SAMAY - SANDHYA books and stories free download online pdf in Gujarati

સમય - સંધ્યા

દ્રશ્ય:૧


(લાયબ્રેરી)


(બેકગ્રાઉન્ડ સાઉન્ડ : કોણે કહ્યું કે પાણી ને રંગ નથી હોતો… કેહવાતા આ પ્રેમ માં પ્રપંચ નથી હોતો. )


સંધ્યા :(હાથ મા ઝવેરચંદ મેઘાણીની સૌરાષ્ટ્ર ની રસધાર લઈ ને ટેબલ સુધી ચાલતા જ બોલવાનું ચાલુ) સોરી સોરી, મને હું દર વખતે સમય પેલા બુક સબમિટ કરી દવ છું. આ વખતે પહેલી જ વાર લેટ થઈ ગયું છે. એકચ્યુલી એમાં એવું હતું કે હું બુક સબમિટ કરાવી જ દેતી પણ થયું એવું કે એમાં…


સમય : હમ્..(સમય ની માત્ર આંખો ખાલી સંધ્યા ને જોતી તી બાકી બધું શૂન્યાવકાશ થઈ ગયું હતું.)


સંધ્યા : (સમય કાઈ બોલે એ પેલા જ) તમને ખબર છે આ કેટલી રસપ્રદ પુસ્તક છે મારું મન ખોવાય જ ગયેલું સાવ. એક તો આટલા બધા પાના છે અને ઉપર થી સાહસ ની વાતો એમાં લખેલી છે. તો તમે જ કો એક અઠવાડિયા માં કેમનું પતે વાચવાનું. (સંધ્યા શ્વાસ લેવાં થોભી ત્યારે સરકારી કોલેજોમાં માંડ ૨૨ વર્ષના લાગતાં આટલા યુવાન લાઈબ્રેરીયનને કઈ રીતે ભરતી કરતાં હશે એ વિચારમાં ખોવાઈ ગઈ.)


સમય : નો, નો મેડમ. આવું ચાલે જ નહીં. તમને કૉલેજ ના નિયમો ખબર નથી? હવે તમારે તો ફાઇન ભરવી પડશે એ પણ બે ગણી.


સંધ્યા : બે ગણી કેમની?


સમય : ૧૫ દિવસ બુક જમાં કરવામાં મોડા અને પછી આ તમારું ભાષણ સાંભળવું પડયું મારે, એટલે બે ગણા.


સંધ્યા : જોવો મિસ્ટર, વોટેવર યોર નેમ ઈઝ. હું ફાઇન નથી ભરવાની. અને હું અહીંયા તમારી કોઈ ફાલતું ની બક્વાસ સાંભળવા નથી.”


સમય : સમય.


સંધ્યા : મતલબ!!


સમય : સમય. સમય નામ છે મારું જે સમય ની તમને કદર નથી એ નામ છે.


(સંધ્યા ને થોડું અપમાન જનક લાગ્યું. પણ આટલી દલીલ નો મુદ્દો એ હતો કે.. કેવી રીતે થશે બધું એડજેસ્ટ? એક તો આટલી અમથી પોકેટ મની માં આ વધારાનો ખર્ચ. લાગે છે આજે તો ભૂખ્યું જ રેવું પડશે)


સંધ્યા : ઠીક છે હવે મારી પાસે ફાઇન ભરવા સિવાય કોઈ છૂટકો નથી. કઈ દો કેટલી ફાઇન ભરવી પડશે મારે


સમય : (સમયે પોતાનો ઘરનો આંકડો લગાડ્યો) ૧૫ દિવસ લેટ છો મેડમ તમે એટલે એક દિવસ ના ૧૫₹ લેખે થાય ૨૨૫₹


સંધ્યા : (પોતાની પાસે ૨૫૦ ₹ જ હતા) આ લ્યો.


(સમયે પેલા થી જ છૂટા ૨૫ ₹ કાઢીને રાખ્યા હતા. હવે સંધ્યા થોડી ગમગીન થઈ ને ત્યાં થી વીજળી વેગે ચાલી ગઈ. સમય ની નજર સંધ્યા થી દુર હટતી જ નોતી. એ લાયબ્રેરી માંથી અદ્રશ્ય થઈ ગઈ )


દ્રશ્ય:૨


(કેન્ટીન)


(એજ દિવસે બપોરે કેન્ટીન માં એક ખૂણા ના ટેબલ ઉપર જ્યાં થોડો તડકો આવતો હતો ત્યાં બેસી ને સંધ્યા “રમેશ પારેખ” ની કવિતઓ વાચતી હતી. પણ રોજ ની જેમ આજે સમોસા પ્લેટ નોતી)


(સમયે ક્યારેય સંધ્યા ને ધ્યાન નોતું આપેલું પણ આજે એ તડકા વાડા ટેબલ ઉપર સમોસા પ્લેટ વાળી છોકરી પર ધ્યાન ગયું અને એ સંધ્યા ના સામે ની ખુરશી માં બેસી ગયો. )


સંધ્યા : (જોયા વગર જ) તમે ના બેસો ત્યાં આ ટેબલ ઉપર બોવ તડકો આવે છે એટલે જ કોઈ આહિયા નથી બેસતું.


(સમય બેસી ગયો અને સંધ્યા ફરી “રમેશ પારેખ” ની કવિતા માં ખોવાય ગઈ. સંધ્યા નું થોડી વાર પછી ધ્યાન ગયું. )


સંધ્યા: ઓહો… આ તો તમે…. બોલો આવા દિવસો આવી ગયા તમારા કે કૉલેજ માં તમારે મારી હારે ટેબલ શેર કરવું પડશે…


સમય: કરવું પડશે નહિ પણ કરવું છે…


સંધ્યા: વાહ વેરી ગુડ… ક્યારેય સમય ને પણ સમય નો સાથ ના હોય સમજી શકાય એવું છે…


સમય: અરે… તમે તો એ વધારે જ સિરિયસ લઈ લીધું…


સંધ્યા: લોકો મજાક ભૂલી શકે અપમાન નહી…


સમય: અપમાન!!! મારો એવો મતલબ જરા પણ નોતો…


સંધ્યા: બોલતા પેલા બે વાર વિચારી લેવાઈ કે સામે વાળા એના કેટલા અને કેવા મતલબ નીકાળી શકશે.


સમય: મતલબ.


સંધ્યા: મતલબ જ સમજાવતા રહીશું તો પછી ત્યાં જ અટકી જશુ


સમય: (મન માં.. બાબા ની જેમ પ્રવચન બંધ જ નથ થતું આનું એમાં કેમનું કાઈ પૂછવું મારે. )


સંધ્યા: શું કીધું?


સમય: જો સંધ્યા આખા કૉલેજ ની છોકરીઓ મારા ઉપર ફિદા છે.


સંધ્યા: પણ હું નથી.


સમય: (મન માં હસતા) મેં છોકરીઓ નું કીધું સમોસાની પ્લેટ નું નહીં.


સંધ્યા: અલ્યા બાબા આદમ ના જમાના ના માણસ. તારું પ્ત્યું હોય હવે તો શિધાવો આયા થી.


સમય: તું કાઈ પતાવા દેતી તો છે નહીં ને પાછી બૂમો મારા ઉપર પાડશે.


(સમય ઓડીએન્સ માં.. જે જે આયા સિંગલ આવ્યા છો ને એ પેલા જોઈ લેજો છોકરી ના પ્રેમ મા પડવામાં કેટલા પાપડ, ખાખરા, થેપલા વણવા પડે છે ને પછી તો જિંદગી ના લોટ પાણી ના લાકડા….ને બાકી અનુભવી લોકો ની કોઈ અછત નથી આજુબાજુ…. બાજુ ના એક ટેબલ ઉપર સમય નો મિત્ર રોનક બેઠો હોય ત્યાં જઈ ને સમય બેસી જાય છે. )


રોનક: અલ્યા સમય! આવી ગયું મારા વાલા તું…


સમય: હાં ૨૦ વર્ષ થાય ગયા હો. આજે દેખાણો હું તને?


રોનક: ઓ બાપા… બોવ જૂનો તું તો..


સમય: રોનક! તું વાતાવરણ ની રોનક ના બગાડ ને મુંગો મર.


રોનક: એ બધુંય તું મુક. ઈ કે તારી લાયબ્રેરી વળી હિરોઈન નો તારી લાઈફ માં એન્ટ્રી નો સમય આવ્યો કે નહિ.


સમય: એનો રેડિયો બંધ થાય તો હું મારું ગાવાનું ચાલુ કરું ને.


રોનક: અલ્યા એ પણ ૨ ઈન ૧ ને તું પણ કેવું જબરું ને.


સમય: તારી હમણાં કવ હું કંઇક.. લવારી બંધ કરી તારી ને જા ક્લાસ માં. ભણવા માં ધ્યાન દે નહિતર કવ હમણાં તારા બાપાને...


રોનક: સારું તારે તું કેય છે તો જાઉં પણ.. તારી ૨ ઈન ૧ આવી જશે હિંમત રાખ વીરા… નહિતર હું તો બેઠો જ છું.


સમય: તું હવે જઈશ આહિયાં થી કે દવ તને એક લપાટ…


રોનક: સારું હવે જાઉં છું પણ યાદ રાખજે… આ રોનક વગર તારા જીવન માં રોનક નથી…


સમય: મારો વાલો દર વખતે હ્રદય માં ખૂંપી જાય એવું મારી ને જાય… એક કામ કરું પાછો સંધ્યા પાસે જઈ ને બેસુ


(થોડી વાર ચૂપ બેસી ને વિચારે છે અને ફરી સંધ્યા ના ટેબલ પાસે જાય છે પણ આ વખતે એ એક સમોસા પ્લેટ લઈ ને જાય છે.)


સંધ્યા : થોડો ભૂતકાળ મેં આપ્યો હશે કબૂલ છે, તું એને ધાર કાઢીને પાછો ના મોકલાવ. વાહ... (કવિતા પૂરી કરતા જ એણે સમય ની સામે જોયું)


સમય : હવે મહેરબાની કરી ને આ સમોસા ખાઈ લે તું નહીં તો ઠંડા થાય જશે. સોરી! મારો મતલબ ખાઈ લો તમે.


સંધ્યા : એક તો મારી પાસે બમણા ફાઇન લીધા. શું ખાસ સ્વાદ લાગવાનો મને સમોસા નો.


સમય : માફ કરી દો મને તમારો દિવસ બગાડવા માટે.. આ યુથફેસ્ટિવલમાં ના લીધે ના ભણવા ના બહાના માં હું પેલા જ લાયબ્રેરી માં ફસાઈ ગયો છું. અને આ તમારી ફાઇન તમને પરત.


સંધ્યા : ઓહ ! ના ના આતો કવિતા ની અંતિમ પંક્તિ હતી.


સમય : અચ્છા એવું હતું !! મને તો ખબર જ નોતી.


સંધ્યા : (સમોસા નો સ્વાદ માણતા) હમ્… આજે સમોસા રોજ કરતા વધારે સારા લાગે છે.


સમય : સ...સ.. સંધ્યા.. મેડમ હું કંઈ બોલી.


સંધ્યા : પેલી વાત મને સંધ્યા કે, ખોટા ફાલતું માન પાન ની જરૂર નથી.


સમય : મને તું ગમે છે. આજ પેલા કોઈ દિવસ તને નીરખી ને જોઈ નોતી કોઈ દિવસ. તને જોઈ ને આજે હું બહું સરસ અનુભવ કરું છું. અત્યાર સુધી મને એવું જ લાગતું કે ખીસુ ભરેલું હોય તો જ ખુશી મળે. આજે પેલી વાર તારી આંખો માં જોયું કે ખીસા માં ૨૫₹ જ હોય અને પેટ ખાલી હોય તો પણ ખુશ રહી શકાય.


સંધ્યા : અલ્યા ઑય આ બધું શું બોલે છે તું?


સમય : સંધ્યા મને મારી જાત ઉપર ગુસ્સો આવે છે કે આટલો મોડો કેવી રીતે થયો હું. તું મને કઈ દે હા, કોઈ ના પ્રેમ મા તો નથી ને તું?


સંધ્યા : સમય. હું કોઈ ના પ્રેમ માં નોતી.


સમય : હાશ… તું હવે ખાલી મારી જ છે…


સંધ્યા : બીજું કાઈ હજી?


સમય : એક મિનિટ… પ્રેમ માં નોતી? તારો મતલબ શું છે કેવાનો?


સંધ્યા : જો સમય. લાગણી ઓ ના કોઈ સમય કે સમરનામાં ના હોય.


સમય : અલ્યા ઑયે… એક તો તું આટલી સુંદર છે. મારી આટલી બધી હરકતો માં પણ ગુસ્સે નથી થઈ. ઉપર થી મારું મગજ વિફરાય ગયું છે ને તું સમય- સરનામા માં સમય કેમ બગાડે છે. ભગવાન…. ભાન જ નથી પડતી આ છોકરી ને.


સંધ્યા : હા.


સમય : સંધ્યા તારા ચેહરા ઉપર ની દરેક હસી ની હું કાળજી રાખીશ. જેવી રીતે આજે ઉદાસ મને તું હસતી તી ને. તું હસતી રઈશ હંમેશ, પણ તારું મન ઉદાસ નઈ થાય હવે.


સંધ્યા :(સમય નો હાથ પકડી ને) સમય.. સમય.. હા.. હા.. સમય…


(સમય ની આંખ માંથી એક ખુશી નું આંસુ સરકી ગયું. વાતાવણ રમૂજ માંથી હવે થોડું રોમેન્ટિક થયું.)


સમય : રોતલ સાવ.. કેવી છો તું… જો જો હું કેવો સ્ટ્રોંગ છું.


સંધ્યા : સમય. પ્રેમ તો મને પણ પેલી નજર મા થઈ ગયો હતો પણ.. કૉલેજ માં આ ‘તડકા વાળા ટેબલ ની સમોસા પ્લેટ’ ની ચર્ચા ઓ થી તું અજાણ નઈ જ હોય. અપમાન નો ડર તો એને પણ હોય જ ને જેનું કોઈ માન જ ના કરતું હોય.


સમય : સંધ્યા.. તારા વિશે મેં આવું કોઈ દિવસ…


સંધ્યા : મને ખબર છે. હકીકત માં તે મારા વિશે કોઈ દિવસ કાઈ જ વિચાર્યું જ નોતું પેલા. પણ તું તારી જાત જોડે પ્રમાણિક તો છે.


સમય : ઘડી બે ઘડી માં તું મારા ઉપર આટલો ભરોસો કરવા માંડી!! ચાલ તું ભરોસો કરે જ છે તો તને મારી એકલતા જોડે મળવા લઈ જાઉં.


( સમય એ જરા પણ રાહ જોયા વગર સંધ્યા નો હાથ પકડી લીધો ને એને ખેચી. સંધ્યા એ પણ કોઈ સવાલ કે વિરોધ ના કર્યો.)


દ્રશ્ય:૩


( કૉલેજ ની ટેરેસ)


(સમય અને સંધ્યા કૉલેજ ની ટેરેસ ઉપર બેસે છે.)

સમય : તને ખબર છે બધા ને એવું લાગે કે હું ગર્ભશ્રીમંત છું.. રાજકુમાર ની જેમ જીવું છું. હકીકત માં હું આ ટેરેસ ઉપર વિતાવેલો સમય જ જીવું છું. રોજ કૉલેજ પુરી થયા પછી હું આ જગ્યા એ એકલા બેસી ને પોતાની જાત સાથે ચર્ચા ઓ કરતો અને ઢળતી સંધ્યા ને જોયા કરતો બીજી નવી તેજ ભરેલી સવાર ની રાહ માં.


સંધ્યા : (પોતાનું માથું સમય ના ખભા ઉપર ઢાળી ને) જે બધા વિચારતા એ હું પણ વિચારતી.. છતાં હું ખુશ છું, એ જાણી ને ખુશ છું કે હું જે વિચારતી એ ખોટું નીકળું.


સમય : હું પણ. તારી વિશે જે ચા ઉપર ચર્ચા કરતા હોય છે એ લોકો કદાચ તારી ખૂબી ઓ ને પચાવી નહી શકતા હોય. કોઈ પણ પરિસ્થિતિ માં તું જેટલું હળવાશ થી વર્તન કરે છે અને બધા ની નિંદા ઓ ને બેધ્યાન કરી ને પોતાની જાત માં મસ્ત છે એવા તો બોવ ઓછા લોકો હોય છે.


સંધ્યા: સમય એક વાત પૂછું?


સમય: આ સમય થી લઇ ને મારતા સમય સુધી હવે આ સમય તારો જ છે સંધ્યા.


સંધ્યા: લાગણી કાળજી થી વપરજે સમય. કારણ કે એના કોઈ નામે સરનામા નથી હોતા એ તો ગમે તે દિશા માં ફેલાઈ શકે છે.


સમય: તું આટલું સરળતા થી અને આટલું ઊંડાણ પૂર્વક કેવી રીતે વિચારી શકે છે? આટલી બધી વિનમ્રતા? મારું તો ગમે ત્યારે પીતો હલી જાય. તારા વિશે તો લોકો ખટપટ કરતા થાકતાં નથી. મને કોઈ જરાય પણ બોલે તો મગજમારી થઈ જાય.


સંધ્યા: ક્યું ડરે જિંદગી મે.. ક્યાં હોગા…

કુછ ના હોગા તો.. તજરૂબા હોગા…


સમય: વાહ વાહ… મારી કલાકાર…


સંધ્યા: (થોડું શરમાઈ ને સમય ને ખભા ઉપર થોડી સંતાઈ જાય છે) બસ કરો હવે મારા વખાણ કરવાનું.. મને ડાયાબીટીસ થઈ જશે…


સમય: જા ને વાયડી તને કાઈ ના થવા દવ…

જો જો ફટાફટ જો…હું મારી સંધ્યા ને નિહાળું ને તું આ કુદરત ની સંધ્યા ને નિહાળ.


સંધ્યા: આ દ્રશ્ય તો અલૌકીક છે. એક બાજુ સૂર્ય ઢળે ને બીજી બાજુ ચાંદ ની રોશની ફેલાઈ… કેવું નઈ સમય… સૂર્ય માં આટલો બધો તાપ ને ચાંદ કેટલો શીતળ… પણ કોઈ દિવસ એનું રોટેશન ના ચૂકાઈ.


સમય: હુઆ હોગી સૂરજ કો ભી ચાંદ સે મોહાબત...

તભી તો ચાંદ મેં દાગ હૈ…

તોડા હોગા કભી ચાંદ ને ભી કભી…

દિલ સૂરજ કા… તભી તો સૂરજ મે આગ હૈ…


સંધ્યા: ઈર્શાદ… ઈર્શાદ…


સમય: (સંધ્યા ને માથા ઉપર કિસ કરતા બોલે છે.) મારા ચાંદ તું તો મારું દિલ નહિ તોડે ને ક્યારેય…


(સંધ્યા કાઈ બોલે એ પેલા જ સમય ફરી બોલવા માંડ્યો)


સમય: (સંધ્યા નો હાથ પકડી ને) ચાલો હવે ઘરે નથી જવાનું તમારે… તું રોજ કરતા એક કલાક મોડી છે ઘરે જવામાં…


સંધ્યા: હા જવું પડશે ઘરે.. નઈ…


સમય: નથી જવું?


સંધ્યા: ઉહું.. ના..


સમય: ચાલો તો અત્યારે જ લગ્ન કરી લઈએ ને આ ટેરેસ ઉપર જ ઘર વસાવી લઈએ…


સંધ્યા: જાઉં છું ભાઈ હવે ઘરે…


સમય: ભાઈ નઈ કે ને...કાલે મળીએ આ જ જગ્યા એ…


સંધ્યા: સમય ને ડર લાગે છે… એવું થાય છે કે હું જઈશ આજે ઘરે.. પછી પાછી તને મળી જ નઈ શકું તો…


સમય: ડર તો મને પણ છે સંધ્યા… પણ આ ડર માં પણ પ્રેમ છે… જ્યાં આપડે સાથે હોઈશું એ બધા જ જીવન ના કપરા પળો પણ મને સ્વીકાર્ય છે….. હવે તું જા છો કે હું ઘરે મૂકવા આવું??


સંધ્યા: જાવ છું જાવ છું…

સમય: : સાંભળ… “હસ્તી આંખો કો જાંક કર દેખો… કોઈ આસુ છુપા હોગા…” સારું હવે જા…


સંધ્યા: અ...હમ… ઇમ્પ્રેસિવ…( હસતા હસતા).. બાય...


(સંધ્યા અને સમય છૂટા પડે છે.)


દ્રશ્ય:૪


(સંધ્યા નું ઘર. સંધ્યા ના માતા પિતા બેઠક માં બેઠા છે. એના પપ્પા બોવ ટેન્શન માં છે કે સંધ્યા કેમ હજી સુધી ઘરે નથી આવી…)


પપ્પા: ક્યાં છે તારી લાડલી દિકરી… હજી સુધી ક્યાં કેમ નથી આવી ઘરે…


મમ્મી: મારી લાડલી…? તમારી બગાડેલી દીકરી બોલો…


પપ્પા: લે ભાઈ એમાંય મારો વાંક…


મમ્મી: હાસ્તો વળી એને બધી છૂટ આપી છે તમે કોઈ જાત ની રોક ટોક નથી કરતા આટલી છૂટ તો દીકરા ઓ ને જ આપતા હોય…


પપ્પા: હાં ભલે ભલે….જેટલો હક સૂરજ નો છે એટલો જ એનો પણ છે મારા માટે એ બેય ના કોઈ ભેદભાવ નથી…


મમ્મી: કાલ ઉઠી ને બીજી નાત નો એની પસંદ થી છોરકો ગોતી ને આવશે ત્યારે…


પપ્પા: ના… મારી દીકરી મારા પસંદ ના છોકરા હારે જ લગ્ન કરશે જે હું પસંદ કરીશ એના માટે એ જ…


મમ્મી: સારું આપી દો બધી જ આઝાદી એને…


(સંધ્યા ઘરે આવે છે..)


