સ્નેહ સંબંધ - 3 soham brahmbhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સ્નેહ સંબંધ - 3

સ્નેહ સંબંધ (ભાગ ૩)

અમુક વર્ષો પછી

‘’ બસ હવે કેટલું જોયા કરશો મને માધવ ?? ....માધવ બોલ્યો , ‘’ મારી સાધના તને જોઇને તો હું જીવી રહ્યો છું , જોવા દેને તને કઈ નડે છે યાર ?? હું મારી પત્નીને જોવ છું એમાં શું વળી શરમ ?? ..સાધનના પ્રેમ થી બોલી ,’’ બે બે દીકરા પરણેલા છે અને બન્નેના ઘરે એક એક સંતાન થઇ ગયા પણ તમે ન બદલાયા હો માધવ !! ‘’ ..માધવ કહે છે, ‘’ તો પગલી ના જ બદલાવને આ તારું રૂપ જ એટલું મનમોહક છે કે તારાથી નજર જ નથી હટતી..’’ માધવતો સાધના તૈયાર થતી એમાં સાધનને ભેટી ગયા ..વ્હાલસોયું ચુંબન ગાલ પર આપ્યું....અને કહે છે ..વળી એમાય પાછુ તારું આ લાંબુ પુરેલું સેંથીનું સિંદુર , મોટો ગોળ મરુન ચાંદલો અહ્હા ચાર ચાંદ લગાવી દે છે બસ !! જ્યારથી મારી સાથે પરણીને આવી છે ત્યારથી એક દિવસ પણ કોરો ગયો નથીં કે તારા સેંથી માં મારા નામનું સિંદુર અને કપાળે ચાંદલો ન હોય .....

. સાધનાના લાગણીઓથી જવાબ આપે છે , ‘’ ના જ જાય ને કોરો , આ સેંથી નું સિંદુર અને કપાળનો ચાંદલો જ તો મારું જીવવાનું કારણ છે જે તમે છો માધવ ..’’ ...માધવ .. ‘’ સાધના જો હું મારી જાવ ને તો પણ આ મારા નામનો ચાંદલો અને સેથો તો પુરજેજ હો’’ .....સાધન નારાજ થતા ..,,’’ છોડો મારે તમારી સાથે નથી બોલવું..’’ ..કેમ મારી પગલી ?? ...સાધના ...’’ તો આજના લગ્નતિથીના દિવસે આવું અશુભ બોલો છો ..?? તમને ખબર છે ને હું તમારી વગર એક મિનીટ તો શું એક દિવસ પણ અળગી રહી છું ?? તમે છો તો જ હું .. બાકી કઈ જ નથી ..અને હા પહેલી તો હું જ જઈશ’’ ...સાધના હસતા અવાજે કહેવા લાગી...

સાધના એ બાજુમાં રાખેલી સિંદુરની ડબી માધવના હાથમાં આપતા કહ્યું , ‘’ લો આ ચપટી સિંદુર તમારા હાથે પૂરી દો..’’ માધવ તેના હાથે સાધનાની માંગમાં સિંદુર ભર્યો..માધવ ‘ , ‘’ યાદ છે સાધના આપડા લગ્નમાં કેવું કોમેડી થયેલી !! અમે જાન લઇ આવ્યા ને લાઈટ જતી રહી અને વરસાદ શરુ થઇ ગયો હતો ..’’ ..સાધના , ‘’ લો વળી યાદ જ હોઈ ને જાનૈયા ઓ એ પણ કઈ ઓછુ ન હતું સાંભળ્યું અમને કહેવા લાગ્યા લાઈટ નું કરો કંઇક આ જમવાના કોળિયા મોઢામાં નથી જતા ..’’

