Featured Books
શ્રેણી
શેયર કરો

ચાલો ઠીઠીયા કાઢીએ - 8 - જવાબદારીના ધાઢ જંગલમાં હાસ્યનું.. 8

ભાગ - 8
આગળના ભાગમાં આપણે જાણ્યું કે,
નવા મશીનમાં બ્લાસ્ટ થવાથી મશીનના ફૂરચે-ફુરચા ઉડી ગયા છે.
પ્રથમ ગ્રાસે મક્ષિકા થયું છે.
હમણાં થોડા સમય પહેલા
જે નવા મશીનની પાસે ઊભા રહી
કંપનીના કર્મચારીઓ એ મશીન સાથે પોતાના ફોટા પડાવી રહ્યા હતા,
અત્યારે તે મશીનની હાલત ઇન્સ્યોરન્સ વાળા ફોટા પાડવા આવે એવી થઇ ગઈ હતી.
અને મશીનની બિલકુલ બાજુમાં જેટલા લોકો ઊભા હતા,
એમાંથી
બ્લાસ્ટને કારણે કેટલાક કર્મચારીઓને તો એક્સરેના ફોટા પડાવવા પડે તેવી હાલત થઇ ગઈ હતી.
બીજી બાજુ હવે આગળ શું કરવું ?
તેની ચર્ચા કરવા તે કંપનીના શેઠ મેનેજરને લઈને તેમની ઓફિસમાં ચર્ચા કરી રહ્યા છે.
અળવીતરો રિસેપ્શનમાં બેઠો છે.
રિસેપ્શનીસ્ટ રિસેપ્શનમાં બેઠેલા અડવીતરા માટે
પેન્ટ્રીમાં શેઠ માટે કોફી બનાવી રહેલા પ્યુનને કહે છે
કે
આ ભાઈને પાણી આપો.
રિસેપ્શનીસ્ટનાં મોઢે,
પોતાના માટે પાણી મંગાવવાની વાત સાંભળી
અડવીતરાને મનમાં થાય છે કે, આજે મારા માટે કોઈ પાણી લઇને આવી રહ્યું છે.
એને પોતાનું સ્ટેટસ ઊંચું જતું કે થતુ દેખાય છે.
આમતો ભલભલાને પાણી પીવડાવી ચૂકેલા અળવીતરાને આજે કોઈ પાણી પીવડાવવાનું હતુ.
અળવીતરાને મનમાં થાય છે કે,
હું કંઈક છું.
મારા માટે પાણી આવી રહ્યું છે.
એટલે એ રિસેપ્શનમાં જયાં સોફા પર બેઠો હતો, ત્યાં થોડો કડક થઈ, પગ પર પગ ચડાવી બેસવા જાય છે.
આવું કરવા જતા તેનો પગ
સોફાની બાજુમાં મુકેલ કાચની ટીપોઈ પર પડેલ એક હેવી ફ્લાવર પોટને સહેજ અડતા...અસહજ જેવું કંઈક થઈ જાય છે.
પોર્ટ અને ટીપોઈનો કાચ બંને ધડામ કરતા તૂટી જાય છે.
આમતો આ ધડામનો અવાજ પેલા મશીનના ધડામ જેટલો ન હતો
પરંતુ
મશીનનો ધડામ અવાજ આવ્યો તે વખતે શેઠ મશીનથી ખૂબ દુર હતાં.
અને અત્યારે
ટીપોઈ તૂટવાનો ધડામ અવાજ આવ્યો ત્યારે
શેઠ બાજુની ઓફીસમાંજ બેઠા હોવાથી
શેઠ માટે બન્ને ધડામનો અવાજ એક સરખો હતો.
આ અવાજ સાંભળી શેઠ અને મેનેજર બન્ને
પહેલા ધડાકાની વાત અધૂરી મુકી, બીજા ધડાકાની જાણકારી મેળવવા ઓફીસની બહાર આવે છે.
બહાર આવી શેઠ પહેલી નજર તૂટેલી ટીપોઈ પર, બીજી નજર અળવીતરા પર નાંખે છે.
છેલ્લે રિસેપ્શનીસ્ટની સામે જોઈ
મારી કોફી કેમ હજી નથી આવી ?
એમ કહીને વળી પાછા ઓફિસમાં જતા રહે છે.