સંધ્યા: હેલ્લો…. (પપ્પા ને ભેટી ને) પપ્પા તમને ખબર છે મારી કૉલેજ માં યુથ ફેસ્ટિવલ થવાનો છે અને એમાં ઘણી ઈન્ટ્રસ્ટિંગ ઇવેન્ટ છે…


મમ્મી: એ બધુંય ઠીક પણ એ કે પેલા તું કે ઘરે આવા મોડી કેમ આજે…


સંધ્યા: મમ્મી… એવું થયું ને કે… એકચ્યુલી…(મનમાં.. હવે સમજાય છે છે આ ખોટું બોલવું કેટલું અઘરું છે કાય જવાબ સુજતો જ નથી…)


પપ્પા: બસ હસે હવે કાંઈક કામ હશે... યુથ ફેસટિવલ ની તૈયારી માં બિઝી હસે…


સંધ્યા: હા...હા… એજ ને… (મનમાં… હાસ આજ તો બચી ગયા…)


પપ્પા: જોયું ને કીધું ને… (રુમ માં જાય છે)


મમ્મી: ઉભી રે… ક્યાં હતી?... કેમ મોડું... કાલ થી ટાઈમે ઘરે જોઈએ તું… આડોશ પાડોશ માં પણ જોવે બધા કે મોડી આવે છે ઘરે.. તો સમાજ માં કેવું દેખાય…


સંધ્યા: મમ્મી યાર તું… અલવેસ એક જ મગજમારી લઈ ને બેસે છે… હવે જમાનો બદલાઈ ગયો છે…


દ્રશ્ય: ૫


(સંધ્યા ફ્રેશ થવા એના રુમ મા જાય છે અને પછી સંધ્યા અને સૂરજ બેય સંધ્યા ના રૂમ માં બેઠા છે..)


સંધ્યા: ભાઈ મમ્મી જો ને સાવ...


સૂરજ: છોટું. આ બધી વાતો છોડ તું એ કે આજે કૉલેજ માં શું કર્યું.


સંધ્યા: કાઈ નહિ ભાઈ રોજ ની જેમ જ નોર્મલ.


સૂરજ: ચાલ. જૂઠી… તારા ચહેરા ઉપર ની ચમક મારાથી છુપી નથી હો ને… પેલા એ કે આટલું લેટ કેમ થઈ ગયું ઘરે આવતા આજે?


સંધ્યા: એકચ્યુલી ભાઈ એમાં એવું થયું ને…


સૂરજ: કોઈ બહાના ના જોઈએ…


સંધ્યા: ભાઈ. તું ઓલા સમય ને ઓળખે ને…!! હું એની સાથે હતી… પણ કૉલેજ માં જ હતી હું હો ભાઈ.


સૂરજ: હમમ… મને ખબર છે મેં એને આજે તારા ટેબલ ઉપર સમોસા ની પ્લેટ લાવતા જોયો હતો… એક મિનટ… તું એના પ્રેમ માં તો નથી ને…

ડોન્ટ ટેલ મી ધેટ.. યું આર ઈન લવ વિથ હિમ…


સંધ્યા: યેસ.. ભાઈ હું છું …


સૂરજ: બહાર શું ચર્ચા ચાલે છે એનો આઈડિયા પણ છે તને… ?


સંધ્યા: (થોડી ડરી ને) શું?


સૂરજ: પપ્પા ને એવું છે કે તારા માટે છોકરો એ જ પસંદ કરશે... અને.. એ આપડા સમાજ નો જ હોવો જોઈએ...


સંધ્યા: તો તે કાય કીધું નઈ… વિરોધ ના કર્યો...


સૂરજ: ના… એ કરવાનો કોઈ મતલબ મને અત્યારે દેખાતો નથી… તને ખબર જ છે… એટ ધ એન્ડ… ઍવરી ગર્લ વીલ જસ્ટ ડું એસ હર ફાધર’ વિશ…. એટલે મને પણ એવું જ લાગે છે કે તું સમય નું દિલ તોડીશ એક દિવસ...


સંધ્યા: ના ભાઈ…. કેટલો સમય આવું ચાલશે? આપડે નાના હતા ત્યારે બધી વાતો માની છે એમની પણ હવે આપડી લાઈફ કેવી રીતે જીવવી એની પસંદગી નો હક પણ નથી આપડી પાસે?.... એટ લીસ્ટ આપડા લાઇફ પાર્ટનર ની ચુસ કરવાનો તો આપડો જ હક હોય ને...


સૂરજ: હું છું હજી તું ચિંતા ના કર…


સંધ્યા: ભાઈ જેવી રીતે બાકી બધું આપડી લાઈફ નો ભાગ છે એવી જ રીતે લગ્ન પણ એક ભાગ છે… લગ્ન જ કાઈ જિંદગી નથી ભાઈ… એ લોકો કેમ નથી સમજતા આ વસ્તુ ઓ ને…


સૂરજ: બધી વસ્તુ માં બદલાવ આવી ગયા છે. ટેકનોલોજી આટલી આગળ વધી ગઈ છે પણ આ માનસિકતા ને કોઈ નથી બદલી શક્યું…


સંધ્યા: હું બદલીસ…


સૂરજ: કઈ રીતે બદલીસ?


સંધ્યા: હજી મને ખબર નથી… ખબર પડશે એટલે તને પણ કહીશ.


સૂરજ: તું કઈ દુનિયા માં જીવે છે?


સંધ્યા: એ બધુંય છોડ…. એ પછી કવ તને.. પેલા કંઇક પેટ પૂજા કરીએ…


સૂરજ: અચ્છા ભૂખ લાગી છે….? મને એમ કે તારું પેટ સમોસા થી જ ભરાઈ ગયું હશે… અરે… મતલબ સમોસા ની પ્લેટ તારા ટેબલ ઉપર મૂકવા વાળા ને જોઈ ને…


સંધ્યા: હટ.. રે.. કેવો ભાઈ છે તું…સાવ…


સૂરજ: … BTW… તારી પસંદ મને પણ પસંદ છે…


સંધ્યા: હાશ કોઈક તો છે આ વેરાન દુનિયા માં જે મને સમજે છે…


સૂરજ: તો બોલ ક્યાર થી એને જીજાજી કવ…!


સંધ્યા: (ખાલી એના ભાઈ ની સામે જોયા જ કરે છે)


સૂરજ: બોવ ગરમ ના થા… ચાલ તને કંઇક ઠંડુ ખવડાવું…


સંધ્યા: તું જા અને લઈ આવ કંઇક હું ક્યાંય નથી આવતી…


(સૂરજ જાય છે)


દ્રશ્ય:૬


(સંધ્યા ઘરે એના પપ્પા ને રોજ ની જેમ ભેટી ને પછી કૉલેજ જાવા નીકળે છે… એના પપ્પા સોફા ઉપર છાપુ વાચતા હોય છે…)


સંધ્યા: ગુડ મોર્નંગ પપ્પા…


પપ્પા: ગુડ મોર્નિંગ બેટા ઉઠી ગયા તમે એન્ડ રોજ ની જેમ રૂટિન ચાલુ….


સંધ્યા: હાં પપ્પા… તમે તમારું કામ બદલી નાખો… મોસ્ટ ઓફ ધ ટાઈમ તમે આમ તેમ બહાર ગામ જ હોવ છો…


પપ્પા: હાં બેટા બસ.. ખાલી તારા માટે એક સારો છોકરો શોધી લવ અને તારું કન્યાદાન કરી ને વિદાઈ કરી દવ પછી હું નિવૃત્ત થઈ જઈશ…


સંધ્યા: પપ્પા..(વિચારો માં ખોવાઈ જાય છે)


સુરજ: પપ્પા તમે પણ શું ખોટા સપના જોઉં છો… આવા માથાભારે સમાન ને કોણ હા પાડવાનો…. જે પણ હા પાડશે એને પછી અફસોસ થવાનો…(સંધ્યા ને)... ચાલો હવે કૉલેજ જઈએ… તમારે યુથ ફેસટિવલ નું કામ નથી કરવાનું…


સંધ્યા: કેવું કામ હે… મેં તો એમાં કોઈ ઇવેન્ટ માં પાર્ટ.. જ…


સૂરજ: પેલું ટેરેસ ઇવેન્ટ ના ડેકોરેશન નું કામ નથ કરવાનું તારે…


સંધ્યા: હા હા… ભાઈ… ચાલો… બાય પપ્પા… ઘરે આવામાં થોડું લેટ થશે…


દ્રશ્ય: ૭

(વહેલી સવારે કૉલેજ કેન્ટીન સંધ્યા ના ટેબલ ઉપર પેલા થી જ સમય પહોંચી ગયો હતો.)


સંધ્યા: અરે અરે કોઈક આજે બોવ ખુશમિજાજ લાગે છે… લાગે છે કોઈક ની સવાર આજે બોવ મસ્ત છે…


સમય: હા… હવે મારે ઢળતી સંધ્યા ને નથી જોવાની કેમ કે મારી પાસે મારી પોતાની હંમેશા ચઢતી સંધ્યા છે…


સંધ્યા: રે હવે બોવ માખણ માર્યા…


સમય: ભલે વાયડી… તું બેસ કોફી લઇ ને આવું છું હું…


સંધ્યા: (ઘરે જે બધું થયું છે એ કવ સમય ને કે ના કવ…અત્યારે નથી કેવું કાય)


સમય: જોયું ફરી ક્યાંક ખોવાય ગયી તું…


સંધ્યા: સમય તને ખબર છે લાઈફ માં દુઃખો કેમ આવતા હશે… ?


સમય: હા.. એક ની એક વસ્તુ થી આપડે કંટાળી જતા હોઈએ છીએ… એટલે સુખ અને દુઃખ નું બેલેન્સ હોવી જરૂરી છે…


સંધ્યા: તો આપડી લાઈફ માં પણ દુઃખો આવશે ને..?


સમય: આવશે ને…


સંધ્યા: તું સાથે રઈશ ને મારી? જેવી રીતે દરેક ખુશી માં તું છે એમ દરેક દુઃખ મા પણ રઈશ ને..?


સમય: સંધ્યા બાઘા જેવી વાતો બંધ કર તું ને બોલ શું થયું છે…


સંધ્યા: કાઈ નથી થયું આ તો કાલે હું એક બુક વાચતીતી તો અચાનક મગજ માં આવ્યું…


સમય: તું ને તારી દુનિયા…


સંધ્યા: સમય ભાઈ ને ખબર છે આપડા વિશે…


સમય: ઓ બાપરે હવે માટે હેલ્મેટ પેરી ને જ નીકળવું પડશે ને… પ્રેમિકા ના ભાઈ થી પ્રેમી ને હંમેશા ડરવું જ પડે ગમે ત્યારે માર પડી શકે છે…


સંધ્યા: ચૂપ રે… બધા ભાઈ સરખા ના હોય ને… સૂરજ ભાઈ મારા બેસ્ટ ફ્રેન્ડ છે…


સમય: વાહ.. એટલે કોઈક તો છે જે તને પ્રેમ કરવામાં માં મારી હરીફાઈ માં છે…


સંધ્યા: ના. ભાઈ માટે તો હું એના નાના બાળક ની જેમ છું… તારા માટે… મ…


સમય: મારા માટે... શું??


સંધ્યા: બસ હવે કંઇક થોડી યુથ ફેસટિવલ ની તૈયારી કરીએ… બોવ વાતો કરી લીધી…


સમય: ચાલો મેડમ… આપકા હુકમ સર આંખો પે..