બન્ને એકબીજા ને જોઈ હસવા લાગ્યા...સાધના તને બધું બરોબર યાદ છે નઈ ?? તો તો પછી આપડી સુહાગરાત પણ બરોબર યાદ હશે કેમ ?? ..સાધન માધવને કોણી મારતા ,..,’’ શું હવે તમે પણ ૬૨ના થયા હવે શું જૂની વાત લઇ બેસી ગયા ..સાધના થોડી શરમાઈ ગઈ ...માધવ સાધનની મસ્તી કરતા , ‘’ લે ૬૨ ના થયા તો કઈ જૂની યાદો તાજી નઈ કરવાની ? ..અભી તો હમ જવાન હૈ પગલી પગલી ...સાધના ગાલ ખેચતા માધવે કહ્યું ...સાધના ..’’ હા હો જવાન માધવ તમારી પેલી મોટા દીકરાની વહુ રાખી આવતી જ હશે ...કેશે કે દાદા દાદી તૈયાર થઇ ગયા કે નહી ?? પેલું શું કહેવાય આપણું એનીવર્સરી ફન્કશન રાખેલ છે ..તો ચાલો હવે આપણે નીચે જઈએ ફટાફટ...લાગે છે મહેમાન પણ આવવા લાગ્યા છે..માધવ .. ‘’ બસ બે જ મિનીટ સાધના ડાર્લિંગ હમણાં જ આયો ફટાફટ.....એય સાંભળો છો?? ‘’ હું સરસ તો લાગુ છું ને , ‘’ ..માધવ મસ્તીના અંદાજમાં લાગણીઓ વરસાવતા ગાલ પર અડકી કહ્યું .. , ‘’ અરે મારી ડાર્લિંગ હેમા માલિની ડ્રીમ ગર્લ કે બાદ આપકા હી તો નમ્બર આતા હૈ !! ..સાધના શરમાતા , ‘’ બસ હવે કેટલી તારીફ કરશો .ચાલો હવે જલ્દી નીચે આવો.. ‘’

એટલા માં જ માધવ તૈયાર થઇ ને નીચે ઉતર્યા ..તેમના બન્ને દીકરા , તેમના સંતાન ,તેમની પત્ની સાધના સૌ ફન્કશનમાં તેમની રાહ જોઇને બેઠા હતા ...માધવ આવતા જ ફંક્શન શરુ થયું ....સાધના અને માધવે ફરી એકવાર એક બીજાને હારમાળા પહેરાવી..માધવે ફરીવાર બધા વચ્ચે સાધનની સેંથીમાં સિંદુર પૂર્યા...સૌ મહેમાન સમક્ષ માધવ કંઇક આ પ્રમાણે કહ્યું...’’ આજે આમરી લગ્નતિથીને ૫૨ વર્ષ પૂર્ણ થયા છે લાગતું જ નથી ..હજી કાલે તો મારી સાધના મારી સાથે પરણીને આવેલી , સુખ દુખ થી આટલા સુનેહરા વર્ષો ક્યાં પસાર થઇ ગયા ખબર જ ના પડી ..સાધના મારા જીવવાનો આધાર છે , મારી સાધનાના લીધે જ આજે હું કઈ છું તે તેના લીધે જ છું ...મારા બા બાપુજી ગયા બાદ ..મારું મનોબળ મને પ્રેરણા મારી સાધનાએ જ આપી..એમ કહું મને ઝીરો માંથી હીરો બનાવ્યો ...અને હા મારી સાધનાએ પણ કઈ ઓછા દુખ નથી વેઠ્યા....ગમે તેવી પરીસ્થિતિ હોય સાધના હમેશા મારા પડખે ઉભી રહી છે ..આંખમાં આંસુ લાવતા બન્ને એકબીજાને ભેટી જાય છે ...

પછી સાધનાએ કહ્યું , ‘’ માધવ મારા પતિદેવ જ નહી એ મારો શ્વાસ છે..જીવનમાં મને જેટલો પ્રેમ માધવ દ્વારા મળ્યો છે એટલો કદાચ મારા માં , બાપુ એ પણ ન હતો આપ્યો..વહી ગયેલા જીવનમાં મેં અને માધવ એ ખુબજ દુખ વેઠ્યા છે ..એક માતા પિતા જેવી સંભાળ અને અનહદ પ્રેમ તો કોઈ માધવ પાસેથી શીખે !! આજ દિન સુધી એવું બન્યું નથી કે માધવે મને ઊંચા અવાજે કીધું હોય , ખરેખર હું નસીબદાર છું કે મને માધવ મળ્યા ...પછી એકબીજાને ગુલાબ આપતા ...

