Himmat manushy no sacho mitra - 2 books and stories free download online pdf in Gujarati

હિંમત મનુષ્ય નો સાચો મિત્ર..૨

ડર શબ્દ જ ડરામણો છે. ડર થી જેટલું છૂટી જવાય તેટલું સારું. આનંદ માં રહેવા માટે માણસે પહેલા તો ડર થી છૂટકારો મેળવી લવો જ જોઈએ.માણસે પોતાના બધા કામ છોડી સૌ પ્રથમ ડર ને નાબુદ કરી દેવો જોઈએ. આપણે માણસો પાગલ ની જેમ બધું પામવા એક રેસ માં જોડાઈ જઈએ છીએ પણ પાયા ની વાત પર ધ્યાન જ નથી દેતા. જો તમે તમારા ડર ને નાબુદ કરી શકો તો જીવન એક અલગ જ રીતે નિખરશે.

ડર લાગવા નું કારણ એક એ પણ છે કે આપણનેે કોઈ કહે કે મુસીબત આવવાની છે તો આપણે ડરી જઈએ છીએ.અથવા વિચાર પણ આવેે કે મુસીબત આવવા ની છે તો આપણે ડરી જઇએ, અથવા વિચાર આવે કે કંઈક ખરાબ બનવાનું છે તો ફફડી ઉઠીએ. અને પછી આ વિચારો ની ધારા એટલી લાંબી ચાલે છે કેે વાત પુછો માં. ઘણી વખત આવા વિચાર તમને ડીપ્રેશન સુુધી પહોચાડી દે.

સમજો ધારો કે તમે એક બિઝનેસ માં છો. બે ચાર વેપારી સાંજે મળે અને કહે કે આવતું વર્ષ આપણા બિઝનેસ માટે બહુ જ ખરાબ છે તો આપણે ડરી જઈએ. અથવા કહે કે હવે ખૂબ મંદી આવવાની છે તો આપણે ફફડી ઊઠીએ. તમને એટલા ખરાબ વિચાર આવશે કે વાત પૂછો માં. અને ખરાબ વિચારો ની એવી હારમાળા ચાલશે કે તમારી નીંદર હરામ થઈ જશે. ત્યારે તમારે સચેત થઇ જવાનું અને ત્યારે તમારી જાતને જ કહેવાનું કે જે થવાનું હશે તે થશે, અત્યારે નાહક ચિંતા કરી ને હું શા માટે મારુ વર્તમાન પણ ખરાબ કરું.

હું જ્યારે કોલેજ નાં છેલ્લા વર્ષ માં હતો ત્યારે અમો ચાર પાંચ દોસ્ત સાથે વાંચતા હતા. ત્યારે એક મિત્ર એ આવી ને કહ્યું કે આ વખતે પાકી ખબર છે કે ગણિત નું પૅપર ખૂબ અઘરું આવવાનું છે. અને આ એકદમ પાકી ખબર છે. અમે પાંચે દોસ્ત ડરી ગયા. અને ભણવાનું છોડી ચર્ચા કરવા લાગ્યા. ખુબ ડર્યા ખુબ વિચારો કર્યા કે બાપરે, આમેય તે ગણિત અઘરું છે અને હવે જો ખરેખર ખૂબ જ અઘરું આવે તો આપણા તો પાસ થવાના વાંધા થઇ જાય. ખુબ ડરી, વિચારો કરી છુટા પડ્યા. રાતે કેમેય કરી ને મને નીંદર નહોતી આવતી. બસ અઘરા પૅપર જ દેખાયા કરતા. છેક રાત્રે 4.00 વાગે એક ઝબકારો થયો કે યાર, પરીક્ષા ને હજી ચાર મહિના બાકી છે અને અઘરું આવશે એમ કરી ને ડરી જઇ એ તો કેમ ચાલે. મેં પોતાની જાતને કહ્યું કે આવવા દે અઘરું પેપર, કઈ આભ નથી તૂટી પડવાનું. અત્યાર થી ડરીશું તો જે આવડે છે તે પણ ભૂલી જવાશે. અને ટેન્શન લઈ ને ભણવા બેશશું તો કઇ રસ્તો નહીં સુજે. અને બીજી વાત આમેય તે આપણું ગણિત નબળું છે હવે વધારે ધ્યાન આપીશું અને હસતા હસતા સુઈ ગયો.
જાણે બધો ભાર ઉતરી ગયો.

બીજે દિવસે બધા મિત્રો મળ્યા ત્યારે રાત ની વાત કરી અને કહ્યું કે ચાહે કાઈ પણ થાય ટેન્શન નહિ લઈએ. અને જો ડરશું તો કોઈ રસ્તા નહીં સૂઝે. આપણે ચાલો આપણી જાત ને જ કહી દઈએ કે આવવા દે પેપર અઘરું તો અઘરું, જે થશે તે જોય લેશું. જે થશે તે થશે પણ અત્યાર થી તો નહીં જ ડરીએ. હવે તો ગણિત હસતા રમતા જ કરીશું.અને આ વાત ની પોઝિટિવ વાત લઈએ કે આપણે અઘરું આવવાનું છે એમ સમજી થોડી વધુ મહેનત કરીશું. પણ આપણે અપસેટ તો નહી જ થઇએ.બધા મિત્રો મારી વાત સાંભળી ખુબ ખુશ થયા. અને બધા નો ડર ભાગી ગયો.

મિત્રો, તમે જ્યારે ડરો ત્યારે જરાક ઉભા રહી ને વિચારજો.ડર જેવું કંઈ છે જ નહીં. થોડુંક વિચારશો તો જાણી જશો ડર ફક્ત ફક્ત અને ફક્ત આપણા નેગેટિવ વિચાર જ છે. આપણે હંમેશા એમ કહીએ છીએ કે હું ડરી ગયો, પણ થોડું વિચારો તમે ક્યારેય ડરતાં જ નથી કારણ ડર જેવું કંઈ છે જ નહીં ફક્ત તમારા જ નેગેટિવ વિચાર છે. અને ડરો ત્યારે સજગ થઇ જજો અને તમારી જાત ને જ કહેજો કે અરે આ નેગેટિવ વિચાર ક્યાંથી આવ્યા અને જેવા તમે વિચાર પ્રત્યે સજાગ થશો તો ડર નહીં રહે.

જ્યારે પણ કોઈ કહે ખરાબ દિવસો આવવાનાં છે અથવા તમારા મનમાં પણ ભવિષ્ય ના ખરાબ વિચાર આવે ત્યારે તમારી જાતને જ કહેજો કે આવવા દે જે આવશે તેને જોઈ લઈશ, કોઈ આસમાન તુટી પડવાનું નથી પણ અત્યારે તો નહીં જ ડરું.

Thank you.......




બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED