સ્નેહ સંબંધ - 1 soham brahmbhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સ્નેહ સંબંધ - 1

‘’ આ વાર્તા સ્નેહ નું સાચું મુલ્ય, એક સંબંધને સાચવવાની સાચી રીત ભાત શીખવે છે. ‘’આ એક વાસ્તવિક ઘટના પર આધારિત છે...હું જયારે અમદવાદ અભ્યાસ કરતો હતો ત્યારે એકવાર હું જયારે પંજાબ જઈ રહ્યો હતો ટ્રેનમાં તો એક યુગલની મુલાકાત થઇ...જેના માતા પિતાની જીવન ગાથા સાંભળી મારી આંખમાં આંસુ આવી ગયા હતા...આ એજ વાત આજે તમારી સમક્ષ રજુ કરું છું...૩ ભાગમાં વાર્તા લખીશ...જેમાં સમપર્ણ , પ્રેમ, સ્નેહ , દુઃખ , પુત્ર વિરહ જેવા અનેક પ્રસંગો છે...’’ વાર્તાના વાસ્તવિક સ્થળ અને પાત્રો બદલી નાખ્યા છે..

ભાગ - ૧ ( સમર્પણ )

પ્રાચીન સમયમાં એટલે સમજીએ કે થોડા વર્ષો પહેલા આપણે ત્યાં ઘણી બધી રૂઢિઓ અને પરંપરાઓના લીધે સમાજનો વિકાસ થઇ શકતો ન હતો. આ એ સમયની વાત છે...જયારે બધી રૂઢી પ્રથાઓના લીધે સ્ત્રીઓનું સન્માન હણાઈ જતું દેખાતું....તો ચલો જોઈએ...એ પ્રસંગ

ગુજરાતના નવસારી જીલ્લા પાસે આવેલું એક અંતરિયાળ ગામ ગંગપુરમાં દીકરી નાની વયની હોય પરણાવી દેવાની પ્રથા ફાટી નીકળી હતી....જેમાં સ્ત્રીઓનું ખુબજ શોષણ થતું હતું..ગંગપુરમાં રહેતી ૮ વર્ષની સાધના નાં લગ્ન ૧૨ વર્ષના છોકરા સાથે થયા જેનું નામ માધવ હતું.....હજુ તો સાધના ત્રીજા ધોરણમાં ભણતી હતી. લગ્ન પછી સાધના પિયરમાં રહીને જ ઘરકામ સાથે અભ્યાસ કરતી...એક કુશળ સ્ત્રી હતી આ બાજુ માધવ પણ એક પ્રેમાળ અને લાગણીશીલ માણસ હતો...જે પણ અભ્યાસમાં ધ્યાન આપતો..સમય જતા જતા ..સાધના છઠ્ઠા ધોરણમાં આવી પરંતુ ,..કહેવાય છે ને સમયનો કાળ ગમે ત્યારે આપણા પર વરસી આવે કોને ખબર છે...એવું જ કઈંક સાધના સાથે થયું....’’એનાં કાકા ભીમરાવને હાર્ટ એટેક આવ્યો..’’.એ સમયે ગ્રામ્ય વિસ્તારમાં સારવારની સુવિધાના અભાવે ભીમરાવનું અવસાન થયું..જેનાથી સાધના માથે જાણે આભ ફાટી ગયો..આટલું દુઃખ સરી પડતા તે સાવ તૂટી ગઈ.....પરંતુ સાધના પહેલે થી જ મક્કમ મન વાળી હતી...ત્યાં દવાખાને બેઠા બેઠા જ સાધના એ સંકલ્પ કર્યો..., ‘’ હું બહુ ભણીશ અને એક સારી ડોક્ટર બનીશ...

