ચિત્ર Asif Sama દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • પ્રેમની એ રાત - ભાગ 9

    સગાઈ"ચિંકી તું " જાનવી ઘર નાં દરવાજે પોતાની કોલેજ ફ્રેન્ડ ચિ...

  • ભગવાન પર ભરોસો

    ભગવાન પર ભરોસો वासुदेवपरा योगा वासुदेवपराः क्रियाः ॥सभी वेद...

  • ભાગવત રહસ્ય - 97

    ભાગવત રહસ્ય-૯૭   અગિયારસો વર્ષ પૂર્વે-દક્ષિણ દેશમાં વાચસ્પતિ...

  • ખજાનો - 64

    "તમારી વાત તો બરાબર છે..! આ હાડપિંજર જોઈ મને પણ થોડો ભય લાગ્...

  • નિતુ - પ્રકરણ 45

    નિતુ : ૪૫ (ટાઈમ્સનું પુનરાવર્તન) નિતુ અને નવીન બંને ઓફિસે પહ...

શ્રેણી
શેયર કરો

ચિત્ર

એક વીસ વર્ષની સુંદર પરી જેવી યુવતી નદીના પુલ પાસે પુલ પર હાથની કોની રાખી ઉભી છે.અને નદીના ખળખળ અવાજને સાંભળી રહી છે.અને તેનું ધ્યાન નદીના વહેતા પાણીમાં જ છે. કોણ આવે છે કોણ જાય છે તેણે અત્યારે કંઇજ ખબર નથી. જાણે કોઈ ચિત્રકારના કુદરતી દૃશ્ય જેવી, જાણે બરફના પહાડોમાં થીજી ગયેલા વૃક્ષ જેવી તે લાગી રહી છે. જાને કોઈ મંદિરમાં ઈશ્વરની મૂર્તિની સ્થાપના કરી હોય તેવી આજે તે લાગી રહી છે. માસુમ ચિત્ર જેવી. તેની આંખો જાને આજે જુકીને ઉઠવાનું કે ઉઠીને જુકવાનું ભૂલીજ ગઈ છે. તેના ગુલાબી રંગના વસ્ત્રો જાને કોઈ ગુલાબ ના ફૂલ જેવી યુવતી. જાણે કોઈ કવિની કલ્પના હોય એવી યુવતી, જાણે કોઈ ગઝલની રચના માટે તત્પર એવા ગાલિબ જેવી યુવતી. કેટ-કેટલાય સ્વપ્નો તેણે એક નજરે જોતાજ જીવતા થઇ જાય એવી સ્વપ્ન અને હકીકતની મિશ્રણ જેવી યુવતી. યુવાનોના હૃદયા ધબકારાને પણ એકવાર ચૂકવી ડે તેવા રૂપ-સૌંદર્ય જેવી યુવતી, તેણે ઓઢેલો દુપટ્ટો અને તેમાંથી ઉડતી એક લાંબી લટ જાણે નદીના વહેણને પણ શરમાવે તેવી યુવતી. રાત્રીના અંધકારમાં ચાંદની સાથે હરીફાઈ કરતું એક સૌંદર્ય જાણે આજે મેદાનમાં ઉતાર્યું હોય તેવી યુવતી. ખરેખર ખુદા પણ એક વાર તેને બનાવીને પોતાની અપ્સરા બનાવવા તત્પર થઇ જાય તેવી યુવતી....

પણ આટલી રાત્રે આ યુવતી નદી કિનારે શું કરી રહી છે ? કોની રાહ જોઈ રહી છે ? કોના વિચારોમાં તે આટલી મગ્ન છે ? આટલી સુંદરતા હોવા છતાં આજે તેના ચહેરાનું હાસ્ય ક્યાં છે ? આટલી સુંદરતા ઉદાસ ક્યારેય ક્યાં કોઈને ગમી છે ? તો આજે આ નદીને ક્યાંથી ગમે ? પણ શું થાય આજે તે કેટ-કેટલાય સવાલો પોતાના વાતાવરણ સાથે જાને વીંટીને લાવી હોય તેવું લાગી રહ્યું છે.