સંધ્યા: હમ સાબાસ…


(અચાનક રોનક ત્યાં આવી જાય છે)


રોનક: અરે..મ તમારા વિશે જ વિચારતો તો ને થયી ગયા તમારા દર્શન…


સમય: આવ મારા વીરા… બધું સલામત ને…


રોનક: હોવે.. શું કેવું ભાભી તમારે…


સંધ્યા: બોવ ઉતાવળ થાય છે.. મને ભાભી બનાવવાની!!


રોનક: ના આતો ખાલી એમ નેમ.. જરાક..


સમય: ભાભી ભાભી ના કર… માર ખાઇસ…


સંધ્યા: બોલ બીજું રોનક શું ચાલે... શું કરે તારી gf


રોનક: ક્યાં ભાભી કેવી gf. ભાભી પ્રેમ માં પડવા નો યુગ આયા ક્યાં છે…


સંધ્યા: કેમ વળી શું થઈ ગયું…..


રોનક: છોડો ને ભાભી… હવે ખાલી દેખાદેખી નો જ જમાનો છે… એ મારા જેવા ઠીંગણા છોકરા જોડે થોડી રેવાની…

સંધ્યા: થયું શું એ કે તું મને ..


રોનક: આટલી મેહનત પછી એક છોકરી એ સામે જોયું મારી... થયું એવું કે એની બહેનપણી અને ઘરના લોકો એ એવું કીધું એને કે છોકરો સુંદર સ્માર્ટ હોવો જોઈએ અને ઘરના એ પૂછ્યું ઘર મિલકત કેટલું છે એ મુજબ વાત કરવા નું વિચારીએ…


સમય: પછી…


રોનક: અમે બંને ગળાડૂબ પ્રેમ માં, ને પછી ગળાડૂબ માં પ્રેમ…બિચાડો રૂંધાઇ ગયો પ્રેમ…


સંધ્યા: તો એમાં તારે ક્યાં કાય ઘટે છે...


રોનક: શું ભાભી તમેય સિરિયસ થયી ગયા… મેહનત તો હું જોરદાર લગાદર કરું જ છું પણ… કોઈ છોકરી ઘાસ નાખતી નથી...


સમય: માન છે વીરા તારા માટે…


રોનક: તો પછી ભાઈ…


સંધ્યા: મિલકત મહત્વ નું હોત તો રાજા ઓ ના સમય માં સ્વયંવર ના થતા હોત…


સમય: અત્યારે થાતાં હોત ને તો પણ તને તો હું જ ઉઠાવી જાતો…


સંધ્યા: હા હો હવે જઈએ આપડે… અને રોનક…


રોનક: હા ભાભી ફરમાવો ને…


સમય: (સંધ્યા ને અટકાવી ને) તારું નામ રોનક બોવ સારું પાડ્યું છે…


સંધ્યા: જોરદાર…


રોનક: અરે ભાભી કોઈ છોકરી હોય તો… આપડે અવેલેબલ જ છીએ હો… એકાદ બે થપ્પડ પણ ખાઈ લેસુ કોઈ પટી જાય તો...


સંધ્યા: સારું ભલે હો…


(સંધ્યા એન્ડ સમય કેન્તીન ની બાર નીકળે છે… )

દ્રશ્ય: ૮


(સંધ્યા સમય ને ટેરેસ ઉપર ખેચી જાય છે)


સમય: અરે ક્યાં લઇ જાય છે તું મને… આપડે યુથ….


સંધ્યા: એ તો ઘણા લોકો છે કરવા માટે… પણ તારી જોડે સમય ગાળવા નું મારા માટે વધારે ખાસ છે…


સમય: તને ખબર છે… આપડે ૨ દિવસ પેલા સાવ અજણ્યા હતા…


સંધ્યા: અજાણતા ખુલી ગયેલા દિલના..

એ દરવાજા માંથી…

કોઈ અદ્રશ્ય પ્રવાહ પસાર થઈ ગયો…

મને પણ એનો અહેસાસ થઈ ગયો…

કોઈ શબ્દ વગર ની… ભાષા હતી એ...

કોઈ વર્ણન વગરની… ગાથા હતી જે…


(ટેરેસ ની પાળી ઉપર સમય બેસી ગયો હોય છે ત્યાં સંધ્યા એની નજીક જઈ ને બેસી જાય છે.)


સમય: સંધ્યા થોડી દૂર બેસ ને… મને સ્પર્શ ના કરીશ… મારે તારા પ્રેમ ને માણવો છે…


સંધ્યા: ( થોડું અચકાઈ જાય છે ને દૂર જાય છે) સોરી…


સમય: મને તારો સ્પર્શ ગમે છે… પરંતુ તને સ્પર્શી ને પ્રેમ નથી કરતો હું… પણ તને પ્રેમ કરું છું એટલે તને સ્પર્શ કરું છું… હારે હોવ કે ના હોવ પણ સાથે તો હંમેશા હું હોઈશ જ..


સંધ્યા: હમ્..


સમય: અરે પાગલ ક્યાં વિચારો માં ખોવાય ગઈ? આવતી રે આયા મારી પાસે… (સંધ્યા ને બાથ માં ભરી લ્યે છે) … ચાલો હવે ફરી દૂર..


સંધ્યા: ઠીક છે…


સમય: ચાલો હવે કૉલેજ ના થોડા કામ પતાવી દઈએ.


(Monatage…)


(ગીત: શબ્દો ઓછા પડે છે…

જ્યારે કોઈ પ્રેમ માં પડે છે…

લાગણી ઓ ના વહેણ વહે છે…

ને હવાઓ માં પ્રેમ પ્રસરે છે…

આ સફર છે ઘણો કઠિન…

મનમાં એવા ભ્રમ સૌ ના વસે છે...

કુદરત નો આ ખેલ ગજબ છે…

અધૂરા સૌ ને રાખે ને… પછી…

અવકાશ માં પ્રેમ પુરે… ને… પૂરા..

સૌ ના શમણાં કરે છે… )


( એજ દિવસ એ સાંજે ફરી ટેરેસ ઉપર…)

સંધ્યા: તમે લેટ છો સમય…


સમય: એટલે તમને પણ મોકો મળી જ ગયો એમને કેવાંનો…


સંધ્યા: હાસ્તો વળી….


સમય: કેમ આયા આવી ને બેઠી તું.


સંધ્યા: થોડું એકલતા ને માણવા નો અનુભવ કરતી હતી…


સમય: તારે એ કરવાની કોઈ જરૂર નથી.. હું હમેશા છું જ….. આવો મૂડ ખરાબ ના કર તું ચાલ આપડે કંઇક બીજી વાતો કરીએ…


સંધ્યા: ચાલો બોલો તો પછી….


સમય: તારા માટે શું વધારે મહત્વ નું છે? પ્રેમ કે પછી પરિવાર…


સંધ્યા: ચાલો હવે ઘરે જઈએ હું તને આ સવાલ નો જવાબ પછી આપીશ… ના રુક… આ સંધ્યા ને તો માણતા જા…


સમય: અચ્છા… બોવ સ્માર્ટ….

સંધ્યા નો ફોન રીંગ કરે છે

(સૂરજ: (ફોન ઉપર) સંધ્યા ક્યાં છે તું? કેટલી વાર માં ઘરે આવીશ… એક કામ કરજે મમ્મી ના જન્મદિવસ ની કેક મેં ઓર્ડર આપી દિધો હતો એ લેતા આવજે તું…


સંધ્યા: વાહ ભાઈ બેસ્ટ. હું બસ જો નીકળું જ છું હવે…


સૂરજ: આરામ થી સનસેટ એન્જોય કરી ને આવજે…


સંધ્યા: સારું…


સૂરજ: જીજાજી ને પણ લેતી આવજે ઘરે…


સંધ્યા: ગાંડો થાય ગયો છે… મુક ફોન )


સમય: શું થયું?


સંધ્યા: મમ્મી નો બર્થડે છે તો સૂરજ એ કેક ઓર્ડર કરી છે.. એ લઈ ને જવાનું છે ઘરે…


સમય: તો ચાલ જલ્દી જઈએ આપડે… પછી શોપ બેકરી બંધ થઇ જશે…


સંધ્યા: સૂરજ એ કીધું સનસેટ એન્જોય કરી ને આવજે… ને….


સમય: ને શું?? બોલ ને


સંધ્યા: ને નથીંગ…


સમય: તું બોલ ને… બેન… મને આમ હેરાન નઈ કર…


સંધ્યા: ને એમ કીધું કે… જીજાજી ને પણ લેતી આવજે….


સમય: કોના જીજાજી…?


સંધ્યા: તારા…


સમય: મારે કોઈ બેન છે જ નહિ…


સંધ્યા: હું છું તો ખરા….


સમય: તો ચાલો બેન…


સંધ્યા: હાલને ને હવે ..


સમય: અમારા થી ના થોડી પડાય… અરે સંધ્યા સાંભળ ને…


સંધ્યા: હા બોલ ને..


સમય: મારું કૉલેજ નું લાસ્ટ યર છે… તું આપડા વિશે તારા પપ્પા ને ક્યારે વાત કરીશ…


સંધ્યા: એ બધુંય થઇ જશે.. પેલા જે છે એ કામ પતાવી...


(કેક શોપ થી કેક લઈ ને ઘરે પોહચે છે બેય… સૂરજ દરવાજા પાસે જ બેય ની રાહ જોતો હોય છે.)


દ્રશ્ય ૯


સૂરજ: આવો મારા પ્રેમી પંખીઓ… કેટ.. કેટલુંક ઉડી ને આયવા..


સંધ્યા: બસ કર હવે ઘરે છીએ એ આપડે… મમ્મી સાંભળી જશે ને તો કેક પછી મળશે.. પેલા જોડા ખાવા પડશે…


સૂરજ: ના.. રે બેન તારો ભાઈ હજી જીવે છે… હંમેશાં તારી ઢાલ બની ને રહીશ…


સંધ્યા: ફિલોસોફી પછી મારજે હવે.. પેલા હું તને સમય નો ઇન્ટ્રો તો આપુ…

સમય.. આ સૂરજ ભાઈ…. ને સૂરજભાઈ… આ સમય…


સૂરજ: હા આ એ જ સમય જેણે તને અને તારા સમય ને બેય ને મારી પાસે થી છીનવી લીધા… છતાં તને ખોઈ ને પણ હું ખુશ છું…


સમય: નસીબદાર તો હું છું કે મારી સંધ્યા ને જીવન ના દરેક ઊતાર ચઢાવ માં તમે એને મજબૂત અને સ્વાવલંબી બનાવી છે… તમે ચિંતા ના કરશો એને હું હંમેશા ખુશ રાખીશ… ક્યારેય એને તકલીફ નઈ પાડવા દવ… એ બધુંજ આપીશ જેની એ ખરેખર હકદાર છે…


મમ્મી: સૂરજ… (ઘર માંથી બૂમ પાડે છે.) સંધ્યા આવી ગઈ… બીજું કોણ છે ભેગુ… અંદર બેસી ને આરામ થી વાતો કરો…


સંધ્યા: હવે તમે લોકો મારી ચર્ચા પુરી કરો મમ્મી નો જન્મદિવસ છે… યાદ તો છે ને….


(ત્રણેવ સોફા ઉપર બેસે છે…મમ્મી રુમ માંથી બાર આવે છે.)


