( પ્રિય વાચક મિત્રો, નમસકાર,,, આપનો તથા માતૃભારતી નો ખૂબ ખૂબ આભાર,,,,,, આપની સમક્ષ અમૃતવાણી-ભાગ-6 રજૂ કરતાં હર્ષ અનુભવું છું.............આશા છે કે આપને પસંદ આવશે..)
અમૃતવાણી-ભાગ-6
પુરુષાર્થ........પરિશ્રમ.........................
પરિશ્રમ એ જ પારસમણિ છે...................
પ્રસ્તાવના:-
આ દુનિયામાં પરિશ્રમી મનુષ્ય જ સુખ અને કલ્યાણને પામે છે. દરેક દેહધારી મનુષ્યને ઉદ્યમ તો કરવો જ ઘટે. ઉદ્યમ વિના કશું જ પ્રાપ્ત થતું નથી. કોઈ સુખી સમ્પન્ન માણસને જોઈને લોકોને થાય છે કે તે કેવો સુખી છે ? તેણે ગયા જન્મમાં ખૂબા જ પુણ્યો કર્યા હશે, પરંતુ અરે ! ઓ ભલા માણસ ! તમે એમ કેમ વિચારતાં નથી કે તેનાં સુખી હોવા પાછળ તેનો ભગીરથ પુરુષાર્થ પણ હોઈ શકે. મફતમાં કશુંજ મળતું નથી. આ દુનિયામાં કંઈક પ્રાપ્ત કરવા માટે કશુંક ગુમાવવું પણ પડે છે. તેણે સુખ પ્રાપ્ત કરવા માટે નાની ઉંમરમાં ખૂબ જ મોટો પુરુષાર્થ કર્યો હોય, શક્ય છે કે ધન કમાવા પાછળ તેણે પોતાની યુવાની દાવ પર લગાવી દીધી હોય. ત્યારે તેને દોલત અને શોહરત મળ્યા હોય. તેનાં જીવનનો અથાગ પરિશ્રમ હોય જેણે તેને મહાન માણસ બનાવ્યો હોય. આમ પણ બને. સફળતા કે કીર્તિ કોઈને વારસામાં મળતાં નથી.વિના પરિશ્રમ કોઈ દિવસ સિધ્ધિ નો તાજ શિરે આવી જતો નથી. સફળતાનો કોઈ જ શોર્ટ્કટ હોતો નથી. કોઈપણ મહાન માણસની સફળતાનાં પાયામાં તેનો માત્ર અને માત્ર પરિશ્રમ અને ધૈર્ય છૂપાયેલાં હોય છે. આજ્કાલ લોકોને કશું કર્યા વિનાં બધું જ પ્રાપ્ત કરી લેવાનું ઘેલું લાગ્યું છે. વિના મહેનત સબકુછ ચાહિએ....અને તે પણ ફટાફટ. આવું તો ભલા કેમ થાય ? એક વખત સ્વામી વિવેકાનંદ રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતાં ત્યારે તેમણે જોયું કે એક તંદુરસ્ત માણસ ફૂટપાથ પર બેસી ભિક્ષા માગી રહ્યો હતો. સ્વામીજીને આશ્ચર્ય થયું , કૂતુહલવશ તેઓ તેમની પાસે ગયા અને પૂછ્યું , ભાઈ તું આ શું કરે છે ? પેલા ભિખારી એ કહયું, અલ્લાહ કે નામ કુછ દેદો,મૈને દો દિંન સે કુછ ખાયા પીયા નહીં હૈ. સ્વામીજી એ કહ્યું ભાઈ, તું તો ખાસ્સો નૌજવાન છો. તું ભિક્ષા માગે તે તો અલ્લાહ નું અપમાન કહેવાય......