Featured Books
શ્રેણી
શેયર કરો

હોશિયાર હાર્શ કરશે ગુનાના પર્દાફાશ - 3

હોશિયાર હાર્શ કરશે ગુનાના પર્દાફાશ - 3

કહાની - ટ્રેઇલર: એક હોશિયાર ડિટેક્ટિવ હાર્શ નિરાલી નો એક કેસ સોલ્વ કરવાની મથામણમાં છે! પણ શ્રેયા હાર્શ થી આકર્ષાઈ ગઈ છે! એ એને ડેટ પર લઈ જવા કહે છે તો નિરાલી એના થી નારાજ થાય છે. તો એને હાર્શ સમજાવે છે કે પોતે એને ડેટ માટે નહિ કહ્યું એમ! આખી લાઈફ જે સિરિયસ જ રહેતો એ આજે નર્વસ થઈ રહ્યો હતો! આ કેસ એના માટે અલગ સાબિત થવાનો હતો, એની ખુદ એને પણ જાણ નહોતી! પણ આગળ ઘણી બધી વાતો જાણવા મળે એવી હતી!

"જો યાર... ચાલ, આપને ક્યાંક જઈએ..." કહીને હાર્શ એણે પાસેના જ એક ગાર્ડનમાં લઇ આવ્યો હતો. બંને એક બાંકડા પર પાસપાસે જ બેઠા હતા. આજે ગાર્ડનમાં ભીડ ઓછી હતી.

"સોરી!" નિરાલી હળવેકથી બોલી.

"કેમ?!" હાર્શે સાહજીકતાથી જ પૂછ્યું.

"બસ એમ જ!" હળવું હસતાં નિરાલી બોલી.

"કેમ પણ, એ બોલ તો માફ કરું ને!" હાર્શે પણ કહ્યું.

"હું તારી અને શ્રેયાની વચ્ચે આવું છું ને!" પહેલાં નિરાલીના શબ્દોમાં ભીનાશ હતી, પણ છેલ્લા શબ્દ સુધી એના ગાલ પર આંસુઓ આવી ગયા હતા.

"અરે યાર, જો એવું કંઈ છે જ નહિ! પ્લીઝ આવું કઈ ના વિચાર તું!" હાર્શે લગભગ કરગરતા જ કહ્યું.

"સારું, પણ તું કેમ આ બધું મારી સામે ક્લેરિફાય (સ્પષ્ટતા) કરું છું?!" નિરાલીએ મનમાં વિચાર કર્યો અને એક સ્માઇલ એના ફેસ ઉપર આવી ગઈ!

"હા... હવે!" નિરાલીએ વાત વાળી દીધી.

"તને શું લાગે છે, ચોરી કોને કરી હશે?!" હાર્શે નિરાલીને પૂછ્યું.

"અહીં આપને કેસ ડિસ્કસ કરવા મળ્યા છીએ?!" નિરાલીએ એના ભ્રમર ઉપર તાણી લેતા કહ્યું.

"સોરી..." હાર્શના મોં માંથી તુરંત જ નીકળી ગયું જાણે કે કોઈ શિક્ષક સામે કોઈ ઠોઠ વિદ્યાર્થી ડરી જાય એમ જ!.

અચાનક જ એમની ઉપર અમુક લોકોએ હુમલો કરી દીધો! કોઈ ગુંડાએ એક દંડાથી નિરાલી ઉપર હુંમલો કરવા ચાહ્યો! પણ હાર્શના મજબૂત હાથે એ દંડાને પકડી રાખ્યો હતો! ઊઠીને એણે એ ગુંડાને એક લાત મારી તો એ દૂર જઈને પછડાયો!

હાર્શે બંને ગુંડાઓને બહાદુરીથી માર્યા અને છેલ્લે એમને પૂછ્યું, "તમને કોને મોકલ્યા હતા?!"

માંડ ત્રીજી ઝાપટથી એક ગુંડાએ સચ્ચાઈ કહેવી શુરૂ કરી - "શ્રેયાએ અમને નિરાલીનું મર્ડર કરવા માટે મોકલ્યા હતા!"

"ઓએમજી!" નિરાલીના મોં માંથી નીકળી ગયું!

"વૉટ ધ હેલ!" હાર્શ પણ બોલી પડ્યો.

"પણ એ એવું કેમ કરે?!" હાર્શને હજી યકીન નહોતું થઈ રહ્યું!

"એ બધું જ કરી શકે છે..." રડમસ રીતે જ નિરાલી બોલી અને હાર્શને લીપટી પડી.

"સોરી..." અચાનક જ વસ્તુસ્થિતિનું ભાન થતાં એ હાર્શથી દૂર ચાલી ગઈ અને ચોરી કરતા પકડાઈ ગઈ હોય એમ બોલી.

હાર્શ બસ એણે નિશબ્દ બનીને જોઈ રહ્યો.

એણે એ ગુંડાને ધ્યાનથી જોયો તો એણે એક વસ્તુ નોટિસ કરી! એના ડાબા હાથમાં એક ચપ્પાથી કાપ્યાની નિશાની હતી, મિસ્ટર ઍન્ડ મિસેસ ઓઝાએ જેમ કહ્યું એમ ચોરી કરનારને પણ આવું જ નિશાન હતું!

આવતા અંકે ફિનિશ...

ભાગ 4 અને અંતિમ ભાગ(કલાઈમેસ્ક)માં જોશો: અચાનક જ શ્રેયા જેવી કોઈ છોકરી હાર્શને કેફેમાં દાખલ થતી જોવા મળે છે. એણે તુરંત જ કોલર ચઢાવી દીધા અને હેર સ્ટાઈલ બદલી નાખી, ચશ્મા કાઢીને એણે મોં ઉપર રૂમાલ બાંધી દીધો... નિરાલીને એણે જવાનો ઈશારો કરી દીધો તો એ પે કરીને ચાલી ગઈ. શ્રેયાએ એણે જોઈ પણ આમ પણ એ એકબીજાને કઈ પૂછતા જ ક્યાં હતા?!