બધા એક હારે: હેપ્પી બર્થડે ટુ યુ…(ગીત ગાવા માંડે છે)


(મમ્મી કેક કટ કરે છે)


મમ્મી: થેંક યુ…અને બેટા તું કોણ…


સૂરજ: મમ્મી મારો ફ્રેન્ડ છે.. કૉલેજ માં જ છે…


મમ્મી: ઠીક એક જ ક્લાસ માં..?


સમય: ના ના સંધ્યા પેલા વર્ષ મા ને હું છેલ્લા…


મમ્મી: સારું સારું બેટા.. તમે લોકો બેસી ને વાતો કરો… સંધ્યા બેટા.. ભાઈ ને કંઇક નાસ્તો અને ઠંડુ આપો….


સમય: કઈ દેજે ઓય તારી મમ્મી ને… હું કાઈ તારો ભાઈ નથી…


સંધ્યા: જલી.. જલી… ભાઈ…


સમય: હું બેન કેવાનું ચાલુ કરું હવે.. હે બેન..


સંધ્યા: બસ બસ પૂરું હવે… આજ માટે આટલું જ…


સમય: સારું હવે હું જાઉં ?


સંધ્યા: હું તો કવ રોકાઈ જા…


સમય: સંધ્યા એક વાત પૂછું?


સંધ્યા: હાં બોલને…(ત્યાં સૂરજ નાસ્તા ની પ્લેટ લઈ ને આવે છે)


સમય: છોડ ને કાલે સવારે કૉલેજ થોડી વેહલા આવી જજે કાલે વાત કરીએ….. (સૂરજ ને) ભાઈ મારે હવે મોડું થાય છે હું નીકળું... મળીએ પછી કૉલેજ માં…


સૂરજ: હાં સારું.. ભલે આવજે ફરી ઘરે.. તારું જ ઘર સમજ હવે…


સમય: હા હા ભાઈ થેંક યુ…


સૂરજ: સંધ્યા સમય ને બાર સુધી મૂકી આવ જા…


સંધ્યા: હા ભાઈ


સમય: ચાલો મેડમ..( બંને ચાલવા માંડે છે)


સંધ્યા: કોઈ વાત ના ટેન્શન માં છે તું?


સમય: નોપ… નોટ એટ એલ… વાઈ ડુ યુ થીંક સો…


સંધ્યા: નથીંગ.. યુ જસ્ટ લૂકડ સો વોરીડ…


સમય: હા તારી હારે થોડી વાત કરવી છે પણ કોઈ ચિંતા જેવું નથી… હું ઘરે પોહચી ને ફોન કરું તને….


સંધ્યા: (સમય નો હાથ ખેંચી ને) I love you…


દ્રશ્ય: ૧૦


(સમય ઘરે પોચી ને સંધ્યા ને મેસેજ કરે છે…)


સમય: “રિચડ હોમ ડિયર…”


સંધ્યા: (મેસેજ જોતા જ સમય ને ફોન કરે છે…) હેલો…


સમય: બોલો…


સંધ્યા: તું કે ને તારે શું વાત કરવી છે…


સમય: અરે કાલે કવ ને પણ તને…


સંધ્યા: ના તું અત્યારે બોલી દે બાકી મને શાંતિ નહિ થાય….


સમય: સારું હો સૂઈ જા હવે લેટ થયું હવે બોવ…


સંધ્યા: કે છો કે નઈ હવે…


સમય: ના..


સંધ્યા: પ્લીઝ……. પ્લીઝ પ્લીઝ….


સમય: ઈમોશનલ બ્લેક મેઇલ ના કર હવે તું…


સંધ્યા: હજી મેં ચાલુ જ નથી કર્યું…. કરવા માં તો હું બોવ બધું કરી શકું છું…


સમય: તને કેઇસ નઈ ત્યાં સુધી તું મૂકીશ નઈ મને એમ ને…


સંધ્યા: મૂકવાની તો એમ પણ નથી… હવે બોલવા માંડ..


સમય: હું એવું કહેતો તો કે… સૂરજ ભાઈ ને તો ખબર જ છે આપડા વિશે તારી મમ્મી પણ હવે મને ઓળખે છે… તો તારા પપ્પા ને તું આપડા વિશે વાત ક્યારે કરીશ…?


સંધ્યા: આપડે હમણાં જ તો…


સમય: મને ખબર જ છે આપડે હમણાં જ મળ્યા છીએ પણ હવે કૉલેજ પૂરું થવા માં ચાર મહિના બાકી છે… એમાં પણ એક મહિનો તો એક્ઝામ માં જશે… તારા પપ્પા આપડા રિલેશન માટે માની જશે કે કેમ તું એક વાર વાત તો કર...


સંધ્યા: તું ચિંતા ના કર… પપ્પા માટે મારી ખુશી થી વધારે કાઈ નથી….


સમય: ઓકે તને જેમ ઠીક લાગે એમ કરજે તું…અને હવે બાકી વાત કાલે અત્યારે સૂઈ જા તું….


સંધ્યા: હા તું પણ… ખોટા વિચારો ના કર… હું તારા થી દૂર ક્યાંય નથી જવાની…. હું પપ્પા ને કાલે જ વાત કરી લઈશ...


સમય: આઇ નો… બાય… લવ યૂ...


સંધ્યા: લવ યુ ટુ… સાંભળ ને… ફોન ચાલુ જ રાખ ને…


સમય: હું એજ કેવાનો હતો… આઇ જસ્ટ વોન્ટ ટુ ફિલ યૂ રાઇટ હિયર વીથ મી…


સંધ્યા: મી ટુ…


(બેઉ સૂઈ જાય છે)

દ્રશ્ય: ૧૧


(બીજા દિવસે સવારે )


સંધ્યા: મમ્મી… પપ્પા હજી આવ્યા નથી… ફોન કર્યો કે


મમ્મી: ના… તું કરી જો…


સંધ્યા: હેલો… પપ્પા ક્યારે આવો છો ઘરે… જલ્દી આવો ને હવે મારે કૉલેજ જવાનું છે…


પપ્પા: બસ જો બેટા તું દરવાજો ખોલ એટલે આવી ગયો હું…


સંધ્યા: હાશ આવી ગયા…( પપ્પા ને બેટી પડે છે)... તમને ખબર છે ને મારું રૂટિન ફોલો ના થાય તો આખો દિવસ બગડે…


પપ્પા: હા બેટા….


મમ્મી: ખોટા રૂટિન છે આના ને તમે એમાં એને આદત પડવા પણ દ્યો છો આવી…. કાલે પરણી ને સાસરે જશે તો તમે ભેગા જાવાનો છો…?


સંધ્યા: ( પપ્પા ને ધીમેથી) પપ્પા મમ્મી માટે બર્થ ડે ગિફ્ટ લઈ ને આવ્યા ને… આપો હવે એને નહિતર પારો ઉંચો જ રેશે…


પપ્પા: ગિફ્ટ માં આવડો મોટો હું તો છું તારી મમ્મી પાસે…


સંધ્યા: પપ્પા…


પપ્પા: હા બધું સેટ જ છે… તું જા હવે કૉલેજ… મને તારી મમ્મી ને મનાવા દે હવે…


સંધ્યા: હા… બાય...

(સંધ્યા કૉલેજ જાવા નીકળી જાય છે)


દ્રશ્ય: ૧૨


(કૉલેજ કેન્ટીન નું એ જ સંધ્યા નું ટેબલ… સમય વેહલાં આવી ને સંધ્યા ની રાહ જોતો હોય છે…)


સંધ્યા: હેલ્લો…


સમય: વાહ આજે તોહ કોઈક બોવ સરસ મૂડ માં લાગે છે….


સંધ્યા: અરે હું તો અલ્વેસ…


સમય: હુશિયારી….


સંધ્યા: બોવ સારું… હવે તું કે મને કેમ જલદી ઉઠાડી આજે….


સમય: બસ ખાલી એમ જ… એ તો કાલે જે વાત કરી રાતે આપડે એ જ કેવા માટે તને વેલા આવાનું કીધું તું…


સંધ્યા: ઓહ…


સમય: મારે હવે કૉલેજ પૂરી થાય પછી ફ્યુચર નું વિચારવાનું છે… ડેડ ના બિઝનેસ માં જોઇન્ટ થવાની મારી ઈચ્છા નથી સો… મારે પોતાનું કંઇક સ્ટાર્ટ કરવું છે… તારા પપ્પા ને પણ મારે કંઇક કામ ધંધો દેખાડવું જ પડશે ને…


(સંધ્યા ને તરત જ યાદ આવ્યું એ એના પપ્પા હારે વાત કરવાનું ભૂલી જ ગઈ છે)


સમય: અરે તે વાત કરી... શું કીધું પપ્પા એ?


સંધ્યા: પપ્પા હમણાં જ સવારે ઘરે આવ્યા અને હું પણ જલદી માં કૉલેજ આવી ગયી એટલે વાત ના કરી શકી આજે…


સમય: ઠીક છે કાલે વાત કરી લેજે… કોઈ ઉતાવળ નથી… ચાલો હવે ક્લાસ માં… જઈએ..


સંધ્યા: સમય… આજે કૉલેજ પછી મને ઘરે જલ્દી જાવું છે…


સમય: હા તો હું મૂકી જઈશ ને તને ચિંતા કેમ કરે છે…


સંધ્યા: અને કાલ થી મારે ૩ દિવસ રજા છે થોડુક પ્રોજેક્ટ વર્ક કરવાનું છે સો…


સમય: તો મને ની મળવા આવે તું?


સંધ્યા: ના… કેમ કે તું મળવા આવીશ મને ઘરે…


સમય: આર યું સ્યોર?


સંધ્યા: હમ..હમ..


સમય: અત્યારે આ જગ્યા ખોટી છે… બાકી કરવાનું તો મને બોવ બધું મન થાય છે…


સંધ્યા: ચાલો હવે… રોનક પણ આવી ગયો જો હવે…

દ્રશ્ય:૧૩


(સંધ્યા નું ઘર રાતે… સંધ્યા ના મમ્મી પપ્પા હસી ને વાતો કરતા હતા…)


સંધ્યા: હેલો એવેરી વન…


મમ્મી: આવી જા બેટા… તું જ બાકી હતી એક…


સૂરજ: આવી જા છોટુ એન્ડ ખાઈ ને થઈ જા જાડી એટલે તને કોઈ છોકરો હા નઈ પાડે એટલે તું અમારા થી દૂર નઈ જાય….


સંધ્યા: ( થોડી કટાક્ષ થી ભાઈ સામે જોવે છે) એમ…


પપ્પા: બસ હેરાન નઈ કર તારી બેન ને…


સંધ્યા: જોયું...


મમ્મી: સંધ્યા…


સૂરજ: જોયું…


સંધ્યા: આ ફાઈટ પૂરી જ નઈ થાય…પપ્પા મારે તમને એક વાત કરવાની હતી…


પપ્પા: હા બોલ ને શું જોઈએ છે…


સંધ્યા: કાઈ જોતું નથી પપ્પા… અહમ… ભાઈ…


સૂરજ: બોલ બોલ… હું છું ને તારી હારે જ…


સંધ્યા: પપ્પા મારી કૉલેજ માં એક છોકરો છે… ‘સમય’ .. ભાઈ ઓળખે છે એને… એક વાર ઘરે પણ આવ્યો તો મમ્મી ના બર્થ ડે ના દિવસે…


પપ્પા: હા ભલે ને આવેલો એમાં શું થઇ ગયું…


સંધ્યા: મને એ ગમે છે… એટલે અમે એક બીજા ને પસંદ કરીએ છીએ…


સૂરજ: પપ્પા બોવ સરસ છોકરો છે… કોઈ કુટેવ પણ નથી… સંધ્યા અને સમય એક પરફેક્ટ કપલ લાગે છે…


પપ્પા: બસ… તમારે જે કેવાનું હતું એ પૂરું… એક જવાબ જોઈએ આપડા સમાજ નો છે એ તો અમે એક વાર મળવા જાશું એને બાકી… પછી એને ભૂલી જજે….