ત્યાં સુધીમાં પેલો પ્યુન
કે જે પેન્ટ્રીમાં શેઠની કોફી બનાવી રહ્યો હતો,
તે શેઠની કોફી અને અળવીતરા માટે બે ગ્લાસ પાણી અને એક કપ ચા
એક ટ્રેમાં લઈને પેન્ટ્રીમાંથી બહાર આવે છે.
અત્યારે અળવીતરો સોફા પર બેઠા-બેઠા કોઈ મેગેઝીન વાંચી રહ્યો હતો,
એટલે એનું ધ્યાન તો ન હતું,
પરંતુ હાથમાં ટ્રે લઇને આવેલા પ્યુનની નજર અડવીતરા પર જતાં જ
પ્યુન જ્યાં છે, ત્યાં ઊભો રહી જાય છે.
એની આંખો મોટી થઈ જાય છે. શ્વાસ ફૂલી રહ્યો છે.
વર્ષો જૂના દુશ્મનને જાણે કોઈ શોધતુ હોય, અને તે હાથમાં ન આવતો હોય,
અને અચાનક
સામે આવીને ઊભો રહે, અને જે ગુસ્સો આવે એવો ગુસ્સો અત્યારે પ્યુનને આવી ગયો છે.
અડવીતરાને આમ અચાનક પોતાની નજર સામે જોતાંજ
પ્યુનને અત્યારે એટલો ગુસ્સો આવ્યો છે કે,
તે કોણ છે ?
ક્યાં છે ?
આ બધું તો ઠીક નોકરીની પણ પરવા કર્યા વગર
પ્યુન પોતાનો વર્ષો જૂનો બદલો લેવા, બે હાથેથી પકડેલી
ચા-કોફી ને પાણી ભરેલી ટ્રે
એક હાથમાં લઈ, બીજો હાથ જાણે કોઈ તાલી લેવા લાંબો કર્યો હોય એમ લાંબો કરે છે.
અને એ કડક કરેલા ખુલ્લા હાથની હથેળીની વચ્ચો-વચ બીજા હાથમાં પકડી રાખેલી ગરમા-ગરમ ચા અને ગરમા-ગરમ કોફી અને પાણીની ટ્રે મૂકે છે.
ત્યારબાદ
જેમ દુશ્મન દેશ પર કોઇ બોમ્બ ફેક્તુ હોય,
એમ એ ટ્રે નો અડવીતરા પર છુટ્ટો ઘા કરે છે.
હવે આ જ સમયે અળવીતરો જે મેગેઝીન વાંચી રહ્યો હતો
તે મેગેઝીન
ટીપાઈના ખાનામાં યોગ્ય જગ્યાએ મૂકવા માટે તે નીચે નમે છે,
એટલે
ગરમા-ગરમ ચા-કોફી અને પાણી ભરેલી ટ્રે
સોફાની પાછળ દિવાલ પર લાગેલ મોંઘા અને શેઠના પસંદગીના પેઇન્ટિંગ પર પડતા..
પેઈન્ટીંગ, દિવાલ, સોફા અને ઓફિસનો ફ્લોર
ચા-કોફી અને પાણીના રેલા અને છાંટાથી પૂરેપૂરો
નકશો બદલાઈ જાય છે.
રિસેપ્શનીસ્ટને કંઈ સમજ નથી પડી રહી કે
પ્યુને આવું કેમ કર્યું.
પરંતુ
અળવીતરાની નજર પ્યુન પર પડતાં જ તે ઓફિસમાંથી બહાર નીકળી ભાગે છે.
તેની પાછળ પ્યુન પણ ભાગે છે.
ભલે પહેલા અડવીતરાને પ્યુન આવ્યો તેનુ ધ્યાન ન હતુ,
બાકી
અડવીતરો વર્ષોથી પ્યુનના ધ્યાનમાં હશે, એતો માનવું રહ્યુ.
આ બાજુ શેઠ
ફરી ટ્રે નો દીવાલ સાથે અથડાવાનો અવાજ સાંભળી, મેનેજર અને શેઠ ઓફિસમાંથી બહાર આવે છે.
બહાર આવતા જ રૂમનું દૃશ્ય જોઈ છે છકક થઈ જાય છે.