મારી પણ દિકરી છે.હું એના અભ્યાસની જવાબદારી હું ઉપાડીશ .
સ્કુલમાં સન્માન સમારંભ યોજાયો,તેમાં તેની ઝળહળતી સફળતાની સાથે તેની બાયોગ્રાફી પણ મુકાઈ જેથી બીજા બાળકોને પ્રેરણા મળે,આ જોઈને બીજા બાળકો અને તેમના માતા પિતાની આંખો પણ ભીંજાઈ ગઈ લોકોના મુંહે એક ઉક્તિ નિકળી જતી કે "કમળ કાદવમાં જ ખીલે છતાંય તે ભગવાનને ચડે છે,ગરીબ દિકરીએ પોતાની હોંશીયારીથી લોકોને ચકીત કરી નાંખ્યા.ખરેખર ભગવાન પણ કેવો ભુલો પડે છે સર્જન કરવામાં.એ દિવસથી પ્રાંચિતા ઉતરોત્તર પ્રગતિની સફર શરુ થઈ.
પ્રાંચિતાનું સ્કુલ એક ઉપનામ પડી ગયેલું. કામવાળીની દિકરી કામવાળી "ચંપામાઈ "કહીને ક્લાસ મેટ તેને રોજ ખિજવતા એજ સહપાઠી માટે પ્રાંચિતા આદર્શ મુર્તિ બની ગઈ.તેનું મિત્ર વર્તુળ પણ વધવા લાગ્યું.તેનાં મિત્રો તરફથી પણ આર્થિક સહાય મળવા લાગી.પ્રાંચિતાની ઉતરોત્તર પ્રગતિ જોઇને માતાનાં હૈયે હરખ ન સમાતો.તેમની કપરી પરિસ્થિતિ એ છોડીને ગયેલા તેના મામા મામીએ તેમને કાયમ માટે રહેવા બોલાવી લીધાં,તેની વિધવા લાચાર માંને દિકરીના કારણે સમાજમાં એક પ્રતિષ્ઠા મળી.દિકરીએ વિધવા માંને સમાજમાં ખોવાયેલું માન સન્માન પાછું અપાવ્યું.રાઘવકાકાએ તેની માતા કેસર પાસે જબરજસ્તીથી ઘરનાં દસ્તાવેજ પર સહિ કરાવીને ઘર હળપી લીધું હતું, તેમની આંખમાં આજે પછતાવાનાં આંસું હતાં,તેને પગમાં પડીને તેની માફી માંગતા કહ્યું કે "કેસર ભાભી મને માફ કરી દો,હું તમારી માફીને લાયક તો નથી, " કેસર માંએ કહ્યું કે રાઘવભાઈ ઉઠો આ શું કરો છો, તમે મારા નાના ભાઈ સમાન છો, નાનો ભાઈ આમ બહેનની માફી માંગે! એતો યોગ્ય ન કહેવાય.ભાભી તમે મને ભાઈ ન કહો,હું તમારોતો શું કોઈનોયે ભાઈ બનવાનો લાયક નથી.તમે મને માફ કરી દીધો એતો તમારી મહાનતા છે, ભાભી, રાક્ષસ અને કસાઇ પણ પોતાના સાથે આવો જુલમ ન ગુજારે એવાં પાપ મેં કર્યાં છે, ભાભી મારા પાપનું પ્રાશ્ચિત એજ છે


સંબંધની કડવાશ કાયમ માટે મટી ગઈ.
પ્રાંચિતાનાં પેઇન્ટીંગ અને સ્કેચે લોકોના દિલ જીતી લીધાં,
તેના સ્કેચ હવે વધુને વધુ કિંમતે વેચાવવા લાગ્યાં,તેને રોકડી આવક થવા લાગી,તેની દિકરીને આટલી જવાબદારી ઉપાડતા જોઈને માતાને પણ દિકરી પ્રાંચિતા પર ગર્વ થતો.પોતાની દિકરીમાં આ દુનિયાને છોડીને ચાલી ગયેલા પતિનું બીજું રુપ દેખાતું હતું.તેને એની સાથે સાથે રમત ગમતમાં પણ કદમ ઝંપલાવ્યું તેમાં પણ તેને ઝળહળતી સફળતા મળી. બાળપણમાં જોયેલું સપનું સાકાર થવા લાગ્યું.એક દિવસ નેશનલ એવોર્ડ સુધી પહોંચી ગઈ,તે વ્યસાયે ડોક્ટર બની પણ તેની અંદર છુપાયેલી પ્રતિભા ચિત્રકામ અને રમત ગમતે તેને લોકચાહના અપાવી.તેના ચિત્રો અને સ્કેચ હવે વિદેશમાં પણ વેંચાવવા લાગ્યાં.તેના આ સ્કેચ હવે ઇન્ટરનેશનલ લેવલે પ્રસિદ્ધિ પામ્યાં.વિદેશના લોકો ખરીદવા લાગ્યાં.એક દિવસ એવો આવ્યો કે પ્રાંચિતાએ પોતાની મહેનત અને ધગશથી ઈન્ટરનેશનલ એવોર્ડ પણ હાંસલ કર્યો.લોકોનું ટોળું ઉમટી ગયું મેડમ ઓર્ટોગ્રાફ પ્લીઝ! અને વન સેલ્ફી પ્લીઝની જોર શોરથી બૂમો પડવા લાગી,તેની મહેનતે તેને સામાન્યમાંથી અસામાન્ય બનાવી નાંખી.
દિકરી એજ પોતાની વિધવા અસહાય માંની ઘડપણની લાકડી બની.
શૈમી ઓઝા "લફ્જ"