ત્યાંજ તે વિચારોની વીજળીમાંથી જાગી ઉઠી અને પોતાના વિચારો સાથે જાને ઝઘડો કરતી હોય તેમ, તે મનમાં ને મનમાંજ બોલી ઉઠી, તે આવશેજ તેણે મને વાયદો કરો છે, તે જરૂર આવશે ? અને તે તેના ટૂંકા ભૂતકાળમાં સરી પડી. હજી થોડા મહિનાઓ પહેલા તો ચિત્રની મુલાકાત સ્મિત સાથે થઇ હતી. બન્નેની આ પહેલી મુલાકાત જ જાણે તેમની નઝરોનો ટકરાવ અને ઈકરાર બની ગઈ, ચિત્ર પણ ન સમજી શકી કે આટલા વર્ષોમાં ક્યારેય કોઈ પુરૂષ પ્રત્યેનું આટલું આકર્ષણ તેણે તો ક્યારેય અનુભવ્યુજ ન હતું. અને સ્મિત પણ એકદમ દેખાવડો, યુવતિઓમાં માનીતો અને આમ છતાં સ્વભાવનો એકદમ સીધોસાદો ક્યારેય તે કોઈ છોકરીઓ સાથે આછલકાઇ ભર્યા વર્તન કરતો દેખાયોજ નથી. આથી જ કદાચ.... ચિત્રને તે તરતજ ગમી ગયો અને બંને એકબીજાના પ્રેમમાં ક્યારે નવી દુનિયામાં ખોવાઈ ગયા તે ખબરજ ન પડી. ખરેખર મૃત્યુ અને પ્રેમ જીવનમાં ગમે ત્યારે ગમે ત્યાં આવી શકે છે. તે આજે આ બન્નેની જિંદગીમાં હકીકત બની ગઈ. દરરોજની મુલાકાતો એ બન્નેને વધુ ને વધુ નજીક લાવવામાં સફળ થઇ ગઈ. અને બન્ને એકબીજાને હંમેશા સાથે રહેવાના વચન પણ આપી દીધા દુનિયામાં આમ તો વચનની હવે કોઈ કીમત નથી રહી પણ ઘણા શાયરો કહે છે. પ્રેમની દુનિયાની મુલાકાત ક્યારેક તો આ દુનિયાના અનુભવી લોકોએ લીધીજ હશે તેઓ પણ કહે છે. હજી પ્રેમની દુનિયામાં વચનની કિમત અમૂલ્ય છે. એટલેજ હજી પ્રેમ દુનિયાની નજરમાં બદનામ મનાય છે. બસ એજ ચિત્ર અને સ્મિતની જિંદગીમાં પણ બન્યું. ચિત્ર એક બ્રાહ્મણ કુટુંબની એકની એક દીકરી અને સ્મિત વણકર કુટુંબનો એકને એક દીકરો અને આ બન્ને વચ્ચે સમાજના નીતિ-નિયમો, રીવાજો, બધુજ તે બન્ને વચ્ચે દીવાલ બનીને ઉભું રહી ગયું. બન્ને અલગ થઇ જાવ.....તેવા કુહુક્મો તે બન્નેના કુટુંબો એ આપી દીધા. તેમના રિવાજો સામે સાચો પ્રેમ, વચનો, સાત જનમના કહેણ બધાજ એક બાજુ રહી ગયા. બન્ને એ માતા-પિતા માટે થઈને અલગ થવાનું નક્કી કરી નાખ્યું. અને બન્ને અલગ થઇ ગયા. પણ ફરીથી કવિઓ કહે છે કે જેમ પ્રેમને અલગ કરો તેમ પ્રેમ વધે તે જ રીતે આ પ્રેમ વધુને વધુ ગાઢ બનતો ગયો. અને બન્ને એક બીજાને મળ્યા નક્કી થયું પણ આપણે આ કુટુંબો, રીત-રીવાજોને મુકીને ક્યાંક નવી પ્રેમની દુનિયા વસાવીશું ? અને બન્ને એ હા પાડી... બન્નેએ આજે રાત્રે ઘર મુકીને ભાગી જવાનું નક્કી કર્યું.