સૂરજ અને સંધ્યા: પણ પપ્પા વાત તો પૂરી સાંભળો…


પપ્પા: વાત પૂરી થઈ ગઈ છે….


(બીજા દિવસે સવારે)


દ્રશ્ય ૧૩ a


(સંધ્યા ના પપ્પા ઘરે થી વેહલા બાર જતા રે છે અને ઘરે આવતા ની સાથે જ..)


પપ્પા: સંધ્યા સૂરજ આહિયા આવો મારી પાસે… એક ગુડ ન્યૂઝ આપવાની છે…


સૂરજ: શું ગુડ ન્યૂઝ છે પપ્પા…


પપ્પા: ઓલા જયેશભાઈ છે ને કારખાના વાળા એનો છોકરો જીગ્નેશ અમેરિકા થી પાછો અવાનો છે…


સૂરજ: હા પપ્પા પણ…


પપ્પા: ગુડ ન્યૂઝ એ છે કે એની હારે મેં સંધ્યા નું નક્કી કરી દીધું છે અને એ લોકો પણ રાજી જ છે આ સબંધ માટે…૧૫ દિવસ પછી એ આવશે અને એક મહિનો રોકવાનો છે ત્યારે બેય ના સાદાઈ થી લગ્ન કરી દેશું અને પછી… સંધ્યા તૈયારી ચાલુ કરી દે બેટા અમેરિકા જવાની….


સૂરજ: પણ પપ્પા કાલે જે વાત થયી આપડે…


પપ્પા: એ બધું છોડ તું…. આ જો સંધ્યા અને જીગ્નેશ નામ જોડે કેવા સરસ શોભે છે…


સંધ્યા: (પેહલી વાર સામે બોલે છે એના પપ્પા ની) સંધ્યા અને સમય જ જોડે જોડે શોભે છે પપ્પા…


પપ્પા: સંધ્યા…. મારે કોઈ દલીલ ના જોઈએ… હું જાઉં છું ૨ દિવસ બાર ગામ.. હું આવું ત્યારે મને તારી જીગ્નેશ જોડે લગ્ન ની હા જોઈએ છે… સમજી ગયી…


(સંધ્યા એના રુમ મા જાય છે…. એના પપ્પા ઘર ની બાર જાય છે)


દ્રશ્ય: ૧૪


(એ જ દિવસ સાંજે સંધ્યા ના ઘરે સમય આવે છે સંધ્યા ઘરે સંધ્યા અને સૂરજ બેય જ હોય છે.. સંધ્યા એના રુમ મા સૂતી હોય છે… સૂરજ ત્યાં જ બાજુ માં બેઠો હોય... )


સંધ્યા: સમય આવ્યો છે ઘરે…


સૂરજ: તને કેમ ખબર…


સંધ્યા: મને બસ ખબર છે તું જોઈ આવ ભાઈ એ જ છે…


સૂરજ: સારું તું સૂતા રે હું જોઈ આવું છું…


સંધ્યા: હમ…


સૂરજ: સંધ્યા સમય જ આવ્યો છે ઘરે…


(સંધ્યા દોડી ને આવે છે ને સમય ને હગ કરી લે છે)


સમય: હેય… શું થયું? કેમ આવું ઉદાસ છે તું? (સમય ને તરત ભાન આવે છે k સૂરજ ભાઈ ત્યાં બીજે છે એટલે એ સંધ્યા ને દૂર કરવાની કોશિશ કરે છે ત્યાં જ સુરજ એને રોકી લે છે અને બાર જાય છે.)


સંધ્યા: તને મળવા માં મોડું થઈ ગયું ને મને તારી બોવ યાદ આવતી હતી…


સમય: એવું થયું… હું ક્યાંય નોતો ગયો તારા થી દુર અહીંયા જ છું…


સંધ્યા: (પોતાનું દુઃખ છુપાવા માટે હવે હસવા માંડે છે) હું કાઈ તારી જેમ રોટલ નથી…


સૂરજ: સંધ્યા જરા આવજે તો તારું કામ છે મારે… આ નાસ્તા ની પ્લેટો ઉપાડવા…


સંધ્યા: હા આવું…


(સમય સંધ્યા નો હાથ ખેચી રાખે છે… સંધ્યા ગમે તેમ છોડાવી ને ભાગે છે)


સૂરજ: તને ખબર છે આ તું શું કરે છે?


સંધ્યા: મેં શું કર્યું?


સૂરજ: તું સમય ને પ્રેમ કરે છે ને એ તો તારા માટે ગાંડો જ છે સાવ… દિલ તોડીશ એનું તું?


સંધ્યા: કોઈ દિવસ નઈ…


સૂરજ: એને ખબર છે …?


સંધ્યા: નથી ખબર… અને એને કેવી રીતે કવ એ પણ નથી સમજાતું…


સૂરજ: એને ખબર પડશે ત્યારે એના શું હાલ થશે એ વિચાર્યું?


સંધ્યા: પેલા તો એ જ હાલ થશે જે તારા થયા હતા… જ્યારે તારી રોશની એ તારી સાથે સબંધ જ નહીં પણ તને પણ તોડી નાખ્યો હતો…


સૂરજ: તું હતી મને સાથ આપવા ને સમજવા… એનું શું થાશે?


સંધ્યા: એ તો કરામત છે ભાઈ…


સૂરજ: સારું જા હવે બેસ એની હારે અને કોશિશ કરજે કોઈ ના દિલ ના દુઃખે…


( સૂરજ અને રોશની છેલ્લી મુલાકાત


સૂરજ: રોશની ક્યાં જતી રહી હતી આટલા બધા દિવસ મને એકલો મૂકી ને… તારા વગર બધું સાવ થોભી ગ્યું હતું… હવે થી તારા ફેમિલી ના ફંક્શન માં મને પણ લઈ જાજે…


રોશની: સૂરજ હું તને બોવ ખાસ વાત કરવા અહી આવી છું… તને તો ખબર છે મારા ઘરે આપડા લગ્ન માટે રાજી નહિ થાય કોઈ…


સૂરજ: તું ખાલી પ્રેમ કર ને બાકી નું બધુંય… તો થઈ જશે…


રોશની: તું સમજતો નથી…


સૂરજ: મને ખાલી એક વસ્તુ સમજાય છે આપડો પ્રેમ…અને મારે હંમેશા તારી સાથે રેવાના સપના…


રોશની: તને ખબર છે… હું રોશની છું પણ રોશની… સૂરજ વગર રોશની નું કોઈ અસ્તિતવ જ નથી… તું બસ ખાલી આ પત્ર વાંચી લેજે હું જાઉં છું હવે…


સૂરજ: પણ


રોશની: હું તને યાદ કરીશ…. બાય…


સૂરજ: (લેટર વાંચે છે) મારા લગ્ન લગ્ન નક્કી કરી દીધા છે... અને મારે મમ્મી પપ્પા ની પસંદ ના છોકરા જોડે લગ્ન ના કરવા હોય તો તારી હારે સબંધ તોડવા પડશે.. આ શરત મૂકી છે. મારા માટે તારા થી દુર રઈ ને તને પ્રેમ કરવું વધારે મહત્વ નું છે… હું કોઈ બીજા ની થવાની વિચારી પણ ન શકું એટલે હું આ શહેર છોડી ને જાઉં છું… તારી નજરો થી દુર હોઈશ હંમેશ પણ તને જ પ્રેમ કરતી રઈશ હંમેશ… કદાચ તને હવે મારતા પેલા જોઈ પણ નઈ શકું કોઈ દિવસ… છતાં તારા દરેક દુઃખ માં અને ખુશી માં હું તારા સાથે જ હોઈશ… હવે મારા ગયા પછી તું મને પ્રેમ ના કરી શકે તો પણ ભલે… ખાલી મને નફરત ના કરીશ ક્યારેય…. )

સંધ્યા: (સમય ને) જાનેમન.. તમારી સેવા માં અમે ફરી હાજર થઈ ગયા…


સમય: (સંધ્યા ને સોફા ઉપર બેસાડી પોતે નીચે બેસે એની સામે. પોકેટ માંથી રીંગ નું બોક્સ કાઢી ને… .


સંધ્યા: શું કરે છે તું???


સમય: મારું આ લાસ્ટ સેમ છે… એ પછી મારે સેટ થવાનું છે… આમ તો પપ્પા ના બીઝનેસ માં જ પણ… હું મારું પોતાનું નવું સ્ટાર્ટ ઉપ કરીશ… મને એ બધી પળો માં તારો સાથ જોઈએ છે…. મારે બીઝનેસ માં ને ઘરમાં પણ… તું મારી તાકાત છે… કમજોરી નથી… મારી કૉલેજ પૂરી થાય પછી ઈંગેજમેન્ટ કરી લઈએ?


સંધ્યા: આ બધું આટલું જલ્દી…


સમય: હાં… જો તું રેડી હોય તો તું કે તો હું તારી રાહ પણ જોઈશ…


સંધ્યા: વાત રાહ જોવાની નથી… આ થોડું કોમ્પ્લિકેટેડ છે… તને કેવી રીતે સમજાવું હું…


સમય: તો રેવાદે ના સમજાવ. બસ ખાલી હા પાડી દે બીજું કાઈ નઈ…


સંધ્યા: જો મારી વાત સાંભળ… પેલા તું બેસ આયા મારી બાજુ માં…


સમય: ઓકે


સંધ્યા: મારા પપ્પા છે ને એને….


સમય: તો શું તારા પપ્પા પણ…


સંધ્યા: એણે છે ને


સમય: જલ્દી બોલ ને શું.. મને ટેન્શન થાય છે…


(સંધ્યા ના પપ્પા વેહલા આવી જાય છે)


પપ્પા: અમેરિકા જવાનું છે એને લગ્ન કરી ને…


સમય: તો હું લઈ જઈશ ને જ્યાં જાવું હશે ન્યા…


સંધ્યા: પપ્પા તમે? વેહલાં આવી ગયા…


પપ્પા: નસીબ ના જોગાનુજોગ સાચા સમયે આવ્યો બાકી તમારી આ પ્રેમલીલા જોવાની અધૂરી રહી જાત ને….


પપ્પા: ઉમ્… અહમ્… ભૂલ થાય છે… ૧૫ દિવસ પછી જીગ્નેશ આવે છે ઇન્ડિયા એટલે સંધ્યા અને જીગ્નેશ ની સગાઈ છે… તું પણ આવજે હો ને બેટા… બરાબર ને સંધ્યા આને બોલવાનો છે ને…!


