Where has the time gone books and stories free download online pdf in Gujarati

વ્હેરે હેસ ધ ટાઈમ ગોન

ચંદુ ઉર્ફ ચંદ્રકાન્ત અને ચાર્લી આ બે એકબીજાને સમયે આપેલી ભેટનો સંબંધ છે. મુંબઈ જેવા મોટા શહેરમાં એક માણસ બીજા માણસને શોધે છે.. પોતાનો સમય વિતાવવા માટે. સતત ભાગતા રહેતા આ શહેરમાં વસતા ચંદ્રકાન્ત ને એકલતા કોરી ખાઈ છે. પોતાના સંતાન અને એની પત્ની અને એનાં ગ્રાન્ડસનને એમના માટે સમય નથી. એ બધા આ મુંબઈની ભાગતી જીંદગીનો ભાગ છે. રાજ કપૂરના "આવારા હું..આસમાન કે તારા હું.." સોન્ગ સાથે એ માણસની આખી પાછલી જીંદગીનો ચિતાર આપે છે. એકલા પડેલા એ આખો દિવસ ઘરમાં વિતાવે છે અને પછી જયારે એ બહાર નીકળે છે ત્યારે એની મુલાકાત ચાર્લી નામના છોકરા સાથે થાય છે.

ચાર્લી એક અનાથ બાળક છે.એ મુંબઈમાંથી કચરો ઉપાડીને શહેરને સાફ કરવાનું કામ કરે છે. બંને વચ્ચે શરૂ થતા સંબંધમાં મોબાઈલની કારીગરી છે. બેન્ચના બાંકડે બેસીને એ મોબાઈલ ફોન નથી ઉપાડી શકતા ત્યારે ચાર્લી એને ફોન ઉપયોગ કરતા શીખવે છે અને એકબીજા સાથે નંબર શેર કરે છે. પછી ઘરે પહોંચીને પણ ચાર્લી અને ચંદુ એકબીજા સાથે વાતો કરે છે અને બંને વચ્ચે મિત્રતા બંધાઈ છે. ચાર્લીના શૂઝ નું શોપિંગ, એની પહેલીવાર ઉજવાતી બર્થડે પાર્ટી, સામે ચાર્લી એ ચંદુને રીટર્ન કરેલી બુક...અને સાથે જ હળવા ડાઈલોગ.

એક દિવસે ફોન પર વાત કરતાં કરતાં ફોન કટ થાય જાય છે અને પછી ક્યારેય એ ચાર્લી સાથે વાત નથી કરી શકતા.એ એને ખૂણે ખૂણે શોધે છે અને એ મળતો નથી અને નિરાશા પછી એની જીંદગીનો અંત આવી જાય છે..છેલ્લે એનાં અવાજમાં સ્મશાનમાં આ શબ્દો ફેલાઈ છે.. "પ્યારે બચુ આપ સબને મેરા બહોત ખ્યાલ રખા મુજે કોઈ ગિલા શિકવા નહિ હૈ બસ એક હી અફ્સોઓસ હૈ કી આપ લોગ મુજે જ્યાદા વક્ત નહિ દે પાયે આપ ભી ક્યા કરતે ઇસ બીઝી શહેરમેં સબકુછ મિલ જાતા હૈ સિવાય ટાઈમ કે.. પર વો પ્યાર ભરા વક્ત મુજે ચાર્લી નામ કે એક બચે સે મિલા ઉસકે સાથ ગુજારે ચંદ દીનો મેં જૈસે મેં ફિર સે જીને લગા ઉસકે સાથ મેરી તન્હાઈ પીગલ જાતી થી ઔર અકેલાપન ઉડ જાતા થા લેકિન જૈસે વો અચાનક આયા વૈસેહી અચાનક ઇસ શહેર કિ ધુંધ મેં વો ખો ગયા..મૈને ઉસકે લિયે કુછ પૈસે અલગ રખે હૈ ચાર્લી કો ઢૂંઢ કે ઉસકી અચ્છી પરવરીશ કરના મુજ પે ઉસકા કરઝ હૈ...પ્યાર ભરે વક્ત કે કરઝ.."

સંજય છેલના રાઇટિંગ અને મધુર ભંડારકરની ડિરેકકશન માં બનેલી ઓગણીસ મિનિટની મુંબઈ મિસ્ટ ફિલ્મમાં અનુ કપૂર (ચંદુ) અને દેવર્થ (ચાર્લી) ને સારી રીતે કાસ્ટ કર્યા છે. આ શોર્ટ ફિલ્મને BRICS ફિલ્મ ફેસ્ટિવલ,ચાઈના માં સ્ટેન્ડિંગ ઓવેશન મળ્યું છે...

વ્હેરે હેસ ધ ટાઈમ ગોન આ ટોપિક પર ઓગણીસ મીનીટની આ શોર્ટ ફિલ્મ એ આપણી આખી જીંદગીનો ચિતાર આપે છે..નાના હોય કે મોટા દરેકને સમય જોઈએ છે સામેના માણસનો. સમય નો ઇસ્યુ દુનિયાના બધા જ ખૂણા માં હશે અને એટલે જ કદાચ આ ફિલ્મને સ્ટેન્ડિંગ ઓવેશન મળ્યું હશે. આપણે બધાં ક્યાંય ને ક્યાંક એટલા વ્યસ્ત થઈ જઇયે છીએ કે નજીકના લોકોને જ સમય આપવાનું ભૂલી જઇયે છીએ. આ ફિલ્મ મુંબઈની લાઈફ પર ભલે હોય પણ દુનિયા માં બધે જ એક વ્યક્તિ સામેના માણસ નો સમય જંખે છે. ચંદ્રકાન્ત ને ચાર્લી મળ્યો પણ શું ખબર આપણી આસપાસ આવા કેટલાય ચંદ્રકાન્ત હશે જેને ચાર્લીની શોધ હશે. કોઈ બીજા માટે નહીં તો ફક્ત આપણા પોતાના ને જ સમય ની ભેટ આપીયે. શું ખબર આપણી આસપાસ કોઈક આપણું પણ આવી જ ભયાનક એકલતા સાથે યુદ્ધ કરતુ હોય.

-શ્રેયસ ભગદે

બીજા રસપ્રદ વિકલ્પો