Featured Books
શ્રેણી
શેયર કરો

હોશિયાર હાર્શ કરશે ગુનાના પર્દાફાશ - 2


કહાની - ટ્રેઇલર: એક હોશિયાર ડિટેક્ટિવ હાર્શ નિરાલી નો એક કેસ સોલ્વ કરવાની મથામણમાં છે! પણ શ્રેયા હાર્શ થી આકર્ષાઈ ગઈ છે! એ એને ડેટ પર લઈ જવા કહે છે તો નિરાલી એના થી નારાજ થાય છે. તો એને હાર્શ થી આકર્ષાઈ ગઈ છે! એ એને ડેટ પર લઈ જવા કહે છે તો નિરાલી એના થી નારાજ થાય છે. તો એને હાર્શ સમજાવે છે કે પોતે એને ડેટ માટે નહિ કહ્યું એમ! આખી લાઈફ જે સિરિયસ જ રહેતો એ આજે નર્વસ થઈ રહ્યો હતો! આ કેસ એના માટે અલગ સાબિત થવાનો હતો, એની ખુદ એને પણ જાણ નહોતી! પણ આગળ ઘણી બધી વાતો જાણવા મળે એવી હતી!

શહેરમાં કોઈ પણ જગ્યાએ કોઈ કેસ બનતો તો હાર્શને અચૂકપણે બોલાવવામાં આવતો હતો! જ્યારે પોલીસ પણ તપાસ કરીને થાકી જાય, ત્યારે હાર્શે એણી સુજબુજ અને બુદ્ધિથી બધા જ કેસને સોલ્વ કરી દેતો!

એવી જ રીતે એક વાર, એની ઉપર એક કોલ આવ્યો. કૉલ શહેરનાં જ એક વ્યક્તિ મિસ્ટર પ્રચાર ઓઝાનો હતો. બન્યું એવું હતું કે એમના ઘરે અમુક લોકોએ રાત્રે હુમલો કર્યો હતો. ઘરના બધા જ દાગીના અને ઝવેરાત એ લોકો લઈને ચાલ્યા ગયા હતા. એ બધામાં એક હીરો અત્યંત કીમતી હતો!

મિસેસ ઓઝાની મમ્મીને બીજું કોઈ સંતાન હતું જ નહિ તો એમને એમની બધી જ મિલ્કલના અડધા પૈસામાંથી આ ખાસ હીરો બનાવ્યો હતો! જે એમને એમના એકના એક સંતાનને આપ્યો હતો. હીરો કોઈ સામાન્ય હીરો બિલકુલ નહોતો એણે ખાસ પ્રકારની ચોક્કસ સમય માટે ઘસવામાં આવ્યો હતો, ત્યાર બાદ એ આટલો સરસ લાગતો હતો!

ચોરી થઈ ગયેલ મિલકતમાં આ અમૂલ્ય હીરો પણ ચોરાઈ ગયો હતો! જેનો અફસોસ મિસેસ ઓઝા કરતા મિસ ઓઝાને વધારે થઈ રહ્યો હતો.

જ્યારે પોલીસ પણ આ કેસમાં કોઈ હેલ્પ ના કરી શકી તો મિસ્ટર ઓઝાને પોલીસે આ છૂપા જાસૂસનો સંપર્ક કરવા કહ્યું હતું.

હાર્શ પણ કેસને સોલ્વ કરવા માટે આગળ કામ કરી રહ્યો હતો. એણે શુરૂમાં તો બધાના ફેસ રીડ કરવા ચાહ્યા. એણે બધાંના પ્રતિભાવ નોર્મલ જ લાગ્યા.

નિરાલીએ મિસ્ટર ઓઝાની છોકરી છે... શ્રેયાએ મિસ ઓઝાની દૂરની સગી છે.

શ્રેયાને હમેશાં લાગતું કે ઘરમાં સૌ નિરાલીને વધારે લાડ કરે છે અને એને ઓછું! તેમ છતાં ક્યારેય નિરાલીએ તો એની ઉપર મન મેલું કર્યું જ નહિ! એણે બધું જ સુખ સાહ્યબી મળતી જે નિરાલી ભોગવતી! તેમ છતાં શ્રેયા હંમેશા નિરાલી પ્રત્યે સારું રાખતી જ નહિ!

હાર્શ નિરાલીને પહેલી મુલાકાતથી જ ગમવા માંડ્યો હતો! યોગાનુયોગ શ્રેયાને પણ હંમેશાની જેમ એની પસંદ જ પસંદ આવી હતી!

અમુકવાર જ્યારે કેસ સ્ટડી કરતા કરતા એ નિરાલી સામે જોવે તો શ્રેયા વચ્ચે આવી જતી હતી! પહેલાં ક્યારેય નહી આવ્યો હોય એવો ગુસ્સો ત્યારે નિરાલીને આવી જતો હતો!

પણ આજે તો એણે હદ જ કરી નાંખી હતી! શ્રેયાએ તો એણે ડેટ ઉપર પણ બોલાવી લીધો હતો!

વધુ આવતા અંકે...

ભાગ 3માં જોશો: "હું તારી અને શ્રેયાની વચ્ચે આવું છું ને!" પહેલાં નિરાલીના શબ્દોમાં ભીનાશ હતી, પણ છેલ્લા શબ્દ સુધી એના ગાલ પર આંસુઓ આવી ગયા હતા.

"અરે યાર, જો એવું કંઈ છે જ નહિ! પ્લીઝ આવું કઈ ના વિચાર તું!" હાર્શે કહ્યું.

"સારું, પણ તું કેમ આ બધું મારી સામે ક્લેરિફાય (સ્પષ્ટ) કરું છું?!" નિરાલીએ મનમાં વિચાર કર્યો અને એક સ્માઇલ એના ફેસ ઉપર આવી ગઈ!