એટલેજ.... આજે ચિત્ર એકલી અટુલી મોડી રાત્રે નદી કિનારે ઉભી છે સ્મિતની રાહ જુવે છે. બન્ને આજે આ ગામ, રીત-રીવાજ, માં-બાપને મૂકીને પોતાના પ્રેમને સફળ બનાવવા તે નીકળી પડવાના છે. પણ આ શું....? રાત્રીના બાર વાગ્યા અને હજી સ્મિત નથી આવ્યો, ક્યાંક પ્રેમની લાગણીઓ હિંમત તો નથી હારી ગઈ ને ? ક્યાંક સ્મિતે દગો તો નથી આપ્યોને ? ચિત્રનું મગજ ભમરાવે ચઢ્યું ક્યાંક સ્મિતે મારી સાથે લાગણીની રમત તો નથી રમી ને ? ક્યાંક....ક્યાંક.....ક્યાંક.... આવા કેટ-કેટલાય વિચારોના વમળો ચિત્રના મગજમાં ગૂંથાઈ ગયા. અને આમને આમ કલાકો વીતતી ગઈ.... પણ સ્મિત ન આવ્યો.... ચિત્રએ નદીની સામે જોયું.....તેણે ઘરના દરવાજા તો જાતેજ બંધ કરીજ દીધા હતા મોડી રાત્રે ઘરેથી એકલી ભાગીને પ્રેમને પામવા માટે....જાણે તે એક રેશમ જેવા સબંધ માટે મજબૂત જંજીરો તોડીને આવી હતી ? એટલે હવે તે તેના માતા-પિતા પાસે જી શકે તેમ ન હતી. અને રેશમ જેવા રિશ્તામાં જાણે સમયની ગાંઠ વધતી જતી હતી બાર ના બે ક્યારે વાગી ગયા ખબરજ ન પડી તેણે વિચાર્યું જો ઘરમાં ખબર પડી ગઈ હશે તો હવે શોધ-ખોળ શરુ થઇ ગઈ હશે. તે હવે ઘરે જશે તો બદનામી અને મૃત્યુ વચ્ચેનો કોઈ તફાવત નહિ રહે અને સ્મિતે જે ચિત્ર સાથે કર્યું તે હાસ્યને પાત્ર બનશે...... શું કરું અને શું ન કરું એ કશ્મકશ વચ્ચે ચિત્ર વીંટળાતીજ ગઈ જાણે તેને પોતાના સાચા પ્રેમમાં કંઈક ખોટ રહી ગઈ તેવું લાગવા માંડ્યું..... તેણે નદીની સામે જોયું....

જાણે નદી તેણે બોલાવતા કહેતી હોય અ બદનામીના દાગ હું ધોઈ નાખીશ.... આવ મારી બાંહોમાં સમાઈ જા..... હું તારા પ્રેમને બદનામ નહિ થવા દાવ તને ભલે કોઈ સાથ આપે કે ન આપે પણ આ રંગ વિહીન, સ્વાદ વિહીન પાણી તારી અંદર રહેલા દરેક પ્રશ્નનો જવાબ આ દુનિયાને આપી જ દેશે. શું તું મારી બાંહોમાં આવવા તૈયાર છો ? અને સામે ના પત્થરો પણ જાણે ચિત્ર સાથે વાતો કરતા હોય એમ... આ દુનિયાના પત્થર જેવા વાક્યો આખી જિંદગી સાંભળવા કરતાતો મારી સાથે એક વાર પત્થર અને માટીમાં ભળી જા.... હું તને આ માટીથી ક્યારેય દુર નહિ કરું. આ પત્થરો દુનિયાની ક્રુરતા કરતા તો ઘણા સ્વરૂપવાન છે. શું તું આ પત્થરમાં વીંટળાવવાનું પસંદ કરીશ ? આવી જા હંમેશા માટે મારી બાંહોમાં....જાણે નદી અને પત્થરના અવાજો તેના કાનમાં મોટેથી ગુંજારવ કરવા લાગ્યા. તે થોડી પળો માટે બધુંજ ભૂલી ગઈ... તેણે યાડ રહી તો માત્ર પરથાર,નદી અને પોતાના મનની કાલ્પનિક વાતો....

