લવ ગેમ (પાર્ટ 5) Bhavna Jadav દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 70

    નિતુ માટે જન્મેલ નવીનનું નાનકડું આકર્ષણ દિવસેને દિવસે પ્રબળ...

  • દાદા ભિષ્મ

    પૌરાણિક દ્રષ્ટાંત કથા –                      પિતામહ ભીષ્મની...

  • અધુરો પ્રેમ

    જિગ્નાસુ ખુબ જ સરળ અને શાંત છોકરી.... પરીવાર મા વડિલ અને નાન...

  • વહુના આંસુ

    સવીતા રસોડામાં રસોઈ કરતી હોય છે,  ત્યાં જ છાંયા બહેન જોરથી ચ...

  • ભાગવત રહસ્ય - 164

    ભાગવત રહસ્ય-૧૬૪   પિતાજી નામદેવને કહે છે- કે “સવારે વહેલા જા...

શ્રેણી
શેયર કરો

લવ ગેમ (પાર્ટ 5)

લવ ગેમ (પાર્ટ 5)

તમે ગતાંક માં જોયું કે...

રોકી અને તેના મિત્રો પોલીસ ને પકડાયી જવાના ડરથી જૂઠું બયાન આપે છે.. પોલીસ ને એ વાત ગળે નથી ઉતરતી.. અને એમની ખોજ જારી રાખવા એ જનગલ માં જાયછે જ્યાં લાશ મળી હતી..

અને પછી બધા એક તાંત્રિક ને મળવા જવાનું યોજના બનાવે છે.. રોકીને પણ જવું હોયછે પણ એની તબિયત સારી ન હોવાથી એને દવાખાને જ રોકાણ કરવું પડે છે..

આ બાજુ રચના એ વાત જાણે છે એટલે રોકી સાથે ભયાવહ અવતાર ધરીને એના હાલ બુરા કરે છે.. રોકી લગભગ પાગલ થયી જાયછે બુમો.પાડે કગે પણ રચનાએ શક્તિઓ દ્વારા અવાજ દરવાજે ન પહેચે એવું જાદુ કર્યું છે.. એ રોકીને અતિશય હેરાન કરેછે તડપાવીને મારવાનો છે.. પણ અચાનક ત્યાં નર્સ આવી જતા ત્યાંથી અલિપ્ત થયી જાય છે.

હવે જોઈએ આગળ...

રચનાએ રૂમમાં જે ઘમાસાણ મચાવેલું એ બધું હતું એવું જ વ્યવસ્થિત થઇ જાયછે.. અને દરવાજો ખુલે છે.. નર્સ આવીને રોકીને ચેક કરે છે.. ઘણો ડરેલ છે એટલે એના ધબકાર જોરથી સંભળાય છે નર્સ ને કૈક ગરબડ લાગતા એ ડોકટર ને બોલાવે છે .. ડોકટર આવીને ચેક કરેછે.. રોકીનું. સુગર લેવલ અને બીપી નો ટેસ્ટ કરાવે છે.

રોકીનો બીપી અને સુગર લેવલ હાઈ હોય છે રિપોર્ટમાં એવું આવે છે.. એ જોઈને રોકીને ચિંતા થાયછે..એટલે એની સામે રચનાનો ચહેરો અટ્ટહાસ્ય કરતો આવે છે..
એ બૂમ પડે છે..રચના.. દૂર જ દૂર..જા.. મને માફ કરી દે.
પ્લીઝ..

અને નર્સ ડોકટર એ સાંભળીને અવાક થાય છે એ કરણ પૂછે છે ત્યાંજ એનો એક મિત્ર ત્યાં આવે છે અને ડોકટરને ઉલટું સીધું સમજાવી દે છે.. કે એ એની એક્સ હતી.. પ્રિય હતી એનું અવસાન થતાં એ માનસિક સંતુલન ગુમાવી ને એવું કરે છે ઘણીવાર..

ઓહ... આઈ સી.. ડોકટર બોલે છે

મિત્ર.. હા કહીને એમના જવાની રાહ જોવે છે.

ડોકટર ઇન્જેક્શન આપીને દવા લખી આપે છે.. એ પ્રિસ્ક્રીપ્શન લઈને દવા લાઇ આવો.. એમનું સ્ટ્રેસ લેવલ મેઇન્ટન થશે.. અને આરામ મળશે..

