“અલ-સલામ અલૈકુમ!”
“વા-અલાઇકુમ અસ-સલામ”
"મૌલવી સાહબ, આજ હમ સબકો બુલાને કી વજહ ?"
જમ્મુ કાશ્મીરમાં આતંકી સંગઠન ચલાવતાં સાત આતંકના આકાઓ અને ચાર મોસ્ટ વોન્ટેડ આતંકીઓ વચ્ચેથી એક આતંકી બોલ્યો.
આ સાંભળી પોતાની આંખો ઝીણી કરી, એક હાથ સફેદ દાઢીમાં ફેરવતાં અને બીજા હાથમાં તસ્બી ફેરવતા મૌલાના રસુલખાન બોલ્યો,
"જનાબ… હમ સબ જાનતે હૈ કી, હમ સબ કા ઈરાદા એક હી હૈ, કશ્મીર કો હિંદુસ્તાન સે આઝાદ કરવાકર ઉન્હેં પાકિસ્તાન કે હવાલે કરના ઔર હિંદુસ્તાન કો તહસનહસ કર દેના."
"આમીન… આમીન…"
"પર…"
મૌલાનાને 'પર' બોલી અચાનક ગંભીર થયેલા જોઈ ફરી એક આતંકી બોલ્યો,
"પર ક્યાં મૌલવી સાહબ ?"
"પર હમ સબ અલગ હોકર લડ રહે હૈ, હમારે કઈ લોગ શહિદ હોતે હૈ ક્યોં ? ક્યોંકિ હિંદુસ્તાની ફૌજ કે સામને હમ બહોત કમ હૈ."
"પર ઈસ્કેલિએ ક્યાં કરે ?"
"અબ વક્ત હૈ હમ સબકો એક હોને કા, પુરે જમ્મુ કશ્મીર સે હમારે મુજાહિદો કો એક કરકે હમ સબ મિલકર હિંદુસ્તાન કે સામને જંગ છેડકર કશ્મીર કો હિંદુસ્તાન સે આઝાદ કરવાએ…"
પોતાનો એક નેણ ઊંચ્ચો કરતાં ફરી મૌલાના બોલ્યો,
"ઔર ઈસકે લીએ મેં પીછલે તેરા સાલ સે મહેનત કર રહા હુ, જીસ્મે આજ સબ કો એકસાથે લાને મેં કામ્યાબી મિલી હૈ."
"ખુદા કસમ મૌલવી સાહબ, બાત આપકી સહી હૈ. હિંદુસ્તાન કે સામને હમકો એક હોના હી પડેંગા. મેં આપકે સાથ હુ."
"જનાબ મેં ભી આપકી ઔર મૌલવી સાહબ કી બાત સે સહમત હુ, અબ હમ એક હોકર પાકિસ્તાન કી મદદ સે કશ્મીર સે હિંદુસ્તાન કા નામોનિશાન મીટા દે વહ વક્ત આ ગયા હૈ."
એક પછી એક આતંકીઓએ મૌલાનાની વાતમાં સુર પુરાવતા, મનમાં મલકાતા મલકાતા ફરી મૌલાના બોલ્યો,
"ઈસકે લીએ જરૂરી હૈ કી હમારે સબકે ટ્રેનિંગ સેન્ટર એક જૈસે હી હો, સબકો એક જૈસી હી ટ્રેનિંગ દી જાએ, ઈસકે લીએ મેં ખુદ સબ કે ટ્રેનિંગ સેન્ટર મેં આકર વહાં કા હાલચાલ દેખુંગા."
"જો હુકમ મૌલવી સાહબ…"
લગભગ દોઢેક કલાક મૌલાનાના ગુપ્ત ઠેકાણે ચાલેલી બેઠક પતી જેમાં ભારતની બરબાદીના અને કશ્મીરને આઝાદ કરાવવાના અલ્લાહના નામે સોગંદ ખાઈ સૌ પરત ફર્યા.
મૌલાના રસુલખાન આમ તો આતંકીઓ વચ્ચે ખુબ પ્રભાવ ધરાવતો હતો. સાથે જ પાકિસ્તાન સરકારમાં પણ તેમનાં હિતેચ્છુઓ હતાં. આ સિવાય ભારતમાં પણ આતંક પ્રેમી લોકો અને નેતાઓ સાથે મૌલાના એ ગાઢ સંબંધો વિકસાવ્યાં હતાં.