આટલી ઉમંરે પણ જુવાનીયા કરતા પણ વધારે પ્રેમ જોઇને સૌ કોઈ કૌતુંબ થઇ જતું...ખુબજ આનંદપૂર્વક અને મોજથી કેક કટ કરી , ડાન્સ , તેમજ જમવાના સાથે આ પ્રસંગ પૂર્ણ થયો....

માધવ અને સાધનાની જે કઈ પુંજી હતી એ તેમના દીકરા અને વહુ તેમજ તેઓના સંતાન હતા..પણ સંતાનો તો જાણે બાપની મિલકત ક્યારે મળે અને આ ઘરેથી ભાગીએ અને એકલા બિન્દાસ જીવન જીવીએ તેના જ લાગમાં જ હતા ...જે માધવ અને સાધનઆ વાતથી બિલકુલ અજાણ હતા..તેમની માટે તો દીકરાઓ એટલે તેમનો જીવજ !! પણ દીકરાઓ માટે તેઓ એક સમજો જે એટીએમ મશીન જ હતું ...માધવ પોતાના મૃત્યુ પહેલા જ પોતાના બન્ને દીકરાઓને તેમના હિસ્સાની મિલકતો આપી દેવા માંગતા હતા ...આથી પાછળથી કોઈ તકલીફ ન રહે..આથી માધવે એ પોતાની મિલકતનુ લીગલ ફોર્માલીટી અનુસાર સૌ ને પોત પોતાના ભાગની મિલકત ખુશીં ખુશી આપી દીધી ..

આગળ જોયું તેમ માધવે પોતાનો હિસ્સો ખુશી ખુશી આપી દીધો ...દીકરાઓને પણ જાણે એ જ જોઈતું મળી ગયું હોય તેમ આ સમયનો બરાબર ફાયદો ઉઠાવ્યો અને ધીમે ધીમે વારાફરતી કોઈને કોઈ બહાના કાઢીને ઘરમાંથી નીકળી ગયા સ્વતંત્ર રીતે રહેવા લાગ્યા ...સાધના અને માધવ ભાંગી જ પડ્યા !! બે બે દીકરાઓ હોવા છતાં આજે તે પોતાના ઘરમાં એકલા હતા ..માધવ સાધના કરતા થોડા પડતા ઈમોશનલ હતા ..આથી તેમના દીકરોનું આ વર્તન તેમણે સહન ન થયું આખરે તેમણે સ્ટ્રેસ ના લીધે પ્રથમ હાર્ટ એટેકનો ભોગ બન્યા જેમાં તેમનું અડધું અંગ કામ કરતું બંધ થઇ ગયું એટલે કે પેરાલીસીસનો ભોગ બન્યા...

બન્ને દીકરા વહુને વારંવાર આજીજી કર્યા બાદ પણ કોઈ દીકરો તેમની સેવામાં આવ્યો નહી છેવટે સાધનાએ સાહસ ભેર ૧૦૮માં કોલ કરી જેમ તેમ પોતાના પતી માધવને મોતના મુખમાંથી બહાર કાઢ્યા ...સઘળા પૈસા પણ સારવારમાં વપરાય ગયા ..અને તેમનું ઘર પણ વેચવું પડ્યું ...માધવ પેરાલીસીસના કારણે સરખું ચાલી કે બોલી શકતા ન હતા..તેમણે સરકાર તરફથી ક્વોટર રહેવા માટે મળ્યું ...માધવ બેંકમાં નોકરી કરતો પહેલા એટલે ...અને ત્યાં જેમ તેમ કરી રહેતા ...સાધના ખુબજ દુખની લાગણીઓ સાથે ત્યાં રહેવા ગયા ...સાધનાએ તેમના દીકરા જણ્યા પણ પારવાર નું દુખ હતું ..કે આ દીકરા શું કામના જે માતા પિતાના વૃદધતામાં કામ ન આવે .. માધવને પણ દુખ કઈ ઓછુ ન હતું ...આખો દિવસ ધીમું ધીમું રડ્યા જ કરતા ...જે હાલત સાધના જોઈ પોતે સ્ટ્રોંગ રહી આગળ વધવાનું વિચાર્યું