ભગવાને તને કેટ્લી અમૂલ્ય ભેટ આપી છે, પેલો ભિખારી મૂંઝાયો ,તેણે કહ્યું અમૂલ્ય ભેટ ? ક્યાં છે ? મને તો દેખાતીનથી, સ્વામીજીએ હસીને કહ્યું,જો હું તને બતાવું , તારા બે હાથ બંન્ને બે બે લાખનાં છે, તે તું મને આપી દે તો હું તને ચાર લાખ આપું .પેલાં ભિખારી એ કહ્યું તે તો શક્ય નથી હાથ વિના હું શું કરું?તો સ્વામીજી એ કહ્યું તારા પગ મને આપ તો હું તને પાંચ લાખ રૂપિયા આપીશ. ત્યારે પણ ભિખારીએ ના પાડી. પછી સ્વામીજી એ કહ્યું, સારું તો તારી એક જ આંખ મને આપ. હું તું માગે તે દામ આપીશ. હવે ભિખારી ને ભાન આવ્યું. તેને સ્વામીજીનાં કહેવાનો મતલબ સમજાઈ ગયો.તે ઊભો થયો અને સ્વામીજીનાં પગમાં પડી ગયો. સ્વામીજી એ તેને ઊભો કર્યો અને સમજાવ્યું કે ભાઈ ઈશ્વરે આપણને આ શરીર કામ કરવા માટે મહેનત કરવામાટે આપ્યું છે. જો આપણે મહેનત ન કરીએ તો તેણે આપેલાં હાથ- પગનું આપણે અપમાન કર્યું ગણાશે.....કહેવાનું તાત્પર્ય એ છે કે માણસે પરિશ્રમ ક્યારેય ન છોડવો જોઈએ. પરિશ્રમથી ભાગવું ન જોઈએ. પરિશ્રમનાં પાયા પર જ સફળતાની ઈમારત ચણાય છે. તેથીતો કહ્યું છે ને કે “ સિધ્ધિ તેને જઈ વરે જે પરસેવે ન્હાય”. અથવા “ પરિશ્રમ એ જ પારસમણી”. .......
ઉદ્યમ / પુરુષાર્થ/ પરિશ્રમ નો શાબ્દિકઅર્થ:- શબ્દકોષ પ્રમાણે........
સતત પ્રયત્ન, પરિશ્રમ, ઉન્નયન, દ્રઢ સંકલ્પ,ચેષ્ટા, તૈયારી, તત્પરતા, 2. કઠોરપરિશ્રમ. તેથીજ કહેવાયું છે કે “ કઠોર પરિશ્રમ નો કોઈ જ વિકલ્પ નથી”. 3. ભગીરથ પ્રયત્ન. સગરનાં પુત્ર ભગીરથે ગંગાને પૃથ્વી પર લાવવાં માટે ભગીરથ પ્રયત્નો કર્યા હતાં. તેથી ભગીરથ પ્રયત્ન પણ એક પ્રકારે કઠોર પ્રયત્ન છે. તેથી જ ગંગા નું એક નામ ભાગીરથી છે.
આપણાં શાસ્ત્રોમાં “પુરુષાર્થચતુષ્ટય”નો મહિમા છે. એટલે કે ચાર પ્રકારનાં પુરુષાર્થ છે.1. ધર્મ. 2. અર્થ. 3. કામ .4. મોક્ષ. આ ચારે પુરુષાર્થ પ્રાપ્ત કરવા માટે મનુષ્ય ને પરિશ્રમ કરવો પડે છે.જીવનનાં આ ચાર પુરુષાર્થ , જીવનનાં ચાર પગથિયાં છે. તે સફળતાથી ચડીને જ મનુષ્ય પ્રગતિ કરી શકે છે. ઉન્નતિ સાધી શકે છે.ધર્મનાં માર્ગે અર્થ ની પ્રાપ્તિ અને અર્થ એટલે સમ્પતિ આવતાં કામ એટલે ધર્મ પત્નીની પ્રાપ્તિ અને ધર્મપરાયણ પત્ની સાથે મોક્ષની પ્રાપ્તિ. આ આપણાં શાસ્ત્રોક્ત પુરુષાર્થ ચતુષ્ટય છે. તે પુરુષાર્થ ની કેડી એ જ પ્રાપ્ત થનાર છે...