મૌલાનાની ઈચ્છા કશ્મીરનાં દરેક આતંકી સંગઠનોને એક છત્ર નીચે લાવવાની હતી. આ માટે લગભગ આઠ વર્ષ મહેનત કરી પણ કોઈ પરિણામો ન મળ્યાં પરંતુ આજે એ દિવસ આવ્યો હતો જ્યારે તે આતંકના તમામ આકાઓને એક કરી શક્યો હતો.
આ બેઠકમાં એક થઈ ભારત સામે જંગ કરવાની પ્રતિજ્ઞા થયાં બાદ મૌલાના એ દરેક આતંકી કેમ્પોની મુલાકાત લઈ, તમામને ભેગા કરી પાંચ જુદી-જુદી જગ્યાએ આતંકના ટ્રેનિંગ સેન્ટરો ઊભા કર્યાં જે ભારતીય સૈનાની પહોંચથી ઘણા દૂર હતાં.
મૌલાના વારેઘડીએ વીડિયો બનાવી ભારતની સરકારને ચેલેન્જ કરી રહ્યો હતો જ્યારે બીજી તરફ ટ્રેનિંગ સેન્ટરો ખૂબ જ ગુપ્ત જગ્યાએ જવાથી અને આતંકીઓનુ સંગઠન મોટું બનવાથી ભારતીય સૈના આતંકીઓને ઠાર કરવામાં નિષ્ફળ થઈ રહી હતી. આ ઘટનાને પગલે રાજકારણમાં પણ વિપક્ષ સરકાર પર આક્ષેપો કરી રહી હતી.
કશ્મીરમાં મૌલાના રસુલખાન આતંકનો નવો ચહેરો બન્યો હતો. ભારતીય મિડિયામાં પણ રોજ તેના પર વિશેષ કવરેજ ચાલી રહ્યાં હતાં પણ મૌલાના રસુલખાન ભારતમાં બેઠો હોવા છતાં પણ કાયદાના હાથથી ઘણો દૂર હતો.
આ બાદ ફરી સૌ આગળ હિંદુસ્તાનની બરબાદીની યોજના કેવી બનાવવી એ નક્કી કરી રહ્યાં હતાં. જેમાં મૌલાના એ જાણે સિંહ માર્યો હોય એવાં ગુમાનથી કહ્યું,
"સુન્ના હૈ જબસે હમને એક હોકર લડને કી બાત કી હૈ તબસે હિંદુસ્તાન કી સરકારો કે પૈરો તલે કી જમીને ખીસક ગઈ હૈ."
"અલ્લાહ કી દુઆ સે યહ તો હોના હી થા મૌલવી સાહબ."
"સહી હૈ જનાબ, તબસે હમારે એક ભી મુજાહિદ કો હિંદુસ્તાન કી ફૌજ હાથ ભી નહિં લગા સકી હૈ. વરના આયે દિન કોઈના કોઈ યા તો શહિદ હોતા થા યા તો ફૌજ કે હાથ લગ જાતા થા."
આ સાંભળી રૂઆબમા આવતા ફરી મૌલાના બોલ્યો,
"ઈસી લીએ તો મેં ઇતને વર્ષો સે મહેનત કર રહા થા, અગર હમ સબ બહુત પહેલે સાથ આ જાતે તો, ઈન્સાહ અલ્લાહ આજ કશ્મીર કી આઝાદી કા સપના પુરા હો ગયા હોતાં."
"કોઈ બાત નહિં મૌલાના સાહબ, અબ તો હમ સાથ હૈ. અબ વો દિન દૂર નહિં જબ કશ્મીર મેં હિંદુસ્તાન કી ફૌજ હમારે પેરોમે ગીડગીડા રહી હોંગી."
હજી આ વાત ચાલી રહી છે ત્યાં જ મૌલાનાનો અતિ વિશ્વાસુ મહંમદ ખાન હાંફળો ફાંફળો થતો આવ્યો અને બોલ્યો,
"મૌલાના સાહબ, ગજબ હો ગયા. હમારે પાંચો ટ્રેનિંગ સેન્ટર પર હિંદુસ્તાની ફૌજને ધાબા બોલ દીઆ હૈ. હમારે કંઈ લોગ શહિદ હો ગયે હૈ ઔર કંઈ લોગ જીંદા પકડે ગયે હૈ."
"ક્યાં કહ રહે હો ? લેકીન યે હુઆ કબ ?"
"કલ દેર રાત કો…"
"ઔર તુમ આજ બતા રહે હો ?"