આ સંકલ્પ ને પહોચી વળવા સાધના મન લગાવી અભ્યાસ કરતી ...સાથે ઘરનું બધું કામ પણ કરતી અને માધવ પણ સાધના ને સહાય કરતો...આવી રીતે સમય વિતવા લાગ્યો અને જોતજોતામાં સાધના ધોરણ ૧૦ માં આવી અને એને સાસરે જવા નો સમય આવી ગયો....પોતાના સપનાઓને સંકેલી સાધના હવે સાસરે ગઈ..ત્યાં ગામડે ખેતીવાડીના કામમાં લાગી ગઈ...જયારે તે પિયરમાં હતી ત્યારે ધોરણ ૧૦ની પરીક્ષા આપેલી ...અને સાસરે આવ્યા પછી તેનું પરિણામ આવ્યું જેમાં સાધનાએ ૮૮ % મેળવ્યા હતા. સાધના બહુ જ ખુશ હતી એની મહેનત નું ફળ આખરે એને મળ્યું...આ બાજુ માધવ પણ સાધનાની આ મહેનતથી ખુબ જ ખુશ હતો..માધવ ..સાધના અને ઘરનાં માટે મીઠાઈ લાવ્યો...અને સાધનાને મીઠું મોઢું કરાવતા શુભકામના આપી.....

બધું કામ પતાવી એક વાર સાધના અને માધવ બેઠા હતા કુદરતના ઠંડા વાયરા અને ચંદ્રનો શીતળ પ્રકાશ બન્નેના મુખ પર એક સંતોષ ઉપજાવતો હતો...સાધના એ માધવ ને કહ્યું , ‘’ માધવ મારી એવી ઈચ્છા છે કે હું આગળ ભણું મારે એક સારી ડોક્ટર બનવું છે. બસ તમે મારો સાથે આપો...પરિવાર સાથે વાત કરો આ બાબતે...’’ માધવ હકારાત્મક મોઢું હલાવતા કહ્યું ...., ‘’ હા જો તને આગળ અભ્યાસ કરવામાં રૂચી હોય તો હું અવશ્ય તારી મદદ કરીશ...અને મમ્મી પપ્પા ને પણ આ બાબતે મનાવીશ....તું ચિંતા ના કર તારું સપનું હવે મારા પર છે...’’ આ સાંભળી સાધનાની આંખોમાં લાગણી અને સંતોષના આંસુ હતા..એનાં મુખ પર એક ખુશી પ્રગટ થઇ હતી....બીજા દિવસે માધવે પરિવાર સાથે વાત કરી અને માધવના મમ્મી પપ્પાએ પણ હા પાડી ...’’ કે ભલે જેટલું ભણવું હોય તેટલું ભણે આમારી કોઈ ના નથી. ‘’

હા તો બધા એ પાડી દીધી પરંતુ પરીસ્થિત કંઇક વિચિત્ર હતી ...માધવ પણ અભ્યાસ કરતો હતો એટલે એનો પણ ખર્ચ થાય...ઘર નો પણ ખર્ચો પાછુ એ સમયે તો પગાર પણ ઓછા હતા એવામાં સાધનાને ભણવવાના પૈસા નું કંઇક એડજસ્ટમેન્ટ કરવું પડે એમ હતું....પરિવારની સમંતિ પ્રમાણે બીજે દિવસે સાધના અને માધવ બંને એક ખાનગીશાળામાં એડમીશન માટે ગયા અને સાધનાએ સાયન્સના બી ગ્રુપમાં એડમીશન લીધું....શાળા ઘરથી ૫કિમી દુર એટલે સાધનાને કોઈ વાહનમાં પહેલા સ્ટેશન સુધી જઈ અને ત્યાંથી સ્કુલે જઈ શકતી...હવે એક બાજુ વાહનનો ખર્ચો, સ્કુલની ભારી ભરકમ ફી , ઘરનો ખર્ચો , આ બધું પહોચી વળવા માધવે એક નિર્ણય કર્યો....માધવે તેનો અભ્યાસ છોડી દીધો...અને એક ગામની મોટી દુકાનમાં પટ્ટાવાળાની નોકરી સ્વીકારી...પગાર કોઈ ખાસ નહી પરંતુ વાંધો ન આવતો.....આમ સાધના પણ મન લગાવી ને અભ્યાસ કરવા લાગી ગઈ અને ધોરણ ૧૧ માં ૮૭ % આવ્યાં...માધવ પણ ખુબજ ખુશ થયો કે બન્ને નું સમપર્ણ આજે રંગે લાવ્યું....પરંતુ મેડીકલ માં એડમીશન માટે NEET પરીક્ષા સારા માર્ક પાસ કરવી પડે...એ પણ સારા કોચિંગ ઇન્સ્ટીટયુટમાં...