જે હાથ હમણાં સુધી નદીના પુલ પર હતા તે હાથને વજન આપી તે પુલ પર પગ રાખી ચઢી ગઈ. તેણે છેલ્લી વાર પાછળ ફરીને જોયું કદાચ સ્મિત....આવ્યો હોય પણ સુમ-સામ અંધકારથી ઘેરાયેલ રસ્તા અને વહેતા પાણીના ખળખળ અવાજ સીવાય કોઈ ન હતું પત્થરોની ખામોશી જ માત્ર હતી... અને તેણે પાણીમાં કુદવાનું વિચારી લીધું. તે નદીની બાંહોમાં જવા તૈયાર થઇ ગઈ. તેણે પોતાની ઈજ્જત, વિશ્વાસ, કુટુંબ પ્રેમ, અને સ્મિત સાથેના વચનો પત્થરના હાથમાં આપવાનું વિચારી લીધું અને નદી પણ તેની આબરૂની રક્ષા કરવા તત્પર હોય તેમ મોડી રાત્રે તેના અવાજમાં વેગ આવી ગયો... તેણે કુદવા માટે પગ આગળ કર્યો... અને ત્યાંજ પાછળથી અવાજ આવ્યો ચિત્ર.....હું આવી ગયો... તું આ શું કરે છે... હું કોઈ દગો આપનાર પ્રેમી નથી... હું તો તારા માતા-પિતાને મનાવવા ગયો હતો... તે આપના પ્રેમને સમજી ગયા છે... તે આપના લગ્ન માટે રાજી છે... પણ ચિત્ર હજુ બીજું કંઈ સમજી શકે તે પહેલા તો .....? તેના પગે તેને દગો આપી દીધો.... અને તે કુદવાનું રોકવા માંગતીતી ત્યાં તો તે અંદર ઢળી પડી... સ્મિત.... દોડતો-દોડતો તેની પાસે આવ્યો પણ ત્યાં ચિત્ર નદીમાં સમાઈ ગઈ હતી.... પત્થારોએ તેને પોતાના બાહુપોશમાં જકડી લીધી હતી...પત્થરોએ તેને લોહી-લુહાણ કરી નાખી હતી...અને આ વાત સ્મિત પણ ન સમજી શક્યો.... કે રેશમના સબંધ ને સાચવવા માણસો કુટુંબની જંજીરોને પણ તોડી શકે છે.... કદાચ આજ પ્રેમ છે.... અને અંતે સ્મિતે પણ તે જ નદીમાં.... આજ અંધકારમાં..... તેજ પત્થરો સાથે.... ખળખળ વહેતી નદીમાં..... સ્મિત-ચિત્ર અમર થઇ ગયા.... રેશમ અમર થઇ ગયું.... જંજીરો ખુબ નબળી સાબિત થઇ.

(કાશ કવિઓ અને ગઝલકારોએ પ્રેમને માત્ર વફા પુરતોજ માર્યાદિત રાખ્યો હોત તો ચિત્રના મગજમાં ક્યારેય પણ સ્મિત બેવફા હશે એવી કલ્પના નજ આવી હોત.... અને કાશ સમાજે આ નીતિ-નિયમો કે કુરિવાજો, ઊંચ-નીચ, જેવી જાત-પાત,ધર્મની દીવાલો પ્રેમ માટે ન બનાવી હોત તો કદાચ... આ નદી જેવી નિર્જીવ લહેરો કોઈની આબરૂને રક્ષણ આપવા મજબુર ન થઇ હોત.... અને બધાજ સબંધો રેશમ જેવા રહ્યા હોત કારણકે સબંધમાં જંજીર ની જરૂર જ નથી.... રેશમ જ તે સબંધને મુલાયમ રાખશે....

આસીફ સમા

જામનગર

98 24 26 31 51

(જો મારી સ્વ-રચિત વાર્તા આપને ગમી હોય તો - માતૃ ભરતી પર રીવ્યુ આપો,- રેટીંગ્સ આપો, તેમજ મને ફોલો કરો)