જી ડોકટર .. મિત્ર બોલે છે

ડોકટર બહાર જાયછે ..અને મિત્ર કોઈને ફોન કરેછે.. થોડી વારમાં ત્યાં એક માણસ સાથે બીજો મિત્ર પણ આવી ચડે છે..
રોકી : આ કોણ છે?

મિત્ર..: આતો તાંત્રિક છે..

રોકી : તો કપડાં કેમ ઈવા નથી..

તાંત્રિક..: એતો હું આજના જમાનાનો મોર્ડન તાંત્રિક ચુ.. જરૂરી નથી દરેક તાંત્રિક આવા ડોરા ધાગા ને કાળા વાઘા પહેરે..

રોકી : ઓહ.. એવું.. સારું ચાલો તમે મને શું હેલ્પ કરશો.. તમને ખબર તો પડી હશે મારી સમસ્યા..

તાંત્રિક : હ..મમ.. મને બધુજ કહ્યું તમારા મિત્રો એ.. કે કોઈ શેતાન આત્મા તમને હેરાન કરેછે.. વાંધો નહીં એની તોડ કરશું.. પહેલા તમે મને એની પસંદ નાપસંદ એનું પરિવાર એના શોખ એનું કોઈ અંગત દરેક વિગત આપો.. પછી હું કોઈ સોલ્યુશન આપી શકું..

ઓકે.. પછી એક પછી એક વાત રોકઈ તાંત્રીકને કહે છે પણ એને રચનની પર રેપ અને અમાનુષી અત્યાચાર ની વાત છુપાવી..

રચનાની ત્યાંજ હતી.. ખૂબ શાંતિ થી સાંભળી ને પછી એને રોકીને કાનમાં કહ્યું.. મારી સાથે માણેલી રાતો ને આપેલી વેદનાઓ વિશે નથી કહેવું.. બાયલા..

અને રોકી સમસમી ગયો.. એ સમયે ચુપ જ રહ્યો.. એજ એને યોગ્ય લાગ્યું..

તાંત્રિકે આંખ બંદ કરીને મંત્રોચ્ચાર કર્યા.. એના હાથમાં રહેલી માળા સળગી ઉઠી..
એ તાંત્રિકે તુરતજ ફેકી દીધી.. પણ ફરી અન્ય એક પેટીમાંથી એક માણિક લઈને એમાં દિવ્ય દ્રષ્ટિ થી રચનાની આત્મા જોઈ.. અને એને રોકીને કહ્યું . આત્મા બહુજ મજબૂત છે.. બદલો ને ગુસ્સો એના સર પર સવાર છે.. શુ તમે ખરેખર એનિ સાથે કાઈ જ ખરાબ નથી કર્યું ને..?

રોકી અને દોસ્તો.. અરે ના ના.. હોય કાઈ.. અમને તો એજ નથી ખબર કે આ આત્મા અમારા પાછળ કેમ છે.. અમારા દોસ્તને પણ મારી નાખ્યો..

ઓકે..તાંત્રિકે કહ્યું..

તાંત્રિક ત્યાંથી વિદાય લે છે.
ત્યાં જ રચનાની આત્મા વિફરે છે.. એને દૂર પડેલો કાચનો ગ્લાસ એની આંખ માં કિરણ નીકળ્યું એ શક્તિ દ્વારા એણે છુટ્ટો રોકી પર ફેંક્યો.. રોકીને આંખમાં વાગ્યું.. એ બૂમાબૂમ કરવા લાગ્યો.. અને ડોકટર આવતા.. તતા દોસ્તો પણ ડરી ગયા.. ડોકટરે એને મરહમ પટ્ટી કરી અને રેસ્ટ કરવા કહ્યું.

હવે રોકી ના દોસ્તો પણ પારેવા માફક ફફડવા લાગ્યા.. રચનાની શક્તિ નો અંદાજ એમને નહોતો..

ઘેર પોતપોતાના ઘેર બન્ને એકલા જાય એના કરતાં અહીં રોકી સાથે ત્રણ જણા રહીશું એમ કહેલું..

આખરે એમને રોકી સાથે રોકાવાનું નક્કી કરયુ..

રચનાએ પણ હવે થોડી શાંતિ રાખી. .. કદાચ આ શાંતિ તુફાન પહેલાની હતી..

ચાલો આવતા એપિસોડમાં જોઈશું.

સુઈ જાઓ..
શુભ રાત્રી😊