સાધનાને NEETની તાલીમ માટે કોટા જવું હતું...હવે સાસરિયા પક્ષની એવી આર્થિક સ્થિતિ ન હતી કે સાધનાને કોટા મોકલી શકે..પરંતુ માધવ સાધના મનોબળ તોડવા નહતો માંગતો.માધવે કહ્યું , ‘’ કઈ ચિંતા ન કરીશ સાધના તારું સપનું મારું સપનું તું બસ ખાલી મહેનત કર..’’ ..માધવ મનમાં વિચારતો કે આમ પટ્ટાવાળાની નોકરીમાં બધું નહિ પહોચી વળાય...એટલે એને નોકરી છોડી દીધી અને બેંકમાં લોન મૂકી ...લોનના પૈસાથી એણે એક ભેંસ ખરીદી..વિચાર્યું કે દૂધ વેચીને સારી કમાણી કરીશ..સાધનાનું સપન પૂરું કરીશ....પરંતુ કહેવાય છે ને ભગવાન અમુક વાર પરીક્ષા બહુ પાકે પાયે લેતા હોય છે...બેંકની લોન લઇ લીધેલી ભેંસ ૧૫ દિવસમાં જ મરી ગઈ....એક બાજુ લોનનો હપ્તો ભરવાનો , પત્નીના અભ્યાસનો ખર્ચ .હવે આ ખર્ચને પહોચી વળવા તેણે બાકી રહેલા પૈસા માંથી એક રીક્ષા ખરીદી ...અને દિવસ રાત બસ ઊંઘ ની કે શરીરની કોઈ ચિંતા કર્યા વગર એણે સાધના સપનું પૂરું કરવા પાછળ એમ કહીએ કે પોતાનો દેહ ઘસી નાખ્યો....આખો દિવસ રીક્ષા ચલાવે....

યોગ્ય કમાણી થતા માધવે તેની પત્ની સાધનાનું કોટામાં એડમીશન કરાવ્યું અને સાધના આ માધવના સમર્પણથી ખુબજ ખુશ હતી ...એણે મનમાં એક બીજું વચન લીધું કે તમે લગાવે આ સિદુરની લાજ સદાય હું રાખીશ...પતિનું સમર્પણ અને સાધનાની મહેનત આખરે રંગ લાવી....સાધનાએ ધોરણ ૧૨માં ૯૦ ટકા સાથે ઉતીર્ણ થઇ અને NEETમાં પણ 605 જેટલો સ્કોર કર્યો...માધવની તો ખુશી નો પાર ના રહ્યો...એનાં હૈયામાં ઉમંગના મોજા ફરી વળ્યા....

સરકારી મેડીકલ કોલેજમાં કાર્ડિયોલોજીસ્ટ બનવાની સફર શરુ થઇ ...સરકારી કોલેજ હોવાથી હવે ફી ની કોઈ ચિંતા ન હતી એટલે માધવે પોતાનો બાકી રહેલો અભ્યાસ પૂર્ણ કર્યો..સમય જતા આગળ ....માધવે MBAની પદવી મેળવી અને આ બાજુ સાધના પણ ડો. સાધના બની ગઈ...કહેવાય છે ને શિક્ષણ પર સૌ નો અધિકાર છે...સાધનાની ફી નો કોઈ ખર્ચો ન હોવાને કારણે માધવ થોડા પૈસા બચત કરતો હતો ...એને ખ્યાલ હતો કે સાધના ડોક્ટર બની જશે એટલે તેને એક દવાખાનું ખોલી દઈશ..ગંગપુર ગામમાં કોઇપણ સારી તબીબી સુવિધા ના હતી...એમાં ખાસ કરીને હદય રોગના જાણકાર કોઈ ન હતું...સાધના ડોક્ટર બનીને આવશે એની રાહમાં માધવનું હૈયું ઉછળતું હતું....માધવ એ જ દિવસની રાહ જોતો જયારે ડો.સાધના ઘરે આવે....બસ એ દિવસો હવે ખુબજ નજીક હતા ...માત્ર ૧૦ દિવસ છેલ્લાં બાકી રહ્યા હતા કોલેજ ના સાધનાને.....