પુરુષાર્થ દ્વારા સફળતા પ્રાપ્ત કરનાર હીરલાઓ આપણાં સમાજમાં અસંખ્ય છે. તેનાં ઘણાં ઉદાહરણો પ્રાપ્ય છે. તેમાનાં કેટલાક નોંધનીય છે. તે હું અહીં રજૂ કરું છું.:-
ભગવાન શ્રીકૃષ્ણ સ્વયં એ બીજાનાં દુ:ખો દૂર કરવા માટે જીવનભર યુધ્ધો કર્યા.
ભગવાન શ્રીરામે વનમાં અનેક કષ્ટો વેઠ્યાં.
પાંડવો એ જીવનભર પુરુષાર્થ કર્યો.
શિવાજી મહારાજે હિંદુ રાજ્યનો ભગવો લહેરાવવાં અથાગ પરિશ્રમ ઉઠાવ્યો.
રાણાપ્રતાપ જીવનભર જંગલ જંગલ ફરીને માતૃભૂમિની સેવા કરી.
રાણી લક્ષ્મીબાઈએ પણ સ્ત્રી હોવા છતાં ભયંકર યુધ્ધો કરીને છેલ્લાં શ્વાસ સુધી લડ્યાં.
ગાંધીજી કહેવાની જરૂર છે ખરી કે તેમણે કેટલો પુરુષાર્થ તેમનાં જીવનમાં કર્યો હતો ?
આપણાં શહીદો ભગતસિંહ,સુખદેવ,રાજગુરુ ચંદ્રશેખર આઝાદ વગેરે નવલોહિયાઓ એ પણ ભગીરથ પુરુષાર્થ દેશ માટે કર્યાં. તેમનાં બલિદાનો વ્યર્થ જશે જો આપણે પુરુષાર્થથી ભાગીશું.
આજે આઝાદી તો આપણને વિરાસતમાં મળી ગઈ. પણ આ આઝાદીનું મૂલ્ય ચૂકવવાં આપણે પુરુષાર્થ કરવો પડશે. આઝાદીને આબાદીમાં પરિવર્તિત કરવા માટે પુરુષાર્થ થી વધારે કોઈ જ હથિયાર નથી. કામચોરી આપણને ગુલામી તરફ દોરી જશે.તે માટે આપણે સહિયારા પુરુષાર્થ ની જરૂરછે. એમ મને લાગે છે.
આપણાં શાસ્ત્રોમાં પુરુષાર્થ માટે કેટલાંક વચનો- ઉક્તિઓ મળે છે. તે નોંધવા જેવી પણ છે. અને જીવનમાં ઉતરવાં જેવી પણ છે.
ઉદ્યમ:, સાહસમ, ધૈર્યમ,બુધ્ધિ: શક્તિ, પરાક્રમ: :
ષડેતે યત્ર વિદ્યતે તત્ર દૈવ: સહાયકૃત: .........
એટ્લે કે જ્યાં ઉદ્યમ, સાહસ, ધૈર્ય, બુધ્ધિ, પરાક્રમ આ છ ગુણો વિદ્યમાન હોય ત્યાં દેવ સહાય કરે છે.......... ....
ઉદ્યમથી જ કાર્યો સિધ્ધ થાય છે , નહીં કે મનોરથો સેવવાથી,
કારણકે સૂતેલાં સિંહનાં મુખમાં આવીને હાથીઓ બેસી જતાં નથી. કહેવાનો મતલબ કે સિંહને પણ શિકારની શોધમાં ભટકવું પડે છે.
ઉદ્યમથી રેતીમાંથી પણ તેલ કાઢી શકાય છે,
પરંતુ અપરિશ્રમી માણસ તલમાંથી પણ તેલ કાઢી શકતો નથી.
કીડીઓ પણ પરિશ્રમથી હજારો માઈલ ચાલે છે......
આળસ મનુષ્ય નો મહાન શત્રુ છે.
આળસ એ મનુષ્યની જીવતાં કબર છે................
ઉદ્યમ સમાન કોઈ ભાઈ/ મિત્ર નથી.
પુરુષાર્થમાં ભાગ્યને પલટવાની શક્તિ રહેલી છે................
માટે પુરુષાર્થ જ વિશ્વાસ કરવા યોગ્ય છે.તેનાં આશ્રયે બેસવું યોગ્ય છે.....
( -c- DR. BHATT DAMYANTI H. )...........................................