સમય: સંધ્યા કેમ ચૂપ છે તું… બોલતી કેમ નથી કાઈ… તું મને પ્રેમ કરે છે ને હું તને તું કેને તારા પપ્પા ને… એ તારા લગ્ન બીજા કોઈ હારે નક્કી કરે છે… કંઇક તો બોલ…


પપ્પા: એ શું બોલશે એને ખબર જ છે હો ને બેટા… તને નોતું કીધું? વાહ તમે પ્રેમ કરો છો પણ એને તો તને કીધું નઈ… કાઈ વાંધો નહી તમે લોકો તમારું જોઈ જો હું જરા ફ્રેશ થઈ જાઉં…


દ્રશ્ય: ૧૫


(ખાલી સમય અને સંધ્યા બેઉ જ છે હવે… સૂરજ દૂર થી જોવે છે બંને ને ખાલી…)


સંધ્યા: જો સમય હું તને સમજાવું…


સમય: રેવાદે મારે નથી સમજવું કાઈ… ક્યારે કેવાની હતી તું મને આ બધુંય… તારા લગ્ન થઈ જાય પછી…?


સંધ્યા: તું મારી વાત સાંભળ…


સમય: બસ હવે તું મારી વાત સાંભળ… તારી પાસે થી આ આશા નોતી મને… તને ખબર છે મેં કેટલા સપના ઓ જોઈ લીધા હતા તને લઈને… પણ છોડ હવે બધું ચર્ચા કરવાનો કોઈ અર્થ નથી…


સંધ્યા: એક મિનિટ પ્લીઝ…


સમય: મારું ઘર મારું ફેમિલી તારું ઘર તારા ફેમિલી બધા ના વિરોધ સામે લડવા માટે તૈયાર બેઠો હતો હું બસ ખાલી એક વાર તું હા પાડી દે એ રાહ જોતો હતો…


સંધ્યા: સ...સમ…


સમય: અને યાદ રાખજે પ્રેમ તો તને આજે પણ એટલો જ કરું જેટલો પેલા કરતો... હંમેશ કરતો રઈશ પણ...કદાચ… હવે એટલો વિશ્વાસ નઈ કરી શકું જે પેલા કરતો… દિલ તોડ્યું તો ભલે તોડ્યું… પણ આ વિશ્વાસ છે ને એમાં વિષ નો વાસ હોય છે… એક વાર તૂટે ને પછી શ્વાસ નથી વધતા માત્ર ને માત્ર વિષ જ વિષ બચે છે…


સંધ્યા: ના... આવું... નઈ બોલ...


સમય: ચિંતા ના કર હવે કાઈ નઈ બોલું… આટલા દિવસો મારી જિંદગી તને ઉધાર હતી એ પછી લવ છું હું… તારા માટે મારા પ્રેમ નું વ્યાજ પણ માફ છે…


(સમય આટલું બોલી ને સંધ્યા ને ઘરે થી નીકળી જાય છે. અત્યાર સુધી ચૂપ સંધ્યા હવે જમીન ફેંકાય ને ધ્રુસકે ધ્રુસકે રડવા માંડે છે… સૂરજ હજી પણ એની બેન ને જોયા જ કરે છે ચૂપ કરવા નથી જતો..)


સૂરજ: (અોડીએન્સ માં) તમને લાગતું હશે ને કે કેવો ભાઈ છું હું… આ ચોધાર આંસુઓ નથી મિત્રો… આ સંધ્યા નો સમય માટે નો પ્રેમ મુશળધાર વરસે છે… છલકાવા દ્યો… પુર આવશે તો ફરી એના સમય ને તાણી ને એની પાસે લાવશે ને….


દ્રશ્ય: ૧૬


(સંધ્યા ના પપ્પા પાછા આવે છે…)


સંધ્યા: પપ્પા ખુશ થઈ ગયા હવે તમે? આજ જોઈતું તું ને તમને કે સમય મને છોડી ને જતો રે.. એ જતો રહયો…


પપ્પા: સારું ને જે સબંધ તકલીફ આપતા હોય એને છોડી જ દેવા જોઈએ.. દુઃખ…


પપ્પા: જોયું પ્રેમ આવો જ હોય… સાવ તોછડો… જરાક ધકો લાગે ને એટલે પડી જાય…


સંધ્યા: પોતાની મનપસંદ વ્યક્તિ થી દૂર થવાનું દુઃખે શું થાય એ તમને નઈ સમજાય… તમે તો સમાજ ના પૂતળા છો… એવા પૂતળા જે જે મળદા માથે પણ સ્થિર ઉભા રે…


પપ્પા: રેહવાદે બેટા તને નઈ સમજાય અત્યારે… આ ચેહરા પાછળ ના નકાબ ના રહસ્યો…


સંધ્યા: તો સમજાવો મનેં…


પપ્પા: જ્યારે તમે કોઈ ગુના માં ના હોવ છતાં પણ કાઈ કર્યા ના અફસોસ સાથે આવું જીવન કાઢવું પડે ત્યારે શું તકલીફ થાય છે એ તને નથી ખબર બેટા…બેટા પ્રેમ મેં પણ કરેલો તારી ઉંમર માં… કદાચ જ કોઈ આ ધરતી પર એવું હશે જેણે જીવન માં ક્યારેક કોઈ ને પ્રેમ ના કર્યો હોય..અને એને મારી નાખવામાં આવી હતી…એનો લાચાર ચેહરો હજી પણ નથી ભૂલાતો મને... પણ ભુલાઈ ગયેલા રસ્તા ઓ ને હવે ફરી શોધવા ના જવાય…


સંધ્યા: (શાંત પડી જાય છે) પપ્પા તમે શું બોલો છો… આ સમાજ ની ગુથી મને નથી સમજાતી પપ્પા… તમારી દીકરી ને એના પસંદ ના છોકરા હારે પરણાવી ને સમાજ માં એક ઉદાહરણ નથી બનતા લોકો પણ પોતાની જ દીકરી ની હત્યા કરી ને સમાજ માં એ કાતિલ બનવા તૈયાર છો…


પપ્પા: હા એ જ સમાજ છે અને સમાજ માં રેહવું બોવ જરૂરી છે…


સંધ્યા: પપ્પા… જો તમારો સમાજ એ દીકરી ના હત્યારા પિતા ને માન આપતો હોય તો… લાંછન છે તમારી જિંદગી અને સમાજ બંને ઉપર…

… અને પપ્પા… તમે હાથ હેઠા કરી દ્યો હવે કે સબંધ તોડી શકાતા નથી…

દ્રશ્ય ૧૭


સંધ્યા નો બેડ રુમ


મમ્મી: સંધ્યા ઉઠ હવે.. કૉલેજ જવાનું મોડું થઈ જશે.. તારા પપ્પા ને માંડ મનાવ્યા છે મેં… એ તારી કૉલેજ બંધ કરાવતા હતા… ઉઠ હવે ફટાફટ…

તને કવ છું સાંભળે છે કે નઈ… મારી વાત તો ક્યાં કોઈ ના કાને વળગે જ છે આ ઘરમાં… મને તો કામવાળી બનાવી ને જ રાખી છે જ્યાર થી આ ઘરમાં લગ્ન કરી ને હું આવી ત્યાર થી…


સંધ્યા: મહેરબાની હવે તું પણ ચાલુ ના થઈ જા…


મમ્મી: જોયું આ આજ કાલ ની પ્રજા…


(સૂરજ સંધ્યા માટે કોફી અને બ્રેડ જામ લઈ ને જાય છે…)


સૂરજ: શું થયું મમ્મી… કેમ સવાર સવાર માં રાડો પડે છે…


મમ્મી: તારી લાડલી બેન ને સમજાવ આવું વર્તન બંધ કરે ૨ દિવસ પછી સગાઈ છે એની…


સૂરજ: તમે લોકો ગમે તે બોલો…


મમ્મી: પણ સગાઈ નક્કી થઈ ગયી છે…


સમય: હું સંધ્યા ની સગાઈ માટે રાજી જ છું પણ એ સમય હારે… જીગ્નેશ હારે નઈ…


મમ્મી: મને નથી ખબર આ બધું કેમ થાશે… ઘરમાં પુરે પૂરો ભાન મા તું એક જ છે અત્યારે…


સૂરજ: ના મમ્મી એ તો મારી છોટુ છે…


મમ્મી: સારું તું સંભાળી લે…


સૂરજ: છોટુ ઉઠો હવે લેટ થાય છે કૉલેજ ને… સમોસા ની પ્લેટ તારા ટેબલ ઉપર પોચી ગઈ હશે… જલ્દી ઉઠી ને તૈયાર થા બાકી સમોસા ઠંડા થઇ જશે…


સંધ્યા: મારે હવે કૉલેજ જાવું જ નથી… સમોસા હવે નથી ભાવતા મને…


સૂરજ: સમય રાહ જોતો હશે તારી..


સંધ્યા: કાલે આટલું બધું થઈ ગયા પછી મારે એવું વિચારવું પણ ના જોઈએ કે એ મારી રાહ જોતો હશે… કદાચ એને તો હવે મારું મોઢું પણ નઈ જોવું હોય…


સૂરજ: પ્રેમ એવો સરળ નથી હોતો… મેં પણ કીધેલું કે હવે કોઈ દિવસ રોશની નો ચેહરો નઈ જોવ… છતાં આજે પણ એના ઘર નજીક થી ક્યારેય નીકળું તો એવું થાય કે કાશ એક છેલ્લી વાર એ મને જોવા મળી જાય…ને મરતા પેલા એક ઈચ્છા પુરી થઇ જાય…


સંધ્યા: થયું શું મને તો એ જ નથી સમજાતું ભાઈ…


સૂરજ: બીજું કાઈ નહિ તારા પ્રેમ અને ડર ની વચ્ચે પપ્પા નું સ્વાભિમાન રમી ગ્યું ને એનો અહંકાર જીતી ગયો… હવે તું તૈયાર થા ને કૉલેજ જા…


સંધ્યા: હા ઠીક છે…


( સંધ્યા ના મગજ માં એક જ વાત ગોઠવાઈ ગઈ હતી… “મરતા પેલા એક ઈચ્છા પૂરી થઇ જાય..” અને એ તૈયાર ને કૉલેજ માટે રવાના થાય છે)

દ્રશ્ય:૧૮


સાંજ નો સમય કૉલેજ પુરી થવા આવી..


(સમય અને સૂરજ ફોન ઉપર)


સમય: હેલ્લો.. સંધ્યા કૉલેજ આવાની છે કે નઈ.. ઘરે થી નીકળી કે નઈ…


સૂરજ: શું વાત કરે છે… તું કૉલેજ નથી ગયો… સવારે આપડી વાત તો થઈ જ તું એની રાહ જોઇશ એની વાત પણ સાંભળીશ…


સમય: ભાઈ હું ત્યાં જ છું કૉલેજ માં જ…


સૂરજ: સંધ્યા સવાર ના રેગ્યુલર કૉલેજ ટાઈમે જ નીકળી ગયી હતી ઘરે થી…


સમય: હજી સુધી કૉલેજ આવી જ નથી એ તો ગઈ ક્યાં હશે… તમે ઘરે પોચી ગયા કે નઈ..


સૂરજ: હું ઘરે પોચવા જ આવ્યો છું તને ઘરે તપાસ કરી ને પછી ફરી ફોન કરું…


સમય: હા ઠીક છે હું પણ કૉલેજ માં તપાસ કરું છું…


દ્રશ્ય:૧૯


(સૂરજ હાંફળો થઈ ને સંધ્યા ને ઘરમાં બધે શોધવા માંડે છે… ને સંધ્યા ના રૂમ માં બેડ ઉપર ૪ લખેલા પાના મળે છે.)