"હમેં ભી આજ ખબર મીલી હૈ…"
ભારતની સરકારનાં પગ તળેથી જમીન સરકી ગયાની વાતો કરનારાના પગ તળેથી જ જમીન સરકી ગઈ. જે ભારતની બરબાદીના સપનાં જોઇ રહ્યાં હતાં તે જ બરબાદ થઈ ગયા. લગભગ તમામ આતંકીઓ ભારતીય સૈનાના હાથે લાગી ગયાં હતાં.
"મૌલવી સાહબ, અબ હમ કો યહાં રહના સુરક્ષિત નહિં લગતાં. હમકો ભી યહાં સે નિકાલના ચાહિએ."
"હા… હા… સહી હૈ, ચલો સબ…"
આટલું બોલી પોતાનાં હાથ લાગેલા હથિયારો લઈ તમામ લોકો એ ગુપ્ત જગ્યાના દરવાજે પહોંચી બહાર ઉભેલાને દરવાજો ખોલવા આદેશ કર્યો પણ કોઈ જવાબ ન મળ્યાં.
ઘણીવારના પ્રયત્ન બાદ આખરે દરવાજો ખુલ્યો અને સીધી જ ભારતીય સૈના અંદર દાખલ થઈ. સામસામે ગોળીઓ ચાલી પરંતુ સૈના પૂર્વ તૈયારીમાં જ હોવાથી આખરે સૌ આતંકીઓ જીવતાં પકડાયા.
ભારતીય સૈનાને પોતાનાં પગમાં કચડવાની વાત કરતા આજે ભારતીય સૈના સામે ઘૂંટણિયે પડ્યાં હતાં.
"ચલો ઈન સબકો લે ચલો. ઔર હાં, ઈસ મૌલાના સાહબ કો જરાં અલગ સે લેકર ચલના, આજ ઈસકી ચમડી હમ ઉતારેંગે." સૈના નાયકે હુકમ કર્યો.
આખાં દેશમાં ખૂબ મોટો ઉત્સવ ઉજવાયો. કશ્મીરના તમામ આતંકીઓ ભારતીય સૈનાના હાથ લાગી ગયા હતાં. હવે કોઈ આતંકી વધ્યો નહોતો.
આ ઘટનાનાં એકાદ મહિના પછી દિલ્હીમાં એક કાર્યક્રમમાં વડાપ્રધાનશ્રીએ પોતાનું વક્તવ્ય આપ્યું. જેમાં કહ્યું,
"...આજે ભારત સરકાર અમિત કુમાર અને એની ટીમનું વિશેષ 'શૌર્યવીર પુરસ્કાર' વડે સન્માન કરતાં ગૌરવ અનુભવે છે. આજે આ બહાદુરોના નામ લેતાં પ્રત્યેક ભારતવાસીઓની છાતી ગદગદ થઈ રહી છે.
...આ આતંકીઓના રજેરજની માહિતી મેળવી, સૈનિકોને નુકસાન ન પહોંચે એ રીતે આતંકીઓને પકડવા એ મોટો પડકાર હતો પરંતુ આ કાર્ય અમિત કુમારની કુનેહથી પાર પડ્યું. તેમણે પોતાના ત્રીસ સાથીઓને આતંકી બનાવી આતંકીઓની વચ્ચે રાખી તેમની દરેક માહિતી સૈના સુધી પહોંચાડી હતી.
...સૈના દ્વારા સ્વતંત્ર રીતે લાંબા સમયથી ચાલતાં મિશન 'ધ એન્ડ'ની માહિતી સુરક્ષાનાં ભાગરૂપે ભારત સરકારને પણ આપવામાં આવી નહોતી.
મિત્રો, આતંકનો નવો પર્યાય બનેલા મૌલાના રસુલખાને તેર વર્ષ પૂર્વે કશ્મીરી આતંકવાદમાં ઝંપલાવી, કશ્મીર અને પાકિસ્તાનના આતંકીમા પોતાનો પ્રભાવ જમાવી અને કશ્મીરના તમામ આતંકી સંગઠનોને એક કર્યાં હતાં.
અને આ મૌલાના રસુલખાન એ બીજું કોઈ નહિં પણ ગુપ્ત વેશે આપણી ભારતીય સૈનાના જાંબાઝ જવાન અમિત કુમાર પોતે હતાં. જેણે જીવને જોખમમાં મૂકી કશ્મીરને આતંકવાદથી મૂક્ત કરવામાં સફળતા અપાવી.
અમિત કુમાર અને તેમની ટીમની બહાદુરી પર દરેક દેશવાસીઓને ગર્વ છે."
વડાપ્રધાનનાં આ ખુલાસાથી સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા.
- અર્જુન ગઢિયા (૭૮૭૮૧૨૭૨૩૮)