હિંમત મનુષ્ય નો સાચો મિત્ર. 1. Hiten Kotecha દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

શ્રેણી
શેયર કરો

હિંમત મનુષ્ય નો સાચો મિત્ર. 1.

ડર માણસ નો મહા દુશ્મન. ડર થી જીવવું એટલે આમ તો ના જીવવા બરોબર. જીવન માં જો કોઈ કામ કરવું હોય તો બીજા બધા કામ છોડી ડર ને ખતમ કરવો જોઇએ.

1.હિંમત માણસ નો સાચો મિત્ર છે.

2. હિંમત ની મનુુુષ્ય ને ડગલે ને પગલે જરૂરત છે.

3. હિંમત વગર બીજા સારા ગુુુણો ની બહુ કિંમત નથી.

4. કોઈ પણ મોટું કામ કરવામાં માણસ પાસે સાધન નો સગવડ નો અભાવ નથી હોતો પણ હિમત નો અભાવ હોય છે.

5. સો ગુુુણો માંં થી કોઈ એકજ ગુણ ની પસંદગી કરવાની હોય તો માણસે હિંમત ની કરવી જોઇએ.

માણસ ને ડર લાગવા ના અનેક કારણો છે તે કારણો માં એક કારણ છે માણસ જે કામ કરતા ડરે છે તેના થી દૂર ભાગે છે. સમજો ધારો કેે તમેં s.s.c. માં છો. તમે આગલી રાત્રે નકકી કરીને સુતા કેે કાલે સવાર થી વાચવા જરૂર જઈશ, પણ તમે તમારા વિષય થી ડરો છો.તમેં ભૂગોળ થી ડરતા હો તો સવારે જાગીને તમે કહેશો હવે મારે આજે વાંચવા નથી જવું કારણકે રાત્રે હું મોડો સૂતેલો અને તમે તમારી જાતને જ કહેશો કે જવા દે હું કાલે વાચવા જઈશ, પણ તમે તમારા વિષય થી ડરો છો એટલે તમે મન ને મનાવો છો.અથવા કહેશો કે જવા દે મૂડ નથી. પણ સાચું કારણ છે કે તમે ડરો છો.હવે તમે વિચારો તમે આજે ના ગયા એટલે કાલે આ ડર હજી વધશે કાલે તમે ડર ને કારણે હજી પાછું ઠેલશો.
આમ આ એક વિષચક્ર બનશે. પણ જો તમે થોડા વિચાર પર સજગ થાઓ અને ખોટા વિચારો ને શરણે ના જાવ અને તરત વાંચવા બેસી જાઓ તો ડર તરત ચાલ્યો જાય.

આવીજ રીતે તમે ભણી ને બહાર આવો અને અને કોઈ પણ બિઝનેસ માં લાગો ત્યારે તમે આજ કરો છો. ધારો કે કાલે તમારે કોઇ મહત્વ ના સાહેબ ને મળવા જવાનું છે. હવે તમને ડર છે કે સાહેબ બહુ કડક છે, અને કદાચ અપમાન પણ કરે. તમે આગલે દિવસે નક્કી કરો કે કાલે જઇ આવીશ. પણ સવારે જાગી ને તમે તમારા મન ને કહો છો આજે નહી કાલે જઈશ. તમે જ તમારા મન ને કહેશો કે આજે બીજા કામ પતાવી લઉં. કારણ આ એક ડર જ છે.તમે ગમે તેમ કરી ને કામ કાલ પર ઠેલી દો છો. હવે બીજે દિવસે એ ડર વધવા નો જ છે. અને મોટા ભાગ ના લોકો મહત્વ ના કામ પાછળ ઠેલતા જ જાય છે.

આવા ડર થી તાત્કાલિક છુટકારો મેળવવો જ જોઈએ. તેના માટે તમે જે કર્મ થી ડર તા હોય તે કર્મ તરત કરી નાખવું જોઇએ.જેમ તમે કર્મ કરતા જઈશો તેમ તમને ખબર પડતી જશે કે આમાં કાઈ ડરવા જેવું કંઈ નથી. અને જ્યારે તમે કર્મ પુરૂ કરશો ત્યારે એક મહા આનંદ ની અનુભુતિ કરશો.

તો મિત્રો, આ દુનિયામાં ડર જેવું કંઈ છે જ નહીં. અને ક્યારેય ડર કયાંય થી આવતો નથી.તે મુળ આપણા વિચારો નું ફળ છે. કાયમ યાદ રાખજો જે કર્મ કરવાનું છે તે તમારે જ કરવાનું છે. તે કર્મ ને જો તમે તરત નહીં પતાવો તો એ કર્મ જેમ સમય જતો જશે તેમ વધુ વિકરાળ થતું જશે અને તેમ તમને વધુ ને વધુ ડરાવશે. એટલે જે કર્મ કરવાનું હોય તેને તરત કરો અને તમને સંતોષ અને આનંદ ની લાગણી થશે.

ડર લાગવાના ઘણા બીજા કારણો છે તે આપણે ફરી ચર્ચા કરીશું. પણ હમણાં એક વાત નક્કી કરી લો કે હવે જ્યારે પણ મારી સામે કર્મ આવશે અને જો એ કર્મ મને અઘરું લાગતું હશે તો હું તેને પહેલા તરત કરી દઈશ.

આ દુનિયામાં કોઇ કર્મ અઘરું કે સહેલું હોતું જ નથી ફક્ત આપણા બધા મન ના ખેલ છે. મન ના કહેવા કરતા આપણા વિચારો ના ખેલ છે. જો તમે ખોટા નેગેટિવ વિચારો ને શરણે ના જાઓ તો કોઈ કર્મ અઘરું છે જ નહીં.

તો અઘરા કર્મ તરત અને પહેલા કરો અને મહાઆંનદ કરો.

..........thank you.