રિવરફ્રન્ટ ના કાંઠે - 1 Nikhil દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

  • તલાશ 3 - ભાગ 21

     ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તે...

શ્રેણી
શેયર કરો

રિવરફ્રન્ટ ના કાંઠે - 1

મોજ મા રહેવું, હસતા રહેવું, મસ્તી મજાક કરવી.. એવી જ ઉપમા આપી શકાય એવી આખા ક્લાસ માં એક જ છોકરી એટલે નેહા...
કોઈને પણ એને જોઇને એકવાર તો પ્રશ્ન પૂછવાનું મન થઇ જ જાય કે.. તારી આ ખુશી નું કારણ તો કે... અમે પણ આમ તારી જેમ ખુશ રહીએ.. પણ
ક્યારેય અંદાજો ના નિકાળી શકાય કે આટલી બધી ખુશી પાછળ
પણ દુખ હોય ખરું..
કોલેજ ના પહેલા વર્ષમાં એક છોકરા એ નેહા થી સ્નેહ વધારવાની કોશિશ કરી... સ્નેહ એટલે એની તરફ જોઈ રહેવું.. નેહા ના નામને કાઇક અલગ અલગ સ્વરુપે અલગ અલગ રીતે લખવું.... નેહાને જોઇને થોડું હસી લેવું.. અને પછી અંતે ફેસબુક પર એક request મોકલવી..
એના દેખાવ,વર્તન- વ્યવહાર અને સ્નેહ ને ચકાસ્યા પછી અને થોડા દિવસ પછીના વિચાર પછી નેહા એ REQUEST ને accept કરેલી... જાણે કે acceptance ની રાહ જોઇને જ બેઠો હોય... એમ તરત જ સામે થી મેસેજ આવ્યો... Hiii
Do you know me?
અને નેહા એ પણ એક girl તરીકે ના પોતાના નખરા બતાવ્યા... ના..
કોણ??
ખરેખર નથી જાણતા...?.. એવું કહીને વાતો ચાલુ થઇ..
પછી એ વાતો આગળ વધતી જ ગઇ... વધતી જ ગઈ.... અને અંતે.. સ્નેહ થી શરૂ થયેલી એ વાતો... પ્રેમ માં.. પરિણમી...
જ્ઞાતી એકજ છે.. પણ પ્રદેશ અલગ છે.. પણ પ્રેમ તો સ્નેહ ના તાંતણે બંધાયેલો છે.. એટલે એ તો આગળ વધતો જ ગયો.. અને બીજું એક કારણ... આમ... સામાન્ય પણ સમજાય તો અતિ ખાસ મહત્વ નું કારણ.. નેહા ને ઘર તરફથી હમેશા પ્રેમ અને હુંફ ની લાગણી ઓછી મળેલી અને બીજું હમેશા ઘર માં થતા ઝગડા...
એક છોકરી માટે ઘરનો પ્રેમ હમેશા બહુ મહત્વ નો ભાગ ભજવે છે.
નેહા કૉલેજ ની સાથે સાથે tution પણ કરાવતી.. એટલે એની પાસે.. પોતાની પોકેટમની તો હોય જ.. પણ આરવ તો ફેમિલી થી દૂર અહીયાં અમદાવાદ study માટે આવેલો.. એટલે હમેશા ક્યાંક ફરવા જાય તો નેહા.. આરવ ને પેલે થી જ પૈસા આપી દે.. જેથી શોપ પર.. આરવ પૈસા pay કરી શકે.. અને એનું પુરુષત્વ ક્યાંય દુખી ના થાય.. ક્યારેક આરવ ને ખોટું ના લાગે એટલા માટે.. નેહા એને..પોતાના પૈસા થી પણ pay કરવા દેતી..
આમ પ્રેમ માં હરવા ફરવા માં જ કૉલેજ ના વર્ષો પણ પુરા થવા આવ્યા.. અને થોડા સમય પહેલા જ આરવ ના ઘરે થી એક ન્યૂઝ આવ્યા.. કે આરવ ની સગાઈ માટે એક છોકરી એની ફેમિલી એ જોઈ રાખી છે..
આરવ રાજસ્થાન માં રહેતો અને એના પપ્પા નું સમાજ માં સારું એવું નામ હતું..
શું એના પપ્પા ની માન મર્યાદા ના કારણે આરવ એ.. Unknown છોકરી સાથે સગાઈ કરવાનું હા.. કહી દેશે એતો પ્રશ્ન છે.. જ... પણ
સાથે એક બીજો પ્રશ્ન પણ છે કે... જો આરવ હા કહે તો નેહા નું શું..??
પોતાના ઘર તરફથી વધુ પ્રેમ ના મળવાના કારણે... નેહા તો આરવ ના સ્નેહ અને પ્રેમ માં ગળાડૂબ થતી જતી હતી... અરે એને તો એક જ જ્ઞાતિના હોવાના કારણે... પ્રેમ માં અલગ થવાનું ક્યારેય વિચાર્યું પણ નહોતું...
મુદ્દો એ હતો કે.. આરવ ક્યાંક જાણતો હતો કે નેહા આ ન્યુઝ જાણી ને થી તૂટી જશે.. માટે આરવ એ નેહા ને આ વાત કહી જ નહીં..
પણ સમાજ ની કોઈ friend થી જ્યારે નેહા ને આ વાત ની ખબર પડી.. કે આરવ ની સગાઈ થવાની છે.. તો એતો શાંત જ થઇ ગઇ.. કે આરવ એ એનાથી આવડી મોટી વાત છુપાવી કેમ..??અને.. સાંજ ના .. 7 વાગે.. જે સમયે આની પેલા ક્યારેય નહોતા મળ્યા... નેહા એ આરવ ને.. રિવરફ્રન્ટ પર જલ્દી આવવા કહ્યું.
પ્રશ્નો ઘણાય છે.. કે.. નેહા આરવ ને શું કહેશે?
આ પ્રેમ, સ્નેહ અને લાગણી નું આગળ શું થશે?
નિખિલ શંખેશ્વરી
(ક્રમશ).......