Featured Books
શ્રેણી
શેયર કરો

લવ એટ ફર્સ્ટ સાઇટ ઇન લાયબ્રેરી. (પાર્ટ 1)

રિશી લાયબ્રેરીમાં રોજની માફક વાંચી રહ્યો હતો.. જીવવિજ્ઞાન ની બુક.. વિક પછી એને ટેસ્ટ એક રિપોર્ટ પણ સબમિટ કરવાનો હતો એટલે એ બુક્સ ફન્ફોસીને એમાંથી જરૂરી માહિતી એકત્ર કરીને પછી એક રિપોર્ટ રેડી કરી શકે.. પ્રાણીવિજ્ઞાન પર લેખ લખવાનો હતો એટલે મોટી ને મોટી થોથા બુક્સ વાંચી રહ્યો હતો..

ખુબજ શાંત વાતાવરણમાં એ કોન્સન્ટ્રેટ સાથે પોતાની પ્રવૃત્તિ માં રચ્યો પચ્યો હતો ત્યાંજ બહાર કોઈ જોરથી કોઈનો પગરવનો નાદ સંભળાયો અને જોતજોતામાં એ પગરવ લાયબ્રેરી આગળ જાણે આવી રહ્યો હોય એમ પ્રતીત થયું..


આખરે એક અત્યંત સ્વરૂપવાન યુવતી લગ્નનો સાંજ શણગાર પહેરેલી હાલતમાં પગમાં પાયલના રણકાર સાથે રુમઝુમ કરતી રિશી તરફ ઘસી આવી અને એનો હાથ પકડીને એની બાજુમાં જ લગોલગ બેસી ગયી.. એના શરીરને એ યુવતી નો સ્પર્શ થતા જ એક રોમાંચ અનુભવ્યો..


એ એને એક્ટસ જોઈ જ રહ્યો હતો કે.. પાછળ પાછળ 2-4


મજબુત બાંધના યુવકો એને શોધતા રિશી સામે ઘસી આવ્યા..


યુવતીએ જોરથી રિશીનો હાથ પકડીને કહ્યું.. આજ મારો પ્રેમી છે.. અને હું એની સાથે લગ્ન કરવાની છું તમે શોધેલા પેલા છછુંદર જેવા અમિત સાથે નહીં.. અમને જીવવા દો અમારી રીતે.. નહીતો હું પોલીસ કેસ કરીશ..

અને પેલા ભાઈઓ પોલીસ નું નામ સાંભળીને અને આસપાસ વસ્તી ને સમયનો તકાજો જોઈને પાછા વળી ગયા..


આ સાંભળીને રિશી તપ અવાક જ થયી ગયો..ફાટી આંખે જોઈ રહ્યો

એ યુવતિએ રિશીનું મોઢું બંધ કરીને ડાયલોગ બોલી..

"મુહ બંધ કર વરના મકખી ચાલી જાયેંગી"
અને એ જોરથી હસી પડી..

હસતી વખતે એના દાડમની કળી જેવા દાંત એની આભામાં માં ઔર વધારો કરતી હતી.

પછી એણે રિશીને જોઈને કહ્યું..સોરી.. મને ખબર છે તમારા મનમાં ઘણા સવાલ થતા હશે પણ મારી તકલીફ હતી એટલે મારે એ સમયે એ બધું કરવું પડ્યું.

મારી વિગત કહું તો..હું સ્વાતિ પંડ્યા છું.. જાણીતા બિઝનેસમેન અવિનાશ પંડ્યાની નાની દીકરી..

મારા પિતાજી મારા લગ્ન કોઈ એનઆરઆઈ અમિત સાથે કરવાના હતા હજુતો 15 દિવસ પહેલાં જ જોવા આવેલો અને લગ્ન પણ નક્કી કર્યા.. આજે હતા.. હું લગ્નમંડપ થી ભાગીને આવી છું..એતો તમને મારો પહેરવેશ જોઈને ખબર પડી જ ગયી હશે એટલે

એને વાત આગળ ધપાવી..