માધવ એનાં ગામમાં કોઈ મીડીયમ સાઈઝનું મકાન શોધી રહ્યો હતો જેમાં દવાખાનું બનાવી શકાય....અને સાધનને સરપ્રાઈઝ આપવાનો હતો....આખરે એ દિવસ આવી જ ગયો જયારે ડો. સાધના ઘરે આવવાની હતી..સ્ટેશનથી રીક્ષામાં ઘરે આવી જેવું માધવે બારણું ખોલ્યું બસ માધવની આંખમાં નદીના નીરની જેમ અશ્રુઓની ધારા વહેતી હતી...સામે સાધનાની એજ હાલત હતી....બારણા પાસે જ સાધના રડતા રડતા ખુશીના આંસુ આંખમાં લઇને માધવે ને ભેટી ગઈ...ખુશીથી રડતા રડતા સાધનાએ કહ્યું , ‘’ માધવ હું તમારું આ ઋણ ક્યારે પણ ચૂકતે નહી કરી શકું...તમે જે સમર્પણ આપ્યું છે મારા માટે શબ્દોમાં કહેવું મુશ્કેલ છે....’’ આ સાંભળી માધવે કહ્યું , ‘ અરે ગાંડી ...મારી ફરજ તારું ધ્યાન રાખવું છે ..હા ભલે સમાજની આ રૂઢીઓના લીધે આપણા લગ્ન વહેલા થઇ ગયા ..પણ પરિસ્થિતિમાં તો આપણો અધિકાર છે ગમે ત્યારે બદલી શકીએ....

એમ કહી માધવે કીધું , ‘’ હવે અંદર આવીશ ..ડોક્ટર સાયબા કે બહાર જ અમારો ઈલાજ કરી નાખશો...’’ ...સાધના હસી પડી અને બંને ઘરમાં ગયા..માતા પિતાના આશીર્વાદ લીધા...બન્ને બેસીને એકબીજાની લાગણીઓમાં તરબોળ હતા...મનમાં ને મનમાં આભાર વ્યક્ત કરતી સાધના ને ક્યાં ખબર હતી કે હજુ એનાં માટે એક સરપ્રાઈઝ પણ છે....બીજે દિવસે આંખે પાટો બાંધી રીક્ષામાં માધવ અને સાધના ગયા ..સાધના કહ્યું , ‘’ માધવ કેમ પાટો બાંધ્યો છે ? આપણે ક્યાં જઈ રહ્યા છીએ.? ‘’..માધવે કહ્યું , ‘’ બસ ૫ મિનીટ હમણાં તને બધી જ ખબર પડી જશે...ગંગપુરગામના મધ્ય વિસ્તારમાં રીક્ષા ઉભી રહી...સાધનાનો હાથ પકડી માધવ તેને લાવ્યો...જેવો આંખેથી પાટો ખોલ્યો....

સાધનાની સામે રહેલું દ્રશ્ય જોતાં જ સાધનાની ખુશી નો પાર જ ન રહ્યો...સાધનની સામે એક સુંદર મધ્યમ કદ નું ઘર હતું એનાં પર બ્લેક બોર્ડ પર લખ્યું હતું .. ‘’ગંગપુર કલીનીક’’ ..ડો. સાધના ( કાર્ડિયોલોજીસ્ટ)...આખું બોર્ડ અને એ મકાન મતલબ કે કલીનીક ફૂલોથી સજાવ્યું હતું...માધવ આગળ હાથ લંબાવી સાધનાને કહ્યું , ‘’ મિસ. ડોક્ટર ...આપ કૃપા આપણા પવિત્ર ચરણો લઇ પ્રવેશ કરો....સાધના મંદ મધુર હસી..પતી પત્ની બન્ને દવાખાનામાં પ્રવેશ્યા...સાધનાએ જોયું તો બધા જ સાધનો હતા...અને અત્યાધુનિક તો ના કહી શકાય પરંતુ આધુનિકતા થી કમ પણ નહતું ...આ કલીનીક..સાધના ,.’’’ માધવ આ બધાના પૈસા ક્યાંથી આવ્યા...’’ માધવ કહ્યું..’’ મમ્મી ના ઘરેણા હતા ..અને આપણી વાડી એ વેચી દેતા આટલા રૂપિયા આવી ગયા કે આ સારું કલીનીક બની શકે..સાધના તો આશ્ચર્યજનક થઇ ગઈ ...મનમાં ભગવાનનો આભાર માનતી હતી....આગળ શું થાય છે તે માટે વાંચતા રહો...આ ભાગ કેવો લાગ્યો જણાવશો..વાર્તાનો વણાંક હવે જ આવશે