લવગેમ - (પાર્ટ 10) Bhavna Jadav દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લવગેમ - (પાર્ટ 10)

તમે ગતાંકમાં જોયું કે..

રોકીને મારવા રચના યુક્તિ ઘડે છે..

રોકીનું તાવીજ હજુ એને નડે છે એટલે આ વખતે પ્લાન સારો બનાવવામાં આવે છે .

હજુ રચનાને તાંત્રિકની પૂજાનું સ્ટ્રેસ તો છે જ.. પણ એ હાર માને એમ નહોતી..

એણે રોકીનો પીછો કરવાનું ચાલુ રાખ્યું.

ત્યાં રસ્તામાં રોકીને એક યુવતી લિફ્ટ માંગતી જોવા મળે છે. અને થરકી રોકી એ અજાણી સ્ત્રીને લિફ્ટ પણ આપે છે.. બન્નેની મનજીલ પણ એક હતી, એ સમારોહ અને બન્ને ત્યાંથી રિટર્ન પણ સાથે જાય છે..

રસ્તામાં બન્નેના મોબાઈલ નમ્બરની આપ-લે પણ થાય છે..રિયા નામની એ યુવતી એની ફ્રેન્ડ બની જાય છે..

રિયા રોકીને ઘરથી થોડે દુર ડ્રોપ કરવા કહે છે કારણ એના પરિવારના લોકોને એ પસંદ ન આવે એટલે..

રોકી ok કહીને નીકળી જાય છે..


***


હવે જોઈએ આગળ..

રિયા વિશે રોકીના મગજમાં વિચારો શરૂ થાય છે.. આટલી સુંદર યુવતી મારી મિત્ર પણ જલ્દી બની ગયી..

રોકી તારે તો ઘી-કેળા જ છે આજકલ.. રોકીને મનમાં બબડીને આનંદિત થાય છે..

અને એ રિયાને મેસેજ કરે છે.. "/મિસ યુ..😊"

સામે રિયાનો પણ ત્વરિત રીપ્લાય આવે છે.. " મિસ યુ ટુ"

અને રોકી ખુશ થઈને ફોન પર લાંબી વાતચીત કરે છે.
વાતવાતમાં એને રિયાને ગામમાં એક લગ્ન પ્રસંગે જવાનું હોવાની વાત જણાવે છે..

રોકી પણ એ તક ઝડપીને રિયાને ગામ મુકવા જવા જીદ પકડે છે. અને રિયા અંતે નમતું જોખે છે..

આખરે બીજા દિવસે એ રિયાને નિયત કરેલ જગ્યાએ પિક કરવા જાય છે.. અને બન્નેને સાથે સમય વિતાવી શકે એ હેતુથી રોકી ગાડી સ્ટાર્ટ કરે છે..

ધીમે ધીમે ગાડી આગળ ધપે છે..
રિયા પણ ચોળીમાં સજ્જ હોય છે . આકર્ષક દેહ નમણી કમર અને છાતી પર નામ માત્રનો ઝીણી જાળીવાળો દુપટ્ટો એમાં રિયાના શ્વાસો શ્વાસ સાથે આકર્ષક ઉભરતા ઉરોજ જોઈને રોકીનો કાબુ રહેતો નથી..

એમાંય એક બમ્પ આગળ આવતા રિયા રોકીને અથડાય છે અને એની નમણી કાયાનો નાજુક સ્પર્શ થતા જ એના બદનમાં આછી લહેરખી પ્રસરી જાય છે. અને એ રિયાને બાહુપાશમાં જકડી લે છે..

રિયા પણ કોઈ પ્રતિકાર વિના એજ સ્થિતિમાં રોકીને વળગીને રહે છે..

બન્ને પોતાની તૃષ્ણાને શાંત કરવા લાગે છે.. એકપછી એક વસ્ર બન્નેના અનાવરણ થાય છે અતૃપ્ત અધરોનો સ્વાદ માણીને તૃપ્તિનો અનુભવ થાય છે..

રોકીનો હાથ રિયાના બદન પર ફરે છે.. રોકી અર્ધપાગલ થઈ જાય છે..અને એને ભાન નથી રહેતું.. એટલે એની અધુરી લાલસા પુરી કરવા એ સીધો ગાડીને પોતાના ફાર્મ હાઉસ તરફ વાળીને લઇ જાય છે..

ગાડી એના ફાર્મ હાઉસમાં આવે છે..
રિયા એ જોઈને આંચબામાં પડે છે .

ઓહહ.. વાઉ.. ઇટ્સ સો બ્યુટીફૂલ..!
એના મોઢામાંથી ઉદગાર સરી પડે

અને રોકી મનમાં પોતાના વૈભવી બાંગ્લા પર વટ અનુભવે છે.. રિયા ને અંદર હજુ વધુ સુંદર છે.. એમ કહીને અંદર જવા આમંત્રણ આપે છે..
રિયા પણ મહેલ જોવા ઉત્સાહમાં હોય છે.

બન્ને કપડાં સરખા કરીને કારમાંથી બહાર નીકળે છે. અને બંગલામાં પ્રવેશવા પાથરેલી લાલ જાજમ પર રિયા અને રોકીના એક સાથે કદમતાલ મિલાવતાં ડગલાં આગળ વધે છે..

રોકી રિયાને ઊંચકીને આગળ વધે છે રિયા પણ ઓહ રોકી મેડ બોય..
રોકી યસ, આઈ એમ ...ઓન્લી ફોર યુ..

બહુ ચાલુ છે તું..કહીને એના ગાલ પર રિયા હળવેકથી નાની ટપલી મારે છે.
અને રોકી રિયાને ગાલ પર બાઈટ કરેછે ..

રિયા રોકીને નોટી બોય કહે છે..
બન્ને મસ્તી કરતા કરતા અંદર પ્રવેશ્યા..

આગળના અંકમાં જોઈશું રોકી ને રિયા નો રોમાન્સ ક્યાં જઈને અટકશે..

આવજો..મિત્રો..