મને આ લગ્ન મંજુર નહોતા. અને પાપા ને બિઝનેસ પાર્ટનર નો દીકરો હોવાથી " ના " ન કહી શક્યાં અને અંતે ભોગવવાનું મારે આવ્યું ..એટલે એ ત્યાંથી પલાયન થવાનું યોગ્ય માન્યું..

આમેય, મારે મેડીકલમાં પી.એચ.ડી કરવાની છે એટલે હું આ કોલેજમાં એડમિશન લીધેલ હોવાથી અહીં રોજ આવતી રીડિંગ માટે.. એન્ટ્રસ એક્ઝામની પૂર્વતૈયારી માટે એટલે તમને રોજ અહીં જોતી હોઉં છું..

તમે પણ વાંચવામાં મગ્ન હોવ છો.. મેં તમારી નિરીક્ષણ કરીને જ આ નાટક માટે મારે જોઈએ એવો ભરોસાપાત્ર વ્યક્તિ તમે લાગતા લગ્નનાં દિવસે તમારી સામે આવીને આ બધું કર્યું

મને ખાતરી હતી કે ..તમે બધું હેન્ડલ કરો એટલે સમજદાર છો.. અન્ય કોઈ હોટ તો હોબાળો કરવા લાગે એટલે મને તમે જ સમજુ લાગ્યા..

હવે, આજની મારી હરક્તથી મારા લગ્ન ફોક થતા હું અહી હોસ્ટેલ માં રાહી આગળ અભ્યાસ કરવાની છું..

માટે હવે આપડે મળતાં રહીશું.. જે પણ ડાઉટ્સ હોય એ પછી પૂછતાં રહેજો.. અને હા મારો મિત્રતા નો પ્રસ્તાવ પણ સ્વીકારી લેજો ફાયદામાં રહેશો..

આખરે હું પણ હોશિયાર ખરી.. .મારી કોલેજમાં ટોપર હતી..
એને એકીશ્વાસે બધું બોલી નાખ્યું..

રિશી શાંતિથી બધું સાંભળી રહ્યો અને એ રૂપાળી કામણગારી કમનીય કાયા ધરાવતી ફૂલ સમી કોમળ પાંખડીઓ વાળા હોઠમાંથી સરી પડતા એના શબ્દોને ઠુંકરાવવાની ભૂલ એ કરે એટલો મૂર્ખ નહોતો..

એણે એના મિત્રતાના પ્રસ્તાવને સ્વીકારીને હસ્તધુનન કર્યું.. અને સહેજ હાથ પણ દબાયો..

થોડીવાર એમજ એજ અવસ્થામાં બન્ને રહ્યા એકમેકને તાકીને ત્યાં બહારથી એક પવનની લહેરખી આવીને એના ચહેરા પર વાળની લટો ને પ્રસરાવીને રિશીને એના ચહેરાને નિહાળવાની પ્રવૃત્તિ માં ધ્યાનભંગ થતા..
અનાયાસે એનો હાથ એના ગાલને સ્પર્શીને એના વાળની લટો ને સરખી કરતા એ મૃદુ કોમળ ગાલના સ્પર્શને એણે માણ્યો અને વિહવળ થયી ગયો..

સામે એ યુવતીએ રિશીએ એનો હાથ હજુ પણ પકડી રાખેલો એ છોડાવીને આછું સ્મિત કરતી બાય કહીને ત્યાંથી નીકળી ગયી.

રિશીને હજુ પણ એની શરીરની મંદ મંદ ફોરમતી ખુશ્બૂ નો અહેસાસ થયી રહ્યો હતો. અને એ પહેલી જ નજરે એના પ્રેમ માં પડી ગયો હતો..

"બસ હવે ,એને જ જીવનસંગિની બનાવવાનો નિર્ધાર કરયો.."
જીવવિજ્ઞાન ની કિતાબ પર હાથ મુકીને એણે એવા શપથ લીધા..
ભાવુ જાદવ✍️😇🌹