સાધના ૬૦ વર્ષની હતી ઉમંર થતા પગમાં ચાલવામાં તકલીફ પડતી હોવા છતાય ઘરનું કામ કરે પેરાલીસીસ થઇ ચૂકેલ માધવને ખુબજ સુંદરતાથી સાચવતા ...માધવની સારવાર માટે સાધનાએ પોતાના ઘરેણા પણ વહેચી દીધા..છતાય તેઓ આવી હાલતમાં પણ માધવના નામનું સિંદુર અને કપાળ પર ચાંદલો એવો જ ચમક્તો હતો...પૈસા ની તંગી આવવા લાગી પરંતુ સાધના ડોકટરી જાણતી હોવાથી એ આજુબાજુ ના કોઈને સારવાર માટે જાય જે કઈ પૈસા મળે એ માધવના ઈલાજ માટે વાપરે...

સાધના માધવને રોજ જુદી જુદી તરકીબથી હસાવવાનો પ્રયત્ન કરતી..તેમજ તેમના પ્રેમ જુના પ્રેમ પ્રસંગો યાદ કરવી ને તેમનું મન હળવું કર્યા કરતા ...સાધના મનથી તો ખુબજ મક્કમ રહી ને માધવની સેવા કરતા છતાય એને એજ જગ્યા પર બેસી રહેવું...ધીમું ધીમું રડવું ..એ હવે સાધનાને પોસાતું ન હતું આથી તે છુપાઈ ને રડી લેતા ....સાધનાએ મનમાં માધવને પહેલાની જેમ તંદુરસ્ત કરવાનો નિર્ણય લીધો...આથી માધવની જ્યાં સારવાર ચાલતી હતી ત્યાં જઈ સાધનાએ માધવની એ બધી કસરત શીખી લીધી ...પછી સાધના ઘરે જ માધવને કસરત કરાવે...તેમની દવા , ગોળીનું તેમજ ખોરાકનું પણ ખુબજ ધ્યાન રાખતા ...

સાધના માટે હવે જે કઈ હતું એ બધું માધવ જ હતો..પોતાન બન્ને દીકરાઓ માંથી એકપણ દીકરો માં બાપ કઈ સ્થિતિમાં છે તેવું જોવા પણ ન આવ્યા ..આથી સાધનાના એક માતા તરીકેના બધા જ અરમાન તૂટી ગયા..આખરે પેટના જણેલા જ પોતાના ન થયા ...સાધનાને પગે સરખું ચલાતું ન હતું છતાય માધવની અથાગ સેવા તેમજ આખા ઘરને એક હાથે ચલાવ્યું ...આખરે તેમની માધવ પ્રત્યેની પ્રેમની પ્રાર્થના રંગ લાવી ..એક દિવસ અચાનક જ માધવએ વ્હીલ ચેર માંથી જાતે ઉઠીને કાંપતા હાથે સાધનાને સેંથીના સિંદુરથી તરબોળ કરી દીધી...સાધના ને પણ જાણે આટલા મહિના બાદ જીવું છું એવો અહેસાસ થયો...રડતા અવાજે માધવને ભેટી ગઈ ...અને ચુંબનનો વરસાદ વરસાવી દીધો ..આજે બે પ્રેમી પંખીડા વર્ષો બાદ ભેટ્યા હોય એવું દ્રશ્ય લાગતું હતું...

ક્રમશ