સૂરજ: નો નો…. નોટ યુ નાવ…. છોટુ…..(એ પળ માટે સૂરજ ને રોશની યાદ આવી જાય છે) રોશની ને જાવા દીધી મેં મૂર્ખ હતો હું …. (જમીન ઉપર બેસી ને જોર થી બુમ પાડે છે) રોશની…..


(સૂરજ ઊભો થાય ને દરવાજા તરફ જોવે છે ને રોશની ત્યા ઉભી હોય)


સૂરજ: (રોશની આ તું છે… કે દરવખતે ને જેમ મારો ભ્રમ છે…તું હંમેશા મારી આસ પાસ છે… બસ ખાલી મારી પાસે જ નથી... )


“સૂરજ ભાઈ,


હું જાઉં છું તારા થી દુર… સમય થી દુર… મમ્મી પપ્પા થી દુર… આ દુનિયા થી પણ દૂર…. ક્યાંક કોઈ એક બીજી દુનિયા એવી હશે જ્યાં સમય મને હજુ પણ પ્રેમ કરતો હશે… અને મારી બધી સવાર એના પ્રેમ ભરેલા આલિંગન થી થાય… સમય એની વાત ઉપર ખોટો નથી ભાઈ… મારો ને સમય નો પ્રેમ માં પાડવાનો સમય જ કદાચ ખોટો હતો… ભાઈ તું સમય ને કેજે… હું પેલા તો સમોસા ખાલી ભૂખ લાગતી એટલે ખાતી પણ હવે તો મને સમોસા પ્રેમ ના લીધે સ્વાદિષ્ટ લાગે છે… એવું નથી કે હું હારી ગઈ છું બધા થી… પણ મારા લીધે સમય ને એટલું દુઃખ થયું છે કે એની સામે જેટલો પણ સારો સમય વિતાવ્યો સાથે એનો કોઈ મોલ નથી રહ્યો… હા માનું છું પ્રેમ ના હિસાબ ના હોય… પણ હું કોઈ ના દુઃખ કે આસુ નું કારણ બનું આ વાત મને ગળે નથી ઉતરી… એટલે હું જાઉં છું… દૂર હંમેશ માટે દૂર.. ખાલી સમય ને એક છેલ્લી વાર કઈ દેજે હું એને કેટલો પ્રેમ કરું છું એ અને… એ પણ.. કે કોઈ ના જાવા કે રેવાથી જીવન અટકતું નથી એટલે એને કેજે હો કે ફરી પ્રેમ માં પડે… મમ્મી પપ્પા ને કોઈ દોષ ના દેતો એ લોકો એ તો આપણને પ્રેમ કર્યો છે… બધા ના પ્રેમ ની વ્યાખ્યા અલગ હોય છે એને આપણા બીબા માં ઢાળવા જઈએ તો બધું ખોટું જ લાગે…જેવી રીત બાળપણ થી લઇ ને અત્યાર સુધી પપ્પા એ બધી બધી વસ્તુ અને વાતો માં સાથ આપેલો તો મને તો હતું… આ તો જીવન નો બોવ મોટો ભાગ છે એમાં પપ્પા કેમ આમ વિરુદ્ધ જઈ શકે… હું પપ્પા ની વિરુદ્ધ સમય હારે પણ ખુશ નઈ રઈ શકું… અને.. સમય સિવાય કોઈ બીજાની થવાનું વિચારી પણ નઈ શકું... કદાચ આપણે બધા ની વાત ને સમજવા માટે એની જગ્યા એ રઈ ને વિચારવું પડે છે… જ્યારે લોકો વચ્ચે વાત ચિત નો અવકાશ નથી રેતો ત્યારે મતભેદ મન ભેદ બની જાય…. સારું હવે….મન માં નફરત ભરી રાખવા કરતા પ્રેમ કરતો રેજે ભાઈ… મને બધી પરિસ્થિતિ માં હવે એક જ રસ્તો સાચો લાગે છે…


મને ખબર છે આ વાંચી ને પેલા થોડો ગુસ્સે થઇસ, પછી થોડો ઉદાસ ને પછી રડી ને રોશની ને એક વાર જરૂર યાદ કરજે… )


સૂરજ:(ફોન ઉપર) સમય ફટાફટ તું ઘરે આવી જા પેલા… બોવ ખાસ વાત કરવાની છે…. છોટુ વિશે…


સમય: આવ્યો… ત્યાં જ આવતો હતો... નજીક માં જ છું ઘરની રોનક પણ ભેગો જ છે...


(સમય, સૂરજ અને રોનક...તનેવ ટેન્શન માં આમ તેમ વિચારો કરતા રહે છે… અને તનેવ વચ્ચે દલીલ ચાલતી હોય છે કે સંધ્યા ને ક્યાં ગોતવી…)


સુરજ: સમય તું પેલા આ વાંચ જલ્દી…


સમય: ( જમીન પર બેસી ને લેટર વાચે છે…)


રોનક: સમય તું મને કે તમે લોકો ક્યાં ક્યાં મળતા… એવી જગ્યા જ્યાં તમે તમારા દુઃખ શેર કરતા….


સમય: અમારી પાસે દુઃખ હતા જ નહીં શેર કરવા માટે... બાકી મળતા કૉલેજ પણ એ કૉલેજ તો આવી જ નથી આજે…


સુરજ: ખબર નથી પડતી ક્યાં ગોતશું...એને…


(સમય ફટાફટ ઘરની બાર ભાગે છે… સૂરજ અને રોનક એની સાથે ભાગે છે…ત્યાં જ સુરજ ના મમ્મી પપ્પા ઘરે આવે છે…)


પપ્પા આ ટોળકી ક્યાં ઉપડી આવી ઉતાવળ માં… ને આ લવારિયો હજી આપડા ઘરમાં શું કરે છે… ને સૂરજ તું...


સૂરજ: પપ્પા તમારી વાતો ના જવાબ આપવા રઈશ તો તમે સંધ્યા ને કોઈ દિવસ જોય નઈ શકો…. (લેટર એના હાથ માં મૂકી ને)... આ વાંચી લેજો.. સમજાય જશે…


સુરજ: ક્યાં જઈએ છીએ સમય?


સમય: એ ત્યાં હોય જ્યાં મેં ગોતી જ ના હોય એને… કદાચ દુઃખ શેર કર્યા એ જગ્યા એ તો મેં જોયું પણ જ્યાં પ્રેમ કર્યો અને વચનો આપ્યા ન્યાં મેં ના જોયું

દ્રશ્ય: ૨૦


(સંધ્યા કૉલેજ ની ટેરેસ માં પાળી ઉપર બેઠી હોય છે…. અને… કૂદકો મારવાની તૈયારી માં હોય છે…)


સમય: (દોડી ને સંધ્યા ને પકડી ને..) સંધ્યા….. ગાંડી થઈ ગઈ છો….


સંધ્યા: ગાંડી તો પેલે થી છું તારા પ્રેમ માં… પણ તો જો મને મૂકી ને જતો રહ્યો છે…


સમય: પાગલ તને મૂકી ને વયો ગયો હોત તો અત્યારે અહીંયા તારી પાસે ક્યાંથી હોત હું…


સંધ્યા: (સમય ને પકડી રડતા જ રહે છે…)


સમય: ચાલો હવે શું કરવાનું છે? કાલે જીગ્નેશ આવે છે તારી સગાઈ નથી…


સંધ્યા: મારે નથી કરવાની સગાઈ… ભાઈ જોવો ને આ મને બોવ હેરાન કરે છે…


સમય: ચાલ.. હવે… તારો ભાઈ મને તારી કંપ્લેન કરતો હતો કે હું માનતી નથી કાય… હવે ચાલો ઘરે…


સંધ્યા: તું મારી સાથે જ રઈશ ને… પાક્કું ને…


સમય: હા એટલે જ તો તને લેવા આવ્યો છું… હમેશા તને મારી પાસે રાખી લેવા માટે…


સૂરજ: ચાલો હવે બાકી ની વાતો અને ઝગડો બેઉ ઘરે બેસી ને કરજો…

દ્રશ્ય:૨૧


અંતિમ


(ઘરે બધા એક સાથે)


ચારેવ વાતો કરતા રુમ માં જતાં હોય છે… સૂરજ એના પિતા ને બેધ્યાન કરી દે છે…


પપ્પા: બાળકો ઉભા રો મારે તમારી જોડે થોડી વાત કરવાની છે… તમને બધા ને શું લાગે છે કે તમારા માં બાપ ને કાઈ સમજ જ નથી પડતી? તમને સમજી જ નથી શકતા? તમને એવું લાગે છે કે અમે તમારા માટે જે નક્કી કરીએ છીએ એ ખોટું હોય છે?


સમય: ના એવું નથી… તમને અપમાન જનક લાગે એવો અમારો ઈરાદો નોતો


સૂરજ: પપ્પા તમારી જોડે મારા તોછડા વર્તન માટે માફી માંગુ છું…


પપ્પા: સજા સ્વરૂપે રોશની હારે પરણાવી દવ તો ચાલશે ને…


સૂરજ: પપ્પા... રોશની..?


પપ્પા: હા એ વિદેશ થી પછી આવી ગઈ છે અને એના પપ્પા નો ફોન આવ્યો હતો મને તમારા લગ્ન બાબતે એટલે મેં હા પાડી દીધી છે… તારો કોઈ બીજો ઈરાદો તો નથી ને…? (હસે છે)


સંધ્યા: પપ્પા…


પપ્પા: એક દમ ચૂપ… તમે લોકો સાચા છો… આ જલ્દી થી વિકસતા સમય ની સાથે અમે સમયસર વિકસી નથી શક્યા… ક્યારેક એવું પણ થાય છે કે અમારા માં બાપ થી અમારા સુધી બધું બદલતા જેટલો સમય લાગ્યો એ ઘણો વધારે હતો પણ હવે આ ટૂંકા ગાળામાં માં જે ફેરફાર આવ્યા છે એની સાથે ચાલવા માં અમે થોડા પાછળ રહી ગયા… બાળકો રસ્તો ભૂલે તો એને માબાપ શીખવે એમ માં બાપ ને પણ બાળકો એ શીખવવું જોઈએ… તમારી લોકો ની ભૂલ એટલી છે કે તમે અમને શીખવાની કોશિશ જ ના કરી…


સમય...


સમય: સોરી અંકલ…


પપ્પા: શું સોરી આજે હવે મોડું થઈ ગયું છે એટલે અહીંયા જ રોકાઈ જજો…


મમ્મી: તમે પણ છોકરાવ હારે એના જેવડા થાવ છો પણ…


પપ્પા: હાસ્તો થવું જ પડે ને…


સંધ્યા: હા પપ્પા


પપ્પા: રેડી ને કાલ માટે… તમારા ચારેવ ના લગ્ન એક સાથે નઈ કરું હું… વારાફરતી એટલે બમણો આનંદ મળે… બરાબર… હવે કોઈ ને કાઇ કેવાનું છે…? નહિ તો હવે પાડો પડદા નીચા…


અશ્રુભીની (©Ameedhara)

બીજા રસપ્રદ વિકલ્પો